અને હું ઉડ્યો…..(SecondLife)

હમણા બે દિવસ પહેલા હું એક મેરેજ માં ગયો હતો….
દર વખતે જે લોકોની કંપની હોય છે એ લોકો આવી શક્યા નહોતા…
હું ખુરશી લઈને બેઠો… આજુ બાજુ જોતો રહ્યો…
નાનું ગામ હતું અને નેટવર્ક આવતું નહોતું…
છતાં પણ મેં મારા ફ્રેન્ડને પીંગ કર્યો…. તેને IM મોકલીને મને ટેલીપોર્ટ રીક્વેસ્ટ સેન્ડ કરવા કહ્યું….
થોડી વાર રહીને નેટવર્ક પકડાયું અને મારો મેસેજ નીકળી પડ્યો…. ફ્રેન્ડનો રીપ્લાય પણ આવ્યો… તેણે મને વેઇટ કરવા કહ્યું… અને હું ટેલીપોર્ટ રીક્વેસ્ટની રાહ જોઇને બેઠો….
અને ત્યાં જ નેટવર્ક ફરી જતું રહ્યું….
હવે બીજી બાજુ બેન્ડ-બાજા વાળાઓએ ફાયરબ્રિગેડ ગાવાનું ચાલુ કર્યું જે મારા થી જરા પણ સહન ન થતા નજીકની જ એક ટેકરી પર જંગલ જેવા એરિયામાં જવાનું નક્કી કર્યું…. ટેકરી પર નેટવર્ક મળશે તેવી આશાએ….!
હું ટેકરી બાજુ આગળ વધ્યો અને એજ વખતે નોટીફીકેશનનો સાઉન્ડ સંભળાયો….
“Aryan has sent you request to join him in CDI”

મેં કઈ પણ વિચાર્યા વગર જ ટેલીપોર્ટ પર ક્લિક કરી દીધું…. આજુ બાજુ બધું જ બ્લેન્ક થઇ ગયું હતું…. નોર્મલી એવું થતું નથી હોતું, કદાચ નેટવર્ક પ્રોબ્લેમ ના લીધે એરિયા ફાઈન્ડ કરવામાં પ્રોબ્લેમ થયો હશે…આજુ બાજુ કેટલાક લોકોની બ્લરી ઈમેજ નજરે ચઢી… કદાચ એ લોકો પણ મારી જેમ ખરાબ નેટવર્ક ના લીધે ફસાઈ ગયા હશે…..
થોડી વાર રહીને મારી આંખો પર એક ફ્લેશ થઇ…. અને હું સમજી ગયો કે ટેલીપોર્ટ કમ્પ્લીટ થઇ ગયું હશે…..
પણ ના…… આઈ વોઝ સ્ટીલ એટ ધ સેમ પ્લેસ!
હવે તો  હદ થઇ ગઈ હતી..મારી સ્ક્રીન પર ‘ટેલીપોર્ટ ફેઈલ્યર’નો મેસેજ દેખાતો હતો.. જો આ નો-ફ્લાય ઝોન ન હોત તો કદાચ ઉપરની બાજુ ઉડીને જ નેટવર્ક માટે ટ્રાય કરી દીધો હોત….
પછી ટેકરી પર થોડું વધારે ચઢીને મેં ફરીથી ટેલીપોર્ટ થવા માટે ટ્રાય કર્યો… આ વખતે બહુ ઝાઝી રાહ જોવી ન પડી…. થોડીજ વારમાં મારી આંખો પર ફ્લેશ થઇ…. અને હું જોરથી પાણીમાં જ પડ્યો…. ઉપર નજર કરી તો આર્યનભાઈ અને ડોરીઓનભાઈ હસતા-ઉડતા દેખાયા…. તેઓએ જાણે જોઇને મને પાણી ની ઉપર ની લોકેશન પર ફ્લોટ થતા થતા જ રીક્વેસ્ટ મોકલી હતી…

