thought of the day(આજ નો વિચાર)

thought of the day:-

world gives you only what you have always wanted, but most of the people think that world never give them what they have wanted.That’s only because they think that world wont give them what they have wanted.And as i have said in the first line, “world gives you only what you have always wanted”, so you have wanted the world not to give you anything that you have wanted. 🙂

આજ નો વિચાર :-

આપણને જે જોઈએ છે તે જ હમેશા દુનિયા આપણને આપે છે. પરંતુ મોટાભાગ ના લોકો માને છે કે દુનિયા આપણને જોઈતી વસ્તુ ક્યારેય પણ નથી આપતી .પરંતુ તેનું કારણ એજ છે કે તેઓ વિચારે છે કે દુનિયા જોઈતી વસ્તુ ના આપે. અને પ્રથમ લાઈન માં લખ્યા પ્રમાણે આપની ઈચ્છા પૂરી થાય છે કે દુનિયા તમને એવું કઈ જ નઈ આપે જે તમે ઈચ્છો છો.
Advertisements

કાવ્ય ની શરૂઆત

નમસ્કાર વાચક મિત્રો, 🙂

લખવા માટે હું કોઈ ચોક્કસ જગ્યા કે ચોક્કસ સમય નો આગ્રહી નથી, પરંતુ હું તો જાણે મારા વિચારોનો સેવક હોઉં એવું લાગે છે મને. કારણ કે જેવો કોઈ વિચાર આવે કે મારે તરત એને લખવા માટે કોઈક કાગળ કે એવી કોઈ પણ વસ્તુ ની શોધ કરવી પડે છે કે જેની પર હું લખી શકું(મારા ભૂલકણા સ્વભાવ ના કારણે!). ઘણી વાર કોલેજ માં ફ્રી સમય માં મિત્રો સાથે બેઠો બેઠો  ગપ્પા હાંકતો હોઉં ત્યારે વાત વાત માં જ કવિતા બની જતી હોય, અને પછી એ લોકો ને પૂછીને મારા પોતાના શબ્દો એમની જોડે યાદ કરાવીને કોઈ નોટ ના પાછળ ના પેજ પર ઉતારી લઉં, અને પછી આરામથી ઘરે આવીને મારી ડાયરી માં લખી લઉં. ઘણી વાર કવિતાઓ આખી યાદ આવે તો ક્યારેક અધુરી જ. એવી જ બે કવિતાઓ આજે હું અહી પબ્લીશ કરું છું, જે મેં મારા એક કોલેજ મિત્ર “વિવેક પટેલ” ની મદદ લઈને લખી છે.

પ્રથમ કવિતાનો અંત થોડો અધુરો લાગે છે, તો કમેન્ટ્સમાં આપ કવિતા ને પૂરી કરી શકો તો ઘણું છે મારા માટે. 🙂 . આ કવિતા નો મુખ્ય શબ્દ મને મારા મિત્ર વિવેકે આપ્યો હતો, જેની મદદ થી મેં કવિતા ની શરૂઆત કરી હતી. શબ્દ છે “દર્દ”.
“દર્દ છે જીવન માં અનેક,
પગ થી લઇ માથા સુધી છેક.
વચ્ચે આવે છે નાજુક એવું દિલ,
જેમાં કરી એક છોકરી એ drill.
કરી drill છતાં ન નીકળ્યું ખૂન,
because લાગી હતી દિલ ને તેણી ની ધૂન.
ધૂન માં ને ધૂન માં દર્દ એણે સહ્યું ઘણું,
તો વિચાર્યું એણે આ બધું છોડી ચુપ ચાપ ભણું.
ભણવામાં પણ ના લાગ્યું એનું મન,
લાગી નવી ધૂન એને કમાવવાની ધન.
ધન કમાવવા એણે એક તુક્કો લગાવ્યો,
પોતે બન્યો બાવો અને એક ચેલો બનાવ્યો.

ચેલા ને લઇ ને એ ઘૂમ્યો આખ્ખો દેશ,
ફાવી ગયો તેને તેનો નવો આ વેશ.
બાવો બનીને લોકોને ખૂબ મુર્ખ બનાવ્યા,
મુર્ખ બનાવી લોકોને ખૂબ પૈસા કમાયા.”

