લઘુકથા-“બસ એમ જ”

કોલેજ નો ટાઈમ છે, કેન્ટીન માં મસ્તી છે, મસ્તી ના રીઝન માં ચા ની કઈક ચૂસકી છે, ચાની ચૂસકી સંગ ગોસ્સીપ માં દિલચસ્પી છે, ને ગોસ્સીપની વાતો કઈક મોંઘી કઈક સસ્તી છે.

આવી જ કઈક ગોસ્સીપ કરતા કરતા કેન્ટીન માં અવની, મૃણાલ અને નુપુર બેઠા છે. કિલ્લર અને ડેનીમ ના કેઝ્યુઅલ વેર માં મૃણાલ આજે ઘણા લોકો ના વખાણ ઓલરેડી મેળવી જ ચુક્યો હતો.

અવની: ઓહો મૃણાલ, શું વાત છે!! આજે તો જામે છે ને કૈં!! નુપુરનો કોઈ સ્પેશ્યલ દિવસ છે?
નુપુર: ઓયે અવની બસ હવે, મને ક્યાં વચે લાવે છે તું બારોબાર? મૃણાલ જામે છે તો એનો જ કોઈક સ્પેશ્યલ દિવસ હોય ને…
મૃણાલ: અરે કઈ સ્પેશ્યલ નથી, આ તો બસ એમ જ…
મૃણાલ ની કોઈ પણ વાત માં “આ તો બસ એમજ” ક્યાંક નહિ ને ક્યાંક થી આવી જ જતું હતું….
અવની: મને હતું જ કે તું આવું જ બોલીશ… પણ આ તારા  “એમ-જ” માં બધું બહુ હોય છે…. બરાબર ને નુપુર?
મૃણાલ: અરે ખરેખર કઈ નથી, અને તું અમને બંને ને હેરાન કરવાનું બંધ ક્યારે કરીશ?
અવની: હવે હું તમારી બેસ્ટ ફ્રેન્ડ છું તો આટલું તો સમજી જ શકું ને!!(અવની એ આંખ મારતા કહ્યું)
નુપુર: બસ હવે, બહુ ડાહી ના થા…અમારે એવું કઈ છે પણ નહિ અને આ ભૂત જોડે થાય એવું પોસીબલ પણ નથી, તો જોડવું હોય તો કોઈક સારું નામ જોડ યાર મારી જોડે….(નુપુરે એમ કહીને અવની ને તાળી આપી)
મૃણાલ: હા હવે, ભૂતો ના પણ કઈક સ્ટેન્ડર્ડ હોય અવની એટલે તું ખોટું હેરાન તો નાં જ કરીશ….
અવની: એ તો બધું બોલવા માટે…..કઈ નહિ ચાલો હવે ક્લાસ માં જઈએ નહિ તો ખોટું દવે સર એમના ભાગલા-તૂટલાં ઈંગ્લીશ માં ખખડાવશે….
મૃણાલ: અરે એ સર તો બસ એમ જ ખખડાવે રાખતા હોય છે…..આરામ થી જઈએ છીએ….
***
અવની અને મૃણાલ નો બસ નો રૂટ સરખો જ હતો. અવની મૃણાલ માટેનો પોતાનો પ્રેમ છુપાવવા માટે નુપુર નું નામ મૃણાલ સાથે જોડતી હતી. જો કોઈક વાર મૃણાલ નુપુર સાથે એકલા માં વાત પણ કરતો હોય તો પણ અવની થી તે જોઈ નો’તું શકાતું. કોઈ પણ બહાને તે પણ તેમની વાતો માં જોડવા માટે જતી રહેતી હતી.અવની આજે પોતાના મન ની વાત મૃણાલ ને કહેવા માટે વિચારતી હતી.પણ કઈ રીતે કહેવું તે સૂઝતું ન હતું.
“મારે તને એક ખાસ વાત કહેવી હતી….” મૃણાલ અને અવની એક સાથે જ બોલ્યા.
પહેલા તો બંને થોડુક હસ્યા…પછી મૃણાલ બોલ્યો,”ઓકે બોલ, શું કહેતી હતી?”
“અરે કઈ નહિ, તું બોલ પહેલા…મારી વાતો આમ પણ કઈ ખાસ નથી હોતી.”અવનીએ વાત કરવી હોવા છતાં પણ મૃણાલ ને પહેલા બોલવાની તક આપી.
“હું તારી સાથે બધું જ share કરતો હોઉં છું ને…..”મૃણાલે સીરીયસ ટોન માં કહ્યું.
“હા, તો?”
“મારે તને ઘણા સમય થી એક વાત કહેવી હતી, પણ થોડુક ટેન્શન થતું હતું.”
“અરે એમાં શું ટેન્શન? બોલી દે જે બોલવું હોય એ…”અવની ના મન માં વિચારો નો ઘોડાપુર આવી ગયો હતો. અને સૌથી મોટો વિચાર તો તે જ હતો કે શું મૃણાલ ને પણ પોતાના માટે સેમ ફિલિંગ્સ હશે?
“વેલ, વાત એમ છે કે તું જ્યારે મને નુપુર નું નામ દઈને હેરાન કરે છે અને હું ગુસ્સે થઉં છું, એ ગુસ્સો ખરેખર નુપુરને અને તને બતાવવા માટે જ હોય છે…..પણ અંદર થી મને  ખરેખર ખુશી થાય છે.આઈ લવ નુપુર, આઈ રીઅલી લવ હર યાર.બટ એને કહું કઈ રીતે એ નથી સમજાતું.” મૃણાલ એકી શ્વાસે બોલી ગયો….
અવની ના મન માં બનેલી બધી જ આશાઓની ઈમારતો તાશના પત્તા ની જેમ ઢહી પડી.
“અરે, ફ્રેન્ડસ ક્યારે કામ આવે? આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ.અને મને તો ખબર જ હતી ને કે તને એ ગમે છે…” અવનીએ  પોતાના બધા ઈમોશન્સ કાબુ માં રાખી ને કહ્યું.
“થેંક યુ સો મચ યાર, હવે તું તો બોલ, શું ખાસ વાત હતી તારી?”
“કઈ નહિ, બસ એમ જ.” અવની થી ધ્રુજતા અવાજ માં વધારે કઈ પણ બોલી શકાય તેમ ન હતું.
Advertisements

