“સમય જે ગયો”—Grand Ode To My Budds

એક પોએમ હરતા ફરતા મારા વોટ્સ-એપમાં આવી પડી…… ડાયરેક્ટ હાર્ટને ટચ કરી ગઈ…. એ પોએમ હિન્દી માં હતી…. અને આજે અચાનક ઈચ્છા થઇ ગઈ કે ચાલો તરજૂમો કરીને મૂકી દઈએ બ્લોગમાં (ઓબ્વીયસ્લી થોડા(ઘણા) ચેન્જીસ સાથે જ)…. પણ હવે એમનેમ કોઈની પોએમ ફરતી તો નાં જ કરી દેવાય ને…. અને પછી થોડુક સર્ચ કર્યું…. અને ફેસબુક-ફ્રેન્ડ ‘દુર્ગેશભાઈ‘ની હેલ્પથી ઓરીજીનલ પોએટનું નામ ખબર પડી….“મધુર ચડ્ઢા”(Madhur Chadha)!
ગુગલ દેવતાની મદદ થી એમની સાઈટ પર પોએમ નું ફૂલ વર્ઝન પણ મળ્યું….
અને બસ પછી તો મધુરભાઈની મંજુરી સાથે શરૂઆત કરી અને આ છે તે તરજૂમો એક અમેઝિંગ હાર્ટ ટચીંગ પોએમ નો…..! 🙂

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આ દિવસની જ તો રાહ હું જોતો હતો ક્યારનો,
સપના કઈ મોટા સજાવ્યે રાખતો હતો ક્યારનો.

બહુ ઉતાવળ હતી જવાની,
પગથીયા ઊંચા ભરવાની.

પણ આજે કેમ જાણે કઈક જુદું થાય છે ફિલ,
સમય ને જાણે રોકવા માંગતું મથી રહ્યું છે દિલ.

પહેલા ટેન્શન આપતી  વાતો આજે હસાવી જાય છે,
યાદ એ પળોની અત્યારે, આંખો ભીંજાવી જાય છે.

ચાર વર્ષની જાળમાંથી લાગતું હતું કે છૂટવા મળશે,
પણ મસ્તી આ વર્ષો જેવી ફરીથી ક્યાં લુંટવા મળશે?

કીધેલી, ન કીધેલી, કેટ-કેટલી વાતો રહી ગઈ,
જીવનભર ન ભૂલાય એવી હજાર યાદો રહી ગઈ.

ખેંચવા માટે સામેથી ટાંગ કોણ ધરશે?
ખાલી માથું ખાવા મારો પીછો કોણ કરશે?
કેન્ટીનમાં પે નહિ કરવાની બબાલ કોણ કરશે?
પાર્ટી માંગતા નિત-નવા બહાના કોણ ધરશે?

કોણ મારા ટીફીનમાંથી પરાઠા ઉપાડશે?
મને ચીડવવા મારા નવા નામ કોણ પાડશે?

‘કે.ટી.’ આવતા સાથે હોવાનો દિલાસો કોણ આપશે?
રેન્ક લાવતા મોટી મોટી ગાળો કોણ સંભળાવશે?

કારણ વગર હવે હું કોની સાથે લડીશ?
ટોપિક વગરના ડિસ્કશન કોની સાથે કરીશ?
માઉન્ટેઇન-ડ્યુ ને સ્લાઈસ હવે કોની સાથે પીશ?

અદભુત એવી મોમેન્ટસ હવે ફરી ક્યારે જીવીશ?

ક્યાં મળશે એવા દોસ્તો જે ટપલી ઘણી મારશે,
પણ આફત મોટી આવતા પહેલા એજ ઉગારશે!

મારી ગઝલોથી હવે પરેશાન કોણ થશે?
કોઈ છોકરી જોડે મને વાત કરતો જોઈ, હેરાન કોણ થશે?

કોણ કહેશે, “તારા જોકમાં મજા ના આવી…”
કોણ કહેશે, ” જલ્દી જો તારા વાળી આવી….”

બોરિંગ લેક્ચર્સ સહન કરવા સાથ કોણ આપશે?
પ્રોફેસર ને હેરાન કરવા સંગાથ કોણ આપશે?

મારા વિચારોને ફાલતું કહેવાની હિંમત કોણ કરશે?
ડર્યા વગર સાચી સલાહ આપવાની હિંમત કોણ કરશે?

