વિ-લોગ(vlog) & બ્લોગ(blog)

હજુ પણ ઘણા લોકો લખતા જ હોય છે કાગળ પર, પણ કમ્પ્યુટર જેવી મજા નથી આવતી, એવું મારું માનવું છે. કારણ કે મને તો આળસ જ આવે છે કાગળ માં લખવાની. જો કે બીજું કારણ એ પણ છે કે મારા અક્ષર જોવા મને પણ  એટલા નથી ગમતા. બોલવામાં હું થોડો કાચો છું પણ કઈ લખવાનું હોય તો ફટાફટ લખાઈ જાય છે. એટલે જ મેં લખવાની શરૂઆત કરી.અને આવું બધું લખવાનું મને કોલેજ જોઈન કર્યા પછી સુઝ્યું.એનું કારણ પણ મને ખબર છે(મને નહિ તો કોને ખબર હોય!), અને કારણ બીજું કઈ નહિ પણ સેમિસ્ટર ના એન્ડીંગ ના viva છે.ત્યારે પણ પ્રશ્નો પૂછતાં હું કઈ બોલી તો શકતો નો’તો. બહુ બહુ તો એવું કહેતો કે, “સર/મેમ લખીને જવાબ આપું?”. પણ કદાચ એ પણ એટલું ધીમે થી કહેતો હોઈશ કે આજ સુધી એક પણ viva માં મને એ પ્રશ્ન નો જવાબ નથી મળ્યો. બસ તો એ લખવાના વિચારોએ મને બ્લોગ માં લખવાનું કહ્યું તો મેં માની પણ લીધું(એમ તો પાછો ડાહ્યો ને!).
હવે થયું એમ કે ઘણી વાર કમ્પ્યુટર ચાલુ કરું, બ્લોગ ખોલું, “નવું-ઉમેરો” પર ક્લીક કરું અને પછી કઈ વિચાર ના આવે એટલે બધું બંધ કરી ને  યુ-ટ્યુબ પર ગીતો સાંભળવા બેસી જાઉં. હવે યુ-ટ્યુબ પર આટલો સમય વિતાવ્યા પછી ઘણી નવી વસ્તુઓ જાણવા મળી, એમાં ઘણા યુ-ટ્યુબ ફ્રેન્ડસ બન્યા અને એમના થકી ખબર પડી કે લોકો ને બ્લોગ લખવાનો પણ કંટાળો આવતો હોય છે, એટલે લોકો યુ-ટ્યુબ પર કે એમના બ્લોગ પર જ વિ-લોગ(વિડીઓ-લોગ) બનાવી ને મુકવા લાગ્યા.ઘરે જ બેઠા બેઠા બોલવાનું હોય એટલે nervousness નો તો સવાલ જ નથી, અને લખવાની પણ માથાકૂટ નઈ….. મેં પણ વિ-લોગ બનાવી ને યુ-ટ્યુબ પર મુકવાનો વિચાર કર્યો, કેમેરો લીધો હાથ માં, ચાલુ કર્યું બોલવાનું, કમ્પ્યુટર માં લીધું, ચેક કરવા બે-ત્રણ વાર સાંભળ્યું, પણ પછી થયું કે મજા નહિ આવે….(મને બધા માં મજા બહુ જોઈએ!) તો વિડીઓ જ ડીલીટ કરી દીધો. પણ હવે થાય છે કે એક વાર try કરવા જેવો ખરો…..કાં તો પહેલા પોસ્ટ કરેલા બ્લોગ માંથી જ એકાદને record કરીને મારા બ્લોગ માં જ પોસ્ટ કરીશ….. પણ એ તો હવે જોઇશ કે “મજા” આવે છે કે નહિ 😉
ચાલો તો રાહ જોઈએ અમે ‘ને તમે, વિ-લોગ આવે છે કે નહિ ……. 😀
Advertisements

ઇઝ્હાર-એ-love ♥

દુનિયા ને જણાવી ને તું શું કરીશ?
ઇઝ્હારે-એ-love શું ક્યારેય કરીશ?

મન માં તો કેટલીયે date પર જઈ આવ્યો એની સાથે,
હકીકત ની દુનિયામાં શું સામે થી વાત પણ કરીશ?

