સુ-ચિત્તે Love થાય!♥

ફેસબુક ફેસબુક ફેસબુક!! “માર્ક ઝકરબર્ગ”એ આ ક્લાસ વગર નું કેમ્પસ તો બનાવી દીધું છે, પણ એ કેમ્પસ માંથી બહાર પડીએ તો કઈ અપોરચ્યુનિટીઝ નથી મળતી પણ ફરી પાછું બોરિંગ ક્લાસ વાળા કેમ્પસ માં જવું પડે છે 😦 . બોરિંગ ક્લાસ, બોરિંગ સબજેક્ટ્સ, બોરિંગ ફેકલ્ટીઝ….. ઈન્ટરેસ્ટીંગ જો કઈ હોય તો એ તો ભાઈ બસ ફ્રેન્ડસ જ છે, અને હા યાર આક્રિતી!♥♥♥

આક્રિતી હોય ત્યારે તો ફ્રેન્ડસ પણ ક્યાં દેખાય છે! અરે ફ્રેન્ડસ તો શું, બેન્ચીસ, બ્લેક-બોર્ડ, ક્લાસ, આખી કોલેજ જ જાણે ગાયબ થઇ જાય છે! દેખાય છે તો બસ આક્રિતી! આક્રિતી! આક્રિતી! જાણે કે 3D માં કોઈ મુવી જોતો હોઉં અને આખા મુવી માં હોય બસ આક્રિતી! અને હા, સપના વાળા Scenes માં આક્રિતી અને સૂચિત 😉 . ભાઈ ભાઈ, આ મુવી 3D  નહિ પણ 4D  હોય છે! એની એ special  fregrance  4th  dimension જ તો હોય છે! અને યાર, મર જાવા ઉસકી મુસ્કુરાહટો પે તો! રેડ-બુલ જેવી અસર કરે છે એ સ્માઈલ કે હું વગર પાંખે ઉડવા લાગુ છું!

“સૂચિત, ૧ કલાક થી તું જે આ બુકની ઇન્ડેક્સ વાંચે છે, એ વાંચી રહ્યો હોય ને, તો ઊંઘી જજે, ૧૧ વાગ્યા છે, તો હવે બાકીના સપના ઊંઘીને જ જોજે…..” અરે યાર….દર વખતે મમ્મી સપનામાં interruption લાવે છે! ચાલો જે હોય એ, મમ્મીની વાત ખોટી તો નથી જ, આક્રિતી જ તો મળશે સપનામાં! મ્યુઝીક ઓફ લવ એન્જોય કરીશ આજે તો…આમ પણ  મારા નામ નો S અને એના નામનો A ભેગા મળીને “SA“(સા) તો બનાવે જ છે, બાકીની  સરગમ પણ સપનામાં બની જ જશે 😉

*************************
I just love picnics!! and યાર આ પીકનીક તો ખાસ જ હતી મારા માટે! આટલી બધી વાતો હું આક્રિતી સાથે કરીશ એવું તો વિચાર્યું જ નતું!  It’s really unbelievable!

Oh! oh ! oh! I think she’s saying my name….!
“સૂચિત…..” પણ અવાજ અલગ કેમ થઇ ગયો આનો?!
“હવે પપ્પા ને બોલાવવા પડશે, કેમ?” વાટ લાગી… 😦
“અરે ઉઠ્યો હવે….” યાર believe કરવા જેવું હતું પણ નહિ….:(
“આક્રિતી કોણ છે?” મમ્મીને નામ કેમની ખબર પડી?!! રાત્રે ફેસબુકમાં લોગઆઉટ કરવાનું ભૂલી તો નહિ ગયો હોઉં ને!
“હમમમ……કોણ?” બીજું તો શું બોલું! એક્ટિંગ કર્યા વગર છૂટકો છે!? 😛
“આક્રિતી-આક્રિતી ….. છે કોણ?” આ મમ્મી તો જબરો લૂક આપે છે યાર! ડીટેક્ટ કરવું અઘરું છે કે લૂક ગુસ્સા વાળો છે કે મજાક વાળો! એક તો હમણાં જ ઉઠ્યો, એમાય આક્રિતીનું નામ સાંભળ્યું, ક્યાંથી હોય મગજ ના ઠેકાણા!!
“ક્લાસમાં છે…… કેમ?” વગર expression આપે બોલવામાં જ ભલાઈ છે. 😉
“કેવી છે?” મમ્મી ફ્રેન્ડલી મૂડ માં લાગે છે, હાશ……..!
“છે હવે, એનું અત્યારે શું છે?”
“સરનેમ શું છે? એ તો બોલ….” આ કેવો question વળી!! મમ્મીઓ….મમ્મીઓ!!
“પટેલ જ છે, આપણી  જેમ….”
“આપણી જેમ! એમ?” મમ્મીના આ ફ્રેન્ડલી નેચર થી ડરવા જેવું છે સૂચિત, કોણ જાણે ઊંટ કઈ બાજુ બેસશે!!
“અરે બોલાઈ ગયું હવે, અને પૂછો છો કેમ આક્રિતી નું?
“ઊંઘ માં તું શું બોલતો હતો એ તો મને જ ખબર છે…..” આ આટલું બોલીને મમ્મી ક્યાં ઉપડ્યા પાછા!! અને હસ્યા કેમ?? શું બાફ્યું મેં ઊંઘ માં??!
“મમ્મી…….. ” હવે ક્લેરીફાઈ કરવાનો વારો આવ્યો છે ભાઈ…. બે ચાર કામ તો પાક્કા કરાવી જ લેશે મમ્મી રિશ્વત ના રૂપ માં….
પણ યાર એ વાત તો છે જ, આવા મમ્મી કમ ફ્રેન્ડ માટે તો ગમે તેટલા રિશ્વત રૂપી કામ કરવા પડે તોય તૈયાર થઇ જાઉં….Love You Mummy !!