“હું અને મારી કવિતા”

ભાઈ વિશ્વ કવિતા દિન હોય ને કવિતા ના લખીએ તો મજા ના આવે…… લો ત્યારે….લખી આજે “કવિતા” પર જ એક કવિતા…
કરવા જયારે જઉં છું ક્યારેય પણ કઈક નવું,
ઉલ્લાસ જગાડે છે મને મારી કવિતા.
કઈક કેહવા મથું પણ જો કહી ના શકું,
ત્યારે દિલ મારું ખોલે છે મારી કવિતા.
દિલ જયારે દુભાય ‘ને ના હોય કોઈ સાથે,
દિલાસો આપતી હોય છે મને મારી કવિતા.
દિલ ની વાતો દિલમાં જયારે રહી જાય છે,
દિલ-એ-ઈઝહાર કરાવી જાય છે મારી કવિતા.
ગુસ્સો-ખુશી-પ્રેમ કે હોય કોઈ પણ ભાવના,
અંકાવવા તે સૌને તૈયાર હોય છે મારી કવિતા.

સૂરજ છુપાયો ધૂળ માં!!

આજ કાલ કશુંય કહેવાય એવું નથી….. આજે સવાર થી લઈને સાંજ સુધી આપણાં સુરજદાદા જાણે રિસાઈ ગયા હોય તેમ ધૂળ નો સહારો લઈને છુપાઈ ગયા હતા(વાદળ ની પણ હેલ્પ લીધી હતી)…. બસ માંથી મોબાઈલ થી જેવો પડ્યો એવો ફોટો પાડવાનો ટ્રાય કર્યો અને ઘરે આવી ને સરખો ફોટો પાડું એ પહેલા તો સુરજ દેખાતો જ બંધ થઇ ગયો હતો…. કેટલીક જગ્યા એ વાંચીને ખબર પડી કે મિડલ ઇસ્ટ માંથી આવેલા ડસ્ટસ્ટોર્મ ના કારણે આવું થયું છે…. (source –http://deshgujarat.com/2012/03/20/dust-storm-from-middle-east-covers-sunsky-people-breathing-dust-unusual-atmoshpere-in-ahmedabad/ ). હવે તો ઇન્ડિયા માં જ બધા દેશ ની બધી સીઝન જોવા મળી જાય છે….. (૨૧-૧૨-૨૦૧૨ ઈઝ કમિંગ સુન 😉 ) આગે આગે દેખો હોતા હૈ ક્યા!! :p

શરુ કરું કે નહિ? – “આજનો SMS ….”