પ્લાન પણ ઘણા બનાવ્યા વાત કરવાના બહાના માટે,
શું એક single પ્લાન પણ તું apply કરીશ?

virtual chat ના જગત માં તો કોઈ પણ વાત કરી લે,
રૂબરૂ મળી શું આંખો થી આંખો તું ચાર કરીશ?

ખરેખર પ્રેમમાં આગળ વધવાનો તારો ઈરાદો છે?
કે બસ છુપાઈ-છુપાઈને crush ને નીરખ્યા જ કરીશ?

positive કે negative તો result આવ્યે ખબર પડશે જ,
એક વાર શું તું love ની exam આપવાનો try પણ કરીશ? (બોલ, કરીશ?)

“બાબો રહી ગયો”

અપ-ડાઉન કરવામાં એક વાત તો મજા ની છે જ કે ભાત ભાત ના નાટક બહુ જોવા મળે. પછી એ કોઈક ની બબાલ હોય, બસ માં સીટ માટે નો ઝગડો હોય, ક્રિકેટ અને રાજકારણ ની ચિંતાઓ હોય કે કોઈક નો છોકરો બાબો રહી ગયો હોય.
હમણાં થોડા દિવસ પહેલા કોલેજ જવા માટે બસ માં બેઠો…..બસ માં બીજી એક વાત પણ મજા ની હોય, બધા અપ-ડાઉન વાળા જ હોય એટલે એ લોકો ની બધી વાતો પરની કમેન્ટ્સ સાંભળવાની મજા જ કઈક અલગ હોય. હા, તો એવી જ બધી જુદી જુદી કમેન્ટ્સ ચાલુ હતી. હજુ સુધી બસ નો ડ્રાઈવર આવ્યો નો’તો, તો કમેન્ટ્સ ની શરૂઆત એના થી જ થઇ. એક તો આખી બસ ખીચોખીચ ભરેલી હોય, અને લોકો ના પરસેવા માં આપણને શરમ આવે કે ક્યાંક આપણો પરસેવો તો નહિ ગંધાતો હોય ને…..  વાત પાછી ઊંધે પાટે ચઢી ગઈ…હા, કોઈક પાછળ ઊભેલા ભાઈએ કમેન્ટ કરી  કે ડ્રાઈવર ચા પીવા ગયો છે બસ મોડી ઉપડશે, એટલું સાંભળી ને કેટલાક આગળ ના લોકો ઉતરી ગયા, પણ ડ્રાઈવર-કંડકટર ને આવતા જોઇને ફરી પાછા પગથિયા પર ની જગ્યા માં લટકી ગયા.

