“બાબો રહી ગયો”

અપ-ડાઉન કરવામાં એક વાત તો મજા ની છે જ કે ભાત ભાત ના નાટક બહુ જોવા મળે. પછી એ કોઈક ની બબાલ હોય, બસ માં સીટ માટે નો ઝગડો હોય, ક્રિકેટ અને રાજકારણ ની ચિંતાઓ હોય કે કોઈક નો છોકરો બાબો રહી ગયો હોય.
હમણાં થોડા દિવસ પહેલા કોલેજ જવા માટે બસ માં બેઠો…..બસ માં બીજી એક વાત પણ મજા ની હોય, બધા અપ-ડાઉન વાળા જ હોય એટલે એ લોકો ની બધી વાતો પરની કમેન્ટ્સ સાંભળવાની મજા જ કઈક અલગ હોય. હા, તો એવી જ બધી જુદી જુદી કમેન્ટ્સ ચાલુ હતી. હજુ સુધી બસ નો ડ્રાઈવર આવ્યો નો’તો, તો કમેન્ટ્સ ની શરૂઆત એના થી જ થઇ. એક તો આખી બસ ખીચોખીચ ભરેલી હોય, અને લોકો ના પરસેવા માં આપણને શરમ આવે કે ક્યાંક આપણો પરસેવો તો નહિ ગંધાતો હોય ને…..  વાત પાછી ઊંધે પાટે ચઢી ગઈ…હા, કોઈક પાછળ ઊભેલા ભાઈએ કમેન્ટ કરી  કે ડ્રાઈવર ચા પીવા ગયો છે બસ મોડી ઉપડશે, એટલું સાંભળી ને કેટલાક આગળ ના લોકો ઉતરી ગયા, પણ ડ્રાઈવર-કંડકટર ને આવતા જોઇને ફરી પાછા પગથિયા પર ની જગ્યા માં લટકી ગયા.

ઉભા રહેવા વાળા લોકો બહુ જ હતા અને જોડે જોડે રોકેલી ખાલી જગ્યાઓ પણ ઘણી.એક ખાલી જગ્યા જોઇને મેં એક બહેન ને પૂછ્યું “કોઈ આવે છે?” તો જાણે જવાબ આપવા માટે તૈયાર જ બેઠા હોય એમ હજુ પૂછવાનું પૂરું કરું એ પહેલા જ કહી દીધું કે આવે છે એક જણ(કદાચ પહેલા પણ ઘણા લોકોએ પૂછ્યું હશે.) હવે તો બસ પણ ડેપો છોડી ને ચાલવા લાગી હતી, તોય પેલા બહેન (આંટી) કોઈને જગ્યા આપતા નો’તા, ના તો પેલા કોઈક “જણ”/ ભાઈ/બહેન આવ્યા….ઉભા રહેલા એક જણ થી પૂછ્યા વગર રહેવાયું નહિ તો ફરી પૂછ્યું કે ખરેખર આવે છે કોઈ કે નહિ? ત્યારે બહેન(આંટી) નું ધ્યાન ગયું કે એ “જણ” તો બસ માં ચઢ્યા જ નો’તા.એક તો બસમાં આટલી ભીડ, ઉપર થી બહેન બેઠા હતા ૭મિ કે  ૮મિ સીટ પર, અને આટલા ઘોંઘાટ(લોકો કરતા બસના એન્જીન નો વધારે)માં ડ્રાઈવરને બસ ઉભી રાખવા બુમો પાડે, “ઉભી રાખજો બાજુ માં, એક જણ ચઢવાના રહી ગયા, એ…..ઉભી રાખજો…..” આ તો આગળ કોઈક દયાળુ છોકરીને સંભળાયું નો એને એની આગળ ના એક ભાઈને ડ્રાઈવરને કહેવા કહ્યું, “આ બહેન નો ભાઈ રહી ગયો લાગે છે, ડ્રાઈવર ને કો’ ઉભી રાખે….”. “મારો ભાઈ નો’તો”, બહેન(આંટી)એ ચોખવટ કરી.એક ભાઈએ કમેન્ટ કરી,”હસબંડ ને ક્યાં ભાઈ બનાવી દો છો!!”. “અરે એનો હસબંડ તો હું છું”, ક્યારના ચુપ બેસી રહેલા બહેન ના પાડોશીએ જવાબ આપ્યો,”અમારો બાબો રહી ગયો છે.”કેટલાક લોકો નું હાસ્ય થોડું ચિંતા માં ફેરવાયું, અને મારા જેવા મોટાભાગ ના લોકો તો બસ એન્જોય જ કરતા હતા ;). કોઈક બોર થયેલા એ સલાહ આપી “તમેય ઉતરી જાઓ, બાબા ને લઈને બીજી બસ માં આવજો.” પણ મારા સિવાય કદાચ એ પીપુડી જેવા અવાજ વાળી સલાહ કોઈને સંભળાઈ નઈ હોય.બસ તો ઉભી જ રહી હતી….લોકો બાબા ની વાટ(રાહ) જોતા હતા અને આવે તો એની ‘વાટ’ લગાવવાના ઈરાદા પણ એમના ચહેરા પર દેખાતા જ હતા. થોડી વાર પછી આંટીને જ્ઞાન થયું કે ફોન કરીએ બાબાને, પણ ફોન પણ એમના પતિપરમેશ્વર ના ખિસ્સા માં જ બોલ્યો.

આંટી બારી માં થી ડોકિયા કરતા રહેતા અને લોકો બાબો આવે એની રાહ જોઈ જોઈ ને કંટાળતા હતા….એટલા માં તો આંટીએ બૂમ પાડી,” આઈજા લ્યા…., અહિયાં બસ માં….આમ જો…..”, અને બધાની આગળ પણ ખુશી ના સમાચાર આપ્યા કે, “બાબો દોડતો દોડતો આવે જ છે”. બધા ટૂંક સમય માં સેલેબ્રીટી(બસ પુરતો) બની ગયેલા બાબા ની રાહ જોતા હતા….બસ ની આગળ ની પબ્લિક નો હસવાનો અવાજ આવતો હતો….. બાબો ચઢી ગયો હશે એવું અનુમાન મેં લગાવ્યું(કેમ કે ભીડ માં આગળ નો સીન તો દેખાતો નો’તો.) એટલા માં તો લાલ જાકીટ પહેરેલો ઓછામાં ઓછા ૨૫-૨૬ વર્ષ નો બાબો નજરે પડ્યો.”ભલી-થાય-તારી-૨૫-વરહ-ના-બાબા” જેવા હાવ-ભાવ લોકો ના ચહેરા પર દેખાઈ આવતા હતા….  અને મેં તો બસ “બસ” નો કોમેડી શો એન્જોય જ કર્યો….. 😀

Advertisements

11 thoughts on ““બાબો રહી ગયો”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s