કોઈની પણ સામે જોઇને જોર જોર થી વગર કારણે હસવાનું….
કોણ જાણે ફરીથી આવું ક્યારે કરીશું?
કહી દો ને દોસ્તો, ફરીથી બધું  કરીશું…

ફ્રેન્ડસ માટે થઇ લેક્ચરર્સ સાથે ક્યારે લડી શકીશું?
વીતેલા દિવસો ના આ પુલ, શું ફરી ઘડી શકીશું?

કોણ મારા કૌશલ્ય પર મને ભરોસો અપાવશે?
અને વધારે ઉડતો જોઇ, જમીન પર લઇ આવશે?

મારી ખુશીઓથી સાચે ખુશ કોણ થશે?
મારા જ ગમમાં મારાથી વધુ દુખી કોણ થશે?

કોણ મારી આ કવિતાઓ વાંચશે?
કોણ એને સાચ્ચી રીતે સમજશે?

હજુ ઘણું લખવાનું બાકી છે,
હજુ થોડો સાથ કદાચ બાકી છે.

બસ એક જ વાતની મને બીક છે દોસ્તો….
આપણે ક્યાંક અજનબી ના બની જઈએ દોસ્તો….

જીવનના  રંગોમાં દોસ્તીનો રંગ ફીકો ના પડી જાય…
બીજા સંબંધોની ભીડમાં ક્યાંક દોસ્તી દમ ના તોડી જાય…

જીવનમાં મળવાની ફરિયાદ કરતા રહેજો…
ના મળાય તો એટલીસ્ટ યાદ કરતા રહેજો…

છો હસી લો મારી પર આજે, હું ખોટું નહિ લગાવી લઉં….
ઈચ્છા છે એ હાસ્ય ને બસ મારા દિલમાં સમાવી લઉં…
ને તમારી યાદ આવતા, એજ હાસ્યથી, થોડું હું પણ હસી લઉં….

– વિરાજ રાઓલ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

SPECIALLY FOR ALL MY COLLEGE FRIENDS!!! 😀 😀 😀

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કૌંસ માં :~
{[(

એજ પોએમનું રેકોર્ડીંગ વિથ મ્યુઝીક દુર્ગેશ ભાઈ ની મદદ થી તૈયાર થયું…..(તેમના જ મ્યુઝીક અને અવાજ સાથે….) અને અહિયાં share પણ કરું જ છું….. 😉
So Enjoy……..


)]}

લઘુકથા: “લાસ્ટ મોમેન્ટ”

શ્રુતિ શ્લોકને મેસેજ કરે છે, “આઈ એમ લીવીંગ ધીસ ઇવનિંગ ફોર સુરત પર્મેનેન્ટલી. અમદાવાદ માં છેલ્લો દિવસ છે આજે મારો.” અને ફરી તેના રૂમ માં પેક કરેલા સમાન ચેક કરવા લાગે છે.

શ્રુતીનો ફોન વાઈબ્રેટ થાય છે…..કંટીન્યુઅસ્લી વાઈબ્રેટ થાય છે. શ્લોકનું નામ જોઇને પહેલા તો તે કોલ રીસીવ કરવો હોવા છતાં કટ કરી દે છે. ફોન ફરી થી વાઈબ્રેટ થાય છે, શ્રુતિ થોડી વાર સુધી ફોન ની સામે જોઈ રહે છે, તેનો અંગુઠો ફરી ફોન ને કટ કરવા જતો હોય છે પણ છેલ્લી ઘડીએ તે ફોન રીસીવ કરે છે.