ઘણા ટાઇમ થી વિચારતો હતો કે એક રેગ્યુલર લખી શકાય એવું કઈક બ્લોગ માં સ્ટાર્ટ કરવું છે….. પણ પ્રોબ્લેમ એ છે કે મારા મગજ નું પ્રોસેસર થોડા સમય થી ઘણા લોડ ના કારણે ધીમું (લગભગ બંધ જેવું ) પડી ગયું છે….પણ હવે લખવાનો અને વાંચવાનો શોખ છે એનું શું?? વાંચવાનું તો તોય વાંચી લઉં છું…. મજા પણ આવે છે લોકો ની સરસ મજા ની પોસ્ટ્સ વાંચવાની….પણ પછી પાછું થાય કે યાર લખવું પણ છે…. તો આજે (આમ તો ઘણા સમય થી વિચારતો હતો) થયું કે મોબાઈલ માં ઘણા સારા સારા SMS  આવતા હોય છે, એમાંથી મને ગમી જાય એવા મેસેજ લોકો ની સાથે પણ share  કરું…. જેમાંથી કેટલાક નાના નાના જોડકણા  જેવા સ્વરચિત મેસેજ , કેટલાક નાના વિચારો, કેટલાક મિત્રોએ બનાવેલા તેમજ લોકોના બનાવેલા અને મિત્રો દ્વારા મળેલા મેસેજીસ બ્લોગ પર પોસ્ટ કરવાની ઈચ્છા છે….. પણ હજુ નક્કી નથી કર્યું….. કેટલાક લોકોની સલાહ લઈને જ સ્ટાર્ટ કરીશ….. આપની સલાહ પણ જો મળશે તો ગમશે…..

તો, શું કરું? શરુ કરું  “આજનો SMS ….” કે ચાલશે?

પુરુષ સર્જકોની સંખ્યા કેમ વધારે છે?

હમણાં મિત્રો જોડે વાત-વાત માં વાત નીકળી…. અને મને એક પ્રશ્ન થયો, જે મેં તરત પૂછી પણ નાખ્યો…..

પ્રશ્ન એમ હતો કે, “બધા સર્જકો માં પુરુષની સંખ્યા વધારે હોવાનું શું કારણ?
એક મિત્રએ જવાબ આપ્યો, “કેમ કે પુરુષો ની વસ્તી વધારે છે…” (જો કે અમે એને ઇગ્નોર કર્યો 😉 )
જો કે બીજા એક મિત્ર નો જવાબ મને ગમ્યો…. તેણે કહ્યું “કારણ કે મોટા ભાગ ના સર્જનોનીપ્રેરણા સ્ત્રી હોય છે.જેની પર લખો એટલું ઓછું છે….
(નોંધ- મિત્રો ના નામ પૂછવા નહિ, કારણ કે મારા મિત્રો સાથે ની વાર્તાલાપ મોટાભાગે મારા મન માં જ રચાતી હોય છે . 😉 આથી તે મિત્રો પણ કાલ્પનિક કેરેક્ટર્સ જ છે .)

શું છે જીવન?

આજે સવારે જ એક મિત્ર નો મેસેજ આવ્યો. ખૂબ ગમી ગયો(મેસેજ, મિત્ર તો કોને ના ગમે!! :D). તો થયું બ્લોગ પર share કરી જ દઉં……….

 “શું છે ઝીંદગી?
ક્યારેક પોતાના જ ફોન પરથી પોતાને જ ફોન લગાવી જુઓ…
engage tone સંભળાશે …..
 દુનિયાને મળવામાં જ બધા ‘મસ્ત’ છે
અને ખૂદને મળવાની બધી જ લાઈનો ‘વ્યસ્ત’ છે….”
આ છે આપનું જીવન……
આપણે લોકોની વાતો માં થી ઊંચા આવતા નથી….
લોકોના વખાણ,
લોકોની નિંદા,
કોન ગયા મર ભૈયા?
કોન હૈ ઝીંદા?
અરે કોઈ દિવસ પોતાની સાથે વાતો કરવાનો સમય કાઢો…. તમે એક બહુ સારા માણસ ને મળવાનું ટાળી રહ્યા છો તે તમે જાણતા નથી…. બસ હવે આગળ કઈ કેહવું પડે એવું મને લાગતું નથી, ગોઠવો ચાલો આજે જ એક મિટીંગ પોતાની સાથે જ…. ઓલ ધી બેસ્ટ!
(મિત્ર નું નામ -મૃગેશ રાઠોડ )