આજે, એટલે કે ૨૨-૧૨-2012 ના દિવસે એ આગાહી સાચી પડી, જે મેં પેઈન્ટમાં ચીતરડા પાડીને દોઢ વર્ષ પહેલા કરી હતી; કે ભાઈ દુનિયા નો કોઈ અંત નહિ આવે, વાંચવું તો પડશે જ….. 😛
Monthly Archives: ડિસેમ્બર 2012
~હેપ્પી બર્થ ડે~
*કોનો બર્થ ડે? કાર્તિકભાઈ ના ટ્વીટર અકાઉન્ટનો તો ખરો જ….. પણ આ સવાર સવારમાં ગુગલે પણ બર્થડે વિશ કર્યું એનો પણ….
આમ તો લગભગ બધી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર બર્થડે હાઈડ કરેલો જ હોય છે પણ આજે સવાર સવાર માં ગુગલે વિશ કરતાની સાથે જ બ્લોગ પર મુકવાની ઈચ્છા થઇ ગઈ…..
આમ પણ હવે આ સેમીસ્ટરની ફાઈનલ એક્ઝામ ૨૬મિ થી સ્ટાર્ટ થવાની હોવાથી થોડા દિવસ તો બ્લોગીંગ થી દુર જ રહેવાનો છું…. તો થયું જતા જતા એક પોસ્ટ મુકીને જ જાઉં…..
તો ચાલો, એક્ઝામ સારી જાય(અને ખાસ તો રીઝલ્ટ મસ્ત આવે) એ માટે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દો મારા માટે…..
ફિર મિલેંગે ચલતે ચલતે…….. 😀
અને હા,
આજે
કૌંસમાં :~
{[(
એક્ઝામ અને બર્થડે સ્પેશ્યલ સોંગ…..
)]}
એવું કઈ નથી….કેમ નથી?
કાશ એવું હોત, પણ એવું કઈ નથી.
સ્વર્ગ જેવું હોત, પણ એવું કઈ નથી.
મે’નત અને નસીબ ના યુદ્ધ જે થયા છે,
મે’નત જીતી હોત, પણ એવું કઈ નથી.
હોવામાં તો આજે ખબર બધી મનને છે,
જલ્સા પાણી હોત, પણ એવું કઈ નથી.
ગમતી તો એ થઇ જયારે નજર મળી’તી,
હૈયા’ય મળ્યા હોત, પણ એવું કઈ નથી.
લોકોએ તો અફૅરની વાત ફેલાવી છે,
મનેય ગમ્યું હોત, પણ એવું કઈ નથી.
લખતો આ ‘વિરાજ’, બસ તારા માટે થયો,
શાયર એ પણ હોત, પણ એવું કઈ નથી.
(મે’નત – મહેનત)
-વિરાજ રાઓલ. (08/08/2012)
dreamy શમણા! ♥
sorry , થોડો બીઝી હતો, કામમાં હતો હમણાં,
સાચું કહું તો જોતો હતો હું તો એના શમણા…!
એક તો મળતી છે નહિ ને એ હેરાન કરે છે,
નાહક માં મુજ જીવતા જીવ ને એ બેજાન કરે છે.
મળવું હોય તો પણ એ તો એવા ભાવ ખાશે!
એક દિ એ તો સાચે મુજને હાર્ટ-અટેક દઈ જાશે!
કાલે કાલે કરીને મળવાના પ્રોમિસ એ કરશે,
તોયે મળવા નહિ આવે ને સો બહાના ધરશે!
આમ જોઈએ તો હું પણ એનાથી છું કંટાળ્યો,
વિચાર પણ આવે કે આવો તે શું પ્રેમ પાળ્યો!
કંટાળીને બેસું લઈને હાથ ની વચ્ચે લમણા,
ત્યાં ફરીથી પ્રેમમાં ખેંચી જાય છે એના શમણા!
-વિરાજ રાઓલ.(04/08/2012)
બોલી નહિ શકું
લખી ચોક્કસ શકું છું, બોલી નહિ શકું,
લાગણીઓના તાળા ખોલી નહિ શકું.
કહેવા માટે મનમાં મેં સંઘર્યું ઘણું છે,
ફીલિંગ્સ ને શબ્દોથી તોલી નહિ શકું.
વિચારોની શબ્દો પર ચાલે છે હુકુમત,
એની આ રાજનીતિ ઝંઝોળી નહિ શકું.
પ્રેમ નથી, ફ્રેન્ડશીપ છે, ચોખ્ખું દેખાય છે!
દિલમાં હું આ સત્યને ઘોળી નહિ શકું.