Advertisements

“૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-2 ♥

થોડી રાહ જોવડાવી પણ આખરે મારી આળસ ને હરાવી ને મેં સ્ટોરી ટાઈપ કરી જ દીધી….. કેમ કે પેજ પર તો ક્યારનીય લખાઈ ગઈ હતી(મારે નતી લખવાની એટલે :-P)
જો આગળનો પાર્ટ વાંચ્યો ના હોય તો એ અહી “૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-1 ♥ પર જ છે.
અને આ રહ્યો પાર્ટ-૨…… 🙂 એન્જોય કરો અને કમેન્ટ્સ આપતા રહો….
——————————————————————————————————-
——————————————————————————————————-
આમ પણ અત્યારે વિવિધ ભારતી માં સારા ગીતો જ આવતા હશે, કમસે કમ ક્લાસીકલ સોન્ગ્સ તો નહિ જ આવતા હોય… 😉
આ આવી ગયા લાગે છે જીતું ‘ને પ્રવીણ, આ ટાઈમે બીજું કોણ ખખડાવે દરવાજો!
“આવો આવો ભાઈઓ, કેમ આજે પગથીયા ચઢવા પડ્યા? ગળું બેસી ગયું છે કે શું? રોજ તો નીચે થી જ બુમો પાડતા હોવ છો ને!
“અરે આપણા જીતું ભાઈ એક સમાચાર લાયા છે બોસ!” પ્રવીણ નો ફેસ જોઇને સમાચાર સારા હશે એવું માની જ લઈએ!
“ઓહો! સુ વાત છે ભાઈ? અમને તો કહો…..”
“અરે યાર નહિ માને, પેલો મારા ઘર આગળ નો ધોળો બંગલો છે ને….કેટલાય ટાઈમ થી ખાલી પડ્યો હતો…”
“હા તો?”
“અરે ત્યાં વુંમન્ઝ હોસ્ટેલ ખુલી છે!! જોર ફટકા આયા છે યાર….” જીતું પાસે આની જ અપેક્ષા રખાય!
“ઓહો, તારા તો નસીબ ખુલી ગયા ત્યારે!!”
“અરે ધવલ, તુય આવજે સવારે, આંટો મારવા જઈશું એ બાજુ….. ” બસ જીતુંને નવું કામ મળી ગયું હવે તો… 😛
“ના યાર, સવારે તો લેખ આપવા જવાનું છે મારે….”
“અરે કઈ વાંધો નહિ, હોસ્ટેલ ક્યાં જતી રહેવાની છે!, આવજે આવવું હોય ત્યારે ;)”
“તમે બે જણા વાતો પછી કરજો, કાકાની લારીએ જવાનું છે હજુ તો…. હમણાં પરોઠા શાક પણ નસીબ નહિ રહે જો લારી બંધ કરીને જતા રહેશે તો…” ક્યારનોય ચુપ ઉભેલો પ્રવીણ આખરે બોલ્યો.
“અરે હા, પાછી આજ ની અપડેટ્સ પણ લેવાની છે ;)” આ કાકા કોઈ ન્યુઝપેપર થી ઓછા નથી… આસ પાસ ની તો બધી અપડેટ્સ મળી જ રહે છે એટલીસ્ટ…..
************************


“આયા ખરા કેમ તમે તય્ણ,ભાઈ થોડું વહેલું આવાનું રાખો, હવે તો બંધ કરવાનો ટેમ થ્યો.” કાકા રોજ ની એમની મજાક ની સ્ટાઈલ માં જ બોલ્યા….
“કાકા, ભૂખે મારવાના છો તમે તો….” પ્રવીણે તો માની લીધું! 😛
“તમને ભૂખા મારું તો હું ભૂખે મરું, મારે તો ક્યાં આ પોપટલાલ જેવી કમાણી છે!? આ STD એ એમને સારી કમાણી કરી આપી છે….”
“અરે હા, આજે એક….” લાગે છે પેલી STD વાળી છોકરી ની વાત મારા પેટ માં નહિ રહે….
“શું થયું? કેમ અટકી ગયો?” પ્રવીણે પકડી પાડ્યો…..
“કઈ નઈ, પછી કહું એ તો….”
“સુ ગુસપુસ કરોછ લા?” કાકા ને બધું બહુ જાણવું હોય!
“એ તો કાકા આ જીતું અને પ્રવીણ એક વાત લઇ ને આવ્યા હતા, એમાં મોડું થઇ ગયું એની વાત કરતા હતા…તમે બોલો, કઈ નવા-જૂની?” કાકાને ક્યાં ખાનગી વાતો કેહવાય!
“બસ આજે તો કઈ ખાસ છે નહિ, હવે મોડુય થઇ જ્યુંછ તો કાલે કરીસુ વાતું બધી…..”