ઉભા રહેવા વાળા લોકો બહુ જ હતા અને જોડે જોડે રોકેલી ખાલી જગ્યાઓ પણ ઘણી.એક ખાલી જગ્યા જોઇને મેં એક બહેન ને પૂછ્યું “કોઈ આવે છે?” તો જાણે જવાબ આપવા માટે તૈયાર જ બેઠા હોય એમ હજુ પૂછવાનું પૂરું કરું એ પહેલા જ કહી દીધું કે આવે છે એક જણ(કદાચ પહેલા પણ ઘણા લોકોએ પૂછ્યું હશે.) હવે તો બસ પણ ડેપો છોડી ને ચાલવા લાગી હતી, તોય પેલા બહેન (આંટી) કોઈને જગ્યા આપતા નો’તા, ના તો પેલા કોઈક “જણ”/ ભાઈ/બહેન આવ્યા….ઉભા રહેલા એક જણ થી પૂછ્યા વગર રહેવાયું નહિ તો ફરી પૂછ્યું કે ખરેખર આવે છે કોઈ કે નહિ? ત્યારે બહેન(આંટી) નું ધ્યાન ગયું કે એ “જણ” તો બસ માં ચઢ્યા જ નો’તા.એક તો બસમાં આટલી ભીડ, ઉપર થી બહેન બેઠા હતા ૭મિ કે  ૮મિ સીટ પર, અને આટલા ઘોંઘાટ(લોકો કરતા બસના એન્જીન નો વધારે)માં ડ્રાઈવરને બસ ઉભી રાખવા બુમો પાડે, “ઉભી રાખજો બાજુ માં, એક જણ ચઢવાના રહી ગયા, એ…..ઉભી રાખજો…..” આ તો આગળ કોઈક દયાળુ છોકરીને સંભળાયું નો એને એની આગળ ના એક ભાઈને ડ્રાઈવરને કહેવા કહ્યું, “આ બહેન નો ભાઈ રહી ગયો લાગે છે, ડ્રાઈવર ને કો’ ઉભી રાખે….”. “મારો ભાઈ નો’તો”, બહેન(આંટી)એ ચોખવટ કરી.એક ભાઈએ કમેન્ટ કરી,”હસબંડ ને ક્યાં ભાઈ બનાવી દો છો!!”. “અરે એનો હસબંડ તો હું છું”, ક્યારના ચુપ બેસી રહેલા બહેન ના પાડોશીએ જવાબ આપ્યો,”અમારો બાબો રહી ગયો છે.”કેટલાક લોકો નું હાસ્ય થોડું ચિંતા માં ફેરવાયું, અને મારા જેવા મોટાભાગ ના લોકો તો બસ એન્જોય જ કરતા હતા ;). કોઈક બોર થયેલા એ સલાહ આપી “તમેય ઉતરી જાઓ, બાબા ને લઈને બીજી બસ માં આવજો.” પણ મારા સિવાય કદાચ એ પીપુડી જેવા અવાજ વાળી સલાહ કોઈને સંભળાઈ નઈ હોય.બસ તો ઉભી જ રહી હતી….લોકો બાબા ની વાટ(રાહ) જોતા હતા અને આવે તો એની ‘વાટ’ લગાવવાના ઈરાદા પણ એમના ચહેરા પર દેખાતા જ હતા. થોડી વાર પછી આંટીને જ્ઞાન થયું કે ફોન કરીએ બાબાને, પણ ફોન પણ એમના પતિપરમેશ્વર ના ખિસ્સા માં જ બોલ્યો.

આંટી બારી માં થી ડોકિયા કરતા રહેતા અને લોકો બાબો આવે એની રાહ જોઈ જોઈ ને કંટાળતા હતા….એટલા માં તો આંટીએ બૂમ પાડી,” આઈજા લ્યા…., અહિયાં બસ માં….આમ જો…..”, અને બધાની આગળ પણ ખુશી ના સમાચાર આપ્યા કે, “બાબો દોડતો દોડતો આવે જ છે”. બધા ટૂંક સમય માં સેલેબ્રીટી(બસ પુરતો) બની ગયેલા બાબા ની રાહ જોતા હતા….બસ ની આગળ ની પબ્લિક નો હસવાનો અવાજ આવતો હતો….. બાબો ચઢી ગયો હશે એવું અનુમાન મેં લગાવ્યું(કેમ કે ભીડ માં આગળ નો સીન તો દેખાતો નો’તો.) એટલા માં તો લાલ જાકીટ પહેરેલો ઓછામાં ઓછા ૨૫-૨૬ વર્ષ નો બાબો નજરે પડ્યો.”ભલી-થાય-તારી-૨૫-વરહ-ના-બાબા” જેવા હાવ-ભાવ લોકો ના ચહેરા પર દેખાઈ આવતા હતા….  અને મેં તો બસ “બસ” નો કોમેડી શો એન્જોય જ કર્યો….. 😀

લઘુકથા + કાવ્ય – “love triangle?”

“તે મને પહેલા કેમ નો’તું કહ્યું?” પ્રીતેશે આશ્ચર્ય થી પૂછ્યું.
“કારણ કે પહેલા એવું કઈ હતું જ નહિ.” નિધી એ આંખો મેળવ્યા વગર જવાબ આપ્યો.
પ્રીતેશે ફક્ત એક હતાશ-સ્માઈલ આપી.
થોડીક સાયલેન્ટ મોમેન્ટ્સ પછી પ્રીતેશે કહ્યું,” દેવર્શે મને પહેલા જ ફેસબુક પર કહ્યું હતું, પણ હું માન્યો નહિ.કારણ કે તેણે મને ફક્ત અટક જ કહી હતી.And I was in love with you”

