નવા જુના અને લેટેસ્ટ “Cine-લવારા” (IM3)

હમણા ૩ દિવસ કોલેજના ઇન્ટર્નલ-વાઈવા અને સબમીશનથી કંટાળીને ઘણા દિવસે(અઠવાડિયા પછી જ આમ તો 😉 ) ફરીથી આવી ગયો લખવા માટે…. ઓકે, લવારો કરવા માટે 😀

અને ફરીથી ઘણા દિવસ પછી કેટલાક મુવીઝ વિષે લખવાની ઈચ્છા થઇ ગઈ….
હવે આમ જોઈએ તો કયા મુવીઝ વિષે લખવાનો છું એના વિષે આગળ (એટલે કે અહિયાં) કઈ જ નથી લખવાનો કેમ કે આમ પણ મારા રિવ્યુઝ ટૂંકમાં જ પતિ(<~ જોડણી ખોટી છે ને? 😛 ) જતા હોય છે….

બસ તો હવે બીજા લાવારાઓને બાજુમાં મૂકી ને ચાલુ કરીએ સીને-લવારા!!
~~~~~~~~~~~~~~~~~
નવાથી જુના તરફ જઈએ તો….
1) ફૌલાદી રક્ષક!!! 
ઓબ્વીયસ્લી આ નામથી ખબર પડી જ જવી જોઈએ કે હું iron man-3 ની જ વાત કરું છું…. ટીવી પર એડ્ઝ નથી જોતા!!
આજે જ સવારે પહેલા શોમાં જ થ્રી-ડી માં આ મુવી જોવામાં આવ્યું…
આયર્નમેન ને બીજા હીરોઝ થી જો કઈ અલગ પાડતું હોય છે તો તે હ્યુમર છે and his coolness!
પ્લસ ઘણા પ્રીડીકટેબલ scenes સાથે અનપ્રીડીકટેબલ અને મજા કરાવી જાય તેવા પણ ઘણા scenes હતા. અને હવે આ મુવી વિષે વધારે લખવા કરતા આ મુવી જોઈ આવવાની સલાહ જ આપીશ… કેમ કે કુછ બાતે લિખી નહિ જાતી 😉

૨) નૌટંકી સાલા + Après Vous
 બે મુવીઝના ભેગા રીવ્યુ કેમ! એ પણ તમને લગભગ તો ખબર જ હશે…. અને ખબર ના હોય તો એ એ પણ કહી જ દઉં…. પહેલું જે છે ને…. એ બીજાનું રીમેક છે 
અને આમ તો બંને મુવીઝ જોરદાર જ છે….
ઘણા ટાઈમ પછી હિન્દી મુવી મોટી સ્ક્રીન પર જોયું… અને ફરારી કી  સવારી જોયા પછી પહેલી વાર કોઈ હિન્દી મુવી જોવાની આટલી મજા આવી…. છેલ્લે એ મુવીમાં ઈમોશન સાથે વહ્યો હતો…એ પછી ડાયરેક્ટ નૌટંકી સાલામાં એવું થયું…. બસ ઈમોશનમાં ચેન્જ હતો કે આ વખતે તાળીઓ પાડીને મુવી એન્જોય કર્યું, અને બરાબર નો હસ્યો છું….!
એ મુવી જોઇને ઘરે આવ્યો અને બીજા જ દિવસે  Après Vous જોઈ લીધું….
સ્ટોરીમાં ખાસ કઈ ચેન્જ નથી, ફરક એટલો છે કે ફ્રેંચ મુવીમાં હોટેલનો પ્લોટ હતો અને હિન્દીમાં નાટક કંપની નો….
તો પણ હિન્દી વાળું જોવાની મજા વધારે આવી, આખરે લેન્ગવેજનો પણ ફરક તો પડે ને…. 😉

૩) The Perks of Being a Wallflower
આમ તો આ નોવેલ ઘણા દિવસ થી વાંચવાનું વિચારતો હતો પણ વંચાતી એવી અધુરી નોવેલ્સનું લીસ્ટ ઘણું જ લાંબુ હોઈને મુવી જ જોઈ લેવાનું નક્કી કર્યું. અને ખરેખર એન્જોય કર્યું!!
