પોએમ લખવા મેં તને વિચારી! ♥

પોએમ લખવા મેં તને વિચારી,
પણ વિચારોએ તો ગુટલી મારી!
પોએમ તો સાઈડ ટ્રેકમાં ઘુસી,
ને બાજુમાં બત્તી થઇ ગુલ મારી!

ખોવાયેલો સપને ક્યાં હું પોન્ચ્યો
લઈને તને, સાથે શાહી સવારી!
શાહી રાખી હતી દાવત મેં ત્યાં તો,
વ્હાલની ડીશ હતી પ્રીતે વઘારી!

માણીને બેઠા એ પ્રેમ આપણે તો,
મુખ્વાસમાં લેતા પ્રેમની સોપારી,
સાંજની મુલાકાતે નીકળ્યા હતા
જોવા ક્લાઉડ્સની ગોલ્ડન કિનારી,

એટલામાં જ વરસ્યા એ વાદળ,
દાખવી ગયા મને મારી લાચારી.
ભીંજાયો લાગણીએ બોલી ગયો હું,
“કાવ્ય માટે પણ ક્યાં તને વિચારી!?!”

જાણે છે? સહેલું નથી હોતું એ તો,
આ તો દિલે પથ્થર મૂકી વિસારી(?),
તો પણ સીમિત રહ્યો તારા સુધી હું,
સૃષ્ટિ વિચારોની મેં જયારે વિસ્તારી!

~વિરાજ

પોએટિક કૌંસ :~
{[(
ટૂંક માં પોએમની તે ફેરવી પથારી! 😦
)]}
Advertisements

4 thoughts on “પોએમ લખવા મેં તને વિચારી! ♥

  1. સાંજની મુલાકાતે નીકળ્યા હતા
    જોવા ક્લાઉડ્સની ગોલ્ડન કિનારી,
    ગજબ લખ્યું પણ હો
    મને ઊંડી ઊંડી વાત ગળે ના ઉતરે પણ સીધી સાદી વાત ઊંડો અર્થ કહી જાય એમાં મજા આવે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s