લવ લેટર જોયો છે કોઈ દિવસ?? ♥

~>લવ લેટર જોયો છે કોઈ દિવસ??

નસીબદાર કહેવાઓ ભાઈ(જો જોયો હોય તો જ….), અમે તો લવ મેસેજીસ જ જોયા છે (અરે ભાઈ, ખુશ થઇ ને નથી કહેતો….આગળ વાંચો પહેલા…) અને એ પણ સાલા આપણા મેલ(છોકરા) ફ્રેન્ડો જ મોકલતા હોય છે! ભાઈ મોકલો એનો વાંધો નહિ, સારું જ છે, કોઈ દિવસ કદાચ મેસેજ સંઘરીએ અને ભગવાનને બહુ દયા આવી જાય અને મેળ પડે તો ગર્લફ્રેન્ડ આપી દે તો એને એ મેસેજીસ મોકલવામાં કામ લાગે…

પણ મને તો ઘણી વાર થાય છે કે આ મેસેજીસે દાટ વાળ્યો છે….. જસ્ટ ઈમેજીન અ સીનારીઓ! બે ફ્રેન્ડ્સ છે.. બેઉ સિંગલીયા…. આવા મેસેજીસ મોકલી મોકલીને મેસેજ ની સ્કીમો વાપરે રાખે…. અને એક બીજાના જ પ્રેમ માં આવા મેસેજીસ ના લીધે પડી જાય (યક….બટ આમાં તો પડી ગયા જ કહેવાય!) …..! ત્યારે તો ભલભલા થી કહેવાઈ જાય તારી ભલી (ના) થાય એસ.એમ.એસ. ના ઇન્વેન્ટર!  તમારુંય ધ્યાન તો ગ્યું જ હશે ને એ બાજુ…..કે જ્યાર થી આ ઇન્ટરનેટ અને મોબાઈલો ના યુઝ વધ્યા ત્યાર થી આ હોમો પરિવાર મોટા થતા ગયા..!

~>અરે આ બધી તો બસ ગમ્મત ની વાતો થઇ, ખરી વાત તો મારે લવ લેટર્સ ની  જ કરવી છે(ચાલો હવે થોડોક રોમેન્ટિક મુડ લાવી દો.. 😉 )

મેં તો આજ સુધી કોઈને લવ લેટર લખ્યો નથી, ના તો મને કોઈએ લખ્યો છે (જુઓ ભાઈ, ખાનગી વાત જાહેર કરું છું…સાચે સાચી!)…. પણ પેલું કહે છે ને, “લગ્ન નથી થયા પણ જાન તો મ્હાલી છે!” (એટલે કોઈના લેટર્સ વાંચ્યા હોય એવુંય ના સમજતા પાછા!) એના જેવું જ લવ લેટર્સ વિષે ઘણું ઘણું સાંભળ્યું છે, ઘણું ઘણું જોયું છે(થેન્ક્સ ટુ મુવીઝ, સીરીઅલ્સ એન્ડ નોવેલ્સ).

હવે ઈમેજીનેશન કર્યા વગર મારો બ્લોગ વાંચવું થોડું અઘરું કામ છે…. હું થોડી થોડી વારે કહેતો રહીશ “જસ્ટ ઈમેજીન”(કોઈ મુવી માં આવતું હતું ને આવું કઈક?)…..

સો…..જસ્ટ ઈમેજીન…. તમારી રોજની બેસવાની જગ્યા(ઓફીસમાં, ક્લાસમાં, ડેસ્ક પર, કેબીન માં ઓર લાયબ્રેરીની તમારી જગ્યા….) પર એક બુક પડી છે. આજુ બાજુ એનો કોઈ માલિક દેખાતો નથી, બુકમાંથી કોઈ સ્પેશ્યલ સ્મેલ આવે છે અને કાગળ જેવી વસ્તુ કોઈ પેજ ની બહાર ડોકાચીયા કાઢીને તમને એને ખેંચવા માટે ઈશારો કરી રહ્યું છે…..તમે એ પેજ ખોલો છો, ત્યાં એક ગુલાબી શેડ વાળો કાગળ ફોલ્ડ કરેલી હાલતમાં પડ્યો છે…. પેજ ખોલતા જ તમારી આજુ બાજુ ના લોકો નું ધ્યાન તમારી બાજુ જાય છે, એમાં થી આવતી સરસ મજાની સોડમ-સુગંધ-સ્મેલ-ફ્રેગરન્સ ના લીધે!  તમે થોડું અજીબ ફિલ કરો છો પણ અત્યારે તમારું પૂરે પૂરું ધ્યાન એ પેપર નોટ તરફ છે. તમે સમજી તો ગયા જ હશો કે ભાઈ લવ લેટર(♥) છે…..પણ હવે કોણે લખ્યો છે, કોના માટે લખ્યો છે એ તમને હજુ પણ ખબર નથી, તમને વિચાર આવે છે કે કદાચ કોઈ બીજા માટે લખ્યો હોય ને ભૂલ થી તમારા હાથ માં આવી ગયો છે! તો પણ તમારી અંદર નો પેલો અધીરીયો માણસ રેડ કલરના હાર્ટ શેપના સ્ટીકરને ઉખાડીને  એ નોટના ફોલ્ડ્સ ઓપન કરે છે અને (ભડામ!) અંદર તમારું જ નામ લખ્યું છે….. યેસ, ઇટ્સ અ લવ લેટર રીટન ફોર યુ, યોર ફર્સ્ટ લવ લેટર!!