શ્રુતિ હેલો બોલવા જાય છેમ પણ ડૂમો ભરાઈ આવતા તે કઈ પણ બોલી નથી શકતી.
“શ્રુતિ?” શ્લોક થોડી વાર રાહ જોઈને બોલે છે…
શ્રુતિ કઈ પણ બોલ્યા વગર ફોન પકડી રાખે છે. તે ફરીથી બોલવા જાય છે પણ ડરેલુ બાળક જેમ અંધારામાં નીકળવાથી ડરે તેમ શ્રુતિના શબ્દો પણ તેના ગળાની બહાર નીકળવાથી ડરતા હોય તેવું લાગતું હતું. શ્રુતિ કઈ પણ બોલ્યા વગર ફોન કટ કરી દે છે.
શ્લોક ફરી થી ફોન લગાવવાનો ટ્રાય કરે છે…..એક નિષ્ફળ ટ્રાય….શ્રુતિએ ફોન સ્વીચ-ઓફ કરી દીધો હતો.
થોડી મીનીટસ પછી શ્રુતિ શ્લોકને ફોન કરે છે….તેણે લાસ્ટ વર્ડ્ઝ કહેવાની હિંમત એકઠી કરી લીધી હોય છે…
“શ્લોક…” શ્રુતિ ધીમાં અવાજમાં બોલવાની શરૂઆત કરે છે…
“આઈ વોન્ટ ટુ મીટ યુ. પ્લીઝ ડોન્ટ સે નો…. ફોર ધ લાસ્ટ ટાઈમ…ઇસ્કોન….વિલ યુ?” શ્લોક પણ અટકી અટકી ને બોલી જાય છે…
“હમમ….” શ્રુતિ ફરીથી બોલવાની હિંમત ખોઈ બેસે છે….
ફોન લઈને તે ખીંટી પર લટકાવેલી પ્લેઝરની ચાવી લે છે; હાથમાં શ્લોકે આપેલું “S” ના સિમ્બોલ વાળું કિચેન લઈને બહાર નીકળે છે.
“બેટા જલ્દી આવજે, પછી ટ્રકમાં જ લઇ જવાનું છે તારું પ્લેઝર…” શ્રુતિની મમ્મી બુમ પાડીને યાદ કરાવે છે…
શ્રુતિ ઇશારાથી હા પાડીને રવાના થાય છે….
શ્રુતિ ઇસ્કોનમોલના પાછળના રસ્તે થી ગેલોપ્સ બાજુના રસ્તે જાય છે…. શ્લોક બાઈક લઈને ત્યાં જ રાહ જોતો ઉભો હોય છે.
શ્રુતિને જોતા જ તે બાઈક પરથી ઉભો થઇ જાય છે…. શ્રુતિ તેનો દુપટ્ટો તેના ફેસ પર થી ઉતારી ને સાઈડમાં કરે છે અને શ્લોકના એક્સપ્રેશન સમજવાનો ટ્રાય કરે છે…પણ એક્સપ્રેશનલેસ એ ફેસ સમજવો અઘરો થતા તે નજર ફેરવી લે છે…
શ્લોક કઈક કહેવા જાય છે ત્યારે જ શ્રુતિ તેને બોલતો અટકાવી ને સવાલ કરે છે,
“ફોર ધ લાસ્ટ ટાઈમ? રીઅલી? એક વાર તો પૂછવું હતું કે જવું જરૂરી છે કે નહિ? કે હું રોકાઈ જાઉં તો નહિ ચાલે? કે એવું કઈ પણ….કે…. કે જેનાથી….” શ્રુતિ તેનો ચહેરો ફેરવી લે છે…. પણ આંસુ છુપાવી નથી શકતી.
“ઓહ…પ્લીઝ, મેં ટ્રાય નથી કર્યો એમ લાગે છે તને? તે જયારે અંકલ ના ટ્રાન્સફરની વાત કરી ત્યારથી તને રોકવા માટે મનાવતો આવ્યો છું. પણ ઈટ વોઝ યુ કે જેણે એ મનામણા મઝાકમાં લીધા હતા. ઇટ વોઝ યુ શ્રુતિ. અને તને લાગે છે કે આઈ એમ ઓકે વિથ ઈટ!?” શ્લોક શ્રુતિની આંખ માં આંખ પરોવવા માટે મથે છે.
“સાચે? તે ટ્રાય કર્યો? ઓકે ચલ માની લીધું કે તે ટ્રાય કર્યો… બટ વ્હોટ અબાઉટ ધ ટાઈમ આઈ આસ્ક્ડ યુ અબાઉટ અવર રીલેશન-શીપ? એ તો તુ જ હતો ને કે જેણે સમજવા માટે ટાઈમ માંગ્યો હતો!” શ્રુતિએ શ્લોક ની આંખો સામે જોઇને જ જવાબ આપ્યો, સવાલ પૂછ્યો અને જવાબ માટે સામે જ જોઈ રહી…એક સારા જવાબ ની આશાએ….અને આ વખતે શ્લોક આંખો ફેરવી લે છે….
“ઓકે, આઈ હેવ ફીગર્ડ ઈટ ઓલ આઉટ….લિસન, આઈ વોઝ જસ્ટ સો મચ કન્ફ્યુઝ્ડ, બટ નાઉ આઈ એમ ક્લીઅર.” શ્લોક ફરીથી શ્રુતિની સામે જોઇને બોલે છે….
“તો પ્લીઝ ઘુમાવ નહિ વાતો ને, કહી દે જે પણ હોય એ…. પ્લીઝ….”
“તે કહ્યું એમ તારા થી રોકાવાય એ પોસીબલ નથી, એન્ડ એઝ ફાર આઈ નો, લોંગ ડીસ્ટન્સ રિલેશન્સ નેવર વર્ક. અને મારા પેરેન્ટ્સ નહિ સમજે એ પણ મને ખાતરી છે….એજ ડીફરન્સ છે મારા અને તારા પેરેન્ટ્સમાં…યુ આર ગેટીંગ મી, રાઈટ?”
“ડીફરન્સ છે પણ તું મનાવવાનો ટ્રા….” શ્રુતિ બાકીના વર્ડ્સ ગળી જાય છે, તે ફરીથી તેનું વાક્ય પૂરું કરવા મથે છે પણ તેને વ્યર્થ માનીને કઈ પણ બોલ્યા વગર જ ઓટો-સ્ટાર્ટ આપીને નીકળી જાય છે…. શ્લોક પણ તેને ન રોકવું જ યોગ્ય ગણે છે.

