“સમય જે ગયો”—Grand Ode To My Budds

એક પોએમ હરતા ફરતા મારા વોટ્સ-એપમાં આવી પડી…… ડાયરેક્ટ હાર્ટને ટચ કરી ગઈ…. એ પોએમ હિન્દી માં હતી…. અને આજે અચાનક ઈચ્છા થઇ ગઈ કે ચાલો તરજૂમો કરીને મૂકી દઈએ બ્લોગમાં (ઓબ્વીયસ્લી થોડા(ઘણા) ચેન્જીસ સાથે જ)…. પણ હવે એમનેમ કોઈની પોએમ ફરતી તો નાં જ કરી દેવાય ને…. અને પછી થોડુક સર્ચ કર્યું…. અને ફેસબુક-ફ્રેન્ડ ‘દુર્ગેશભાઈ‘ની હેલ્પથી ઓરીજીનલ પોએટનું નામ ખબર પડી….“મધુર ચડ્ઢા”(Madhur Chadha)!
ગુગલ દેવતાની મદદ થી એમની સાઈટ પર પોએમ નું ફૂલ વર્ઝન પણ મળ્યું….
અને બસ પછી તો મધુરભાઈની મંજુરી સાથે શરૂઆત કરી અને આ છે તે તરજૂમો એક અમેઝિંગ હાર્ટ ટચીંગ પોએમ નો…..! 🙂

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આ દિવસની જ તો રાહ હું જોતો હતો ક્યારનો,
સપના કઈ મોટા સજાવ્યે રાખતો હતો ક્યારનો.

બહુ ઉતાવળ હતી જવાની,
પગથીયા ઊંચા ભરવાની.

પણ આજે કેમ જાણે કઈક જુદું થાય છે ફિલ,
સમય ને જાણે રોકવા માંગતું મથી રહ્યું છે દિલ.

પહેલા ટેન્શન આપતી  વાતો આજે હસાવી જાય છે,
યાદ એ પળોની અત્યારે, આંખો ભીંજાવી જાય છે.

ચાર વર્ષની જાળમાંથી લાગતું હતું કે છૂટવા મળશે,
પણ મસ્તી આ વર્ષો જેવી ફરીથી ક્યાં લુંટવા મળશે?

કીધેલી, ન કીધેલી, કેટ-કેટલી વાતો રહી ગઈ,
જીવનભર ન ભૂલાય એવી હજાર યાદો રહી ગઈ.

ખેંચવા માટે સામેથી ટાંગ કોણ ધરશે?
ખાલી માથું ખાવા મારો પીછો કોણ કરશે?
કેન્ટીનમાં પે નહિ કરવાની બબાલ કોણ કરશે?
પાર્ટી માંગતા નિત-નવા બહાના કોણ ધરશે?

કોણ મારા ટીફીનમાંથી પરાઠા ઉપાડશે?
મને ચીડવવા મારા નવા નામ કોણ પાડશે?

‘કે.ટી.’ આવતા સાથે હોવાનો દિલાસો કોણ આપશે?
રેન્ક લાવતા મોટી મોટી ગાળો કોણ સંભળાવશે?

કારણ વગર હવે હું કોની સાથે લડીશ?
ટોપિક વગરના ડિસ્કશન કોની સાથે કરીશ?
માઉન્ટેઇન-ડ્યુ ને સ્લાઈસ હવે કોની સાથે પીશ?

અદભુત એવી મોમેન્ટસ હવે ફરી ક્યારે જીવીશ?

ક્યાં મળશે એવા દોસ્તો જે ટપલી ઘણી મારશે,
પણ આફત મોટી આવતા પહેલા એજ ઉગારશે!

મારી ગઝલોથી હવે પરેશાન કોણ થશે?
કોઈ છોકરી જોડે મને વાત કરતો જોઈ, હેરાન કોણ થશે?

કોણ કહેશે, “તારા જોકમાં મજા ના આવી…”
કોણ કહેશે, ” જલ્દી જો તારા વાળી આવી….”

બોરિંગ લેક્ચર્સ સહન કરવા સાથ કોણ આપશે?
પ્રોફેસર ને હેરાન કરવા સંગાથ કોણ આપશે?

મારા વિચારોને ફાલતું કહેવાની હિંમત કોણ કરશે?
ડર્યા વગર સાચી સલાહ આપવાની હિંમત કોણ કરશે?

કોઈની પણ સામે જોઇને જોર જોર થી વગર કારણે હસવાનું….
કોણ જાણે ફરીથી આવું ક્યારે કરીશું?
કહી દો ને દોસ્તો, ફરીથી બધું  કરીશું…

ફ્રેન્ડસ માટે થઇ લેક્ચરર્સ સાથે ક્યારે લડી શકીશું?
વીતેલા દિવસો ના આ પુલ, શું ફરી ઘડી શકીશું?

કોણ મારા કૌશલ્ય પર મને ભરોસો અપાવશે?
અને વધારે ઉડતો જોઇ, જમીન પર લઇ આવશે?