ઉપરોક્ત કવિતા મેં લખેલી પ્રથમ કવિતા છે….
એ વાત ને લગભગ ૫-૬ મહિના વીત્યા પછી ફરી થી મેં મારા ફ્રેન્ડ ને કવિતા માં મદદ કરવા માટે પૂછ્યું, એ શબ્દ આપતો ગયો અને હું લખતો ગયો…..
“હું પોતે વિરાજ અને બાજુમાં વિવેક,
કર્યું નક્કી કે ચાલો બનાવીએ કવિતા સરસ એક,
બોલ્યો વિવેક આ કાવ્ય નો subject લઈએ “લવ”,
હવે શું કહું આની પાછળ બગડ્યા લોકોના ભવ ના ભવ!!
પાછો બોલ્યો એ, “લઇ લે શબ્દ પ્યારો ‘દિલ’ “,
આ સાંભળીને વિરાજ ભાઈ મલકાયા ખીલ-ખીલ….
પછી થયું જે તૂટી જાય એ શબ્દ નો શું ફાયદો!!
પણ કાવ્યો બનાવવામાં તો ક્યાં હોય જ છે કોઈ કાયદો!
કાયદો-ફાયદો જવા દો, હાથ માં છે પેન નવરી,
ને મગજ માં શબ્દો માટે ની ચાલી પડી છે લવરી!!
આટલું વિચારી-લખીને થયો ‘વિરાજ’ એક વાતે ઠરીઠામ,
કે ભઈ, છોડો કવિતાની માથાકૂટ, આ નથી આપણું કામ…..”
કેટલીક વસ્તુઓ બસ પ્રાસ બેસાડવા માટે લખી છે …. કારણ કે પ્રાસ બેસાડવાની મજા જ કઈક અલગ હોય છે. 😉
બસ આજ માટે આટલું જ. ફરી લખતો રહીશ. આપ વાચતા રહો અને કમેન્ટ્સ લખતા રહો. આભાર. 🙂

કવિતા- “ઇત્તેફાક”

નમસ્કાર વાચક મિત્રો,
આજે હું મારી થોડી ઘણી કવિતાઓ માંથી એક એવી કવિતા અહી પબ્લીશ કરું છું.મેં લખેલી કવિતાઓ હું (જયારે પણ વિચાર આવે ત્યારે) મારા મોબાઈલ માં લખતો હોઉં છું ….. અને પછી મારા કોમ્પ્યુટર માં લખી લઉં છું અથવા તો રેકોર્ડ કરી ને સેવ કરતો હોઉં છું…. તો આ રહી એક કવિતા સ્વાર્થ અને ઇત્તેફાક ઉપર આધારિત….
“સ્વાર્થી લોકો, સ્વાર્થી હું,

સ્વાર્થી સંબંધો, સ્વાર્થી તું,
કંટાળ્યો આ સ્વાર્થ થી,
હું થાક્યો fake વિશ્વાસ થી,
દંભ થી બનેલી દુનિયા છે,
હું થાક્યો જુઠા પ્રેમ થી.
તું કરે તો હું કરું ને હું કરું તો તું કરે,
વાદ વિવાદ છે દુનિયા માં હું પાક્યો આ કકળાટ થી.
પલ ભર માં પડે પ્રેમ માં ને તૂટે સંબંધ પલ ભર માં,
પલ પલ ના આ સંબંધ માં “વિરાજ” ફસાયો ક્યાંક થી.
સમજતો રહ્યો પ્રેમ છે આ , ના જાણ્યું ઈશ્વર નો ખેલ છે આ,
આ તો ખુલતા થોડાક ભેદ મેં જાણ્યું કે મળ્યા હતા ઇત્તેફાક થી……”

Me And The Night Sky

I’m talking to the moon….. trynna gettin you….. in hopes you’re on the other side talking to me too…. or am i a fool who sits alone talking to the moon???

These are the beautiful lines from my favourite singer Bruno Mars’s song “talking to the moon”…….
I love this song…. and the reason is that that i also love talking to the moon….. yeah…. i really feel like “yes there’s someone who’s listening everything that I’m saying to the moon”…. may be that someone is “chandra dev” [ :p just kidding… ;)] …. But really it feels good, when m alone in terrace or on a ground or an open place, watching towards the night sky ….. the open sky full of stars and one bright moon ( half or full, doesn’t matter) I can look at it for many hours until I fall asleep 😀 ……. sometimes it feels while watching the sky like a kind of rope pulls me towards the sky…. and it feels like I’m floating in the sky ….. in the blue night sky…… and there is nothing around me…. it’s just me and my dark night sky….. the stars are like little diamonds and the moon is like a kohinoor…. Even when i just think about the sky i get goosebumps on my skin…. it draws me to look at the sky as soon as possible….. As in winter the warm sun rays give a holy feeling…. the night sky gives me a special kind of feeling….. i cant express that feeling….. i really cant find any similar feelings ….. The moon, sometimes, acts like my best friend….. i tell it the things i cant say to anyone else….. and i feel like the moon is replying me back saying that “things happen dear, do not worry, everything will be okay”…… i know it’s weird but moon has helped me for many times solving many of my problems….. for example if I think about writing something in the blog and don’t get words then i just go outside my room or nearer a window…. look at the night sky and it helps me stuffing thoughts in mind…. and I love it…. Sometimes when i feel lonely and blue, the night sky shows me that it is also blue and tells me “see ‘viraj’ you’re with me and I’m with you, we’re not alone…….”
So in the end of this post i will just say few words to my lovely blue dark night sky…… “thank you for being with me every night 🙂 I love you my dear night sky….. ♥”