***********************
પ્રવીણ: બોલ ભાઈ શું કેહતો હતો તું, ધવલ?
હું: અરે એ તો આજે એક છોકરી જોઈ હતી ત્યાં ટેલીફોનબુથ આગળ, ઈન્ટરેસ્ટીંગ ફેસ હતો!
જીતું: ઓહો! બોલ્યા લેખકસાહેબ આપણા!!
હું: ખરેખર કૈક હતું એ ફેસમાં, મજાક નથી કરતો યાર…..
પ્રવીણ: ગમી ગઈ લાગે છે કેમ ધવલીયા?
હું: અરે એટલે જ તમને કઈ કહેવા જેવું નથી, મજાક જ દેખાય છે બધે…… અને જો આ “લેખક” પર થી સારું યાદ દેવડાવ્યું, કાલે લેખ સબમિટ કરવાનો છે અને હજુ મેં પૂરો લખ્યો પણ નથી.
પ્રવીણ: અરે મજાક તો ચાલ્યા કરે ભાઈ…. જા, આજે સપના માં એજ આવશે, કર જલસા તું તારે….. 😉
જીતું: તો લખો ત્યારે લેખકસાહેબ!! મળીએ કાલે…..
(પાર્ટ-૩ માટે અહીં ક્લિક કરો )
એપિસોડ રાઈટર – Ronak HD .
એડીટીંગ- વિરાજ રાઓલ

“બ્રેકઅપ ટાઈમ” :D

કરવું હોય બ્રેકઅપ તો ચોખ્ખું તું બોલ,
હાથીની જેમ આમથી તેમ તું ના ડોલ.
સીધી તું છે નહિ એ બધાયે જાણે છે,
ખોટાળા ડાહપણ ના પોટલા ના ખોલ.

વાંક મારા કાઢવાના છોડી જ દે તું,
છોકરે છોકરા જાણે છે તારી પોલ.
ખોટા નાટક તું છોડ હવે કરવાના,
(ને) રાખ તારી લાંબી આ જીભ પર કંટ્રોલ.

સહન બહુ કર્યાં છે નખરા આ તારા,
ખોટા આંસુડા ની ઉલેચ ના ડોલ,
ઇમોશનલ ડ્રામાના મુકીને ઢોલ,
કરવું હોય બ્રેકઅપ તો ચોખ્ખું તું બોલ.(આઈ પાછી મોટી)

“પત્તર ના ઠોક”

ઘણી વાર ગુસ્સો એવો ચકરાવે ચડાવતો હોય છે કે શું કરીએ એની ખબર જ ન પડે….ઘણા લોકો ગુસ્સામાં પોતાને જ નુકશાન દઈ બેસે છે, અને ઘણા લોકો બીજાઓને. જયારે કેટલાક  લોકો ગુસ્સાને શાંત કરવા માટે પોતાની ગમતી વસ્તુ કરવા બેસી જાય છે અથવા તો ગમતી વ્યક્તિ ને યાદ કરવા લાગે છે…. બસ તો એવા જ કઈક ગુસ્સા માં લખાઈ ગયેલી કવિતા અહી share કરું છું…. 😛

ગુસ્સો છે આ, એક સળગતી જ્વાળા,
કે ઘી હોમી ને એમાં, ભાગ્યા છે લોક,
નથી કરવી મારે હવે એની નોક-ઝોક,
મુડ ના બગાડ, હવે  પત્તર ના ઠોક.

એક તો શોર્ટ-ટેમ્પર્ડ હું ઓલરેડી છું જ,
બદનામ છું હું, from પૃથ્વી to પરલોક,
નથી કરવા જેવો મારે જીવન નો શોક,
મુડ ના બગાડ, હવે પત્તર ના ઠોક.

બેઠો છું ક્યારનો હું લખવા કવિતા,
લખતા લખતા મારી મરડી ગઈ ડોક.
માંડ નીકળતા એ શબ્દોને ના રોક,
બગડી ગયો મુડ, હવે પત્તર ના ઠોક.

કવિતા ના એન્ડ માં ભલે મુડ બગડી ગયેલો બતાવ્યો છે, પણ આ લખ્યા પછી તો મુડ મસ્ત જ થઇ ગયો હતો 😉 .

“૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-1 ♥

કઈ પણ સીધું સીધું કરવાની મને આમ પણ ક્યારેય મજા નથી આવી, તો હવે કઈ સુધરી તો ના જ જાઉં ને! બસ તો ફરી કઈક અખતરો કરવાની ઈચ્છા થઇ અને વિચાર આવ્યો કે, “એક જ વાર્તા જો અલગ અલગ હાથે આગળ વધે તો કેવું રહે?” અને બસ એનું ઈમ્પલીમેન્ટેશન કરવા માટે તખ્તો ઘઢી કાઢ્યો. મારા એક ફ્રેન્ડ ધવલ પાસેથી સ્ટોરી વણવા માટે seeds  (કથા બીજ, યુ નો!) લીધા, સ્ટોરી સ્ટાર્ટ કરીને થોડી આગળ લઇ ગયો હું, અને એન્ડ લાવવાનું કામ કર્યું મારા ફ્રેન્ડ “રોનક દેસાઈ”એ…. અને હજુ ઓછું હોય એમ જુદા જુદા ફ્રેન્ડસ ને એપીસોડસ લખવા માટે કહ્યું! હવે અખતરો કેવો રહે છે એ તો જોઈશું! આપનું કામ છે વાંચવાનું અને એન્જોય કરવાનું, અને હા કમેન્ટ્સ પણ આપતા રહેજો તો ખબર પડે અખતરામાં કોઈ ખતરો તો નથી ને 😉
બસ તો હવે સ્ટાર્ટ કરી દઉં છું “૧૯૯૫ ની એક લવ સ્ટોરી, કઈક પૂરી, કઈક અધુરી!”
——————————————————————————————————-
——————————————————————————————————-
  ૩ વાગ્યાના ઘડિયાળના કાંટા જોઇને દર વખતે એવું જ લાગતું હોય છે કે જાણે એ પણ બપોરથી કંટાળી ને આળસ ખાય છે! એક હાથ બાજુ માં, એક હાથ ઉપર!!