મેં ઇન્વેન્ટરીમાં ચેક કરીને બીજા સુકા કપડા વિઅર કરી લીધા…. બીજી બાજુ ડાંસ ફ્લોર પર જતીનભાઈ ઉભા હતા…. તેમને મળે ઘણો ટાઈમ થઇ ગયો હતો… હું ઉડીને તેમની બાજુ ગયો, તેમની નજર બીજી દિશામાં હતી…. હું નજીક પહોંચ્યો અને જતીનભાઈ ગાયબ થઇ ગયા….
મેં આર્યનભાઈ ની સામે નવાઈ થી જોયું, અને તેમણે પણ ખભા હલાવીને આશ્ચર્ય વ્યક્ત કર્યું….
મારા ફોનમાં એક નવો IM આવ્યો….
જતિન : શું વિરાજભાઈ! ક્યા ખોવાઈ ગયા છો!
અને હું સમજી ગયો કે ચોક્કસ તેમને ઓસ્ટ્રેલીયા જવાનું થયું હશે….
જતીનભાઈ મોટાભાગે જયારે ઓસ્ટ્રેલીયા જાય ત્યારે મને આઇ.એમ. કરતા હોય છે….
મેં પણ તેમને તેમના અચાનક ગાયબ થવા વાળી વાત કરી અને તેમણે મને ઓસ્ટ્રેલીયા માટે રીક્વેસ્ટ મોકલી….. મેં આર્યનભાઈ અને ડોરીભાઈ ને બાય કહીને ટેલીપોર્ટ થવા માટે ક્લિક કર્યું….અને ફરી થી એક્સ્ટ્રા  Lagના કારણે હું ફસાઈ ગયો….
અચાનક પપ્પાનો મેસેજ આવ્યો કે હવે વરઘોડો નીકળે છે તો જલ્દી આવી જા પાછો….
અને મેં ફરી થી ડી-ફોલ્ટ બટન પર ક્લિક કરીને ના-છૂટકે પાછા આવવા માટે પ્રયાણ કર્યું… અને આ વખતે ટેલીપોર્ટ થતા એક સેકંડ જેટલી પણ વાર ન લાગી!
અને બસ….બોરિંગ મેરેજ (ખાસ તો બકવાસ બેન્ડ ના લીધે બોરિંગ લાગતા…) સહન કર્યા….

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મારી તબિયત નથી બગડી(ના શારીરિક રીતે, કે ના તો માન’સિક’ રીતે… :P)
આ તો મેરેજ માં ગયો હતો…(ખરેખર ગયો જ હતો… :D) અને બોર થતો હતો….(એ પણ ખરેખર… :D) તો બસ આવું જ બધું વિચારતો હતો…. હવે તમને કઈ બીજા વિચાર આવે એ પહેલા હું કહી દઉં કે આવા વિચારો મને એટલા માટે આવ્યા કેમકે આ બધું મેં ખરેખરમાં પણ કરેલું છે… નોટ ઇન ધીસ લાઈફ, બટ ઇન “સેકન્ડ લાઈફ”!

હવે ઊંડાણમાં વાત કરું તો એવું છે કે ટ્વેલ્થના વેકેશનમાં (ફ્રેન્ડસની અછત અને ઓછાબોલી-ગુણ ના વધારાના લીધે) (નેટ પર)ફરતા ફરતા એક સાઈટ પર આવી ચઢ્યો…. નામ એનું “સેકન્ડલાઈફ.કોમ”…
સાઈટની ઇન્ફર્મેશન વાંચી, રસ પડ્યો… અકાઉન્ટ બનાવ્યું, ડાઉનલોડ કરી અને શરુ થઇ ગઈ મારી “સેકન્ડલાઈફ”!