મારી ખુશીઓથી સાચે ખુશ કોણ થશે?
મારા જ ગમમાં મારાથી વધુ દુખી કોણ થશે?

કોણ મારી આ કવિતાઓ વાંચશે?
કોણ એને સાચ્ચી રીતે સમજશે?

હજુ ઘણું લખવાનું બાકી છે,
હજુ થોડો સાથ કદાચ બાકી છે.

બસ એક જ વાતની મને બીક છે દોસ્તો….
આપણે ક્યાંક અજનબી ના બની જઈએ દોસ્તો….

જીવનના  રંગોમાં દોસ્તીનો રંગ ફીકો ના પડી જાય…
બીજા સંબંધોની ભીડમાં ક્યાંક દોસ્તી દમ ના તોડી જાય…

જીવનમાં મળવાની ફરિયાદ કરતા રહેજો…
ના મળાય તો એટલીસ્ટ યાદ કરતા રહેજો…

છો હસી લો મારી પર આજે, હું ખોટું નહિ લગાવી લઉં….
ઈચ્છા છે એ હાસ્ય ને બસ મારા દિલમાં સમાવી લઉં…
ને તમારી યાદ આવતા, એજ હાસ્યથી, થોડું હું પણ હસી લઉં….

– વિરાજ રાઓલ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

SPECIALLY FOR ALL MY COLLEGE FRIENDS!!! 😀 😀 😀

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કૌંસ માં :~
{[(

એજ પોએમનું રેકોર્ડીંગ વિથ મ્યુઝીક દુર્ગેશ ભાઈ ની મદદ થી તૈયાર થયું…..(તેમના જ મ્યુઝીક અને અવાજ સાથે….) અને અહિયાં share પણ કરું જ છું….. 😉
So Enjoy……..


)]}

Advertisements

13 thoughts on ““સમય જે ગયો”—Grand Ode To My Budds

 1. ” કોણ કહેશે, ” જલ્દી જો તારા વાળી આવી…. ” . . . ઓહોહો . . . Ditto આ વાક્ય અમે બોલતા અને કેટલીયવાર લાઈનમાં ગોઠવાઈ જતા 😆

  સાચી વાત છે ; દોસ્ત કોલેજના એ દિવસો ખુબ યાદ આવે છે . .

  ” હવે આગળ તો સુક્કો ખારો પાટ છે જાણે ક્યા વહી ગયા એ રાજ-પાટ છે ! ”

  લે એમ કહીને મેં પણ થોડાક ચેડા કવિતા સાથે કરી લીધા 😉 . . મારો એક દોસ્ત તો રીતસર કવિતાની બુક લઈને જ ફર્યા કરતો . . . તેને સામેથી આવતો જોઇને અમે ભાગાભાગી કરી મુકતા . . . પણ પાછા સાંભળતાએ ખરા ! . . . & nicely expressed into delighted voice also 🙂

  • મારે તો હવે બસ થોડાક જ દિવસો રહ્યા છે….. એટલે જ આ લખવાની ઈચ્છા(ખરે ખરા દિલ થી….) થઇ ગઈ….. 🙂

   અને આ કોલેજ અને બધા ફ્રેન્ડસ ના લીધે જ તો આ લખતો(અને વાંચતો) થયો…. 😛
   જો કે હું તો કોઈ કવિતા ની બુક રાખતો જ નથી….એ વાતે બધા ફ્રેન્ડસ ને શાંતિ છે…. 😉

   અને કવિતા સાથે ચેડા કરતા રહેવું….. મજા છે એમાં…. 😀

 2. ખુબ સરસ… શાંત ને એકાંત વાતાવરણમા સાંભળવાની ઔર મઝા આવે.. સાંભળતા સાંભળતા ક્યારે આંખો ભીની થઇ ગઈ એની પણ ખબર નો પડી!!!!

 3. ‘ડર્યા વગર સાચી સલાહ આપવાની હિંમત કોણ કરશે?’
  કંઈક લખી તો જુઓ ! ઘણા ‘ડોસા’ , મફત….. આપવા તૈયાર છે. બીજુ શું ? સલાહ વળી.

  • 😛
   એમ તો આખી દુનિયા તૈયાર બેઠી હોય સલાહ આપવા…. પણ કોલેજ-ફ્રેન્ડસ ની સલાહ જ એવી હોય છે કે ગમ્મે તેટલી કડવી (અને સાચી) સલાહ હશે તો પણ મધ ની જેમ ઉતરી જાય….

 4. સુંદર કવિતા , સુંદર અનુવાદ , સુંદર રેકોર્ડીંગ – અને એ સાંભળ્યા પછી રીલેટેડ વિડીઓ માં જોયું તમારું બ્રુનો ના ગીત નું સુંદર ગાયન 🙂

 5. Pingback: ‘યુ-ટ્યુબ’ લવારો ~ “શું કરવું??” | undefined હું

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s