ઘણી વાર તો એમ થાય છે કે બધી વસ્તુઓ માં ઈમેજીન કરવું કે ક્રિએટીવીટી દેખાય છે એ કોઈ skill નહિ પણ શાપ છે! કોલેજ માં પણ આ બધું કરવામાં જ પાછળ રહી ગયો. ના તો મારી ફિલ્ડ માં જોબ મળી અને ના સારો રાઈટર બની શક્યો! કદાચ જીતુએ ઓળખાણ ના કાઢી હોત તો “હરતા ફરતા” મેગેઝીનમાં કોલમ પણ ના મળી હોત!
માન્યું કે આ જમાના માં આટલી કમાણી કઈ જ ના કહેવાય, પણ આવી લાઈફ પણ ક્યાં મળે જ છે કોઈને! એ આરામ થી ઊઠવાનું, તૈયાર થવું હોય તો થવાનું(એકલા રહીને કોના માટે તૈયાર થઈએ!), એ સાંકડી ગલીઓ ને દુકાનો માં નજર કરતા કરતા હરતા-ફરતા “હરતા-ફરતા”ની ઓફિસે જવાનું, લેખ હસ્તક કરવાનો અને બસ, આપણે છુટ્ટા! પછી તો એ ઘેર બેઠા હું, મારી ચા, મારી બાલ્કની ની આરામખુરશી, મારી પેન અને નોટપેડ.. છે ને આરામ(દિલ બેહલાને કે લીએ એ ખયાલ અચ્છા હૈ..)!
Fisrt floor ની balcony નો
not so awesome, but still amazing,
A little boring, but mostly entertaining,
એવો rowdy marketનો circadian(રોજ-બરોજનો) view!
ચાર રસ્તાની ચોકડી ને પબ્લિકની ‘ધમાચકડી’,
ક્યાંક ક્યાંક થતી ‘બબાલ’, દુકાનોમાં ગ્રાહકો ની ભીડની ધમાલ!
ફૂલ ટાઈમપાસ  થઇ જાય!
જો કે આ માર્કેટ નો મોસ્ટ ઈંટરેસ્ટીંગ પાર્ટ તો બાલ્કની ની exact સામે આવેલો ટેલીફોનબુથ છે! ભાઈ એવરગ્રીન ધંધો છે આ, ભીડ તો આખો દિવસ રહેતી હોય છે, પછી ઈંટરેસ્ટીંગ તો લાગે જ ને! આખરે મારા લેખોનો source પણ આજ તો છે ..! લોકોના, વાત કરતી વખતે ઉદભવતા, expressions  જોવાની, લીપરીડીંગ  કરીને શું વાત થતી હશે એ guess  કરવાની મજા પણ આવે અને ટાઈમપાસ પણ સારો એવો થઇ જાય છે!
પહેલા તો પેરેન્ટ્સ થી આટલા દુર આવીને એકલા રહેવાનું કાળ જેવું લાગતું હતું, અને એમાં પણ ભીડભાડ વાળા માર્કેટમાં મળેલો નાનો અમથો આ ફ્લેટ પણ કઈ કોઈને ગમે એવો તો નતો જ. પણ હવે થાય છે કે સારી જગ્યા છે…. એટલીસ્ટ જે કામ કરું છું એમાં હેલ્પ તો મળી જ રહે છે…જો કે આ ૩ થી ૬ વાગ્યા નો ટાઈમ કઈક વધારે જ સ્પીડ માં નીકળી જતો હોય છે! પછી એ gravity ની કાંટા પર ઈફેક્ટ  હોય કે માર્કેટ ની ચાલુ થતી ભીડ ની અસર(સમય પણ સાપેક્ષ જ છે ને!).
હવે તો જીતું અને પ્રવીણ આવતા જ હશે, ત્યાં સુધી STD  બુથ તો છે જ ટાઈમપાસ કરવા માટે! જો કે આ રોજ રોજ આવતી રેગ્યુલર પબ્લિક ને જોવાની પણ અલગ મજા છે! ૪ વાગ્યા વાળા “ચંદન-તિલક-કાકા“, પોણા પાંચ વાળા “મોસ્ટલી-ઇન-ગ્રીન-આંટી” અને આ ૬ વાગ્યા વાળી, ઓહ! આ તો રેગ્યુલર નથી… પણ ઈંટરેસ્ટીંગ તો છે જ! I hope કે આ ચહેરો પણ રેગ્યુલર ચહેરાઓ માં જોડાય!ચાલો જે પણ હોય! હવે થોડી વાર “વિવિધ-ભારતી” ના શરણે જઈએ!
એપિસોડ રાઈટર- વિરાજ રાઓલ

લઘુકથા: “ફરી મળીશું?”

