કઈ નથી આજે, જવા દો જવા દો…(બરફી!)

ઘણા દિવસ થી કઈ નવું પોસ્ટ કરવા માટે ગુગલ ટ્રાન્સલીટ્રેશન ઓપન કરી ને કોઈક નહિ ને કોઈક સબ્જેક્ટ પર લખવાનું ચાલુ કરી દઉં છું, થોડી ઘણી લાઈન્સ લખું પણ છું અને બસ! કઈક નહિ ને કઈક નડી જ જાય છે….(ઈવન આ લખતા લખતા પણ પાછો બીજી જગ્યાએ પહોંચી ગયો હતો….કઈ નહિ, હવે આવી ગયો પાછો…;) ) હા તો…. કઈક નહિ ને કઈક નડી જાય છે….અને એ બીજું કઈ નહિ પણ મારું મન છે….એક જગ્યા એ ટકી ને બેસતું નથી, જો કે દર વખતે મારો વાંક નથી હોતો(સાચ્ચે!) જેમ કે આજે સવારે જ રણબીર કપૂર પર બ્લોગ-પોસ્ટ લખવા બેઠો અને એક ફ્રેન્ડના આવવાના લીધે એ કામ ને pause કરીને ફ્રેન્ડ જોડે “કોડીંગ” કરવા બેસી ગયો! એના ગયા પછી ફરી પાછો લખવા બેઠો તો એના વિષે સ્પેશ્યલ પોસ્ટ ફરી ક્યારેક લખવા માટે ના ઘણા બધા રીઝન્સ મને મારું જ માઈન્ડ આપવા માંડ્યું!

ગઈ કાલે એક પોએમ લખવા બેઠો, પણ પેલું પિચ્ચરોમાં કેહ ને એમ, “પાપી પેટ નડી ગયું!”….. લખતા લખતા ભૂખ નડી, બોલો!(બોલતા નહિ, આમેય સંભળાશે નહિ, આ તો બસ આવું કહેવું પડે ) અને પાછો પેટ-પૂજા પતાવી ને આવ્યો તો પોએમ આગળ જ ના વધી…! પોએમ પણ “આળસ” પર લખવા બેઠો હતો હું! (ફરી થી લખતા લખતા બીજો બ્લોગ વાંચવા બેસી ગયો! 😛 )
એના આગળ ના દિવસે વળી મારા ફેવરીટ સિંગર વિશે લખવા બેઠો હતો, પણ હમણા થોડા દિવસ પછી એમનો બર્થ-ડે આવે જ છે તો વિચાર્યું કે એજ દિવસે પોસ્ટ કરીશ…. ટૂંક માં એ પણ અધૂરું જ છોડ્યું!

હવે ભાઈ થયું એવું, કે લખવાની ચઢી ચાનક ને લખવા માટે કઈ મળ્યું નહિ, પછી થયું કદાચ કમ્પ્યુટર પર લખું છું એટલે એવું થતું હશે, તો પાછો નોટમાં સ્ટોરી લખવા બેઠો, એય લખાઈ તો ગઈ પણ હવે કમ્યુટર માં કોણ ઉતારવા બેસે પાછું!(આળસ…! 😦 )
બસ પછી તો થયું કે હવે ગમ્મે તે થાય, જ્યાં સુધી નહિ લખાય ત્યાં સુધી ઝંપી ને બેસીશ નહિ ને પૂરું કરું ના ત્યાં સુધી ઉન્ઘીશ પણ નહિ…..(આ અત્યારે ૧૧:૩૦ થયા છે રાત ના)…. પણ હવે લખવું શું એ પણ વિચારવું તો પડે જ ને? (અશોકજી દવે એ શીખવાડ્યું છે કે આવા પ્રશ્નોનો જવાબ તરત “ના” માં આપી દેવાનો, તો જવાબ : “ના”)

બસ તો વિચાર્યા વગર જ લખવાનું ચાલુ કરી દીધું, અને હજુય ચાલ્યે જ રાખે છે….
પણ હવે વિચારું છું કે સાવ આવુંય ના કરાય, કઈક તો લખવું જ પડે ને!
ચાલો તો પેલું રણબીર કપૂર નું લખવાનો હતો એનો થોડોક સારાંશ જ લખી દઉં (બરફી ના મુડ માં છું આજકાલ! 😉 )
અરે હા….. પાછું યાદ આવ્યું, ફ્રેન્ડ આવ્યો એટલે લખવાનું નહોતું અટક્યું, લખતા લખતા ખાવા માટે બરફી લેવા જતો રહ્યો હતો હું(પાછું લખવા થાય ને કે “જુઓ, બરફી ખાતા ખાતા બરફી નો રીવ્યુ આપું છું!” :D)!
અને બીજું રીઝન એ પણ હતું કે બરફી ના રિવ્યુઝ આજ-કાલ બધા જ આપતા હતા તો થયું કઈ નવું ના લાગે, પણ હવે નવું ને જુનું, આપણે શું?! આપણે તો લખવાથી મતલબ, બરાબર ને? (હા…એકદમ! 😉 )

