વર્ડ્ઝ વિથ ‘મંદાક્રાન્તા’

‘મંદાક્રાન્તા’ યુઝ કરીને મેં એક કાવ્ય બનાવ્યું,
જો કે તેમાં ક્ષતિ હતી ઘણી, તોયે મેં તો ચલાવ્યું.

છંદો-બંદો વિરાજ ભાઈને આમે ક્યાં આવડે છે!
શબ્દો તોયે ગોઠવે રાખતા ગાડી ચાલી પડે છે…

કાવ્યોમાં જો દુખ એડ કરો, વટ સારો પડે છે,
થાક્યો શોધી દુખ જીવનમાં, ફક્ત હાસ્ય જડે છે.

લોકો પાછું લવનું ચેપ્ટર ઈચ્છતા ગીતમાં છે,
કોરું રાખ્યું એટલું પેજ મેં, મારા એ હિતમાં છે.

-વિરાજ

કૌંસમાં :~
{[(

સ્કુલમાં ગુજરાતી સબ્જેક્ટ માં જો કઇક જરાય ફાવતું ન હોવા છતાં બહુ ગમતું હોય તો એ છંદ રચના વાળી પોએમ્સ હતી,જેમાં રચના ગોખવાનો કંટાળો આવતો હતો પણ ગાવામાં તો મજા જ આવતી હતી। એમાં પણ મંદાક્રાન્તા અને શાર્દુલવિક્રીડિત મારા ફેવરીટ હતા…તો થયું એની પર જ જેવું આવડે એવું જરીક અમથું લખી દઉં… હવે નેક્સ્ટ ટાઈમ શાર્દુલવિક્રીડિત સહન કરવા તૈયાર રહેજો 😛 😀
)]}

Advertisements

શોર્ટ સ્ટોરી- “કરીઅરનો બોમ્બ”

(ફોન કન્વરઝેશન)
સુમ્રિત: શું કરે છે?
શુભમ: કઈ નહિ યાર, નવું નાટક….
સુમ્રિત: કોનું? સુહાની નું?
શુભમ: અરે ના યાર, વર્લ્ડની ડાહ્યામાં ડાહી ગર્લ-ફ્રેન્ડ મને મળી છે….આ તો નવું નાટક લખવા બેઠો છું એમ કહું છું…
સુમ્રિત: હાહાહા, i know, આ તો બસ ખેંચતો હતો તારી…
શુભમ: પોપટ છે યાર તું પણ…
સુમ્રિત: હા ભાઈ, તમે જ મહાન! બાય ધ વે આ નાટકો લખીને કરે છે શું તું?
શુભમ: અત્યારે તો કઈ જ નહિ, પણ તું જોજે, એક દિવસ આપણું પણ નામ હશે મોટા રાઈટર્સમાં…
“શુભમ………..”
સુમ્રિત: આ કોણ બુમો પાડે છે?
શુભમ: અરે મમ્મી છે યાર…..ખાવા બોલાવતી હશે. ચલ પછી વાત કરીએ, આજે તો સુહાની જોડે પણ હજુ વાત નથી થઇ.
સુમ્રિત: હહાહા, ઓકે જા ખાઈ આવ ‘મેથીપાક’ કે જે પણ બનાવ્યું હોય એ આન્ટીએ….બાય.
શુભમ: હા ચલ બાય ચંબુ…. 😉
**********************
“આટલી બધી વાર લગાડવાની આવવા માટે? કરતો શું હોય છે આખો દિવસ તારા રૂમમાં બેસીને?” મમ્મી ભડક્યા….!
“અરે લખવા બેઠો હતો…”
“અસાઇનમેન્ટ?” આવું ક્યાં પૂછ્યું!
“હ્મ્મ….નાટક” હવે સાંભળો ભાઈ લેકચર મમ્મી-પપ્પાનું….
“આવા બધામાં જ પડ્યો રહે તું! જાતજાત ના શોખો ચઢે છે ને ઉતરે છે….એક જગ્યાએ તો સાહેબને ટકવું ગમતું નથી! ક્યારેક ડાન્સ, ક્યારેક પેઈન્ટીંગ, ક્યારેક આ નાટક! આ તારા નાટકો ઓછા હોય છે તે બીજા લખે છે? તારી બાયોગ્રાફી જ લખી દે..એજ સૌથી મોટું નાટક છે.”
“અરે પણ…”
“સાચું જ કહે છે તારા પપ્પા…. કોઈ દિવસ કરીઅર ઓરીએન્ટેડ પણ કરો કઈક….” કરીઅર ક્યાંથી ઘૂસે છે વચ્ચે દર વખતે?!
“હા મમ્મી, એનું જ તો કરું છું….મારે રાઈટીંગમાં જ બનાવવું છે કરીઅર. અત્યારે કોલેજ માટે નાટક લખું છું, કાલે મોટા સ્ટેજ માટે અને પછી મુવીઝ પણ લખવા જ છે મારે….”
“જોઈએ છીએ કેવા મુવી લખો છો અને કેટલો તારો આ શોખ ટકે છે…” અરે યાર પપ્પાને કઈ રીતે સમજાઉં મારા ડ્રીમ્ઝ!
“સારું….હું સુમ્રિત ના ઘરે જી આવું….થોડુક કામ છે…..” છૂટીશ તો ખરો આ લેક્ચર્સ થી, અને સુહાની જોડે વાતો પણ થઇ જશે રસ્તામાં ફોન પર…. 😀
**********************
“આવો લેખક સાહેબ!”
“બે સાલા તું માર ખાઇશ હવે લેખક સાહેબ કહ્યું છે તો….”
“હા ભાઈ, અમે તો માર ખાવા જ બન્યા છીએ આપના હાથનો!”
“અરે હમણા સુહાની જોડે વાત થઇ મારે ફોન પર, થોડુક ડિસ્કસ કર્યું રાઈટીંગના કરીઅર પર….”
“ઓહો! એવી બધી વાતો પણ કરો છો, એમ!”
“હા યાર, એન્ડ આઈ થીંક સુહાની ઈઝ રાઈટ….. અને હા, મમ્મી પપ્પાની વાત પણ સાચી છે….”
“ફોડ બોમ્બ”
“શું બોલ્યો?”
“કઈ નહિ, કઈ નહિ….કંટીન્યુ કર…”
“આ બહુ સ્લો કરીઅર છે, એમાં મજા નથી….આઈ થીંક મારે એક બેન્ડ સ્ટાર્ટ કરવું જોઈએ…અસલી મજા જ એમાં છે. અને ગીતાર તો આવડે જ છે, યુટ્યુબ ના લીધે ફેમસ પણ થઇ જઈશ…”
“ફોડ્યો!!!”
“હું પણ કોને સમજાવવા બેઠો છું…”
આ લોકોને બસ ટેલેન્ટ ઓળખતા જ નથી આવડતું….બસ મજાક ઉડાવતા આવડે છે! હહ્….. 😦

કૌંસ માં :~
{[(

હાઈલા!! પચાસ(50) પોસ્ટ થઇ ગઈ!! 😀
)]}