રોઢના ચાર વાગ્યા ના અંધારે મૃગેશ ધીમે થી તેના રૂમમેટ્સ ને ખબર ના પડે તેમ નીકળી પડ્યો. આરોહી માટે તે કઈ પણ કરી શકે તેમ હતો. આ સમયે તળાવ આગળ કોઈ આવતું નથી હોતું.તેમાં પણ શિયાળા ની ઠંડી માં કોઈ જવાની હિંમત પણ કરી શકે તેમ નહોતું. પણ આ તો મૃગેશ હતો કે જે આરોહી માટે તો ઠંડી, ગરમી, વરસાદ, વાવાઝોડું, કઈ પણ સહન કરી શકે. રસ્તો થોડોક લાંબો હતો અને ચાલતા ચાલતા સાથ આપવા માટે વૃક્ષોના પાન પરની ઝાકળ જેવી બસ ભીની યાદો જ હતી, અને યાદો ની સાથે સાથ આપવા માટે હતી ઠંડી પવન ની લહેરખીઓ. સાગર કિનારે ખુલ્લા પગે ઉની રેત પર ચાલવાનો આનંદ મળે તેવો આનંદ મૃગેશ ને આરોહીના સાથે હોવાના વિચાર માત્ર થી મળતો હતો. ચોમાસાના અંતથી જે રીતે મોર વરસાદ ની એક બુંદ માટે તરસ્યો હોય તે રીતે મૃગેશ આરોહીથી છુટા પડતા ની સાથે જ તેને મળવા માટે તરસતો હતો.તેની સાથે વિતાવેલી હર એક પળ તેના માટે કોઈ tech-geek માટે apple ના કોઈ પણ gadget જેટલી જ અમૂલ્ય(તેના થી પણ વધુ ) હતી! તળાવ તરફ વધતું મૃગેશનું  એક-એક કદમ તેને આરોહી ની એક-એક અદાઓ ની યાદ અપાવી રહ્યું હતું. તેની હસવાની style, પ્રેમ ભર્યો ગુસ્સો કરવાની અદા, હાથ થી એક ધીમી ટપલી મારવાની ટેવ, કઈક ભૂલ થઇ જતા તેના જ કપાળ પર હાથ મારવાની તેની એ આદત, બધું જ અત્યારે મૃગેશ ના સ્મૃતિપટ પર એક પછી એક બાયોસ્કોપ ના ચિત્રો ની જેમ આવી રહ્યું હતું. જેમ જેમ તળાવ નજીક આવતું જતું હતું, તેમ તેમ આરોહી સાથેની તેની યાદો past tense થી present tense તરફ આગળ વધી રહી હતી.

સ્કૂલમાં જતી વખતે અને ઘરે પાછા ફરતી વખતે બનેલી તેની એક માત્ર ફ્રેન્ડ હતી આરોહી કે જે કોલેજ ટાઈમ સુધી તેના સંપર્ક માં હતી. અને આ સંપર્ક ફક્ત મૈત્રીનો ન હતો, પણ એક મૌન વચન ની આપ-લે નો સંબંધ હતો આ. અલગ કોલેજ માં એડમીશન મળ્યું હોવા છતાં ભણતર ને effect  ના કરે તેમ એક-મેક માટે સમય manage  કરી લેતા હતા.બધી ખુશી, બધા દુખ એકબીજા સાથે share કરીને તેમને celebrate અને solve પણ સાથે જ કરતા હતા. And the lake was the only eyewitness of their both celebrations and problem solutions.એક-બીજા ના મગજ માં ઘૂસવાની ચાવી હતા આરોહી અને મૃગેશ. “misunderstanding”  શબ્દ માટે આરોહી અને મૃગેશ ના સંબંધ માં કોઈ અવકાશ જ ન હતો. તળાવ હવે બસ દસ ડગલા દૂર હતું અને મૃગેશ ની યાદો આરોહી સાથે થયેલી તેની છેલ્લી મુલાકાત સુધી પહોંચી ગઈ હતી.ગઈ કાલ સાંજની જ તો વાત છે આ. જગ્યા પણ આ જ હતી, આ જ તળાવની પાળીઓ.મૃગેશ હવે તેમની રોજની જગ્યાએ જઈને બેઠો.

હવા પણ જાણે કઈક અલગ જ મૂડમાં હતી આજે. તળાવ ના પાણી સાથે સવાર સવાર માં જ રમત રમવી હતી પવન ને આજે. અહી તળાવનું પાણી જેમ પાળીની દીવાલ સાથે અથડાતું હતું, તે જ રીતે આરોહીએ કહેલા શબ્દો મૃગેશ  ના કાન માં અથડાતા હતા, જાણે કે હમણાં જ કહ્યા હોય.

~~~~~

આરોહી : મમ્મી-પપ્પા ને એમજ છે that you are just my good friend.

મૃગેશ: અને તારા માટે? (એક ભ્રમર ઉંચી કરીને) તારા માટે શું છું હું?
આરોહી: મૃગેશ આઈ એમ સીરીયસ, પ્લીઝ. આજે હું આવી છું તો બસ એક ખાસ વાત કહેવા માટે.
મૃગેશ: ઓકે ઓકે, બોલ…
આરોહી: પપ્પાએ એક છોકરો પસંદ કર્યો છે. અને હું કઈ જ કરી શકું તેમ નથી. અને એ પપ્પા ના ફ્રેન્ડનો જ…(વચ્ચે જ અટકાવી ને )
મૃગેશ: મતલબ? આઈ મીન, વોટ અબાઉટ અસ? અને તે કઈ કહ્યું પણ નહિ? એક સિંગલ ટ્રાય પણ ના કર્યો તે?
આરોહી: એક ગર્લ તરીકે આ એટલું સહેલું નથી મૃગેશ, જેટલું તને લાગે છે…. આઈ થીંક હવે બસ  આપણું રીલેશન ફ્રેન્ડશીપ પુરતું જ રાખવું પડશે ફોર હોલ લાઈફ.
~~~~~
એક ડૂબકી અતીતમાં લગાવી ને મૃગેશ પાછો ફરે છે.

