લઘુકથા: “ફરી મળીશું?”

રોઢના ચાર વાગ્યા ના અંધારે મૃગેશ ધીમે થી તેના રૂમમેટ્સ ને ખબર ના પડે તેમ નીકળી પડ્યો. આરોહી માટે તે કઈ પણ કરી શકે તેમ હતો. આ સમયે તળાવ આગળ કોઈ આવતું નથી હોતું.તેમાં પણ શિયાળા ની ઠંડી માં કોઈ જવાની હિંમત પણ કરી શકે તેમ નહોતું. પણ આ તો મૃગેશ હતો કે જે આરોહી માટે તો ઠંડી, ગરમી, વરસાદ, વાવાઝોડું, કઈ પણ સહન કરી શકે. રસ્તો થોડોક લાંબો હતો અને ચાલતા ચાલતા સાથ આપવા માટે વૃક્ષોના પાન પરની ઝાકળ જેવી બસ ભીની યાદો જ હતી, અને યાદો ની સાથે સાથ આપવા માટે હતી ઠંડી પવન ની લહેરખીઓ. સાગર કિનારે ખુલ્લા પગે ઉની રેત પર ચાલવાનો આનંદ મળે તેવો આનંદ મૃગેશ ને આરોહીના સાથે હોવાના વિચાર માત્ર થી મળતો હતો. ચોમાસાના અંતથી જે રીતે મોર વરસાદ ની એક બુંદ માટે તરસ્યો હોય તે રીતે મૃગેશ આરોહીથી છુટા પડતા ની સાથે જ તેને મળવા માટે તરસતો હતો.તેની સાથે વિતાવેલી હર એક પળ તેના માટે કોઈ tech-geek માટે apple ના કોઈ પણ gadget જેટલી જ અમૂલ્ય(તેના થી પણ વધુ ) હતી! તળાવ તરફ વધતું મૃગેશનું  એક-એક કદમ તેને આરોહી ની એક-એક અદાઓ ની યાદ અપાવી રહ્યું હતું. તેની હસવાની style, પ્રેમ ભર્યો ગુસ્સો કરવાની અદા, હાથ થી એક ધીમી ટપલી મારવાની ટેવ, કઈક ભૂલ થઇ જતા તેના જ કપાળ પર હાથ મારવાની તેની એ આદત, બધું જ અત્યારે મૃગેશ ના સ્મૃતિપટ પર એક પછી એક બાયોસ્કોપ ના ચિત્રો ની જેમ આવી રહ્યું હતું. જેમ જેમ તળાવ નજીક આવતું જતું હતું, તેમ તેમ આરોહી સાથેની તેની યાદો past tense થી present tense તરફ આગળ વધી રહી હતી.

સ્કૂલમાં જતી વખતે અને ઘરે પાછા ફરતી વખતે બનેલી તેની એક માત્ર ફ્રેન્ડ હતી આરોહી કે જે કોલેજ ટાઈમ સુધી તેના સંપર્ક માં હતી. અને આ સંપર્ક ફક્ત મૈત્રીનો ન હતો, પણ એક મૌન વચન ની આપ-લે નો સંબંધ હતો આ. અલગ કોલેજ માં એડમીશન મળ્યું હોવા છતાં ભણતર ને effect  ના કરે તેમ એક-મેક માટે સમય manage  કરી લેતા હતા.બધી ખુશી, બધા દુખ એકબીજા સાથે share કરીને તેમને celebrate અને solve પણ સાથે જ કરતા હતા. And the lake was the only eyewitness of their both celebrations and problem solutions.એક-બીજા ના મગજ માં ઘૂસવાની ચાવી હતા આરોહી અને મૃગેશ. “misunderstanding”  શબ્દ માટે આરોહી અને મૃગેશ ના સંબંધ માં કોઈ અવકાશ જ ન હતો. તળાવ હવે બસ દસ ડગલા દૂર હતું અને મૃગેશ ની યાદો આરોહી સાથે થયેલી તેની છેલ્લી મુલાકાત સુધી પહોંચી ગઈ હતી.ગઈ કાલ સાંજની જ તો વાત છે આ. જગ્યા પણ આ જ હતી, આ જ તળાવની પાળીઓ.મૃગેશ હવે તેમની રોજની જગ્યાએ જઈને બેઠો.

