કઈ નથી આજે, જવા દો જવા દો…(બરફી!)

ઘણા દિવસ થી કઈ નવું પોસ્ટ કરવા માટે ગુગલ ટ્રાન્સલીટ્રેશન ઓપન કરી ને કોઈક નહિ ને કોઈક સબ્જેક્ટ પર લખવાનું ચાલુ કરી દઉં છું, થોડી ઘણી લાઈન્સ લખું પણ છું અને બસ! કઈક નહિ ને કઈક નડી જ જાય છે….(ઈવન આ લખતા લખતા પણ પાછો બીજી જગ્યાએ પહોંચી ગયો હતો….કઈ નહિ, હવે આવી ગયો પાછો…;) ) હા તો…. કઈક નહિ ને કઈક નડી જાય છે….અને એ બીજું કઈ નહિ પણ મારું મન છે….એક જગ્યા એ ટકી ને બેસતું નથી, જો કે દર વખતે મારો વાંક નથી હોતો(સાચ્ચે!) જેમ કે આજે સવારે જ રણબીર કપૂર પર બ્લોગ-પોસ્ટ લખવા બેઠો અને એક ફ્રેન્ડના આવવાના લીધે એ કામ ને pause કરીને ફ્રેન્ડ જોડે “કોડીંગ” કરવા બેસી ગયો! એના ગયા પછી ફરી પાછો લખવા બેઠો તો એના વિષે સ્પેશ્યલ પોસ્ટ ફરી ક્યારેક લખવા માટે ના ઘણા બધા રીઝન્સ મને મારું જ માઈન્ડ આપવા માંડ્યું!

ગઈ કાલે એક પોએમ લખવા બેઠો, પણ પેલું પિચ્ચરોમાં કેહ ને એમ, “પાપી પેટ નડી ગયું!”….. લખતા લખતા ભૂખ નડી, બોલો!(બોલતા નહિ, આમેય સંભળાશે નહિ, આ તો બસ આવું કહેવું પડે ) અને પાછો પેટ-પૂજા પતાવી ને આવ્યો તો પોએમ આગળ જ ના વધી…! પોએમ પણ “આળસ” પર લખવા બેઠો હતો હું! (ફરી થી લખતા લખતા બીજો બ્લોગ વાંચવા બેસી ગયો! 😛 )
એના આગળ ના દિવસે વળી મારા ફેવરીટ સિંગર વિશે લખવા બેઠો હતો, પણ હમણા થોડા દિવસ પછી એમનો બર્થ-ડે આવે જ છે તો વિચાર્યું કે એજ દિવસે પોસ્ટ કરીશ…. ટૂંક માં એ પણ અધૂરું જ છોડ્યું!

હવે ભાઈ થયું એવું, કે લખવાની ચઢી ચાનક ને લખવા માટે કઈ મળ્યું નહિ, પછી થયું કદાચ કમ્પ્યુટર પર લખું છું એટલે એવું થતું હશે, તો પાછો નોટમાં સ્ટોરી લખવા બેઠો, એય લખાઈ તો ગઈ પણ હવે કમ્યુટર માં કોણ ઉતારવા બેસે પાછું!(આળસ…! 😦 )
બસ પછી તો થયું કે હવે ગમ્મે તે થાય, જ્યાં સુધી નહિ લખાય ત્યાં સુધી ઝંપી ને બેસીશ નહિ ને પૂરું કરું ના ત્યાં સુધી ઉન્ઘીશ પણ નહિ…..(આ અત્યારે ૧૧:૩૦ થયા છે રાત ના)…. પણ હવે લખવું શું એ પણ વિચારવું તો પડે જ ને? (અશોકજી દવે એ શીખવાડ્યું છે કે આવા પ્રશ્નોનો જવાબ તરત “ના” માં આપી દેવાનો, તો જવાબ : “ના”)

બસ તો વિચાર્યા વગર જ લખવાનું ચાલુ કરી દીધું, અને હજુય ચાલ્યે જ રાખે છે….
પણ હવે વિચારું છું કે સાવ આવુંય ના કરાય, કઈક તો લખવું જ પડે ને!
ચાલો તો પેલું રણબીર કપૂર નું લખવાનો હતો એનો થોડોક સારાંશ જ લખી દઉં (બરફી ના મુડ માં છું આજકાલ! 😉 )
અરે હા….. પાછું યાદ આવ્યું, ફ્રેન્ડ આવ્યો એટલે લખવાનું નહોતું અટક્યું, લખતા લખતા ખાવા માટે બરફી લેવા જતો રહ્યો હતો હું(પાછું લખવા થાય ને કે “જુઓ, બરફી ખાતા ખાતા બરફી નો રીવ્યુ આપું છું!” :D)!
અને બીજું રીઝન એ પણ હતું કે બરફી ના રિવ્યુઝ આજ-કાલ બધા જ આપતા હતા તો થયું કઈ નવું ના લાગે, પણ હવે નવું ને જુનું, આપણે શું?! આપણે તો લખવાથી મતલબ, બરાબર ને? (હા…એકદમ! 😉 )

