ઈતિહાસ બોલે છે મેં ‘લવારો’ કર્યો છે….!

જાહેર નોટીસ :~ આ પોસ્ટ હથોડાઓ અને લવારાઓથી ઉભરાતી હોઈ શકે છે….”રીડ એટ યોર ઓન રિસ્ક…”

આ એ જમાનાની વાત છે જયારે તમે અત્યારે છો એ કરતા ઘણા નાના હતા (અને હું પણ)!! કે હતા જ નહિ! 😛
એ જમાનો જયારે રેડીઓ અને કેસેટ જ મ્યુઝીક સંભાળવા માટે સૌથી પહેલા મગજમાં આવતા….
એ જમાનો જયારે હું જુનિયર કે.જી. માં હતો….
એ જમાનો જયારે હું મારી (કાલ્પનિક) ફ્રેન્ડના ત્યાં રોજ રમવા જતો હતો….
એ જમાનો જયારે મારું પહેલી વાર દિલ તૂટ્યું હતું જયારે મને ખબર પડી કે એ ફ્રેન્ડ ખરેખરમાં હતી જ નહિ, ફ્રેન્ડ તો છોડો હું જતો હતો ત્યાં ઘર નહિ પણ ખાલી પ્લોટ જ હતો!
એ જમાનો જયારે દિલ તૂટ્યા પછી ટેપ અને કેસેટ્સ મારી બેસ્ટ ફ્રેન્ડ બની હતી…..

અને…..અને…..અને….!!!!

સાબિતીઓ ના આધારે એક એવા દિવસ ની જાણ થઇ કે જ્યારથી મેં લવારો કરવાનું શરુ કર્યું હતું!!!
હવે એ દિવસ પર કુદકો મારીએ તો થયું હતું એવું કે…..
હું ટેપ અને “મુકેશ કે દર્દ ભરે નગમે”ની કેસેટ લઈને મચેડવા બેઠો….. અને એ પછી મેં શું કર્યું એ તો મને યાદ નાં જ હોય ને!! 😛

પણ પણ પણ….!!

એજ કેસેટ માં મારું, મારા દીદીનું અને મારા મમ્મીનું કન્વરઝેશન મેં અજાણતામાં રેકોર્ડ કરી દીધું…. 😀
અને મોટા(સમજણો) થયા પછી જયારે એ સાંભળ્યું એટલે ખબર પડી કે ભાઈ એ દિવસ હતો જયારે મેં લવારો કરવાનું શરુ કર્યું હતું…. અને એ પાછળનું રીઝન એ હતું કે મને તાવ આવ્યો હતો!!
એ પછી તો ભાઈ….. ઘણીવાર તાવ આવ્યા, ઘણા લવારા કર્યા…
મોટો થતો ગયો અને લવારા એન્ટરટેઈનીંગ થવા લાગ્યા…. પછી તો જો કે તાવ આવતો ઓછો થઇ ગયો….. વર્ષમાં માંડ એક વાર તાવ આવે…. પણ લવારાની તો ભાઈ ના કરો વાત!!(હું કરું જ છું ને વાત 😉 તમે વાંચો ખાલી…. :D)
છેલ્લી જાણકારી(યાદગીરી) મુજબ…. ગયા વર્ષે આવેલા તાવમાં “લવારા-એ-ડાયરા” ની “પેશ-એ-ખિદમત” થઇ હતી!
અને એ પછી ડાયરેક્ટ આજ-કાલ આવેલો તાવ!! અને આ વખતે થયું છે એવું કે મારા કોલેજ ફ્રેન્ડસને મારો લવારો હિન્દીમાં સાંભળવો પડ્યો…. એ ભાષા કે જેમાં હું અત્યાર સુધી ક્યારેય સરખી રીતે વાત નથી કરી શક્યો, અને એ લેન્ગવેજ કે જેમાં હું સૌથી ઓછા માર્ક્સ લાવતો હતો….!!
અને નવાઈની વાત તો એ છે કે ક્યાય અટક્યા વગર કે જરા પણ ભૂલ કર્યા વગર એકદમ ફ્લુઅન્ટ હિન્દીમાં બબડ્યો છું…!
અને વચ્ચે થોડી ઘણી જુદા જુદા લોકોની મિમિક્રી પણ કરી હતી!!

જો  પોસીબલ હશે તો ક્યારેક પેલું રેકોર્ડીંગ અપલોડ કરીશ…. અત્યારે તો એ કેસેટ વાગી શકે એવી ટેપ જ અવેલેબલ નથી…. 😦

બસ તો આ અત્યારે પણ લવારો જ કરું છું….. સો આમાં કઈ મોરલ વોરલ નથી…. નાં તો કઈ ખાસ…. એટલે આટલે સુધી બધું જ વાંચીને પહોંચ્યા હોય તો તમારી સહનશક્તિ ને “Hats Off”!!

અને હા….
કૌંસ માં :~
{[(
કઈ જ નહિ….. 😛
લવારાને લવ સાથે કોઈ લેવા-દેવા ના હોય….!

)]}

Advertisements

13 thoughts on “ઈતિહાસ બોલે છે મેં ‘લવારો’ કર્યો છે….!

  • ના ભાઈ….કોલેજ માં લવારો કર્યો હતો તો રેકોર્ડ કરી ન શક્યો…. અને હવે તો તાવ પણ ઉતરી ગયો…. બેટર લક નેક્સ્ટ ટાઈમ 😀 😉

   • હવે તાવ જેવું લાગે એટલે કોઇને કહી જ રાખજો કે તમારી કેસેટ ચાલુ થાય એટલે રેકોર્ડિંગ ચાલુ કરી દે !!!! 🙂

 1. મારા કઝિનને પગના અંગૂઠામાં કંઇક ઇન્ફેક્શન થયું હતું અને તેને એનેસ્થેશિયા આપ્યો હતો, અડધો ભાનમાં આવ્યો અને તેણે અંગ્રેજીમાં બોલવાનું ચાલુ કર્યું. ત્યાં ઉભેલા બધાં હસી-હસીને બેવડ વળી ગયા 🙂 એ સમયે મોબાઇલ નહોતો નહીતર મસ્ત રેકોર્ડિંગ થઇ જાત!

  • હહાહા….. કમેન્ટ વાંચ્યા પછી પાંચ-એક મિનીટ સુધી હસ્યો છું…..એવું વિચારીને કે આજુ બાજુ વાળાઓને તો મફતનું અને મસ્ત મજાનું એન્ટરટેઈનમેન્ટ જ મળી જાય આવું કઈ થાય ત્યારે તો…. 😀

   • અરે કાર્તિકભાઈ આવા કિસ્સા સાંભળીને એકલા-એકલા પણ ખુબ જ હસવું આવે છે તો ત્યાં હાજર વ્યક્તિઓને કેવું એન્ટરટેઇન્મેન્ટ થયું હશે ?? !! અને કાર્તિકભાઈ આમ પણ હોસ્પિટલમાં મૂડ ઑફ હોય ત્યારે આવા લવારા કરનારા મિત્રો જ આપણો ટાઇમપાસ કરાવતા હોય છે.. 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s