હવા પણ જાણે કઈક અલગ જ મૂડમાં હતી આજે. તળાવ ના પાણી સાથે સવાર સવાર માં જ રમત રમવી હતી પવન ને આજે. અહી તળાવનું પાણી જેમ પાળીની દીવાલ સાથે અથડાતું હતું, તે જ રીતે આરોહીએ કહેલા શબ્દો મૃગેશ  ના કાન માં અથડાતા હતા, જાણે કે હમણાં જ કહ્યા હોય.

~~~~~

આરોહી : મમ્મી-પપ્પા ને એમજ છે that you are just my good friend.

મૃગેશ: અને તારા માટે? (એક ભ્રમર ઉંચી કરીને) તારા માટે શું છું હું?
આરોહી: મૃગેશ આઈ એમ સીરીયસ, પ્લીઝ. આજે હું આવી છું તો બસ એક ખાસ વાત કહેવા માટે.
મૃગેશ: ઓકે ઓકે, બોલ…
આરોહી: પપ્પાએ એક છોકરો પસંદ કર્યો છે. અને હું કઈ જ કરી શકું તેમ નથી. અને એ પપ્પા ના ફ્રેન્ડનો જ…(વચ્ચે જ અટકાવી ને )
મૃગેશ: મતલબ? આઈ મીન, વોટ અબાઉટ અસ? અને તે કઈ કહ્યું પણ નહિ? એક સિંગલ ટ્રાય પણ ના કર્યો તે?
આરોહી: એક ગર્લ તરીકે આ એટલું સહેલું નથી મૃગેશ, જેટલું તને લાગે છે…. આઈ થીંક હવે બસ  આપણું રીલેશન ફ્રેન્ડશીપ પુરતું જ રાખવું પડશે ફોર હોલ લાઈફ.
~~~~~
એક ડૂબકી અતીતમાં લગાવી ને મૃગેશ પાછો ફરે છે.

“જસ્ટ ફ્રેન્ડસ? કેમ કઈ બોલી ના શક્યો હું એ વખતે? કેમ પાછો ફરી ગયો હું કઈ નિર્ણય વગર? કેમ?!” પાણી સામે એવી નજર રાખી ને  મૃગેશ પૂછી રહ્યો કે જાણે તળાવના એ પાણીથી એણે જવાબ ની અપેક્ષા રાખી હોય! તળાવ ના પાણીમાં જાણે એને એક વર્ચ્યુઅલ સ્ક્રીન દેખાય છે કે જેમાં તેમના પાસ્ટનું અને મૃગેશની આશાઓનું વિઝ્યુઅલાઈઝેશન થાય છે. વર્ચ્યુઅલ સ્ક્રીનની આરોહી જાણે કે એને બોલાવી રહી હતી અને મૃગેશ પણ એ બાજુ ખેંચાઈ રહ્યો હતો.
એક એક ડગલું આભાસી આરોહીને મળવા ભરતો ગયો અને મનમાં રાખેલી અનસ્પોકન લાઈન્સ વિચારતો ગયો…

“મળશે જો life મને  તારી સાથે વિતાવવા,
નહિ દઉં એક moment પણ તને મારાથી રીસાવા,
નઝ્દીકી ની નવી વ્યાખ્યા આપી દુર કરીશ હું દૂરી,
કે love return કરવા માટે ઝીંદગી  લાગશે તને આ અધુરી…”

તળાવનું પાણી પણ જાણે શિયાળા ના લીધે નહિ પણ મૃગેશ સાથે થનારી મુલાકાત ના વિચાર માત્ર થી ઠંડુ પડી ગયું હતું! અને મૃગેશ બસ એક આખરી મુલાકાત માટે આરોહી ને મળવા, તેનામાં બસ ભળી જવા આગળ ચાલતો રહ્યો.ઉતાવળમાં લીધેલા પગલા પણ આજે સમય સ્લો મોશન માં બતાવી રહ્યું હતું. પણ વિચારો તો ફાસ્ટ ફોરવર્ડ માં જ ભાગતા હતા….

તળાવની બધી શીતળતા મૃગેશ ના ઓલરેડી નિસ્તેજ બનેલા શરીર માં ટ્રાન્સફર થઇ રહી હતી. અને બસ… કીલર સાયલન્સ! અવાજ જો હતો તો એ બસ પાણીમાંથી નીકળતા બબલ્સ નો હતો…..  મૃગેશના  એ છેલ્લા ઉચ્છવાસ ના કાર્બનડાયોક્સાઈડનો કે જે બસ આટલું કહી શક્યા,

“રાત દિવસ તારા માટે જાગતો ને ભાગતો,
પૂર્વ પશ્ચિમ એક રાખી સ્વપ્ન તારા રાચતો,
સ્વપ્નધ્રષ્ટા ખૂદ બનીને તુજને બસ હું ચાહતો,
આટ-આટલું પણ કરી હું બસ નિરાશા પામતો.”

Advertisements

6 thoughts on “લઘુકથા: “ફરી મળીશું?”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s