બ્રેક કે બાદ!

વૂહહ………4768 views, 27 followers,  અને આને ગણીને 41 પોસ્ટ્સ… 10 ડીસેમ્બર થી આ લખું છું ત્યાં સુધી માં….એટલે કે 15 જુલાઈ સુધી…. 219 દિવસ કહો કે 7 મહિના અને 6 દિવસ….. જે મળ્યું છે એ ખરેખર expectations થી ઘણું વધારે જ કહી શકાય મારા માટે….. થોડાક દિવસ માં 5000  હિટ્સ થશે એવી રાહ જોતો હતો…. વિચારતો હતો કૈક મસ્ત મજાનું “થેંક યુ” એક મસ્ત પોસ્ટ સાથે કરીશ…..! પણ હવે થાય છે એના માટે રાહ નહિ જોવાય! અત્યારે જ કહી દઉં…..  THANK YOU SO MUCH!!!

થેંક યુ મેં જે કઈ લખ્યું એ વાંચવા માટે, મને સપોર્ટ કરવા માટે, લખતા રહેવા નો ઉત્સાહ આપવા માટે, કેટલીક પોસ્ટ્સ અને બસ ‘નામની એવી ફક્ત કહેવાતી એવી કવિતાઓ’ ને સહન કરવા માટે!! અહી ઘણા બ્લોગ્સ પર નજર નાખતા ખબર પડી કે ગુજરાતી સાહિત્ય કેટલી મોટી વસ્તુ છે….. અને ત્યાં હું કોઈ પણ પ્રકાર ની મહેનત કર્યા વગર જ કુદી પડ્યો…. જે મન માં આવ્યું એ લખતો રહ્યો…. અને જાતે જ મને કહેતો, “મસ્ત લખ્યું વિરાજ!!”. પણ હવે જયારે બીજાઓને વાંચ્યા ત્યારે ખબર પડે છે કે મેં લખ્યું એ ખરેખર કઈ હતું જ નહિ! કોઈ પણ કામ મહેનત વગર તો નાં જ થાય ને….! બસ તો હવે એ પણ કરવી જ છે..! થોડુક(ઘણું) રીડીંગ પણ જરૂરી છે, જે કરીએ એમાં અભ્યાસ મેઈન છે! એના વગર તો એવું છે કે દિશા જોયા વગર દોડ્યા કરવું! અને જો એમ કરીશ તો બસ ગોળ ગોળ જ ફર્યે રાખીશ હું તો!

અરે હા….. મેઈન વાત તો રહી જ ગઈ…. એક્ચ્યુઅલી આ પોસ્ટ મેં એટલા માટે લખવાનું નક્કી કર્યું હતું, કે મારે હવે થોડોક ટાઈમ બ્રેક લેવો છે બ્લોગીન્ગમાંથી(ટાઈટલ તો વાંચ્યું જ હશે!!). પણ મારા માઈન્ડ નું એવું છે ને કે ગમે ત્યારે ચેન્જ પણ કરી દે disicion!  પણ બનશે ત્યાં સુધી તો ચેન્જ નહિ જ થવા દઉં. એક વર્ષ સુધી તો બ્રેક લેવાની ઈચ્છા છે જ…… પછી જોઈએ એ તો કેટલું મારું માઈન્ડ સ્ટેબલ રહે છે!

જો કે લખવાની ટેવ છોડવી તો નથી જ…… અને છૂટશે પણ નહિ. એનો બંદોબસ્ત પણ કરી જ રાખ્યો છે! એક 400 પેજ ની નોટ માં મારી ગમે તેવી ભાંગી તૂટી વાર્તાઓ અને કવિતાઓ લખવાનું ચાલુ રાખીશ. અને જયારે પણ બ્રેક પતશે, ત્યારે પોસ્ટ કરવા માંડીશ બ્લોગ પર(એમ તો નહિ છોડું તમને લોકો ને 😉 )! અને મારો જુનો બ્લોગ તો છે જ બ્લોગસ્પોટ વાળો! એ તો મારું સેન્ડબોક્સ છે….. પ્રેક્ટીસ એરિયા જ કહી દો! ઈચ્છા થશે ત્યારે ત્યાં તો લખીશ….કદાચ! 😛
ચાલો તો, ફરી મળીશું! બ્રેક કે બાદ!!! 😀 🙂 😛 😉

Advertisements

રીલેશન થી ડરે છે!

મોત થી પણ જે ના ડરતી, રિલેશનથી એ ડરે છે!
બોકડાનેય તાવ આવે એવી વાતો તું કરે છે!

એક મૉકો જે મળે છે એને તું આ મિસ્સ કરે છે,
સામેથી મળતા આ ગોલ્ડન ચાન્સ ને ડીસમીસ કરે છે.