ઓકે તો હવે રણબીરભાઈ ૨૦૦૭ માં “સાવરિયા” માં પેહલી વાર ડોકાણા…. લોકોમાં (પહેલું મુવી રીલીઝ થયા પહેલા જ ) ઘેલું કર્યું! જબરો ફેન-ગણ બનાવ્યો, અને એક સુપર-ફ્લોપ મુવી આપ્યું, જે મને તો ખરેખર ગમ્યું હતું! બસ પછી તો ધના ધન મુવીઝ મળવા લાગ્યા…. અને પછી ૨૦૦૯ માં આવ્યું “વેક અપ સિદ”, જેણે મને બનાવ્યો રણબીર નો ફેન…. એજ વર્ષ માં રીલીઝ થયું “અજબ પ્રેમ કી ગજબ કહાની” જે હજુ પણ જેટલી વાર ટીવી માં આવે એટલી વાર જોઇને પણ મને કંટાળો નથી આવતો! પછી તો “રોકેટસિંહ” અને “રોકસ્ટાર” જેવા ઓવ્સમ મુવીઝ આપીને ૧૪ સપ્ટેમ્બરે રીલીઝ થયું “બરફી!” જેનું ટ્રેલર મેં Full HD માં સેવ કરીને મારા કમ્યુટર માં રાખ્યું છે(પહેલી વાર કોઈ ટ્રેલર સેવ કર્યું છે ભાઈ!)

“અન્જાના-અન્જાની” વાળા જ પ્રિયંકા અને રણબીર આ મુવી માં છે એ તમે બરફી જોતી વખતે ચોક્કસ ભૂલી જ જાઓ, પૂરી રીતે મુવી માં ઓગળી જાઓ એવું પીક્ચારાઈઝેશન, સીનેમેટ્રોગ્રાફી, ડાઈરેક્શન, જબરદસ્ત-જોરદાર-જાલિમ એવી દરેક એક્ટર્સની એક્ટિંગ, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એવું પ્રીતમનું મ્યુઝીક….! ઓછામાં ઓછા ડાયલોગ છતાં એક્ટિંગ અને મ્યુઝીક થી જકડી રાખતું આ વારે-વારે જોવા જેવું મુવી છે! “ફેરારી કી સવારી” પછી ફરી એક વાર મારા ગમતા મુવીઝ ના લીસ્ટ માં એક વધારો થયો….!

બસ, મુવી વિશે આટલું જ……
અને આ પોસ્ટ માં પણ હવે આટલું જ…..
બાર તો વાગી જ ગયા છે…. હવે કાલે પાછું વહેલા ઊઠવાનું છે, શીડ્યુલ ના બાર વાગે એ પહેલા જ ઊંઘી જાઉં…. 😉
ચાલો તો વાંચતા રહો, કમેન્ટ કરતા રહો અને લાઈફ એન્જોય કરતા રહો….!!
ફિર મિલેંગે ચલતે ચલતે…..!!

કૌંસ માં :~
{[(
આ પોસ્ટ ખાલી એટલું કહેવા માટે લખવાનો હતો કે ભાઈ હમ અભી ઝીંદા હૈ!(આઈ મીન બ્લોગ-વર્લ્ડ માં…. આમ તો ઘણું લખેલું છે, પણ ટાઈમ આવે પોસ્ટ કરીશ…. 😀 )
આજે કૌંસ માં બસ આ મસ્ત મજાનું સોંગ છે એ સાંભળો, just a random (one of my favourites) song…..


)]}

Advertisements

પોએમ લખવા મેં તને વિચારી! ♥

પોએમ લખવા મેં તને વિચારી,
પણ વિચારોએ તો ગુટલી મારી!
પોએમ તો સાઈડ ટ્રેકમાં ઘુસી,
ને બાજુમાં બત્તી થઇ ગુલ મારી!

ખોવાયેલો સપને ક્યાં હું પોન્ચ્યો
લઈને તને, સાથે શાહી સવારી!
શાહી રાખી હતી દાવત મેં ત્યાં તો,
વ્હાલની ડીશ હતી પ્રીતે વઘારી!

માણીને બેઠા એ પ્રેમ આપણે તો,
મુખ્વાસમાં લેતા પ્રેમની સોપારી,
સાંજની મુલાકાતે નીકળ્યા હતા
જોવા ક્લાઉડ્સની ગોલ્ડન કિનારી,

એટલામાં જ વરસ્યા એ વાદળ,
દાખવી ગયા મને મારી લાચારી.
ભીંજાયો લાગણીએ બોલી ગયો હું,
“કાવ્ય માટે પણ ક્યાં તને વિચારી!?!”

જાણે છે? સહેલું નથી હોતું એ તો,
આ તો દિલે પથ્થર મૂકી વિસારી(?),
તો પણ સીમિત રહ્યો તારા સુધી હું,
સૃષ્ટિ વિચારોની મેં જયારે વિસ્તારી!

~વિરાજ

પોએટિક કૌંસ :~
{[(
ટૂંક માં પોએમની તે ફેરવી પથારી! 😦
)]}