એકલું એકલું ફિલ કરતા હો તો આ મુવી જુઓ…. સીરીયસ્લી તમને થશે કે તમે એકલા જ એકલા નથી…. અને એકલા છો તો એકલા છેક સુધી રહેવાના નથી…. તમને લાગે છે કે તમે વિઅર્ડ છો? કોઈ ફ્રેન્ડ નહિ બને? યુ આર રોંગ ડીઅર ફ્રેન્ડ…. તમારા જેવું જ નમુનું રાહ જોઇને બેઠું છે તમને લાઈફમાં ક્યારેક ભટકાઈ જવા માટે…
આ મુવી જોઇને  “I am Infinite”થી લઈને  “We are infinite” સુધીની સફર એક વાર તો માણવા જેવી ખરી જ….!

અને
૪) the rocky horror picture show
પેલું ત્રીજા નંબર વાળું મુવી જોશો એટલે એમાં આ ચોથા નંબર વાળા મુવી વિશે જાણવાની કેટલાક લોકોને ઈચ્છા થશે….
તો હવે આ મુવી વિષે ટૂંકમાં જ લખી લઉં તો આ મુવી ૧૯૭૫માં એક મ્યુઝીકલ “ધ રોકી હોરર શો” પરથી બનાવવામાં આવ્યું હતું… અને અત્યારે તેની ગણના ક્લાસિક કલ્ટ્સમાં થાય છે…
એક એવા કપલની સ્ટોરી જે મેરેજ કરવાની તૈયારી કરતુ ફરવા નીકળે છે અને એક અજીબ એવા ઘરમાં પહોચી જાય છે….
પાગલોના ઘર જેવા એ ભૂતિયા બંગલામાં એક પાગલ સાયન્ટીસ્ટ તેમની સાથે જે કાઈ પણ કરે છે એ ગાંડપણ જોવા જેવું છે!
અને એજ મ્યુઝીકલ પર થી ઘણા બધા લોકોએ પરફોર્મ પણ કર્યું છે…. જેવી રીતે પેલા ત્રીજા નંબરના મુવીઝમાં કર્યું છે એવી જ રીતે…

તો
કૌંસમાં:~
{[(
ધ બીગ બેંગ થીઅરી ના કાસ્ટે પરફોર્મ કર્યું એ જોવું હોય તો અહી ક્લિક કરો….!
અને The Perks of Being a Wallflowerનું મારું ફેવરીટ સોંગ અહિયાં જ એન્જોય કરો!!
🙂

)]}

Advertisements

મારી જ કોલેજની થ્રીલર ફિક્શન!

ફેસબુક ઉપર બધી જાત જાતની ને ભાત ભાતની એપ્લીકેશન્સ આવતી હોય છે….. તમે આગલા જન્મમાં શું હશો? તમને સીક્રેટલી લવ કોણ કરે છે? તમારા લાઈફ પાર્ટનરનું નામ કયા અક્ષર પરથી હશે? અને તમારું ખૂન કોણ કરવાનું છે?! આવી જ બધી ટાઈમપાસ એપ્લીકેશન્સ જસ્ટ ફોર ફન મજા કરાવે એવી પણ હોય છે…..!
પણ વિચારો કે આવી જ કોઈ એપ્લીકેશન માં ‘તમારું ખૂન કોણ કરશે’ એના રીઝલ્ટ ને કોઈ સીરીયસ્લી લઇ લે તો?!
