હાશ…….!

ઘણા ટાઈમ પછી “હાશ….” જેવું ફિલ થયું…..
અને રીઝન તો એક જ છે….. એકઝામથી (ટેમ્પરરી) છુટકારો….
જો કે એક્ઝામ ને બાદ કરીએ તો લાસ્ટ ટુ મન્થ્સ મારા માટે તો બહુ જ મસ્ત રહ્યા….અને એના રીઝન્સ નીચે મુદ્દાસર એન્લીસ્ટ કરવામાં આવ્યા છે….તે મુદ્દાઓને ઉન્ડાણ પૂર્વક સમજાવવામાં આવશે.(એક્ઝામ ની ટેવ ગઈ નથી હજુ :P)

~>નવેમ્બર મહિનો ઘરમાં એકલો :
એક્ષ્ટર્નલ વાઈવા અને કોલેજ ની એક્ઝામ હોવા છતાં પણ (આખો એક મહિનો) એકલા રહેવાનો (નવો) અનુભવ મસ્ત રહ્યો…! ઘણી નવી નવી (મૌલિક! :D)રેસીપીઝ ટ્રાય કરવામાં આવી…વાંચવા માટે  ઘરમાં જ નવી જગ્યાઓ ટ્રાય કરી! જોર જોર થી ગીતો ગાવાની પણ મજા પડી ગઈ…. અને ફૂલ જલસા….(વિથ સમ જવાબદારી…!) જો કે ઘરમાં ચોરીનો ટ્રાય થયો હતો, પણ એ લોકો ફેઈલ ગયા હતા. ઓવરઓલ નવેમ્બર મસ્ત હતો!

~> નવું લેપટોપ આવ્યું:
લીનોવોનું લેપટોપ મારા માટે સારું કહી શકાય એવા સ્પેસીફીકેશન સાથે મળ્યું. અને ખાસ તો વિન્ડોઝ-૮ ના લીધે મજા આવી. આમ તો લેપટોપ પરથી ઘણી બધી પોસ્ટ્સ લખી છે…. પણ અત્યારે કહેવા જ બેઠો છું તો થયું ચાલો એનું પણ કહી જ દઉં…! જો કે લેપટોપ ના આવ્યા પછી કમ્યુટરને થોડું ખોટું લાગ્યું છે અને તેની તબિયત પણ એટલી સારી નથી રહેતી…. તો મેં એને આરામ આપવાનું જ નક્કી કર્યું છે. 😀 વિન્ડોઝ-૮ ની એપ્સ ના લીધે અને ઘણા નવા ફીચર્સના લીધે યુઝ કરવાની મજા આવે છે. એ સિવાય ઘણા એવા સોફ્ટવેર્સ કે જે પીસીમાં પ્રોસેસર અને મેમરી ની અછતના લીધે નહોતા ચાલતા તે યુઝ કરવા મળે છે એટલે જલસા છે….(બાય ધ વે એક પોર્ટેબલ હાર્ડ-ડ્રાઈવ પણ લીધી… )

~>આકાશ વસાવી લીધું! 😀
૨૦ ડિસેમ્બરે DataWind તરફ થી મેઈલ આવ્યો કે “તમે એક વર્ષ પહેલા કરેલી ubislate ના ઓર્ડરની અપડેટ આવી છે તો તે મંજુર છે કે જુનું જ ubislate ચલાવી લેશો??” (ગુજરાતીમાં નહોતું પૂછ્યું… :P) હવે હું ના થોડો ને પાડું!? તો બસ, આકાશ-૨ માટે રજીસ્ટર કરાવી દીધું અને સાત દિવસ માં જ ઘરે આવી ગયું….! એન્ડરોઈડની એપ્સ કે જે હું જુગાડ કરીને લેપટોપમાં યુઝ કરતો હતો તે હવે આકાશ-૨ માં યુઝ કરવાની પણ મજા જ જુદી છે. અને ખાસ વાત તો એ કે અપેક્ષાઓ કરતા તો ટેબ્લેટ ઘણું જ સારું નીકળ્યું!!

અને હવે છેલ્લે તો એવું છે કે સૌથી સારી વસ્તુ ડીસેમ્બરમાં નહિ પણ જાન્યુઆરીની પહેલી જ તારીખે થઇ! એક્ઝામ પૂરી થઇ ગઈ!!!! એના થી સારું તો શું હોય!!

બસ તો આજે જ મેઈલ્સ ચેક કરીને સૌથી પહેલા તો ૬૫ બ્લોગપોસ્ટ્સ વાંચી લીધી, હવે મુવી-ટાઈમ અને (નોવેલ્સ)રીડીંગ-ટાઈમ ચાલુ…..! કોઈ મસ્ત નોવેલ કે મુવીઝના નામ સજેસ્ટ કરજો પાછા….! :D.

કૌંસમાં:~
{[(

એક (નોટ સો ગુડ) રોમેન્ટિક(કોમેડી!) મુવીમાં આવેલા મસ્ત કહી શકાય એવા મારા ફેવરીટ બે સોન્ગ્સ શેર કરું છું…..સાંભળજો અને ઈચ્છા થાય તો ગઈ લેજો… 😀
એન્જોય………

)]}

Advertisements

13 thoughts on “હાશ…….!

  • નવાઈની વાત તો એ હતી કે ચોરી કરવાનો પ્રયત્ન વીસેક વર્ષ ની ૨ છોકરીઓએ કર્યો હતો!

   અને આકાશ-૨ માં તો હવે એના બીજા અપગ્રેડેડ વર્ઝન્સ પણ આવવાના છે… ફ્રેન્ડસ ને તો સીમ-કાર્ડ અને બ્લુટુથ વાળું વર્ઝન જ સજેસ્ટ કરું છું….

 1. મારા બંને ફેવરેટ ગીત તમે મૂકી દીધા..નવા મુવી માં કલાઉડ એટલાસ જોજો…મેટ્રિકસ વાળા ભાઈઓ(સોરી હવે ભાઈ બેન) એ બનાવેલું છે..અને એમાં પણ ટોમ હેન્કસ..જલસા પડી જય એવું છે

  • મેં આજે તમારી કમેન્ટ વાંચી અને ગઈ કાલે જ કલાઉડ એટલાસ જોયું…..(વેવ્સ વેવ્સ 😉 )
   અને ખરેખર અમેઝિંગ મુવી હતી, ખાસ તો નવા કન્સેપ્ટ અને મેકપ અને બધા જ એક્ટર્સની એક્ટિંગ ના લીધે!! પણ એ મુવી બનાવવામાં ખર્ચો પણ એટલો જ જબરદસ્ત કર્યો હતો…. ( $100,000,000 (estimated) :O )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s