બ્રેક કે બાદ!

વૂહહ………4768 views, 27 followers,  અને આને ગણીને 41 પોસ્ટ્સ… 10 ડીસેમ્બર થી આ લખું છું ત્યાં સુધી માં….એટલે કે 15 જુલાઈ સુધી…. 219 દિવસ કહો કે 7 મહિના અને 6 દિવસ….. જે મળ્યું છે એ ખરેખર expectations થી ઘણું વધારે જ કહી શકાય મારા માટે….. થોડાક દિવસ માં 5000  હિટ્સ થશે એવી રાહ જોતો હતો…. વિચારતો હતો કૈક મસ્ત મજાનું “થેંક યુ” એક મસ્ત પોસ્ટ સાથે કરીશ…..! પણ હવે થાય છે એના માટે રાહ નહિ જોવાય! અત્યારે જ કહી દઉં…..  THANK YOU SO MUCH!!!

થેંક યુ મેં જે કઈ લખ્યું એ વાંચવા માટે, મને સપોર્ટ કરવા માટે, લખતા રહેવા નો ઉત્સાહ આપવા માટે, કેટલીક પોસ્ટ્સ અને બસ ‘નામની એવી ફક્ત કહેવાતી એવી કવિતાઓ’ ને સહન કરવા માટે!! અહી ઘણા બ્લોગ્સ પર નજર નાખતા ખબર પડી કે ગુજરાતી સાહિત્ય કેટલી મોટી વસ્તુ છે….. અને ત્યાં હું કોઈ પણ પ્રકાર ની મહેનત કર્યા વગર જ કુદી પડ્યો…. જે મન માં આવ્યું એ લખતો રહ્યો…. અને જાતે જ મને કહેતો, “મસ્ત લખ્યું વિરાજ!!”. પણ હવે જયારે બીજાઓને વાંચ્યા ત્યારે ખબર પડે છે કે મેં લખ્યું એ ખરેખર કઈ હતું જ નહિ! કોઈ પણ કામ મહેનત વગર તો નાં જ થાય ને….! બસ તો હવે એ પણ કરવી જ છે..! થોડુક(ઘણું) રીડીંગ પણ જરૂરી છે, જે કરીએ એમાં અભ્યાસ મેઈન છે! એના વગર તો એવું છે કે દિશા જોયા વગર દોડ્યા કરવું! અને જો એમ કરીશ તો બસ ગોળ ગોળ જ ફર્યે રાખીશ હું તો!

અરે હા….. મેઈન વાત તો રહી જ ગઈ…. એક્ચ્યુઅલી આ પોસ્ટ મેં એટલા માટે લખવાનું નક્કી કર્યું હતું, કે મારે હવે થોડોક ટાઈમ બ્રેક લેવો છે બ્લોગીન્ગમાંથી(ટાઈટલ તો વાંચ્યું જ હશે!!). પણ મારા માઈન્ડ નું એવું છે ને કે ગમે ત્યારે ચેન્જ પણ કરી દે disicion!  પણ બનશે ત્યાં સુધી તો ચેન્જ નહિ જ થવા દઉં. એક વર્ષ સુધી તો બ્રેક લેવાની ઈચ્છા છે જ…… પછી જોઈએ એ તો કેટલું મારું માઈન્ડ સ્ટેબલ રહે છે!

જો કે લખવાની ટેવ છોડવી તો નથી જ…… અને છૂટશે પણ નહિ. એનો બંદોબસ્ત પણ કરી જ રાખ્યો છે! એક 400 પેજ ની નોટ માં મારી ગમે તેવી ભાંગી તૂટી વાર્તાઓ અને કવિતાઓ લખવાનું ચાલુ રાખીશ. અને જયારે પણ બ્રેક પતશે, ત્યારે પોસ્ટ કરવા માંડીશ બ્લોગ પર(એમ તો નહિ છોડું તમને લોકો ને 😉 )! અને મારો જુનો બ્લોગ તો છે જ બ્લોગસ્પોટ વાળો! એ તો મારું સેન્ડબોક્સ છે….. પ્રેક્ટીસ એરિયા જ કહી દો! ઈચ્છા થશે ત્યારે ત્યાં તો લખીશ….કદાચ! 😛
ચાલો તો, ફરી મળીશું! બ્રેક કે બાદ!!! 😀 🙂 😛 😉

Advertisements

6 thoughts on “બ્રેક કે બાદ!

    • સમય તો ચોક્કસ લાંબો છે, પણ હવે ટ્રાય કરી જોઉં….. અને પછી એક વર્ષ સુધી લખેલું એક વર્ષ પછી રેગ્યુલર પોસ્ટ તો કરી શકીશ! 😀 😉
      પણ બ્લોગ્સ વાંચવાનું તો કંટીન્યુ જ રહેશે…..!! 🙂

    • હાહા, ખુજલી તો મને પણ આવે છે લખવાની… પણ હવે તપસ્યા કરવામાં જ ભલાઈ છે, ફળ તો પછી મળવાનું જ છે ને 😉
      અને thank you for wishing 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s