મારી કોલેજમાં પણ એવું જ થયું! મુબીને આવી જ એપ્લીકેશન પર ક્લિક કર્યું અને તેનું રીઝલ્ટ આવ્યું કે જીતું તેનું ખૂન કરવાનો છે બસ થોડાજ દિવસ માં…… પોસ્ટ ને લાઈક્સ ઘણી મળી, કમેન્ટ્સ પણ ઢગલો આવી, અને એક માણસે આ વાત સીરીયસલી લઇ લીધી, અને એ માણસ પણ કોણ!!?
“હું” !!!
એજ પોસ્ટ ને સીરીયસલી લઈને મેં કામ આગળ ધપાવ્યું અને મસ્ત મજાની ફુલ્લી ટાઈમપાસ, એન્ટરટેઈનીંગ (એટલીસ્ટ મારા ક્લાસમેટ્સ માટે) , થ્રીલર એવી વાર્તા લખી દીધી…. અને ખરેખર કઈ પણ વિચાર્યા વગર જ આડેધડ જે મગજમાં આવ્યું એ જ દીધે રાખ્યું!! બસ ક્લાસમાં જ આજુ બાજુ નજર દોડાવીને કેરેક્ટર્સ ભેગા કર્યા, તેમની જ બોલવાની સ્ટાઈલને થોડી વધારીને મીઠું મરચું ભભરાવીને  અઠવાડીએ અઠવાડીએ ચાર ભાગ પોસ્ટ કરી દીધા….!
ફેસબુક ઉપર તો ચાર ભાગમાં એ સ્ટોરી share કરી હતી,  પણ અહિયાં પેલી ફોનબુથની સ્ટોરીના છેલ્લા ભાગને આવતા લાગેલી વાર ને ધ્યાનમાં રાખીને મને આ સ્ટોરીના બધા જ ભાગ ભેગા કરીને જ અહી એક જ પોસ્ટમાં share કરવાનું વધારે ‘હિતાવહ’ લાગ્યું… 😉
પણ હા, એક જ પોસ્ટ હોવા છતાં એ ભાગ કઈ રીતે પાડ્યા હતા તે પણ અહિયાં બતાવીશ…. 😀
તો ટાઈમ લઈને એન્જોય કરો….!! 
——————————–
——————————–
ભાગ ૧ – “ધ ફ્રેન્ડલી કીલર”
——————————–

વહેલાલની એ સુમસાન ગલીઓ માં એક ભયાનક ચીસ સંભળાઈ….. ચીસ નો અવાજ સાંભળીને કૃણાલ, મુબીન, જીતુ અને મયુર ચીસની દિશામાં ભાગ્યા. 

કૃણાલના માઈન્ડ માં સુપરહીરો બનવાના અભરખા જાગ્યા અને બોલ્યો, “સુનીલ શેટ્ટીના સમ, જે હેરાન કરતો હશે એને પણ આવી જ ચીસ પડાવડાવીશ!”

“છોકરો હશે તો પણ??” મુબીને સિક્સર મારી!

“પંચ મારવાની વાત કરું છું, જોતો નથી જીમમાં જઈને આયો છું યાર!!” કૃણાલે બચાવ કરતા કહ્યું!

એટલામાં ફરી થી ચીસ પડી! વાતાવરણ ભયાનક અને સુપરહોરર બનતું જતું હતું!

અચાનક જ મયુર બોલ્યો, “લેકચર નો ટાઈમ થઇ ગયો છે, કલ્પેશ સર જોશે તો વાટ લાગશે યાર, ચલોને ક્લાસ માં હવે યાર!”

“બેબી, ધેર આર નો મોર લેક્ચર્સ  ટુડેય!!” આખરે જીતુ પહેલો ડાયલોગ બોલ્યો!

“તો ચલો ઘરે, ચીસો તો HGCE માં પડતી જ રહેતી હોય છે, ત્રાસ તો જુઓ! અને પછી છકડા નહિ મળે યાર!” મયુર તેનો ટીપીકલ ડાયલોગ ફટકારતા બોલ્યો!

“ઓક બાય બાય મયુરબેબી, સી યા….!” જીતુએ પોતાની સ્ટાઈલ જાળવી રાખતા કહ્યું.