“જસ્ટ ફ્રેન્ડસ? કેમ કઈ બોલી ના શક્યો હું એ વખતે? કેમ પાછો ફરી ગયો હું કઈ નિર્ણય વગર? કેમ?!” પાણી સામે એવી નજર રાખી ને  મૃગેશ પૂછી રહ્યો કે જાણે તળાવના એ પાણીથી એણે જવાબ ની અપેક્ષા રાખી હોય! તળાવ ના પાણીમાં જાણે એને એક વર્ચ્યુઅલ સ્ક્રીન દેખાય છે કે જેમાં તેમના પાસ્ટનું અને મૃગેશની આશાઓનું વિઝ્યુઅલાઈઝેશન થાય છે. વર્ચ્યુઅલ સ્ક્રીનની આરોહી જાણે કે એને બોલાવી રહી હતી અને મૃગેશ પણ એ બાજુ ખેંચાઈ રહ્યો હતો.
એક એક ડગલું આભાસી આરોહીને મળવા ભરતો ગયો અને મનમાં રાખેલી અનસ્પોકન લાઈન્સ વિચારતો ગયો…

“મળશે જો life મને  તારી સાથે વિતાવવા,
નહિ દઉં એક moment પણ તને મારાથી રીસાવા,
નઝ્દીકી ની નવી વ્યાખ્યા આપી દુર કરીશ હું દૂરી,
કે love return કરવા માટે ઝીંદગી  લાગશે તને આ અધુરી…”

તળાવનું પાણી પણ જાણે શિયાળા ના લીધે નહિ પણ મૃગેશ સાથે થનારી મુલાકાત ના વિચાર માત્ર થી ઠંડુ પડી ગયું હતું! અને મૃગેશ બસ એક આખરી મુલાકાત માટે આરોહી ને મળવા, તેનામાં બસ ભળી જવા આગળ ચાલતો રહ્યો.ઉતાવળમાં લીધેલા પગલા પણ આજે સમય સ્લો મોશન માં બતાવી રહ્યું હતું. પણ વિચારો તો ફાસ્ટ ફોરવર્ડ માં જ ભાગતા હતા….

તળાવની બધી શીતળતા મૃગેશ ના ઓલરેડી નિસ્તેજ બનેલા શરીર માં ટ્રાન્સફર થઇ રહી હતી. અને બસ… કીલર સાયલન્સ! અવાજ જો હતો તો એ બસ પાણીમાંથી નીકળતા બબલ્સ નો હતો…..  મૃગેશના  એ છેલ્લા ઉચ્છવાસ ના કાર્બનડાયોક્સાઈડનો કે જે બસ આટલું કહી શક્યા,

“રાત દિવસ તારા માટે જાગતો ને ભાગતો,
પૂર્વ પશ્ચિમ એક રાખી સ્વપ્ન તારા રાચતો,
સ્વપ્નધ્રષ્ટા ખૂદ બનીને તુજને બસ હું ચાહતો,
આટ-આટલું પણ કરી હું બસ નિરાશા પામતો.”

મુવી ટાઈમ :D

ફુલ્લી એન્જોય કરું છું આ વેકેશન તો…. ઘણા ટાઈમ પછી(કદાચ પહેલી વખત)  એવું થયું કે જે પ્લાન કરું છું એ થાય છે…. એન્ડ આઈ એમ લવિંગ(અંગ્રેજી વાળું) ઈટ!!