વિચારવું પડે…

ગરમ હોય મગજ તો ઠારવું પડે,
કરતા કઈ પહેલા વિચારવું પડે,

પ્રોબ્લેમ્સ ના સામે પહાડો જો હોય,
મુશ્કેલીનું સામે સૈન્ય છો હોય,
ક્યારેક તો અર્જુન ની માફક તમારે,
એની પર ગાંડીવ બી તાકવું પડે.

ક્યારેક તો નસીબનું  દ્વારેય ઉઘડે,
કિસ્મત છે! એક નહીં, ચારેય ઉઘડે!
નસીબની જો જો પણ ગેરંટી નહિ;
કિસ્મત છે, પલટે એ માનવુ પડે!

પ્રેમની બાબત પણ જુદી તો નથી,
એમનેમ એ ગ્રંથોમાં કુદી તો નથી,
મળે ઇઝીલી તો ઠીક મારા ભાઈ,
નહિ તો કોન્સીક્વન્સ’ય ધારવું પડે.

નકશા તો જીવનના કોણે છે દીધા?!
અનુભવ મળતા તો મારગ આ લીધા,
લઈને તું દુઃખોને બેઠો કેમ ‘વિરાજ’?
વધતો જા, જીવન છે, તારવું પડે…..!

કૌંસમાં:~
{[(
છેલ્લી પોસ્ટ કદાચ આવા જ કોઈક ગુસ્સામાં લખી હશે મેં અને એ “કવિતાઓ અને વાર્તાઓ ન લખવાનું ” નક્કી કરવાની ભૂલને સુધારવા માટે આ પોએમ થી વધારે (કે ઓછું ) તો હું નહિ જ લખી શકું…..
બાય ધ વે લખવાનું કન્ટીન્યુ રાખવાનું સુચન મારા પપ્પાએ આપ્યું હતું…. 😛
)]}

“લ-વા-રો” (ચોખ્ખે-ચોખ્ખો)

ફરી પાછો ગૂંચવાયો, ફરી પાછો બોર થયો, ફરી પાછો કંટાળ્યો ને ચાલુ થયો મગજમાં નકરો લવારો…
અને જેવો તેવો નહિ પાછો! બ્લોગીયો લવારો…..
એકલો શું કરવા બોર થાઉં? મગજ પર બહુ ટેન્શન નહિ લેવાનું વિરાજ….. એક કામ કર, તું તો બોર થાય જ છે, લોકો પણ થતા જ હશે, અને ના થતા હોય તો શું થયું? તું જા….. કર “પ્રસિદ્ધ કરો” પર ક્લિક અને કર બોર લોકોને….. લોકોનું જે થવું હોય એ થાય, તને તો એટલીસ્ટ હળવું ફિલ થવું જ જોઈએ ને…. હું પણ જોઉં છું, કેટલાય દિવસથી તને જોઉં છું…. વગર કારણે માઈન્ડ પર લોડ લે છે. ચલ જા ખોલી દે તાળા મગજના…. જવા દે બધા વિચારો ને આજે….. મૂકી દે છુટ્ટા એમને…. તબાહી કરશે તો શું થયું? માઈન્ડ તો છૂટશે ને એ તબાહી થી તારું….