સૌથી પહેલા તો એક હેલ્પ આઈલેન્ડ થી શરૂઆત થઇ… જ્યાં બધા બોર્ડ્ઝ મુકેલા હતા, તે બધા બોર્ડ પર લખેલી અને ચીતરેલી વસ્તુઓ જોઇને સેકન્ડલાઈફ જીવતા આવડી ગઈ…. થોડોક આગળ વધ્યો ત્યાં એક બોર્ડ પર ફ્રીબીઝ મળતી હતી…. મફતના કપડા, સ્કીન, શેપ્સ, અવતાર, ઓબજેક્ટ્સ, ફર્નીચર, ઘર…વગેરે..!
જેટલું હતું તે બધું જ ખરીદી લીધું, અને ત્યાં થી હું આઇલેન્ડના મિડલ પાર્ટમાં ગયો કે જ્યાં મારા જેવા ઘણા બધા ન્યુબીઝ હતા અને એકબીજાની ઇન્ફો share કરતા હતા… કયા દેશમાંથી આવ્યા છો? સાચું નામ શું છે? સાચું જેન્ડર શું છે? વગેરે વગેરે….અને એક હેલ્પર હતો/હતી જે લોકોના પ્રશ્નોને સોલ્વ કરવામાં હેલ્પ કરવા માટે જ ત્યાં મુકવામાં આવતા હતા…
થ્દિક ઇન્ફર્મેશન લીધા પછી ખબર પડી કે આ તો બસ શરૂઆત હતી!
હેલ્પરે આપેલા એક ફોલ્ડરમાં ઘણા બધા લેન્ડમાર્ક્સ હતા કે જેમાં ઘણા રીઅલ વર્લ્ડની હુબહુ જયારે કેટલીક ટોટલી કાલ્પનિક જગ્યાઓ હતી…..
શોપિંગ સેન્ટર્સ, ડાંસ કલબ્સ, RPG આઇલેન્ડ્સ, લાઈબ્રેરીઝ, અને રીઅલ વર્લ્ડ જેવી જ લાખો જગ્યાઓ!!
તમારે બસ મેપ માં સર્ચ કરવાનું અને ટેલીપોર્ટ થઇ જવાનું…..

આઈલેન્ડ પર જ ફરવું હોય અને ચાલવાનો કંટાળો હોય તો કઈ વાંધો નહિ, ઉડીને પહોંચી જાઓ….
ચાલવું ના ગમે તો ઉડતા જ રહો…!
જુદી સ્ટાઈલ થી ચાલવું છે? એનીમેશન ઓવરરાઈડ વિઅર કરી લો…
કપડા નથી ગમતા? ખરીદીને બીજા પહેરી લો…(પહેરવા તો પડે જ…મોટાભાગ ના આઇલેન્ડ પર… ;))
ચહેરો નથી ગમતો? શેપ નથી ગમતો? તો ચેન્જ કરી દો, કઈ જ વાંધો નહિ?
માણસ નથી રહેવું? કઈ વાંધો નહિ… જે જાનવર બનવું હોય તે બની શકો….
રીઅલ લાઈફ માં કોઈ રીલેશનશીપ માં નથી? સેકન્ડ લાઈફ માં મેરેજ કરી લો!!  😀
ડ્રેસ-ડીઝાઈનર થવું હતું પણ ડોક્ટર બની ગયા? સેકન્ડ લાઈફ છે ને…. બનો જે બનવું હોય એ…!
સિંગર છો? શરમાઓ છો? કઈ વાંધો નહિ, સેકન્ડલાઈફમાં રોકસ્ટાર બનવાના પુરા ચાન્સીસ છે….

બસ…. આ બધું જ ફોલો કરતો ગયો,
ફરતો ગયો….
૮-૯ મહિના જેટલું ફર્યો અને એક અઈલેન્ડ પર ફાઈનલી સેટલ થવાનું વિચાર્યું…. અને એ હતો હેલ્પ અઈલેન્ડ પીપલ….. બસ ત્યાં જ રહીને હેલ્પર તરીકે ન્યુબીઝ ને હેલ્પ કરવાનું ચાલુ કરી દીધું….
૩-૪ મહિના તરીકે હેલ્પર તરીકે સેવા કરી…. જોડે જોડે બીજા આઇલેન્ડ પણ એક્સ્પ્લોર કરતો ગયો…. અને અચાનક એક આઇલેન્ડ પર એક એક દિવસ એક ઇન્ડિયન નજરે ચડ્યો…!
નામ વગેરે પૂછ્યું અને ખબર પડી કે એક ઇન્ડિયન આઇલેન્ડના ઓનર હતા એ ભાઈ! એ આઇલેન્ડ પર ગયો અને ઘણા ઇન્ડિયન્સ સાથે ફ્રેન્ડશીપ થઇ…. અને એવી ફ્રેન્ડશીપ જેવી કદાચ મારે રીઅલ લાઈફમાં પણ નહિ હોય…..