એકઠી હિંમત કરી હું બેઠો દિલ ખોલીને આજે,
હાર્ટને તો  શૉક દેવાની તું આ સાજીશ કરે છે!

શબ્દ રચના ગોઠવીને મસ્ત માર્યું’તું પ્રપોઝલ,
માઈન્ડ પણ શરમાય એવા સામે તું લોજીક ધરે છે!

વાત તારી કઈક તો સમજાય એવી રાખવી’તી!
તારા આ સસ્પેન્સ માં ‘વિરાજ’ જો પલ-પલ મરે છે!(અઘરું કરે છે!)

પત્ર અમેઝિંગ સ્પાઈડરમેન ને!

પ્રિય અદભુત કરોળિયા-માનવ,

મેં અને મારા મિત્રએ રીસન્ટલી તમારું ચલચિત્ર “અસલી-પરિમાણ-ત્રિ-પરિમાણ”(Real -D -3D)માં  અમદાવાદના જાણીતા એવા વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ આલ્ફા વન(અહી “વન એ ‘જંગલ’ નહિ પરંતુ ‘એકડો’ દર્શાવે છે.) મૉલ સ્થિત સીનેપોલીસ થીએટર મલ્ટીપ્લેક્સ (ગુજરાતી એટલું સારું નથી, રંગમંચ કહેવાય?) માં હિન્દી ભાષા માં માણ્યું.

આપની પહેલા પણ એક વીર-કરોળિયો-જાળાવાળો આવી ગયો છે જેની આપને જાણ છે જ. તમારા અસલી નામ “પીટર પાર્કર” ની સાથે જોડાયેલા તમારા “ધ અમેઝિંગ સ્પાઈડર મેન” સિવાય બીજા ટાઈટલ્સ “ધ સ્પાઈડરમેન”, “સ્પેકટેક્યુલર સ્પાઈડરમેન”, “અલ્ટીમેટ સ્પાઈડર મેન”, “સેન્સેશનલ સ્પાઈડરમેન” ની જાણ અમારા એક મિત્ર ડૉ. શૅલ્ડન કૂપર દ્વારા થઇ, જેણે અમને પણ એક સ્પાઈડર મેન કોમિક્સ(કોમિક્સ નહિ તો કમસે કમ એક વાર્તાની સીરીઝ) શરુ કરવા માટે પ્રોત્સાહિત કર્યાં.

એ પ્રોત્સાહન અમને ઇન્ડિયન સ્પાઈડરમેન ની સ્ટોરી લખવા માટે ખેંચી ગયું. પરંતુ અમારા આશ્ચર્ય ની વચ્ચે થોડુક સર્ચ કરતા જાણ થઇ કે ઇન્ડિયન સ્પાઈડર મેન નામની કોમિક્સ પહેલે થી જ અસ્તિત્વ ધરાવે છે. પવિત્ર પ્રભાકર, મીરા જૈન, માયા આંટી, ભીમ અંકલ, નલીન ઓબેરોઈ અને હરી ઓબેરોઈ નામના પાત્રો ધોતીધારી એવા ઇન્ડિયન સ્પાઈડરમેન ના કોમિક્સ માં શામેલ છે!

પરંતુ અમે હાર ન માનતા અમારા વિચારો ને આગળ ધપાવતા ગયા. થોડું ઘણું વિચાર્યા પછી હું ગુજરાતી સ્પાઈડર મેન વિષે વાર્તા લખવાના નિષ્કર્ષ પર ઉતર્યો.પરંતુ ગુજરાત માં સ્પાઈડર મેન ને જાળા છોડીને લટકવા માટે એટલી ઉંચી ઈમારતો મળવી અઘરી છે. જો કોઈ સારા સીટીમાં ચાન્સ મળી પણ જાય તોય જ્યાં ત્યાં લટકતા વાયર ના ગૂંચળાઓમાં ભરાઈને કરંટથી મૃત્યુ થવાની શક્યતાઓ છે.ચાલો માની લઈએ કે આપણે એને શોકપ્રૂફ કપડા થી સજ્જ કરેલો છે, પરંતુ  ગુજરાતના બાળકોનો પતંગપ્રેમ સ્પાઈડર મેન ના જાળા માટે ખતરારૂપ બની શકે તેમ છે!

આટલું વિચાર્યા પછી મેં અને મારા મિત્રોએ જે આવે તે એન્જોય કરીને લખવા-બનાવવાનું પડતું મુકીને આપનો આભાર માનવાનું જ નક્કી કર્યું છે!

લી. આપનો ચાહક(fan સમજવું),
વિરાજ રાઓલ.

તા.ક. આપને એ જાણીને આનંદ થશે કે અમોને આ મુવી ની ‘ટીકીટો’ ફેસબુક દ્વારા એક સ્પર્ધા માં ‘મફત’ માં મળી હતી……થયો ને આનંદ?