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આ ઉપર જે પણ લવારો કર્યો છે, એવો જ લવારો પહેલા કરતો હતો હું…. મારા જુના બ્લોગ પર. જયારે મેં લખવાનું ચાલુ કર્યું હતું…!
અને કઈ ચિંતા વગર લખતો હતો હું….. મારે ના તો કોઈ સ્ટોરીનો એન્ડ આપવાનો આવતો હતો, ના તો કોઈ કવિતાના છંદ સંભાળવાના હતા.
ના તો હું કમેન્ટ્સ જોવાની તસ્દી લેતો હતો(જો કે કોઈ કમેન્ટ કરતુ પણ નહોતું… :P),
ના તો કોઈ વાંચવા વાળું હતું(એવું મને લાગતું હતું….)
અને બસ!
એજ તો હતું મારું રીઅલ ફ્રેન્ડ એ વખતે…..!
ત્યારે હું ડાયરી પણ નહોતો લખતો….વિચારતો હતો કે બ્લોગ છે જ ને…
પણ પછી મગજમાં ફરી વિચાર આવ્યો,
લવારો જ કરવો છે તો કર ને ડાયરી માં જ….. આમ પણ કોઈ છે નહિ વાંચવા વાળું….
અને બસ, લખી દીધી એક પોસ્ટ “મેય બી ધ લાસ્ટ પોસ્ટ” ના નામે….
અને એક અઠવાડિયા પછી ચેક કર્યું તો મેક્સીમમ વ્યુવ્સ જ એ પોસ્ટ ના હતા…!
“તારી ભલી થાય!” જેવું જ કઈક વિચાર્યું હતું એ વખ્તે મેં બ્લોગ માટે….
પછી ફરી પાછો વિચારે ચઢ્યો… વાંચતું કોણ હશે!
અને પછી ફેસબુક પર જ ‘કોઈક’નો મેસેજ આવ્યો…..
“મેં તારો બ્લોગ વાંચ્યો છે/ હું તારો બ્લોગ વાંચું છું…” 😮
ફરી પાછું મગજ ચકરાવે ચઢ્યું! આ છે કોણ! મારો બ્લોગ કેમ વાંચે છે?!
હશે…. વાંચવું હોય તો વાંચે…. આપણે કેટલા ટકા?!
પણ મગજ કઈ જેવી તેવી વસ્તુ છે!?
“માંકડા જેવું” મગજને/મનને એમનેમ તો નથી જ કહેતા લોકો….!
આઈ શૂડ ટોટલી ઈમ્પ્રુવ માય રાઈટીંગ સ્કીલ……(એ વાંચે છે!! 😀 )
એને વાંચવું ગમે છે! મારે વધારે સારી રીતે લખવું જોઈએ….
શૂડ આઈ સ્ટાર્ટ રાઈટીંગ પોએમ્સ? એને ગમશે જ ને….!
અને બસ….. નીકળવા લાગી પોએમ્સ એની માટે….!
નીકળવા લાગી સ્ટોરીઝ! લવ સ્ટોરીઝ, સેડ સ્ટોરીઝ, મીસ્ટીરીયસ સ્ટોરીઝ, સીરીઝ ઓફ સ્ટોરીઝ…. વધારે ને વધારે વાંચતો ગયો….. નોવેલ્ઝ વાંચી. અને વધારે ને વધારે લખતો ગયો…..
અને એણે પણ પૂછ્યું….. દરેક પોસ્ટ પછી પૂછ્યું, “કોની માટે લખી છે આ પોએમ?!”
અને બસ એક જ જવાબ…. “જરૂરી થોડું છે કોઈના માટે જ લખ્યું હોય…. લખવું ગમે છે એટલે લખું છું….”
પણ કદાચ મને પણ ખબર નહોતી કે એને વાંચવું ગમતું હતું એટલે હું લખતો હતો….. કે ખબર હતી?!
એનો એક ક્વેશ્ચન એ પણ હતો…..”તું નોવેલ નથી લખવાનો?”
અને એક ઊંડે થી ઈચ્છા થઇ હતી, એક સપનું રોપાયું હતું…..અને મગજમાં ચાલતી થોડી ઘણી સ્ટોરીઝ ભેગી કરીને નોવેલનો આઈડિયા પણ વિચાર્યો હતો….. અને જવાબ પણ આપી દીધો હતો,”લખવાની જ છે ને….પણ વાર લાગશે પૂરી થતા નોવેલ….”
લખવાનું ચાલુ પણ કરી દીધું….. સ્ટોરીને પોઈન્ટ વાઈઝ થોડાક પેજ માં ઉતારી, ટાઈમ મળે પૂરી કરવાનું સ્ટોરીને પ્રોમિસ પણ કર્યું……

