એપ્રિલનો એ વરસાદ આજે પણ યાદ છે!

Unbelievable યાર!!

It’s 20th april and it’s raining!

2:50AM is the time…..

terrace પરથી મારે નીચે જ ભાગવું પડ્યું! હજી  ૩ કલાક પહેલા જ ખુલ્લા આકાશ ના તારાઓ જોતા જોતા ઠંડી હવાઓ એન્જોય કરતો હતો. તરસ લાગી ત્યારે એ પણ વિચાર્યું હતું કે આજે અગાશી પર બોટલ લાવવાનું જ ભૂલી ગયો હતો. But see! God really cares for me a lot! પાડી દીધો વરસાદ!  એ પણ એપ્રિલ માં. બે વર્ષ પહેલા પણ પડ્યો જ હતો ને આવો એપ્રીલી વરસાદ!

ભીના એ raindrops નો ધીમો કઈક નાદ છે,
એપ્રીલ નો એ વરસાદ આજે પણ યાદ છે.
હર-એક બુંદમાં છુપાયો કઈક સંવાદ છે,
એપ્રીલ નો એ વરસાદ આજે પણ યાદ છે.

“ચોક્કસ નજર જ લાગી ગઈ છે આપણા પ્રેમ ને….” હું બીજું કઈ જ કહેવા નો’તો માંગતો…
“રીઝન શું છે એ મને પણ ખબર છે, why are you even trying to sugarcoat it? હવે છુટા પડવું એજ બેટર છે.” સ્તુતિના એ મજબૂત શબ્દો પાછળ એપ્રિલના વરસાદ માં પણ હું એના આંસુ જોઈ શક્યો હતો, પણ રોકી ન શક્યો.
“Well then, બીજો રસ્તો પણ ક્યા છે જ!” એ વખતે કદાચ બધા જ રસ્તા હોવા છતાં પણ હું જોવા નો’તો માંગતો. પરિસ્થિતિ-લાલચ જ કઈક એવી હતી.

ઠંડી ઠંડી એવી આ પવનની લહેરખી,
એ લહેરખી માં યાદોના પડઘાનો સાદ છે,
મૌસમના  મિજાજ ને આપવી મારે દાદ છે,
એપ્રિલનો એ વરસાદ આજે પણ યાદ છે.

ભૂલ મારી જ હતી, એ મને ખબર છે. અને એ વખતે પણ ખબર જ હતી. પણ લોકપ્રિયતા ની લાલચ જ કઈક એવી હોય છે.પણ ખરું કહું તો આ વરસાદ ન છાંટાઓએ મને ઉઠાડ્યો જ નહિ પણ ખરી રીતે જગાડ્યો હતો! હજી પણ ભૂલ સુધારી શકું છું હું મારી. અને બીજું કઈ નહિ તો માફી તો માંગી જ શકું છું.

હશે કમોસમી વરસાદ આ લોકો માટે,
પણ માવઠું નહિ, આ એક જૂની ફરિયાદ છે.
બરબાદ વિચારો ને કરતો આબાદ છે,
એપ્રિલનો એ વરસાદ આજે પણ યાદ છે.

ઓહ! આ મનોમંથન ની મેરેથોન માં 6 વાગી ગયા!
GREAT! કાર સાફ કરવાનું કામ આજે વરસાદે જ કરી લીધું છે. બસ હવે તો સ્તુતિનું ઘર જ આજ ની મંઝીલ છે. ભીના રસ્તા, ભીના વૃક્ષો, ગાડીનું આ વાઈપર…. કોણ કહેશે કે આ એપ્રિલ છે!
શું હશે એનો પ્રતિભાવ?
શું માફી થી વધારેની આશા રાખી શકું છું હું?
શું માફીને પણ લાયક છું હું?
બધા જ જવાબ ડોરબેલ વગાડ્યા પછી જ મળશે……
“અંદર બોલાવીશ કે બસ આમ જ જોયા કરીશ?” એના એ સાયલન્ટ લૂક થી જો કે હું પણ પહેલા તો કઈ જ ન બોલી શક્યો.

“ના…. I mean yeah , why not ? please come in .” એણે પણ મને ધાર્યો તો ના જ હોય ને…. એ પણ બે વર્ષ પછી!
“actually મારે તને એક વાત કરવી હતી…..” એને જોઇને અટકી જ જવાતું હતું બોલતા બોલતા….
“હા, બોલો, afterall એક ફેમસ સિંગર છો આપ!”  એના ચહેરા પરનો ભાવ વાંચી ન શક્યો હું.

“આઈ એમ સોરી સ્તુતિ…. મારા લાઈફ ની એ સૌથી  મોટી ભૂલ હતી.”
“બે વર્ષ પછી સોરી કહેવાનું કોઈ રીઝન? આઈ મીન, અચાનક આજે? મને એમ કે તું ભૂલી ગયો હશે મને તો…” expressions અજીબ હતા સ્તુતિના…
“I can never forget you, because I still love you.” કદાચ કઈક વધારે જ બોલી ગયો હતો હું…. હવે સ્પષ્ટતા કરવાનો વારો હતો. “પણ મને ખબર છે કે હું લાયક નથી તારા પ્રેમને….બસ માફીની આશાએ જ આવ્યો હતો….”
“ભૂલ મારી પણ હતી, મારે જ સમજવું જોઈતું હતું that your career was important too, not only me.કદાચ હું પણ નાસમજ હતી એ વખતે.” સ્તુતિ ના આ શબ્દો અને તેના ચહેરા પર આવેલી એ smile કદાચ અમારી નવી શરૂઆત નો જ એક સંકેત હતો.
માવઠું કદાચ કઈક સંબંધો ના બદલાવ માટે જોઈતા એક appropriate atmosphere માટે જ ગોઠવાતું હશે!!
Advertisements

4 thoughts on “એપ્રિલનો એ વરસાદ આજે પણ યાદ છે!

  1. પિંગબેક: સ્ટોરી ~ એપ્રિલનો એ વરસાદ ભૂલાય જ કેમ! | Undefined હું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s