આ લાસ્ટ વિક માં ટોટલ ચાર મુવીઝ જોયા!
~>“શાંઘાઈ”, “રાઉડી રાઠોર(ડ?)”, “કેવી રીતે જઈશ” અને ફાધર્સ ડે પર જોએલું આ ચારે મુવીઝ માં જોરદાર એવું ~>>”ફેરારી કી સવારી”<<~
તો હવે ચારે મુવીઝ ની વાત થોડી ડીટેઇલમાં કરીએ!
સૌથી પહેલા
~>શાંઘાઈ!
વન મોર ક્લાસ મુવી! જે યુઝ્વલ પબ્લિક ને બોરિંગ જ લાગશે કેમ કે થોડુક સમજવું પડે એવું મુવી છે. જેમ જેમ એ મુવી વિષે વધારે વિચારું એમ વધારે ગમતું જાય છે. અભય દેઓલ ની વન મોર મુવી કે જે મને બહુ ગમી હોય….(મોટા ભાગ ની એની મુવીઝ મને ગમે છે, ખાસ કરીને “ઓયે લકી, લકી ઓયે”). પછી બીજી એક વાત કે એક જ મુવી માં બે સીરીઅલ કીસ્સર છે! 😛 (એ તમારે સમજી જવાનું હોય.)
રીઅલ ઇન્ડિયા(પબ્લિક અને પોલીટીક્સ) ના ફરી એક વાર સરસ મજાના રીઆલીસ્ટીક દર્શન! આમ તો સારાંશ માં કહી ના શકાય પણ એવું કહી શકાય કે મુવી કહેવા માંગે છે કે, “ભાઈ મથવું હોય એટલું મથો, ઇન્ડિયા જેવું છે એવું ને એવું જ રહેવાનું છે, ચેન્જ ચોક્કસ આવશે, પણ એ ફક્ત ચહેરામાં હશે, નિયત પબ્લિક ની એ ની એજ  રહેશે!
અને હવે મુવીને આપવાના સ્ટારની વાત કરું તો એમ છે કે એ બધું મને ગમતું નથી, હું બસ એન્જોય કરવામાં માનું છે! એન્ડ આમ પણ ‘પસંદ અપની અપની’ જ હોય છે!
~>રાઉડી રાઠોર
હવે આના વિષે બહુ ખાસ કહેવાની(આઈ મીન લખવાની) ઈચ્છા નથી થતી. વન મોર સાઉથની રીમેક! એજ ઢીશુમ ઢીશુમ અને ધાંસુ(?) ડાયલોગ્સ ની મારામારી! એક્શન અને કોમેડી નો સંગમ! ગમે એને બહુ ગમે અને ના ગમે એને જરાય ના ગમે એવું મુવી. અને મારી વાત કરું તો ઈન્ટરવલ પહેલા બહુ બોરિંગ લાગ્યું અને ઈન્ટરવલ પછી એની ટેવ પાડવા લાગી એટલે ગમવા લાગ્યું 😀
~>કેવી રીતે જઈશ
હવે આની તો હું બહુ જ આતુરતા થી રાહ જોતો હતો અને ખાલી હું જ નહિ પણ ઘણા બધા લોકો આની રાહ જોતા હતા. અને રાહ જોવડાવી ને સાવરિયા જેવો ફિયાસ્કો ના કર્યો એ વાત નો તો આનંદ છે જ પણ ખરેખર ફૂલ એન્ટરટેઈનમેન્ટ પૂરું પાડ્યું એની વધારે ખુશી છે! પહેલી વાર ગુજરાતી મુવી થીએટરમાં જોયું અને એ પણ હાઉસફુલ (આ મુવી જોવા ગયો એ કિસ્સા પર આખી અલગ જ પોસ્ટ લખાઈ જાય એટલું બધું કહેવા જેવું છે, તો એના વિષે ફરી ક્યારેક ડીટેઇલ માં લખીશ, અત્યારે બસ મુવી વિષે)! એક તો આપણી લેન્ગવેજ, જાણીતા લોકેશન્સ, ઘણા જાણીતા ચહેરા અને મસ્ત મજાના ડાયલોગ્સ, ટૂંકમાં એક ફૂલફટાક એન્ટરટેઈનમેન્ટની મસ્ત ગુજરાતી ડીશ જેવું મુવી! જો કે હજુ ધરાયો તો નથી, ફરી ફરીને ખાવાની ઈચ્છા થાય એવી ડીશ હતી. ડાયલોગ્સ યાદ રહી જાય એવા અને રહી રહીને હસાવી જાય એવા જોરદાર હતા. મેહુલ સુરતીએ સજાવેલા મસ્ત મજાના સોન્ગ્સ પણ જોરદાર! હવે બસ એની DVD જલ્દી આવે એની જ રાહ જોઇને બેઠો છું!
~>ફેરારી કી સવારી
આજે જ, એટલે કે ફાધર્સ ડે ના દિવસે જોએલું અને જાણે ફાધર્સ ડે માટે જ બન્યું હોય એવું ટચી, ફની, સ્મુધ, અને કોઈના પણ ગળે આસાનીથી ઉતરી જાય અને બહુ ભાવી જાય એવું બાસુંદી જેવું મીઠું મુવી!
બોમન ઈરાની અને શર્મન જોશી ની ખરેખર ઓવ્સમ કહી શકાય એવી એક્ટિંગ અને  “વિધુ વિનોદ ચોપરા અને રાજુ હીરાની” ની જોડીની એક ઓર કમાલ-ધમાલ-બેમિસાલ મુવી! જે હસાવે પણ ખરી, રડાવે(દિલ થી) પણ ખરી! લખીએ એટલું ઓછું છે આ મુવી માટે! એક પપ્પા ની પોતાના દીકરાની ઈચ્છાઓ અને સપના પુરા  કરવા માટે ગમ્મે તે કરી છૂટવાની લાગણી અને પ્રયત્નો અને એક નાનકડા પણ સમજુ એવા દીકરા ની પોતાના પપ્પાને ઓછા માં ઓછી તકલીફ આપવાની દિલની ઈચ્છાઓ!
મુવીનો બેસ્ટ ડાયલોગ જે ખરેખર જીવન ભાર યાદ રહી જશે એ છે “જો દેખેગા વહી તો સીખેગા!” આ ડાયલોગ ને પોઝીટીવ અને નેગેટીવ બંને રીતે આ મુવી માં બતાવ્યો છે જે મુવીને બે ડગલા આગળ મુકે છે! અને મારા ફેવરીટ મુવીઝ ના લીસ્ટમાં એક વધારે મુવીનો વધારો પણ આ મુવીએ કર્યો છે!!
બસ તો આજ માટે આટલું ઘણું છે!
વધારે મુવીઝ જોઇશ વધારે લખીશ!
બસ વાંચતા રહો અને કમેન્ટ્સ આપતા રહો!
થેન્ક્સ ફોર રીડીંગ! 🙂

~WAKE:UP~A Short Movie – ફાઈનલી નેટ પર….

