આજે તો થઇ જ જાય….

કેટલાય દિવસ નો જોઉં છું…..વર્ડપ્રેસ ખોલું છું, પોસ્ટ્સ વાંચું છું, સેવ કરેલા ડ્રાફ્ટ ઓપન કરું છું, થોડું એડ કરું છું અને બસ, કઈક ને કઈક મને ડીસટ્રેકટ કરીને બ્લોગ બંધ કરાવડાવી દે છે…..
તો આજે તો થયું હવે તો લખી ને જ રહીશ…
છો મગજ માં કઈ ના આવે, બસ જે આવ્યું એ પોસ્ટમાં પધરાવીશ આજે તો….
પણ હવે તમે લોકો એવું વાંચીને શું કરવાના!(પોઈન્ટ છે હો વિરાજ!)
હા તો હવે અત્યાર સુધી ન લખવાના થોડા કારણ(બહાના) પણ જણાવી દઉં…
કેટલાય દિવસ થી બે-ચાર પોસ્ટ એક સાથે લખવા બેઠો હતો… એમાં ને એમાં એક પણ પોસ્ટ પૂરી ના લખી(પૂરી તો ઠીક અધુરી કહેવાય એટલી પણ નથી લખી….)
તો થયું ફરી કઈક જુદું સ્ટાર્ટ કરું!(આ આવું બધું જુદું જુદું કરવામાંથી જ ઉંચો નથી આવતો હું….! હવે સમજાયું!)
કઈ એટલું પણ જુદું તો નથી, પણ આ તો શું, ટેવ પડી છે ભાઈને આવું બધું લખવાની!
હવે વાત એમ છે કે…..(હું ખરેખર પૂરે પૂરો ટાઈમપાસ કરતો હતો અત્યાર સુધી, કેમ કે શું લખવું એ મને હજુ સુધી સુઝ્યું જ નથી…ચાલો હવે થોડી ઘણી અપડેટ્સ જ લખી દઉં….શિયાળુ અપડેટ્સ 😉 )
કેટલાય ટાઈમ થી જે કસરત કરવાનું છૂટી ગયું હતું, તે આજે મારા ફ્રેન્ડસ જોડે ભેગા માંડીને સ્ટાર્ટ કરી દીધું છે. કસરત માં કઈ ખાસ નહિ, બસ મોર્નિંગ જોગ સ્ટાર્ટ કર્યું છે….(અમારી ફેવરીટ જગ્યા પર જઈને…..ધેટ્સ “લેક ઓફ સેક્ટર-એક”)
એમાં થયું એવું કે પરમ દિવસે સાંજે આંટો મારવા માટે ત્યાં ગયા અને મારા મગજમાં ક્યાંક થી વિચાર ઘુસ્યો કે દોડવાનું ચાલુ કરી દઈએ…
હવે હું એકલો એકલો શું કરવા લાભ લઉં કસરત નો! તો ફ્રેન્ડસને પણ વાત કરી અને સવારે ઉઠીને જ બંને ફ્રેન્ડસને સેલ-ફોન નામક ઉપકરણની મદદથી ઉઠાડી દીધા….(જો કે એક ફ્રેન્ડ ઉઠી જ ગયો હતો, અને બીજા ફ્રેન્ડને તો એના ઘરે જઈને જ ઉઠાડવો પડ્યો હતો….)
અને બસ પહેલો દિવસ સક્સેસફુલ રહ્યો….
હવે આશા એટલી જ રાખું કે આ કાર્યક્રમ પરમેનેન્ટ બને….
અને બીજી આશા એ પણ રાખું કે પેલી ત્રણ-ચાર પોસ્ટ્સ પૂરે પૂરી લખું અને ટ્રેક પરથી ઉતરેલી (બ્લોગની)ગાડીને બેક ઓન ટ્રેક લઇ આવું.

બીજું તો કઈ ખાસ અપડેટ્સ જેવું છે નહિ…. તમે બોલો…. 😀

કૌંસમાં:~
{[(
બ્લોગ્પોસ્ટ નથી લખતો એ કૌંસમાં શું લખવાનો હતો!
બોલો બોલો….
(બાય ધ વે એ નોટીસ કર્યું….ફ્રેન્ડસ ના નામ છુપાવવામાં આવ્યા છે…!)
)]}

Advertisements

6 thoughts on “આજે તો થઇ જ જાય….

 1. અમારી પાસે તો રોજબરોજની વાતો સિવાય બીજુ કંઇ કરવા જેવુ પણ નથી હોતું…

  કંઇક લખવું… આમ તો સહેલું કામ છે અને આમ ઘણું અઘરું. મારી સાથે ઘણીવાર બન્યું છે કે ઘણું બધુ લખ્યું હોય અને છેલ્લે Publish કરવાનું આવે ત્યારે પોસ્ટને પ્રાઇવેટ કરી દેવી પડે અથવા તો આખી પોસ્ટને ડીલીટ કરી દેવી પડે.

  અમે સવારમાં દોડવાનું શરૂ કરીને વળી અટકી પડયા છીએ, આશા રાખીએ કે તમે નિયમિત દોડતા રહો.

  અને નામ છુપાવવા એ તો અમારી જુની આદત છે એટલે એ બાબતે અમે કોઇ વિશેષ ટીપ્પણી નહી કરીએ.

  • એ રોજબરોજની વાતો કહેવી પણ અઘરી તો હોય જ છે….

   અને લખવાનું તો એવું છે કે મૂડ હોય તો અટક્યા વગર જ સળસળાટ લખાઈ જાય, નહિ તો એક પોસ્ટ પણ કેટલાય દિવસો સુધી ડ્રાફ્ટમાં પડી રહે…

   દોડવાનું તો સારું એવું કન્ટીન્યુ રહ્યું છે આટલા દિવસ સુધી….આગળ પણ રહેશે જ….જો અટકીશું નહિ તો…(હોપફૂલી)
   😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s