આ એક ઈમેજીનરી વર્લ્ડ હતું… જેવી દુનિયા મેં નાનપણમાં ઈચ્છી હતી…. એક એવી દુનિયા કે જ્યાં મારા ઘણા બધા ફ્રેન્ડસ હતા….. એક એવી દુનિયા જ્યાં હું બિન્દાસ બોલી શકતો હતો, મસ્તી મઝાક કરી શકતો હતો….. જ્યાં હું કોઈની પણ પરવાહ કાર્ય વગર નાચી શકતો હતો, જ્યાં હું ઉડી શકતો હતો…. જ્યાં હું ગ્રુપ્સમાં રહી શકતો હતો! એક ફેમિલીની જેમ…..

સેકન્ડલાઈફ નું એડીક્શન થઇ ગયું હતું….!
જો કે અત્યારે તો જવલ્લેજ લોગીન કરું છું….
ઘણી વાતો છે સેકન્ડલાઈફની…. ઘણા કિસ્સાઓ છે…. કઈક અજીબ, કઈક મઝેદાર…. કઈક ફિક્કા, કઈક  ચટાકેદાર!

એ પણ share કરીશ…. કરતો રહીશ…. ત્યાં કેપ્ચર કરેલા પિક્ચર્સ સાથે…. ત્યાં કેપ્ચર કરેલી મોમેન્ટસને બનશે તેટલી લાઈવ કરીને બતાવવાનો પ્રયત્ન કરીશ….

આ સેકન્ડ લાઈફ ના અનુભવ પછી એટલીસ્ટ હું તો એવું નહિ જ કહું કે “યુ ઓન્લી લીવ વન્સ”…. જો ફર્સ્ટ લાઈફ માં કઈક ગુમાવ્યું છે, તો સેકન્ડ લાઈફમાં ચોક્કસ મળી રહેશે….
એક વાર તમે પણ જીવી જોજો….
તમારી સેકન્ડલાઈફ…… 🙂

[આ પોસ્ટ ફરીથી વાંચી નથી અને ઉતાવળ માં લખી છે…. તો ભૂલ દેખાય તો ચલાવી લેજો… :P]

Advertisements

6 thoughts on “અને હું ઉડ્યો…..(SecondLife)

 1. આ લેખ વાંચતા વાંચતા જ સેકંડ લાઈફની સાઈટ સાઈડમાં ખોલી દીધી , હાલ આ કોમેન્ટ લખ્યા પછી એમાં જોડાવાનો જ કાર્યક્રમ છે – thanks for suggesting wonderful site.
  let me also suggest you one wonderful site , કે જેનો હું addict છું , અને હંમેશા રહીશ – postcrossing.com , વિઝીટ કરશો એટલે બધું સમજાઈ જશે

  • સેકન્ડલાઈફની મારે ક્યારે આદત છૂટી ગઈ એનો ખ્યાલ જ ના રહ્યો…. વેકેશનમાં તો મેં આખે આખા દિવસ તેની પાછળ ખર્ચ્યા છે… એટલે આમ તો આદત છૂટી એ સારું જ થયું છે એમ માનું છું…. પણ ક્યારેય ભુલાશે નહિ એ ટાઈમ જે મેં એમાં વિતાવ્યો છે…

   postcrossing.com પણ me ચેક કરી જોઈ…. પણ પોસ્ટકાર્ડ્સ નો મને ખાસ અનુભવ નથી… અને બીજું કારણ એ પણ છે કે છ મહિના પછી હું ક્યાં હોઈશ અને શું કરતો હોઈશ તે પણ મને ખબર નથી… એટલે બુકમાર્ક કરી લીધી છે સાઈટ, અનુકુળ લાગતા તેમાં પણ જોડાવાનો વિચાર છે….

