લઘુકથા-“બસ એમ જ”

કોલેજ નો ટાઈમ છે, કેન્ટીન માં મસ્તી છે, મસ્તી ના રીઝન માં ચા ની કઈક ચૂસકી છે, ચાની ચૂસકી સંગ ગોસ્સીપ માં દિલચસ્પી છે, ને ગોસ્સીપની વાતો કઈક મોંઘી કઈક સસ્તી છે.

આવી જ કઈક ગોસ્સીપ કરતા કરતા કેન્ટીન માં અવની, મૃણાલ અને નુપુર બેઠા છે. કિલ્લર અને ડેનીમ ના કેઝ્યુઅલ વેર માં મૃણાલ આજે ઘણા લોકો ના વખાણ ઓલરેડી મેળવી જ ચુક્યો હતો.

અવની: ઓહો મૃણાલ, શું વાત છે!! આજે તો જામે છે ને કૈં!! નુપુરનો કોઈ સ્પેશ્યલ દિવસ છે?
નુપુર: ઓયે અવની બસ હવે, મને ક્યાં વચે લાવે છે તું બારોબાર? મૃણાલ જામે છે તો એનો જ કોઈક સ્પેશ્યલ દિવસ હોય ને…
મૃણાલ: અરે કઈ સ્પેશ્યલ નથી, આ તો બસ એમ જ…
મૃણાલ ની કોઈ પણ વાત માં “આ તો બસ એમજ” ક્યાંક નહિ ને ક્યાંક થી આવી જ જતું હતું….
અવની: મને હતું જ કે તું આવું જ બોલીશ… પણ આ તારા  “એમ-જ” માં બધું બહુ હોય છે…. બરાબર ને નુપુર?
મૃણાલ: અરે ખરેખર કઈ નથી, અને તું અમને બંને ને હેરાન કરવાનું બંધ ક્યારે કરીશ?
અવની: હવે હું તમારી બેસ્ટ ફ્રેન્ડ છું તો આટલું તો સમજી જ શકું ને!!(અવની એ આંખ મારતા કહ્યું)
નુપુર: બસ હવે, બહુ ડાહી ના થા…અમારે એવું કઈ છે પણ નહિ અને આ ભૂત જોડે થાય એવું પોસીબલ પણ નથી, તો જોડવું હોય તો કોઈક સારું નામ જોડ યાર મારી જોડે….(નુપુરે એમ કહીને અવની ને તાળી આપી)
મૃણાલ: હા હવે, ભૂતો ના પણ કઈક સ્ટેન્ડર્ડ હોય અવની એટલે તું ખોટું હેરાન તો નાં જ કરીશ….
અવની: એ તો બધું બોલવા માટે…..કઈ નહિ ચાલો હવે ક્લાસ માં જઈએ નહિ તો ખોટું દવે સર એમના ભાગલા-તૂટલાં ઈંગ્લીશ માં ખખડાવશે….
મૃણાલ: અરે એ સર તો બસ એમ જ ખખડાવે રાખતા હોય છે…..આરામ થી જઈએ છીએ….
***
અવની અને મૃણાલ નો બસ નો રૂટ સરખો જ હતો. અવની મૃણાલ માટેનો પોતાનો પ્રેમ છુપાવવા માટે નુપુર નું નામ મૃણાલ સાથે જોડતી હતી. જો કોઈક વાર મૃણાલ નુપુર સાથે એકલા માં વાત પણ કરતો હોય તો પણ અવની થી તે જોઈ નો’તું શકાતું. કોઈ પણ બહાને તે પણ તેમની વાતો માં જોડવા માટે જતી રહેતી હતી.અવની આજે પોતાના મન ની વાત મૃણાલ ને કહેવા માટે વિચારતી હતી.પણ કઈ રીતે કહેવું તે સૂઝતું ન હતું.
“મારે તને એક ખાસ વાત કહેવી હતી….” મૃણાલ અને અવની એક સાથે જ બોલ્યા.
પહેલા તો બંને થોડુક હસ્યા…પછી મૃણાલ બોલ્યો,”ઓકે બોલ, શું કહેતી હતી?”
“અરે કઈ નહિ, તું બોલ પહેલા…મારી વાતો આમ પણ કઈ ખાસ નથી હોતી.”અવનીએ વાત કરવી હોવા છતાં પણ મૃણાલ ને પહેલા બોલવાની તક આપી.
“હું તારી સાથે બધું જ share કરતો હોઉં છું ને…..”મૃણાલે સીરીયસ ટોન માં કહ્યું.
“હા, તો?”
“મારે તને ઘણા સમય થી એક વાત કહેવી હતી, પણ થોડુક ટેન્શન થતું હતું.”
“અરે એમાં શું ટેન્શન? બોલી દે જે બોલવું હોય એ…”અવની ના મન માં વિચારો નો ઘોડાપુર આવી ગયો હતો. અને સૌથી મોટો વિચાર તો તે જ હતો કે શું મૃણાલ ને પણ પોતાના માટે સેમ ફિલિંગ્સ હશે?
“વેલ, વાત એમ છે કે તું જ્યારે મને નુપુર નું નામ દઈને હેરાન કરે છે અને હું ગુસ્સે થઉં છું, એ ગુસ્સો ખરેખર નુપુરને અને તને બતાવવા માટે જ હોય છે…..પણ અંદર થી મને  ખરેખર ખુશી થાય છે.આઈ લવ નુપુર, આઈ રીઅલી લવ હર યાર.બટ એને કહું કઈ રીતે એ નથી સમજાતું.” મૃણાલ એકી શ્વાસે બોલી ગયો….
અવની ના મન માં બનેલી બધી જ આશાઓની ઈમારતો તાશના પત્તા ની જેમ ઢહી પડી.
“અરે, ફ્રેન્ડસ ક્યારે કામ આવે? આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ.અને મને તો ખબર જ હતી ને કે તને એ ગમે છે…” અવનીએ  પોતાના બધા ઈમોશન્સ કાબુ માં રાખી ને કહ્યું.
“થેંક યુ સો મચ યાર, હવે તું તો બોલ, શું ખાસ વાત હતી તારી?”
“કઈ નહિ, બસ એમ જ.” અવની થી ધ્રુજતા અવાજ માં વધારે કઈ પણ બોલી શકાય તેમ ન હતું.
Advertisements

13 thoughts on “લઘુકથા-“બસ એમ જ”

 1. વાહ….
  ‘બસ એમ જ’ – ઘણી લાંબી કહાની છુપાયેલી હોય છે આ ત્રણ શબ્દો પાછળ. જો કોઇ સમજી શકે એવું મળે તો ઘણી વાતો ઉકેલાઇ જાય….

  (મને પણ પેલા ત્રણ શબ્દોનો ઉપયોગ કરવાની બુરી લત લાગેલી છે..છુટતી જ નથી..)

  • એ સમજવામાં જ તો થાપ ખાઈ જાય છે… પહેલા નુપુર અને પછી મૃણાલ…. જે સમજે છે તેને કઈ મળતું નથી….

   અને તમારી આદત નું તો હવે…….વિચારવું પડે……તમારે જ :p

 2. Kaik vicharo chupaya che aa ‘BAS EMAJ’ ma….
  na samjay che ene, e j dukh thi kehvay che ‘BAS EMAJ’ ha…
  Koi ni to vaat ma bhade che ne, Koi no to sansaar ‘BAS EMAJ’ ma…..
  Arey aa fari ek prem no iqraar patti gayo ‘BAS EMAJ’ ma….
  Arey dhyan thi have sambhdu chu ke koi hamna kehse ‘BAS EMAJ’ ma

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s