મનોમંથન દિલમાં બબાલ પણ બને છે,
પણ ખુદને જ હું લાફો ચૉઢી નહિ શકું.
ખુદ ને ખુશ કરવા ખુદકુશી પણ જો કરું,
પોઢી જરૂર શકીશ, કફન ઓઢી નહિ શકું.
-વિરાજ રાઓલ
આજે તો થઇ જ જાય….
કેટલાય દિવસ નો જોઉં છું…..વર્ડપ્રેસ ખોલું છું, પોસ્ટ્સ વાંચું છું, સેવ કરેલા ડ્રાફ્ટ ઓપન કરું છું, થોડું એડ કરું છું અને બસ, કઈક ને કઈક મને ડીસટ્રેકટ કરીને બ્લોગ બંધ કરાવડાવી દે છે…..
તો આજે તો થયું હવે તો લખી ને જ રહીશ…
છો મગજ માં કઈ ના આવે, બસ જે આવ્યું એ પોસ્ટમાં પધરાવીશ આજે તો….
પણ હવે તમે લોકો એવું વાંચીને શું કરવાના!(પોઈન્ટ છે હો વિરાજ!)
હા તો હવે અત્યાર સુધી ન લખવાના થોડા કારણ(બહાના) પણ જણાવી દઉં…
કેટલાય દિવસ થી બે-ચાર પોસ્ટ એક સાથે લખવા બેઠો હતો… એમાં ને એમાં એક પણ પોસ્ટ પૂરી ના લખી(પૂરી તો ઠીક અધુરી કહેવાય એટલી પણ નથી લખી….)
તો થયું ફરી કઈક જુદું સ્ટાર્ટ કરું!(આ આવું બધું જુદું જુદું કરવામાંથી જ ઉંચો નથી આવતો હું….! હવે સમજાયું!)
કઈ એટલું પણ જુદું તો નથી, પણ આ તો શું, ટેવ પડી છે ભાઈને આવું બધું લખવાની!
હવે વાત એમ છે કે…..(હું ખરેખર પૂરે પૂરો ટાઈમપાસ કરતો હતો અત્યાર સુધી, કેમ કે શું લખવું એ મને હજુ સુધી સુઝ્યું જ નથી…ચાલો હવે થોડી ઘણી અપડેટ્સ જ લખી દઉં….શિયાળુ અપડેટ્સ 😉 )
કેટલાય ટાઈમ થી જે કસરત કરવાનું છૂટી ગયું હતું, તે આજે મારા ફ્રેન્ડસ જોડે ભેગા માંડીને સ્ટાર્ટ કરી દીધું છે. કસરત માં કઈ ખાસ નહિ, બસ મોર્નિંગ જોગ સ્ટાર્ટ કર્યું છે….(અમારી ફેવરીટ જગ્યા પર જઈને…..ધેટ્સ “લેક ઓફ સેક્ટર-એક”)
એમાં થયું એવું કે પરમ દિવસે સાંજે આંટો મારવા માટે ત્યાં ગયા અને મારા મગજમાં ક્યાંક થી વિચાર ઘુસ્યો કે દોડવાનું ચાલુ કરી દઈએ…
હવે હું એકલો એકલો શું કરવા લાભ લઉં કસરત નો! તો ફ્રેન્ડસને પણ વાત કરી અને સવારે ઉઠીને જ બંને ફ્રેન્ડસને સેલ-ફોન નામક ઉપકરણની મદદથી ઉઠાડી દીધા….(જો કે એક ફ્રેન્ડ ઉઠી જ ગયો હતો, અને બીજા ફ્રેન્ડને તો એના ઘરે જઈને જ ઉઠાડવો પડ્યો હતો….)
અને બસ પહેલો દિવસ સક્સેસફુલ રહ્યો….
હવે આશા એટલી જ રાખું કે આ કાર્યક્રમ પરમેનેન્ટ બને….
અને બીજી આશા એ પણ રાખું કે પેલી ત્રણ-ચાર પોસ્ટ્સ પૂરે પૂરી લખું અને ટ્રેક પરથી ઉતરેલી (બ્લોગની)ગાડીને બેક ઓન ટ્રેક લઇ આવું.
બીજું તો કઈ ખાસ અપડેટ્સ જેવું છે નહિ…. તમે બોલો…. 😀
કૌંસમાં:~
{[(
બ્લોગ્પોસ્ટ નથી લખતો એ કૌંસમાં શું લખવાનો હતો!
બોલો બોલો….
(બાય ધ વે એ નોટીસ કર્યું….ફ્રેન્ડસ ના નામ છુપાવવામાં આવ્યા છે…!)
)]}