 2. પરિકથા !!

  નાના હતા ત્યારે વાર્તાઓ વાંચેલી (ને સાંભળેલીય ખરી)તેમાં આવું બધું આવતું જે માત્ર કલ્પનાવિહાર જ રહેતા. પણ હવે એવું નથી છતાં અમારા જેવાઓની જુની આંખે નવા તમાશા અંગે કહું તો –

  * પહેલાં દાદીમાં વાર્તા કહેતાં અને બાળકો અમે સાંભળીને અવનવીન દુનિયામાં ખોવાઈ જતાં….
  * આજે યુવાનો (બાળકો નહીં કહું) વારતા કહે છે ને મારા જેવા ડોસાઓ કલ્પનામાં ખોવાઈ જાય છે !(કલ્પનામાં કારણ કે યુવરાજ તો તરત જ પરિકથાને પોતાની કરવા ઉપડી ગયા ! હું એમ કરી શવાનો નથી !! કલ્પનાની મજા લીધા સિવાય બીજું નોનટૅકનિકલ માણસ કરી પણ શું શકે ?)

  • જયારે મેં તે દુનિયા જોઈન કરી ત્યારે એજ વર્ડ પહેલો મગજમાં આવ્યો હતો… “પરીકથા”…
   એ વર્ચ્યુઅલ વર્લ્ડ ના કારણે હજુ મને આશા છે કે રીઅલ લાઈફમાં ક્યારેક નહિ ને ક્યારેક આ બધાનો અનુભવ થશે જ….!
   હવે બસ રાહ જ જોવાની રહી…

   અને આ દુનિયા માં જોડાવું એટલું પણ અઘરું નથી…. દરેક સ્ટેપ પર એ લોકો મદદ કરવા માટે હોય જ છે…
   અને એ દુનિયામાં જે મેં ઇન્ડિયન આઇલેન્ડ ઓનર ની વાત કરી તેમની ઉંમર ચાર વર્ષ પહેલા ૭૧ વર્ષ ની હતી….!! 🙂

 3. 🙂 ‘Nation’ of Imagi”nation” 🙂

  મને એમ કે હું એક જ મોટી મોટી , આંગળીઓ દુખાડી દે તેવી પોસ્ટ લખું છું . . . મને આ સાઈટ વિષે ખ્યાલ તો હતો , પણ જવાની કયારેય ઈચ્છા નથી થઇ 😦 . . . કારણકે , બ્લોગ સિવાય હું કયા પણ [ વિડીયો ગેઈમ / ફેસબુક / ટવીટર ] એક્ટીવ નથી . . . કલ્પનાઓની દુનિયામાં ઉડવા માટે હું રાત્રે નિરાંતે જ મારી સપનાઓની દુનિયામાં લોગ – ઇન થાઉં છું . . અને મમ્મી જ્યાં સુધી સવારે અવાજ ન પાડે ત્યાં સુધી લોગ – આઉટ નથી થતો 😀

  • પરફેક્ટ નામ આપ્યું!!

   અને મોટી પોસ્ટ નું તો એવું છે કે જયારે સબ્જેક્ટ રસનો હોય ત્યારે તેની લેન્થ ઉપર તો ધ્યાન જતું જ નથી… ઇવન આ લખતા લખતા પણ જયારે પ્રિવ્યુ કર્યું ત્યારે લાગ્યું કે લંબાઈ બહુ વધી ગઈ છે…. અને એટલે જ લખતા લખતા અટકી ગયો હતો…. કારણ કે હજુ તો ઘણા કિસ્સાઓ કહેવાના બાકી રહી ગયા છે….!

   અને કલ્પનાની દુનિયામાં ૧૨માં ધોરણ સુધી હું પણ ખુબ ઉડ્યો હતો…. અને હજુ પણ ચાલુ જ છે….! પણ સેકન્ડ લાઈફમાં ખુલ્લી આંખે ઉડવાનું પણ ઓછું મજેદાર નહોતું! 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s