અને બસ………ફરી થી….. ટાઈમ એનું કામ કરતો ગયો…. સંજોગો એમનું કામ કરતા ગયા….!
લાઈક અ મુવી…… લાઈક અ નોવેલ, લાઈક સમ સ્ટોરીઝ….એક પોએમ જેવો જ એન્ડ……અધુરો!
અને ફરી ચાલુ થયો એ પાર્ટ…..એક સ્પેસ! અનંત જેવો દેખાતો અંત!
અને બસ, ફરી થી એ જાગ્યો! એ જ જુનો વિરાજ….
એના એજ વિચારો સાથે…. એજ અવ્યાખ્યાયિત લવારાઓ સાથે. એજ રોજ-બરોજ ના કિસ્સાઓ સાથે. હથોડા છાપ ઈમેજીનેશન્સ સાથે…. અગડમ-બગડમ જોડકણા અને હેમર લાઈક સ્ટોરીઝ સાથે.
જાગ્યો સફાળો ઊંઘમાંથી, ડાયરીમાં લાંબા લાંબા સેલ્ફ-કોન્વોઝ લખવા. ઈમેજનરી કેરેક્ટર્સ ક્રિએટ કરીને તેમને કોઈ મુદ્દે ડિસ્કશનમાં ઊંડે ઉતારવા(ડાયરીમાં જ)…..!
સ્ક્રેપબુક માં ચિતારડા કરી ફ્રી-હેન્ડ ઈમેજનારી કેરેક્ટર્સ ડ્રો કરવા!
દરેક વાક્યના અંતે એક થી વધારે ઉદગાર ચિન્હો મુકવા!!!
રાત્રે અગાસીમાં એકલા બેસીને લાંબો સમય સુધી ચાંદા અને તારાઓને કંપની આપવા…
બ્રુનો માર્સના “રોક એન’ બ્લુ” જોનરના સોન્ગ્સ સાંભળવા….. ફરીથી જાગી ગયો!

~~~~~~~~~~~~~~
ઓબ્વીયસ્લી (મારી કે સંજોગની)ઈચ્છા થશે તો ફરી થી સ્ટોરીઝ લખીશ, ફરી થી પોએમ્સ લખીશ…. ફરી થી લવ-લેટર્સ લખીશ…..
અધુરી પડેલી સ્ટોરીઝ-પોએમ્સ, અધૂરા લવ-લેટર્સ પૂરા પણ કરીશ…..
પણ જુઓ, એ ટાઈમ ક્યારે આવશે એ તો નહી જ કહી શકાય….
બાકી આ લવારો તો છે જ….. ચાલુ જ રહેશે આ તો.

લાઈક ધ બીગીનીંગ! 
એક જૂની શરૂઆત!

કૌંસમાં :~
{[(
બ્રુનો માર્સ નું જ સોંગ…….
http://www.youtube.com/watch?v=x94m407UJSI
)]}

હાશ…….!

ઘણા ટાઈમ પછી “હાશ….” જેવું ફિલ થયું…..
અને રીઝન તો એક જ છે….. એકઝામથી (ટેમ્પરરી) છુટકારો….
જો કે એક્ઝામ ને બાદ કરીએ તો લાસ્ટ ટુ મન્થ્સ મારા માટે તો બહુ જ મસ્ત રહ્યા….અને એના રીઝન્સ નીચે મુદ્દાસર એન્લીસ્ટ કરવામાં આવ્યા છે….તે મુદ્દાઓને ઉન્ડાણ પૂર્વક સમજાવવામાં આવશે.(એક્ઝામ ની ટેવ ગઈ નથી હજુ :P)

~>નવેમ્બર મહિનો ઘરમાં એકલો :
એક્ષ્ટર્નલ વાઈવા અને કોલેજ ની એક્ઝામ હોવા છતાં પણ (આખો એક મહિનો) એકલા રહેવાનો (નવો) અનુભવ મસ્ત રહ્યો…! ઘણી નવી નવી (મૌલિક! :D)રેસીપીઝ ટ્રાય કરવામાં આવી…વાંચવા માટે  ઘરમાં જ નવી જગ્યાઓ ટ્રાય કરી! જોર જોર થી ગીતો ગાવાની પણ મજા પડી ગઈ…. અને ફૂલ જલસા….(વિથ સમ જવાબદારી…!) જો કે ઘરમાં ચોરીનો ટ્રાય થયો હતો, પણ એ લોકો ફેઈલ ગયા હતા. ઓવરઓલ નવેમ્બર મસ્ત હતો!