થયા ને ગલગલીયા આટલું વાંચી ને? (જો ના થયા હોય તો ભાઈ કા તો તમે આ બધા થી ટેવાઇ ગયા છે કા તો તમારી ઉમર હવે માળા પકડી ને બેસવાની થઇ ગઈ છે…જે શી ક્રશ્ન!). ભાઈ આ કોઈ મારો પર્સનલ એક્સપીરીયન્સ તો નથી પણ કોઈને પણ ઈચ્છા થઇ જાય કે કાશ એવો એક્સપીરીયન્સ એમને પણ થાય! જો કે એવું પણ નથી કે આજ કાલ લવ લેટર્સ સાવ જ બંધ થઇ ગયા છે, એ રીત હજુ પણ એકદમ સ્વીટ એન્ડ સ્પાઈસી એવી ખટ્ટ-મીઠ્ઠી(!!) ગણાય જ છે અને આ રીત ચાલુ હોય તો પણ કઈ જાહેર થોડી પડે!! એ લેટર્સ તો એક સરસ મજાની પર્સનલ ડાયરી ના પત્તાઓ ની વચ્ચે અથવા તો એક મસ્ત રીતે સજાવેલા પર્સનલ (લવ)લેટરબોક્સ માં સાચવીને મુકેલા હોય ને! એમ તો કઈ દુનિયા ની સામે થોડા મૂકી દેવાય! પણ હા, આ બધું ઓછું જરૂર થઇ ગયું છે….

હમણા જ એક દિવસ ટીવી પર “ચમેલી કી શાદી” મુવી જોતો હતો, એમાં અનીલ કપૂર(ચરનદાસ) લવ લેટર્સ અમઝદખાન(એડવોકેટ હરીશ) ની હેલ્પ થી લખાવે છે અને મોહલ્લાના એક ટેણીયા જોડે અમ્રિતાસિંહ (ચમેલી) ને મોકલાવે છે, સામે ચમેલી પણ તેની સખીની હેલ્પ થી આવા જ લેટર્સ મોકલાવે છે અને તેમનો પ્રેમ ચાલી નીકળે છે! હવે એવા કામચલાઉ પોસ્ટમેન જેવા ટેણિયાઓ થી કામ કરાવવામાં આપણી જનરેશન તો નાં જ માને! એની કરતા એકાદ ફ્રેન્ડ ને જોડે રાખીને (ઓપ્શનલ છે) ડાયરેક્ટ નંબર માંગીને બાકીનું કામ મેસેજીસ થી કરવામાં સેફ લાગે! પછી તો જે થવું હોય એ થાય…. બાકી ફેસબુક તો છે જ!!(ચમેલી કી શાદી જોઇને જ આ પોસ્ટ લખવાનો પહેલો વિચાર આવ્યો હતો!)

પણ મેઈન તો આ પોસ્ટ લખવાનું રીઝન એ છે કે મેં ડીસાઈડ કર્યું હતું કે જયારે પણ બ્લોગ માં લખવાનું ફરી થી સ્ટાર્ટ કરીશ ત્યારે કઈક તો નવું લઇને જવું જ છે, આ શું દરેક વખતે બોરિંગ અછન્દાસ પોએમ્સ એન્ડ ટીપીકલ સ્ટોરીઝ!! [ એ તો ચાલુ રહેશે જ 😉 પણ ] કઈક નવું એડ કરવા માટે જ ખાસ આ પોસ્ટ મુકવાનો વિચાર આવ્યો હતો. લખ્યા વગર મારાથી રહેવાશે નહિ એ તો મને પણ ખબર પડી જ ગઈ…. જો ઈમ્પૃવમેન્ટ ની વાત છે તો એ તો લખતા લખતા થવાનું જ છે (દિલ બહેલાને કે લીએ…. 😉 )!! અરે હા…. બેક ટુ ધ પોઈન્ટ આવીએ તો હું વાત કરતો હતો કઈક નવું એડ કરવાની….. એન્ડ એ છે નવી કેટેગરી…. ધેટ ઈઝ “લવ લેટર્સ”! જુદા જુદા ફ્રી-સ્ટાઈલ લવ લેટર્સ લખવાની ઈચ્છા થઇ…. હવે કાગળ પર લખું ને કોઈના હાથ માં આવી જાય (અને પેરેન્ટ્સ નો માર પડે અથવા કોઈ મારા પ્રેમ માં પડી જાય! 😉 ) એવા રિસ્ક લીધા વગર બ્લોગ પર લખવું વધારે સેફ એન્ડ બેટર લાગ્યું મને. લવ લેટર લખવાની મારી ઈચ્છા પૂરી થાય અને લોકો ને હેલ્પ જોઈતી હોય તો એ પણ મળી જાય….. 😉

