લેખન નો આરંભ

નમસ્કાર વાચક મિત્રો,

આ પોસ્ટ સાથે હું wordpress માં લખવાની શરૂઆત કરુ છું. લખવાનો શોખ તો મને ઘણા સમય થી હતો. પરંતુ કોઈ stage નો’તો મળ્યો.મને યાદ છે કે મેં મારી સૌ પ્રથમ વાર્તા લખી હતી ત્યારે હું ત્રીજા ધોરણ માં હતો. એ વાર્તા લખવા માટે મારે કઈ ખાસ વિચારવું નો’તુ પડ્યું. કારણ કે એ વાર્તા મેં સપના માં જોઈ હતી. હા, એક સપનું આવ્યું અને સવારે ઉઠી ને તરત જ એક કાગળ ફાડ્યું અને પેન્સિલ લઈને લખવા બેસી ગયો .અને એ રીતે મેં મારી પ્રથમ વાર્તા (હોરર વાર્તા) લખી દીધી.
એ પછી તો ગુજરાતી વિષય માં વાર્તા લેખન અને નિબંધ લેખન પણ આવવા લાગ્યા, જે કેટલાક લોકો માટે કંટાળો હતો, પણ મારા માટે રસ નો વિષય હતો.આત્મકથા લખવાની સૌથી વધારે મજા આવતી હતી. પણ તેમ છતાં મારા નિબંધ માં સારા marks નો’તા આવતા.તેનું કારણ ફક્ત એક જ હતું, “અક્ષર”.પેહલે થી જ મેં અક્ષર સુધારવા ઘણા પ્રયત્ન(કથિત) કર્યા, પણ સફળ ના થયો.આ માટે મારે આ computer ઘણો આભાર માનવો રહ્યો જેણે મને સારા અક્ષર બતાવ્યા(ખુદ મેં type કર્યું હોવા છતાં!) પણ અક્ષર ના લીધે ફક્ત સારા marks નો’તા મળતા, બાકી મારો રસ તો ગુજરાતી માં જળવાઈ જ રહ્યો.
સ્કૂલ પત્યા પછી કોલેજ માં  તો ગુજરાતી લખવાની ટેવ જ જાણે છૂટી ગઈ.તો પણ મેં કોઈ રફ નોટ માં કઈક નઈ ને કઈક લખવાનું ચાલુ રાખ્યું.એ પછી મને ગુગલ ની એક સારી એવી એપ્લીકેશન મળી જેમાં ગુજરાતી લખવાનું ખરેખર બહુ જ સરળ હતું.google transliteration  ના લીધે ફરીથી ગુજરાતી માં ઓછો થઇ ગયેલો રસ જાગી નીકળ્યો . ઓરકુટ માં મેં અપલોડ કરેલા કેટલાક ફોટોસ જોઇને મારા પપ્પા ના એક કઝીન ભાઈ શ્રીભુપેન્દ્રસિંહ રાઓલે એક કવિતા લખી. અને બસ, ત્યારથી મને પણ કવિતાઓ અને લેખો લખવાનું ભૂત ચડ્યું. એ સિવાય શ્રી અમિતાભ બચ્ચન અને હરભજનસિંહ જેવા કેટલાક સેલીબ્રીટીઝ ના બ્લોગ પણ મને inspire કરતા રહ્યા. ૧૮/૨/૨૦૧૦ ના રોજે મેં મારો બ્લોગ લખવાની શરૂઆત કરી….૧-૨ વર્ષ થયા અને wordpress માં લખવાની સલાહ  શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલે મને આપી.
બસ તો આજે શરૂઆત કરવા માટે આટલું લખ્યું.મારી કવિતાઓ અને મારા વિચારો આજ રીતે લખતો રહીશ.જુના બ્લોગ માંથી કેટલીક પોસ્ટ્સ પણ અહીં પબ્લીશ કરીશ.આપ સૌની કમેન્ટ્સ અને સલાહ આવકાર્ય છે.
ધન્યવાદ. 🙂
Advertisements

12 thoughts on “લેખન નો આરંભ

 1. ભાઈ શ્રી ,

  હવે રસ જાગ્યો છે તો ધીમે ધીમે રસના કુંડા પીરસવા માંડો

  આપની સાથે સલાહકાર માટે માન્યવર શ્રી ભુપેન્દ્રસીહજી રાઓલ છે.

  અનુભવી કલમના આદર્શને જાળવી ગુજરાતી સાહિત્યની સેવા કરો

  એજ અભ્યર્થના.

 2. લખવાનો રસ જાગ્યો છે, ગુજરાતી ટાઈપ કરતા થયા છો તો આવી જાવ મેદાનમાં, અને જામ્યા રહો ! બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત !

 3. ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રીગેટરમાં ઉમેરી લીધો છે.

  ગુજરાતી બ્લૉગ વિશ્વ એ તાજેતરમાં અપડેટ થયેલ ગુજરાતી બ્લૉગની યાદી દર્શાવતી સુવિધા છે.

 4. આજે એમ જ આ બ્લોગ ની સફરે નીકળ્યો છું , મન થયું કે લાવ જોઊ કે પહેલી પોસ્ટ માં શું છે ! (આજ ની પોસ્ટ નો રેફરન્સ પણ છે આમાં – સપના 🙂 )મારો એક ડાઊટ ક્લીયર થયો – મને શંકા હતી કે ભુપેન્દ્રસિંહજી તમારા કોઈ રીલેશન માં થતા હોવા જોઈએ , ઔર મેરા શક સહી નિકલા .

  • બિલકુલ સહી guess…..
   અને હા, આજની પોસ્ટમાં પણ લીન્ક મુકવાનો વિચાર હતો જ જે ભુલાઈ ગયું હતું…..
   અને પહેલા જે જગ્યાએ લખતો હતો ત્યાં જો લખવાનું ચાલુ રાખ્યું હોત (અને વર્ડપ્રેસ પર ન આવ્યો હોત) તો કદાચ કોઈને ખબર પણ ન પડી હોત કે હું કઈ લખું પણ છું, અને હું પણ બસ એવી જ આડી અવળી વાતો પર આડેધડ લખતો રહ્યો હોત….
   એની માટે તો અંકલને થેન્ક્સ કહેવું જ રહ્યું કે જેમના લીધે આટલા બધા બ્લોગ્સ વિષે ખબર પડી અને આટલું શીખવા મળ્યું….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s