“ક્યારે… શું કહ્યું હતું એણે?”, નિધી ની આંખો ચોંકી ગઈ હતી.તેણે પાછળ ના શબ્દો ને ignore કર્યા.
“એજ કે એની ગર્લફ્રેન્ડ ની અટક શાહ છે અને મેરેજ માટે પણ તૈયાર છે.”
નિધી પાસે બોલવા માટે કઈ હતું નહિ.થોડીક સાયલેન્ટ પળો પછી એક બસ આવી.પ્રીતેશ કઈ પણ બોલ્યા વગર બસ માં બેસી ગયો.નિધી બસ ને જોઈ રહી, જ્યાં સુધી બસ દેખાતી બંધ ના થઇ.
********************
એ દિવસ પછી પ્રીતેશે નિધીની સામે જવાનું ટાળ્યું. તેણે કલાસીસ ની બેચ પણ ચેન્જ કરાવી દીધી હતી. કોઈ ની જોડે વાત કરવાનું પણ તે ટાળતો રહ્યો. ઘણી વાર બે બેચ ની વચ્ચે ના સમય માં તેમની નજરો મળતી અને પ્રીતેશ મન માં ફક્ત આટલું કહી શકતો હતો કે,
“કર્યો પ્રયત્ન જયારે જયારે ભૂલવાનો તને,
આવતી રહેતી તું ઇત્તેફાક થી મારા નયનો કને.
મળતી જયારે ખુશી, તુજને ભૂલીને મને,
દઈ ને એક ઝલક તારી, તું મૂંઝવતી મને.
હતી શું ભૂલ મારી? બસ કર્યો હતો તને પ્રેમ.
કર્યો જે રીતે ભમરાઓએ ફૂલો ને બસ તેમ.
અન્જાન હતો, આ ફુલ હતું કોઈ બીજાની અમાનત.
લાગી નવાઇ લોકોને, આજે ભમરો મૂરઝાયો કેમ!”
દેવર્ષ નિધી નો કોલેજ કલાસમેટ હતો, પરંતુ હવે તેણે ટ્યુશન કલાસીસ પણ નિધીની સાથે જ જોઈન કરી લીધા હતા.અને હવે નિધી ના કોલ્સ અને મેસેજીસ પણ પ્રીતેશ ને મળવાના બંધ થઇ ગયા હતા. પ્રીતેશ વધારે અને વધારે ડૂબતો ગયો.એક વખત નો રેન્કર હવે પાસ થવાના ફાંફા મારતો હતો. આખો દિવસ ઘર માં જ બેસી રહેતો અને બસ કઈક ને કઈક લખ્યે રાખતો.કલાસીસ માં પણ તેણે બંક મારવાનું સ્ટાર્ટ કરી દીધું હતું.
એકવાર ફેસબુક માં ફરી નિધી અને પ્રીતેશ ની મુલાકાત થઇ ગઈ.પ્રીતેશ નું ધ્યાન ગયું અને તે ઓફલાઈન થાય તે પહેલા જ નિધી નો મેસેજ આવ્યો,
નિધી: “hi”
પ્રીતેશ: “bye”
નિધી: ” maro kai vaank nathi tane khotu lagyu ema .”
પ્રીતેશે કઈ રીપ્લાય ના આપ્યો.
નિધી: “me tane always as a friend j joyo hato “
પ્રીતેશે તેનું લેપટોપ બંધ કર્યું અને મન માં જ બોલ્યો….,
“પ્રેમ તારો મારા જીવન માં આવ્યો જાણે હવા,
ન હતો અંદાજો શું જઇ રહ્યું છે થવા,
શરૂઆત માં લાગી તારી પ્રીત હર દર્દ ની દવા,
એ દવા ‘ને પ્યારી હવા, બની વંટોળ ‘ને લાગી જવા.
હું નાસમજ તારી રમત ને માની બેઠો પ્રેમ,
તારો હર-એક દાવ, ના જાણે, મને ના દીઠો કેમ!
ખેલદિલી પણ ના રાખી તે પ્રેમ ના એ ખેલ માં,
તોડી હૈયું મારું, તું નીકળી ગઈ હેમખેમ!”

કેવું નસીબ ભટકાયું!