તો આ વખતે તો બસ આટલું જ લખું છું…. લવ લેટર્સ માટે વાંચતા રહો મારો બ્લોગ!

~~~~>”(કૌંસ માં)”

{[( બ્લોગ પર એક વર્ષ સુધી નહિ આવવાનો નિર્ણય ૧ મહિના જેટલું પણ ટક્યો નહિ! હવે મારે ખુશ થવું કે દુખી?! (ખુશ એટલા માટે કે મને લખવું ગમે છે 🙂 અને દુખી એટલા માટે કેમ કે હું મને આપેલા પ્રોમિસ પણ પાળી નથી શકતો 😦 ) પણ ચાલો જે થાય એ સારા માટે જ થાય છે. ૧ મહિનામાં પણ ઘણું બધું રીડીંગ કર્યું…. કદાચ એના વગર આટલું બધું લખી તો ના જ શક્યો હોત! અને રહી વાત મારી અધુરી રહી ગએલી કેટલીક સ્ટોરીઝની, તો એ હવે ક્યારે પૂરી કરીશ એ મને પણ નથી ખબર(એના માટે એનું ટાઈટલ પણ જવાબદાર હોઈ શકે-“અધુરી -પૂરી લવ સ્ટોરી!” 😛 )!!

અને હા….. મેઈન વાત!! ૫૦૦૦ વ્યુવ્ઝ કમ્પ્લીટ થયા એ માટે થેન્ક્સ ટુ એવરીવન!!!

જો કે લખવાનું બંધ નથી કર્યું પણ કદાચ ફ્રિકવન્સી ઓછી થઇ શકે છે.

હવે કૌંસ ની અંદર બહુ વાતો ના થાય… સો ફિર મિલેંગે ચલતે ચલતે 😀 )]}

Advertisements

20 thoughts on “લવ લેટર જોયો છે કોઈ દિવસ?? ♥

 1. જેમ કોઈ મસ્ત વાનગી જોઇને મોંમાં પાણી આવી જાય , તેવી રીતે લવ લેટર – લવ લેટર વાંચીને આંખોમાં પાણી આવી ગયા ! , અમને ય કોઈ નથી લખતું પણ કઈ વાંધો નહિ લગ્ન બાદ એની પાસેથી પરાણે લખાવી લઈશ , હી હી . . : ) { હા પાછું પરાણે પ્રીત નો થાય , પણ પરાણે લખાવી શકાય ! }

  વેલકમ બેક ઇન બ્લોગ વર્લ્ડ .

 2. લે મુકેશ જોશીના શબ્દો:

  અમે કાગળ લખ્યોતો પહેલ વહેલો છાનો છપનો કાગળ લખ્યોતો પહેલ વહેલો
  કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળયાતા ફાગણ જ્યાં મલક્યોતો પહેલો…. છાનો છપનો
  સંબોધન જાણે કે દરિયાના મોજાઓ આવી આવી ને જાય તૂટી
  સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે કાગળમાં એક ચીજ ખુટી
  નામજાપ કરવાની માળા લૈ બેઠાને પહેલો મણકો જ ના ફરેલો ..છાનો છપનો
  પહેલા ફકરાની એ પહેલી લીટી તો ામે જાણી બુજીને લખી ખાલી
  બીજામાં પગરણ જયાં માંડ્યા તો લજ્જાએ પાચે આંગળીઓને જાલી
  કોરો કટ્ટાક મારો કગળ વહી જાય બેક લાગણીના ટીપા તરસેલો…છાનો છપનો
  ત્રીજામા એમ થયુ લાવ લખી નાખીઅએ ાહિયાં મજામાં સહુ ઠીક છે
  તો અદરથી ચૂંટી ખણીને કોઇ બોલ્યુ કે સાચુ લખવામા શુ બીક છે
  હોઠ ૂપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની ચોકિયાત એક ત્યા ઉભેલો…છાનો છપનો
  લખિતંગ લખવાની જગ્યાઅએ ોચિંતુ આંખેથી ટપક્યુ રે બિંદુ
  પળમા તો કાગળ પર માય નહી એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ
  મોગરનુ ફૂલ એક મૂકીને મહેકંતા શ્વાસ સાથ કાગળ બિડેલો. છાનો છપનો.

 3. વેલકમ બેક..પાછા આવ્યા અને આ નવું લાવ્યા તે ગમ્યું..

