ઉંદરની વેલેન્ટાઇન ♥

વેલેન્ટાઈને ઉંદરે કરી ઉંદરડી ને વાત,
“ચાલને ફરવા જઈએ ઉન્દી, રોમેન્ટિક છે રાત.”

ઉંદરડીયે ઓછી ન’તી કઈ, બા’ના આપી બોલી,
“તમેય સુ ગાંડા કાઢો છો!”, મનમાં છો એ ડોલી!

ઉંદરભઈ પણ તાન માં આવ્યા, ગીત ગાવાનો મૂડ બનાવ્યો,
ઉન્દી સામે ઘૂંટણે ઉભા, સૂરમાં તેમણે સુર મિલાવ્યો!
“તેરે લિયે દેખ ઉન્દી મેરી, નઝરાના હમ હૈ લાયે”,
ગાવા લાગ્યા, “તેરે ‘દર’ પર સનમ ચલે આયે….”!!

ઉન્દીના પણ રોમ રોમ માં છવાઈ ગયો રોમાંસ,
એણેય વિચાર્યું જવા દેવા જેવો નથી આ ચાન્સ.

દરને તાળા મારી નીકળ્યા ઉંદર ને ઉંદરડી,
દોડતા જાતા એકબીજાની પૂંછ પ્રેમથી કરડી…

મસ્તી-પ્રેમમાં પાગલ થઇ બેઉ જણા ભટકતા’તા,
પણ બંનેના પેટમાં તો હવે ઉંદરડા દોડતા’તા!!
મનગમતાની જોડે ફરતા સુખ તો મળી જાય છે,
પ્રેમથી પેટ ભરાય ક્યાં! ભૂખ જ નડી જાય છે…

ઉંદરડી બોલી “જાનું, આ ભૂખ નહિ સહેવાય,
ચલને કોઈ રેસ્ટોરન્ટમાં, હવે નહિ રહેવાય….”
ઉંદર બોલ્યો, “ડીનર આપણે કેન્ડલ-લાઈટ કરીશું,
પ્રેમની વાતો કરતા કરતા આપણે પેટ ભરીશું…”

સંતા-કૂકડી રમતા રમતા એક હોટલમાં પેઠા,
રસોડાનો માહોલ લાગ્યો જોઇને વાસણ એઠા.

રેસ્ટોરન્ટના મેઈન હોલમાં તેમણે એન્ટ્રી લીધી,
ખૂણે ચમકતી એલ.ઈ.ડી.ને કેન્ડલ માની લીધી.

બોલ્યો ઉંદર, “વેઇટ હની, હું મેનુ જરા જોઈ આઉં,
તારી ફેવરીટ સ્પેશ્યલ ડીશ તારા માટે લઈ આઉં…”

બોલી આટલું ઉંદર દોડ્યો મારતો કુદકો એક,
ફેંદી વળ્યો રસોડું જોઈ ખૂણો એકી-એક,
થાળી, વાડકા જોયા ને જોયા કબાટ દરેક,
એક ખૂણામાં પડેલી જોઈ સરસ મજાની કેક!

આજુ બાજુ કરી નજર, કોઈ નજરે ના ચડ્યું,
માન્યું કરી જે મહેનત, એનું જ આ ફળ મળ્યું!

દોડતા જઈને ઉંદરભાઈએ કેક હાથમાં લીધી,
પાસે પડેલી ક્રીમથી તેને સરસ સજાવી દીધી!

દુરથી ઉંદર જોરથી બોલ્યો, “આઈ લવ યુ માય મિસ”,
ઉન્દીએ પણ દુરથી ઉંદરને દીધી બ્લો-કિસ..!

કેક લઈને ઉંદરડીની પાસે પહોંચ્યો ઉંદર,
“આ લે તારી માટે લાવ્યો કુદી સાત સમુંદર!,
તારા પ્રેમના તીરથી થ્યો’તો હું તો શૂટ એટ સાઈટ!
પ્રેમનો ટુકડો સમજી, તું લે કેકનો પહેલો બાઈટ…”

કેક ઉન્દીને ખવડાવીને ઉંદરે પણ ખાધી,
ન દીઠયું કે સામે આવતી હતી એક ઉપાધી!
બહારથી તો દેખાતી’તી કેક સુંદર ને સાદી,
જાણ્યું ના ઉંદરડાએ આ કેક હતી બરબાદી!!

ધડકવા લાગ્યું હતું બેઉનું હવે જોર થી દિલ,
ક્યારેય ના કર્યું હોય એવું થઇ રહ્યું’તુ ફિલ,
પરસેવે ભીનું થઇ ગ્યું’તુ બંને નું તો ડીલ,
કેકના નામે ખાઈ લીધું’તુ મોર્ટીન-રેટ-કિલ!

જાણી લીધું અંતિમ આવી બેઠી છે આ ઘડી,
ટાળ્યે ન ટળાય એવી મુશ્કિલ આવી પડી.

“દરેક જનમમાં સાથે જીવશું, સાથે મૃત પામીશું,
દુનિયા સામે છો પડે, આપણે જોડી જમાંવીશું”

આટલું કહીને જીવન-મરણની જનમ જનમ ની કસમો લીધી,
એકબીજાની જ બાહોમાં ઉંદર-યુગલે જાન દીધી!

વેલેન્તાઇનની જવા દીધી ના રાત ઉંદરે કોરી!
પ્રેમની સાથે જ શરુ કરી ને ખતમ થઇ લવ-સ્ટોરી!

|~~~~ રેસ્ટ ઇન ચીઝ ~~~|

-વિરાજ રાઓલ

કૌંસ માં :~
[{(

સાત દિવસ પહેલા ઘર માં ઉંદર હોય એવું લાગ્યું હતું, પાંચ દિવસ પહેલા ઉંદરની નીશાનીઓ દેખાઈ, ત્રણ દિવસ પહેલા ઉંદરે દર્શન દીધા, તરત જ લાકડી લઈને મારવાનો ટ્રાય કર્યો… પણ ઉંદર મારી સામે હતું અને અવાજ બીજી દિશામાંથી આવતો હતો…!
તરત જ દુકાને ભાગ્યો, રેટ-કિલ લઇ આવ્યો, અને રાત્રે એક ખૂણા માં મૂકી દીધું…. ગઈ કાલે રેટ-કિલ કેક ગાયબ થયેલી જોઈ એટલે હાશ થઇ…. પણ જેમ પહેલા લાગ્યું હતું એવું જ થયું…. ઘર માં ઉંદરનું કપલ રહેતું હતું!!
ગઈ કાલે રાત્રે ઉંદરડી પણ સામે આવી! બીજી કેક મૂકી અને પંદર જ મિનીટ માં કેક સાફ કરીને ઉંદરડી બહાર ભાગી…. બસ તો એ ઉંદરોની યાદમાં જ આજની પોએમ… 

)}]

14 thoughts on “ઉંદરની વેલેન્ટાઇન ♥

  1. ખુબ જ ધાંસુ રચના ❗ . . .

    ” માર ન માર , મેં તેરા મહેમાન . . . કે બે ઘડીના ‘ મહેમાન ‘ ” . . . મારીને પણ અંજલિ આપે , એવા કવિ તો આજે દીઠા 😉

  2. ભારત મેં સબ દેવતાઓ કી પૂજા કી જાતી હૈ લેકિન કામદેવ કી પૂજા નહીં કી જાતી, કયો ? વેલેનટાઈન દિન કા નયા નામ કામાદેવાધિન દિન રખકે ત્યોહાર મનાના ચાહીએ .

Leave a reply to કાર્તિક Cancel reply