લેખન નો આરંભ

નમસ્કાર વાચક મિત્રો,

આ પોસ્ટ સાથે હું wordpress માં લખવાની શરૂઆત કરુ છું. લખવાનો શોખ તો મને ઘણા સમય થી હતો. પરંતુ કોઈ stage નો’તો મળ્યો.મને યાદ છે કે મેં મારી સૌ પ્રથમ વાર્તા લખી હતી ત્યારે હું ત્રીજા ધોરણ માં હતો. એ વાર્તા લખવા માટે મારે કઈ ખાસ વિચારવું નો’તુ પડ્યું. કારણ કે એ વાર્તા મેં સપના માં જોઈ હતી. હા, એક સપનું આવ્યું અને સવારે ઉઠી ને તરત જ એક કાગળ ફાડ્યું અને પેન્સિલ લઈને લખવા બેસી ગયો .અને એ રીતે મેં મારી પ્રથમ વાર્તા (હોરર વાર્તા) લખી દીધી.
એ પછી તો ગુજરાતી વિષય માં વાર્તા લેખન અને નિબંધ લેખન પણ આવવા લાગ્યા, જે કેટલાક લોકો માટે કંટાળો હતો, પણ મારા માટે રસ નો વિષય હતો.આત્મકથા લખવાની સૌથી વધારે મજા આવતી હતી. પણ તેમ છતાં મારા નિબંધ માં સારા marks નો’તા આવતા.તેનું કારણ ફક્ત એક જ હતું, “અક્ષર”.પેહલે થી જ મેં અક્ષર સુધારવા ઘણા પ્રયત્ન(કથિત) કર્યા, પણ સફળ ના થયો.આ માટે મારે આ computer ઘણો આભાર માનવો રહ્યો જેણે મને સારા અક્ષર બતાવ્યા(ખુદ મેં type કર્યું હોવા છતાં!) પણ અક્ષર ના લીધે ફક્ત સારા marks નો’તા મળતા, બાકી મારો રસ તો ગુજરાતી માં જળવાઈ જ રહ્યો.
સ્કૂલ પત્યા પછી કોલેજ માં  તો ગુજરાતી લખવાની ટેવ જ જાણે છૂટી ગઈ.તો પણ મેં કોઈ રફ નોટ માં કઈક નઈ ને કઈક લખવાનું ચાલુ રાખ્યું.એ પછી મને ગુગલ ની એક સારી એવી એપ્લીકેશન મળી જેમાં ગુજરાતી લખવાનું ખરેખર બહુ જ સરળ હતું.google transliteration  ના લીધે ફરીથી ગુજરાતી માં ઓછો થઇ ગયેલો રસ જાગી નીકળ્યો . ઓરકુટ માં મેં અપલોડ કરેલા કેટલાક ફોટોસ જોઇને મારા પપ્પા ના એક કઝીન ભાઈ શ્રીભુપેન્દ્રસિંહ રાઓલે એક કવિતા લખી. અને બસ, ત્યારથી મને પણ કવિતાઓ અને લેખો લખવાનું ભૂત ચડ્યું. એ સિવાય શ્રી અમિતાભ બચ્ચન અને હરભજનસિંહ જેવા કેટલાક સેલીબ્રીટીઝ ના બ્લોગ પણ મને inspire કરતા રહ્યા. ૧૮/૨/૨૦૧૦ ના રોજે મેં મારો બ્લોગ લખવાની શરૂઆત કરી….૧-૨ વર્ષ થયા અને wordpress માં લખવાની સલાહ  શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલે મને આપી.
બસ તો આજે શરૂઆત કરવા માટે આટલું લખ્યું.મારી કવિતાઓ અને મારા વિચારો આજ રીતે લખતો રહીશ.જુના બ્લોગ માંથી કેટલીક પોસ્ટ્સ પણ અહીં પબ્લીશ કરીશ.આપ સૌની કમેન્ટ્સ અને સલાહ આવકાર્ય છે.
ધન્યવાદ. 🙂