ઓકે તો હવે રણબીરભાઈ ૨૦૦૭ માં “સાવરિયા” માં પેહલી વાર ડોકાણા…. લોકોમાં (પહેલું મુવી રીલીઝ થયા પહેલા જ ) ઘેલું કર્યું! જબરો ફેન-ગણ બનાવ્યો, અને એક સુપર-ફ્લોપ મુવી આપ્યું, જે મને તો ખરેખર ગમ્યું હતું! બસ પછી તો ધના ધન મુવીઝ મળવા લાગ્યા…. અને પછી ૨૦૦૯ માં આવ્યું “વેક અપ સિદ”, જેણે મને બનાવ્યો રણબીર નો ફેન…. એજ વર્ષ માં રીલીઝ થયું “અજબ પ્રેમ કી ગજબ કહાની” જે હજુ પણ જેટલી વાર ટીવી માં આવે એટલી વાર જોઇને પણ મને કંટાળો નથી આવતો! પછી તો “રોકેટસિંહ” અને “રોકસ્ટાર” જેવા ઓવ્સમ મુવીઝ આપીને ૧૪ સપ્ટેમ્બરે રીલીઝ થયું “બરફી!” જેનું ટ્રેલર મેં Full HD માં સેવ કરીને મારા કમ્યુટર માં રાખ્યું છે(પહેલી વાર કોઈ ટ્રેલર સેવ કર્યું છે ભાઈ!)

“અન્જાના-અન્જાની” વાળા જ પ્રિયંકા અને રણબીર આ મુવી માં છે એ તમે બરફી જોતી વખતે ચોક્કસ ભૂલી જ જાઓ, પૂરી રીતે મુવી માં ઓગળી જાઓ એવું પીક્ચારાઈઝેશન, સીનેમેટ્રોગ્રાફી, ડાઈરેક્શન, જબરદસ્ત-જોરદાર-જાલિમ એવી દરેક એક્ટર્સની એક્ટિંગ, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એવું પ્રીતમનું મ્યુઝીક….! ઓછામાં ઓછા ડાયલોગ છતાં એક્ટિંગ અને મ્યુઝીક થી જકડી રાખતું આ વારે-વારે જોવા જેવું મુવી છે! “ફેરારી કી સવારી” પછી ફરી એક વાર મારા ગમતા મુવીઝ ના લીસ્ટ માં એક વધારો થયો….!

બસ, મુવી વિશે આટલું જ……
અને આ પોસ્ટ માં પણ હવે આટલું જ…..
બાર તો વાગી જ ગયા છે…. હવે કાલે પાછું વહેલા ઊઠવાનું છે, શીડ્યુલ ના બાર વાગે એ પહેલા જ ઊંઘી જાઉં…. 😉
ચાલો તો વાંચતા રહો, કમેન્ટ કરતા રહો અને લાઈફ એન્જોય કરતા રહો….!!
ફિર મિલેંગે ચલતે ચલતે…..!!

કૌંસ માં :~
{[(
આ પોસ્ટ ખાલી એટલું કહેવા માટે લખવાનો હતો કે ભાઈ હમ અભી ઝીંદા હૈ!(આઈ મીન બ્લોગ-વર્લ્ડ માં…. આમ તો ઘણું લખેલું છે, પણ ટાઈમ આવે પોસ્ટ કરીશ…. 😀 )
આજે કૌંસ માં બસ આ મસ્ત મજાનું સોંગ છે એ સાંભળો, just a random (one of my favourites) song…..


)]}

Advertisements

6 thoughts on “કઈ નથી આજે, જવા દો જવા દો…(બરફી!)

 1. મને તો લાગે છે આ બીમારી સ્વાઈન ફ્લુ જેમ ની આપડી નાત મા ફેલાતી લાગે છે..
  જે તમારી પ્રોબ્લમ છે એજ મારી પ્રોબ્લમ છે(આવ ભઈ સરખા,આપડે બંને બ્લોગરીયા)
  લખવા બેસો તો કઈ ના લખાય અને જેવું બહાર ફ્રેશ થવા જાયે એટલે વિચારો નું ઘોડાપુર આવી જાય..
  મારે પણ તમારી જેમ કેટલીયે પોસ્ટ વિચારો ના બ્લોગ મા પડી છે સાલું પણ ટાઈમ પરજ લખાતું નથી..
  કઈક કરો..
  બરફી તો મારે બાકી છે પણ રણબીર ઉપર વિશ્વાસ હતો..રોકસ્ટાર એ તો ઘેલા કરેલા અમને
  સોંગ ગમ્યું હો..

  • આમ તો જુનો આઈડિયા છે પણ ગઈ કાલે લખી રહ્યા પછી જ એનો યુઝ કરવાનો થયો, રાત્રે જ 2 સ્ટોરીઝ મગજ માં આવી, બસ એનો સારાંશ મોબાઈલ માં લખીને સેવ કરી લીધો અને આજે કોલેજ માં જઈને એક સ્ટોરી લખી પણ દીધી….. ટ્રાય કરી જોજો, ચોક્કસ કામ લાગશે…(btw મને તો આળસ નડે છે…. :P)

 2. 1) My Favorite of Ranbeer Kapoor ‘s : ROCKET SINGH : SALSEMAN OF YEAR

  2) ભાઈ હમ અભી ઝીંદા હૈ , ભાઈ હમ અભી ઝીંદા હૈ

  આકાશ મેં ઉડતા હુઆ પરિંદા હે , આકાશ મેં ઉડતા હુઆ પરિંદા હે ,

  stop here & think what was told about પરિંદા in Gangs of Waseeypur ? 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s