~> નવું લેપટોપ આવ્યું:
લીનોવોનું લેપટોપ મારા માટે સારું કહી શકાય એવા સ્પેસીફીકેશન સાથે મળ્યું. અને ખાસ તો વિન્ડોઝ-૮ ના લીધે મજા આવી. આમ તો લેપટોપ પરથી ઘણી બધી પોસ્ટ્સ લખી છે…. પણ અત્યારે કહેવા જ બેઠો છું તો થયું ચાલો એનું પણ કહી જ દઉં…! જો કે લેપટોપ ના આવ્યા પછી કમ્યુટરને થોડું ખોટું લાગ્યું છે અને તેની તબિયત પણ એટલી સારી નથી રહેતી…. તો મેં એને આરામ આપવાનું જ નક્કી કર્યું છે. 😀 વિન્ડોઝ-૮ ની એપ્સ ના લીધે અને ઘણા નવા ફીચર્સના લીધે યુઝ કરવાની મજા આવે છે. એ સિવાય ઘણા એવા સોફ્ટવેર્સ કે જે પીસીમાં પ્રોસેસર અને મેમરી ની અછતના લીધે નહોતા ચાલતા તે યુઝ કરવા મળે છે એટલે જલસા છે….(બાય ધ વે એક પોર્ટેબલ હાર્ડ-ડ્રાઈવ પણ લીધી… )

~>આકાશ વસાવી લીધું! 😀
૨૦ ડિસેમ્બરે DataWind તરફ થી મેઈલ આવ્યો કે “તમે એક વર્ષ પહેલા કરેલી ubislate ના ઓર્ડરની અપડેટ આવી છે તો તે મંજુર છે કે જુનું જ ubislate ચલાવી લેશો??” (ગુજરાતીમાં નહોતું પૂછ્યું… :P) હવે હું ના થોડો ને પાડું!? તો બસ, આકાશ-૨ માટે રજીસ્ટર કરાવી દીધું અને સાત દિવસ માં જ ઘરે આવી ગયું….! એન્ડરોઈડની એપ્સ કે જે હું જુગાડ કરીને લેપટોપમાં યુઝ કરતો હતો તે હવે આકાશ-૨ માં યુઝ કરવાની પણ મજા જ જુદી છે. અને ખાસ વાત તો એ કે અપેક્ષાઓ કરતા તો ટેબ્લેટ ઘણું જ સારું નીકળ્યું!!

અને હવે છેલ્લે તો એવું છે કે સૌથી સારી વસ્તુ ડીસેમ્બરમાં નહિ પણ જાન્યુઆરીની પહેલી જ તારીખે થઇ! એક્ઝામ પૂરી થઇ ગઈ!!!! એના થી સારું તો શું હોય!!

બસ તો આજે જ મેઈલ્સ ચેક કરીને સૌથી પહેલા તો ૬૫ બ્લોગપોસ્ટ્સ વાંચી લીધી, હવે મુવી-ટાઈમ અને (નોવેલ્સ)રીડીંગ-ટાઈમ ચાલુ…..! કોઈ મસ્ત નોવેલ કે મુવીઝના નામ સજેસ્ટ કરજો પાછા….! :D.

કૌંસમાં:~
{[(

એક (નોટ સો ગુડ) રોમેન્ટિક(કોમેડી!) મુવીમાં આવેલા મસ્ત કહી શકાય એવા મારા ફેવરીટ બે સોન્ગ્સ શેર કરું છું…..સાંભળજો અને ઈચ્છા થાય તો ગઈ લેજો… 😀
એન્જોય………

)]}

2012 in review

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

600 people reached the top of Mt. Everest in 2012. This blog got about 7,700 views in 2012. If every person who reached the top of Mt. Everest viewed this blog, it would have taken 13 years to get that many views.

Click here to see the complete report.