મારા મગજ માં કવિતાઓ ગમે ત્યારે જ ટપકી પડતી હોય છે.એક વાર બસમાં બેસી ને ગાંધીનગર થી બરોડા જતો હતો, ત્યારે ઝોકું આવી જતા માથું બારી ના સળિયા સાથે ભટકાયું અને કવિતા મગજ માં આવી ગઈ.બસ તો એજ કવિતા આપની સાથે share કરું છું.

નાનપણથી જ કડવું ખાધું,
મીઠું મને નસીબ ના આવ્યું.
બસ માં મુસાફરી એકલા કરી,
તો ઝોકું ખાઈ માથું ભટકાયું.

પહેલી વાર રાંધવા બેઠો,
ત્યારેય કઈક ઉંધુ જ રંધાયું.
પ્રેમ માં પણ એવો પછડાયો,
કે ખુદ મનેય ના રોવું આવ્યું!

ધરમ કરવા સેવાઓ કરી,
તો લોકોને દાળમાં કાળું દેખાયું.
લોકોની ગૂંચો ઉકેલતા ઉકેલતા,
મારું જ જીવન વધુ ગૂંચવાયું.

નસીબ સુધારવા વિધિઓ કરાવી,
તો એમાં નસીબ વધારે પછડાયું.
જેટલું તૂટતું સાંધવા ગયો,
એટલું જ વધારે જોરથી ભંગાયું.

મારા ભાગ્ય નું પોટલું ભગવાન જાણે કયા કાળે બંધાયું!!
આનું જ નામ છે જીવન-ઝીંદગી એ મને અંતે જ સમજાયું !!

“બેરંગ LIFE”

બેરંગ મારી life, boring મારી story;
લાગે છે મારી આ જન્મ ની slate રહી જશે કોરી.

ના કોઈ excitement ‘ને ના કોઈ ઉમંગ;
મળ્યું જો કઈ life માં તો ‘એકલતા નો સંગ’.

ઊંઘું છું જાગું છું life simple જીવું છું;
દિવસ-રાત હાલતા-ચાલતા સપનાઓ જ મોટા જોઉં છું.

આંખો સામે મારી, ઘણા આસમાને પહોંચ્યા છે;
આંખો અંજાઈ જતા મેં બસ પાણી સાફ કર્યા છે.

લોકો માટે prayers કરી, બાધાઓ પણ રાખી છે;
મારા માટે પણ થશે prayers એવી આશાઓ બસ રાખી છે.

મારા માટે બન્યો હોય તેવો મોકો પણ મેં જોયો છે;
પણ છેક આવેલો કોળિયો પણ હમેશા મેં ખોયો છે.

થાક્યો પૂછી પૂછી ને, પ્રભુ, શું છે મારો દોષ?
ક્યાં સુધી રાખવો પડશે આ બોજ થી સંતોષ?

ક્યારે કરશો જાદુ, ઈશ્વર, ક્યારે થશે એ ચમત્કાર?
ક્યારે થશે મને ખુદ મારી સફળતાનો સાક્ષાત્કાર?

મોડર્ન પ્રપોઝલ ♥

અંધારી રાત અને લાખ્ખો સિતારા,
just like my mind ‘ને એમાં વિચારો તારા.

એક વિશાળ દરિયો ‘ને પાણી એના ન્યારા,
same as my nights and એમાં સપનાઓ તારા

અન્જાન છે અંજામ ‘ને ઇઝ્હાર છે ખામોશ,
પ્રીત પ્રેમ love માં તારા,  હું છું મદહોશ !!

તું પણ શું કરે, તારો પણ ક્યાં છે દોષ!
god gifted  છે સુંદરતા , that did my brain wash!

આંખોએ તારી, રોકી મારી heart-beat,
and smile તારી મારા દિલ માં છે fit!

મારી ખુશીઓ નું તું જ લઇ જા credit,
બસ, ના લઈશ ક્યારેય મારી life થી exit,

મૌસમ છે awesome ‘ને મોકો છે પ્યારો,
love is in air, romantic છે નજારો,

હા પાડીને અપનાવી લે પ્રેમ આજે તું મારો,
now it’s upto you, બોલ, શું ખ્યાલ છે તારો??