થોડા-ઘણા કલાકો નું શુટિંગ, અને ઘણા-ઘણા કલાકોની એડીટીંગની મેહનત પછી ફાઈનલી આખું મુવી (૭:૪૭ મિનીટ્સ) યુ-ટ્યુબ પર અપલોડ કરી દીધું છે(“ક્રેઝી-જર્મ્સ” અને “બ્લેક પોઝીશન”ના બેનર હેઠળ).

આપને કેવું લાગ્યું તે જાણવું ગમશે જેથી નેક્સ્ટ મુવીઝ માં ઈમ્પ્રુવમેંટ લાવી શકીએ.
https://vimeo.com/59825376

(યુ-ટ્યુબ પરથી વિડીઓ રીમુવ થઇ ગયો હોવાથી નીરવભાઈ ના સજેશનથી “વિમીઓ” પર અપલોડ કર્યો છે….. એન્જોય :D)

~શોર્ટ મુવી : “WAKE : UP”~

~> વેકેશનનો લાભ ઉઠાવવા માટે ક્રિએટીવીટી નો સહારો લઉં ત્યારે થાય કે ચાલો ખરેખર વેકેશનનો ટાઇમ બગડ્યો નથી…..
જો કે ક્રિએટીવીટીનો મતલબ એવું પણ નહિ કે બધું બનાવ બનાવ જ કર્યે રાખું, જો કઈ બનાવવું હોય તો એના માટે થોડું ઘણું ફરવું પણ પડે, મુવીઝ પણ જોવા પડે, અને ફાઈનલી મૌલિક વિચારો અને બીજાના એક્સપીરીઅન્સનું એડીશન કરીને કોઈ ક્રીએશન માટે ટ્રાય કરવાનો. મસ્તી ની મસ્તી અને કૈક શીખ્યા એ પ્રોફિટમાં….
~> મુવીઝ તો ઘણા જોઈ લીધા આ વેકેશનમાં…..
ઈંગ્લીશ મુવીઝ માં ગમ્યા હોય એવા મુવીઝમાં “HUGO” ને top પર મૂકી શકું, ‘ફોટોગ્રાફી ડાઈરેક્શન’ હોય કે ‘મુવી ડાઈરેક્શન’, ‘સ્ટોરી’ હોય કે ‘એક્ટિંગ’ બધા જ પાસા માં મને તો ઘણું જ ગમ્યું….
હિન્દી મુવીઝ માં “માય ફ્રેન્ડ પિન્ટો” આ વેકેશન માં જોએલા મુવીઝ માં થોડુક ગમ્યું.
~> હવે મુદ્દાની વાત પર આવું….
વેકેશન ની ખાસ રાહ તો હું એટલા માટે જ જોતો હતો કે આ વખતે ફ્રેન્ડસ જોડે મળીને કેટલીક શોર્ટ મુવીઝ બનાવવાનો વિચાર હતો….
કેટલીક મૌલિક વાર્તાઓ લખી અને કેટલીક ઇન્સપાયર્ડ ફ્રોમ સમ શોર્ટ મુવીઝ…
એવું જ એક શોર્ટ મુવી એક એનીમેટેડ મુવી “અલાર્મ” થી ઈન્સ્પાયર થઈને બનાવ્યું છે…. અત્યારે તો એનો ફર્સ્ટ લૂક અહી share કરું છું. આખું મુવી પણ share કરીશ, બસ ટૂંક સમય માં…….. 🙂

ફાઈનલી ફર્સ્ટ VLOG – “કેવી રીતે જઈશ?”

ફાઈનલી પરમદિવસે ગાંધીનગરમાં પડેલા વરસાદે વિરાજના માઈન્ડમાં Vlog બનાવવાનો મુડ બનાવ્યો અને વિરાજે (વિરાજ એટલે હું :D) નક્કી કર્યું કે ચાલો આજે તો ગમે તે થઇ જાય શૂટ કરી જ દઉં પોતાની જાત ને(કેમેરાથી )….

બસ તો,
“સેટ કર્યો કેમેરા,
સેટ કર્યો મુડ,
જે આવ્યું મગજ માં,
બોલવા માંડ્યો મારઝૂડ” (પ્રાસ બેસાડવાની મજા બહુ આવે 😛 જોડકણા યુ નો!).
તો જુઓ અને સજેશન્સ આપો કમેન્ટબોક્સ  માં 🙂
જો કે પહેલી વાર ટ્રાય કર્યો છે એટલે થોડી(ઘણી) ભૂલો તો થઇ જ છે, થોડીક નર્વસનેસ, થોડાક નામ ના ગોટાળા…. વગેરે વગેરે.

સુધારો*: મ્યુઝીક મેહુલ સુરતી નું છે.