  પ્રેમ પત્રો લખવા જેટલી અક્કલ મારામાં પહેલા પણ નહોતી (મતલબ કે આજેય નથી.) પણ…. કોઇ છોકરી પાસેથી તેને મેળવવામાં નસીબદાર ચોક્કસ બન્યા છીએ… (યે અંદર કી બાત હૈ..)

  હા, પ્રેમ પડવામાં રિસ્ક ખરું… પણ રિસ્ક વગરની દુનિયા સાવ શુષ્ક છે એટલે જાતે પડો કે કોઇ તમને ખેંચીને અથવા ધક્કો મારીને પ્રેમમાં પાડે એવી અમારી આશા. (કદાચ એ બહાને થોડા વધારે પ્રેમભર્યા ♥-લેટર લખી શકાશે !!!! 🙂 )

  • ~>આમ તો મેં પેલું “સુબહ કા ભૂલા…..” જેવું કર્યું…. એટલે ગયા વગર પાછો આવ્યો કહેવાઉં… 😛
   ~>લવ-લેટર મળ્યો છે તો તમે ખરેખર નસીબદાર તો કહેવાઓ જ!
   ~>અને પેલા ધક્કા માટે તો હવે રાહ જ જોવી પડશે….! 😉

 4. aa love letter electronic key padthi nathi lakhata ane lakhva mate ek saras majani dayari pan rakhavi pade ( shayari utareli hoy to tapkavva ) mate etle e manviy sparshthi kalam thi lakhay chhe etle j sachukala lage chhe ane enu aayushy pan s m s karta vadhu hoy chhe ..mane lekh gamyo …..biju to kain nahin pan kagal ane kalamno prem jagrut thay …. 🙂 🙂

  • એકદમ સાચી વાત છે એ તો, કાગળ અને કલમ જેવી મજા કી-બોર્ડ અને સ્ક્રીન માં નથી……

   જો કે મારા જેવા (ખરાબ અક્ષર વાળા) લોકો માટે તો આ કમ્યુટર વાળા લવ-લેટર્સ આશીર્વાદ સમાન જ છે….. 😀 (પણ સામે લાગણીઓને અક્ષરથી ના તોલાય એ વાત તો છે જ…..)

 5. લવ લેટર એટલે બુક ના પન્ના ની કતલ
  એક ફાડી બીજા માં લાખો,બીજું ફાડી ત્રીજા માં
  લવ લેટર એટલે ઓછા માં ઘણું કહી જતા સબ્દો…
  આને બે સબ્દો વચ્ચે ની સંવેન્દના

 6. અતી ઉત્તમ, અને ખાસ તો તમારી આ વાત મને બહું જ ગમી

  ” કઈક તો નવું લઇને જવું જ છે, આ શું દરેક વખતે બોરિંગ અછન્દાસ પોએમ્સ એન્ડ ટીપીકલ સ્ટોરીઝ!!”

  હું પણ ખરેખર બોર થૈ ગયો છુ લોકોની કવીતાઓ અને કોપી પેસ્ટેડ બ્લોગ્સથી. કવીતાનું તો ઠીક છે, જોતાની સાથે જ ખબર પડી જાય. પણ લેખ તો આખો વાંચ્યા પછી છેતરાયાની લાગણી થાય, અને ઘણૉ સમય બગડે છે.

  • સૌથી પહેલા તો થેંક યુ ફોર રીડીંગ 🙂

   અને હા, કોપી-પેસ્ટ નો તો હું પણ વિરોધી છું જ…. કોપી-પેસ્ટ કરે એનો વાંધો નહિ પણ વિથ પરમીશન અને વિથ કર્ટસી(ક્રેડીટ) કરે તો તો સારું જ છે ને!

   અને કવિતાઓ નું તો એવું છે કે (મારા જેવા લોકો ) બોર્ડમ થી બચવા માટે લખી દેતા હોય છે.
   અને (કોપી કર્યા વગર) જેવું ફાવે તેવું મૌલિક લખે એ સારું જ છે, અને “પૂછતાં પંડિત થાય” ની જેમ “લખતા લેખક( લેખક નહિ તો મારી જેમ “ન્યુ-બી બ્લોગર” ) થઇ જ જવાય” 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s