ચીસ કોલેજ ના ધાબે થી આવી રહી હતી….મુબીન, જીતુ અને કૃણાલે અગાશીએ જવા પ્રયાણ કર્યું!

એટલામાં કુતરાઓનો ભસવાનો અવાજ આવે છે!!

મુબીન અને જીતુ થોડા ગભરાઈ જાય છે!

“અરે રીંગટોન  છે મારી….” કૃણાલ ચોખવટ કરતા કહે છે, “વિરાજ નો ફોન છે”!

“તો આપી આવ એને, એનો ફોન તારી જોડે શું કરે છે?!” મુબીને ફરી બાઉન્ડ્રી મારી!

“અરે એને કામ છે, મને રાયપુર બોલાવ્યો છે, જવું પડશે, કદાચ જીમ માટે ટીપ્સ લેવી હશે!” બોલતા બોલતા કૃણાલ સીડી થી નીચે ઉતરતો જતો રહ્યો.

“બેબી, ડોન્ટ વરી, આઈ એમ વિથ યુ…”

“એજ તો વરી છે!”

“તુ ધાબે પહોંચતો થા, આઈ વિલ ફોલો યુ…”

મુબીન નીડરતા થી આગળ વધે છે, એક એક સ્ટેપ લેતા તે આજુ બાજુ નજર કરે છે, તે પાછળ ફરી ને જુએ છે તો જીતુ દેખાતો નથી હોતો! તેમ છતાં તે ધાબે પહોંચે છે અને તેને દેખાય છે એક જુના જમાના નું ટેપ રેકોર્ડર! મુબીન પ્લેય કરે છે અને ફરી થી તે જ ચીસ નો અવાજ ટેપ રેકોર્ડર માં થી આવે છે! મુબીન ના માઈન્ડ માં ધીમે ધીમે બધા સીન ક્લીઅર થાય છે! મયુર નું ભાગવું તો સ્વાભાવિક હતું, પણ વિરાજ નો કૃણાલ ને ફોન કરવો! જીતુનું અચાનક ગાયબ થવું! મુબીન કઈ પણ સમજે તે પહેલા જ જીતુ નો અવાજ આવે છે!

“ગુડ બાય બેબી! વી વિલ મિસ યુ!!” અને સાયલેન્સર વાળી બંદુક થી મુબીન ને ગોળી મારે છે!!

*************

શું હશે ગોળી મારવાનું કારણ!? એવી તો શું દુશ્મનાવટ હશે!? વિરાજ, કૃણાલ અને મયુરનો આ મર્ડરમાં શું રોલ છે!? ધવલ, હિમાંશુ અને નીકુલનું નામ પણ કેમ ના દેખાયું?! શું દીપક ટાંક અને આસિફ ઘાંચીએ  પ્લાન બનાવ્યો હશે?! વધુ જાણવા માટે વાંચતા રહો “જીતુ- ધ ફ્રેન્ડલી કિલ્લર”

———————————
“જીતુ- ધ ફ્રેન્ડલી કીલર” ના પ્રથમ ભાગની ભવ્ય સફળતા બાદ, આવી ગયું છે સૌને હચમચાવી દેનાર ભાગ-૨!!!
———————————-

“ભૈલું આ સુ?” અચાનક જ સંજય ના આ શબ્દો સાંભળીને જીતુ ગભરાઈ જાય છે, પોતાની બંદુક પણ તૈયાર કરી દે છે!

જીતુ અસમંજસ માં પૂછે છે, “અબે તું અહિયાં!!?

“લેટ થઇ ગયું યાર, સોરી, ગેમ ઓવર?” સંજય એ ઝાટકો આપતો જવાબ આપ્યો!!

“હા, હવે તું વહેલો ના આવે તો હું રાહ ક્યાં જોઉં!!” જીતુ સંજય ને પીઠ પર હાથ મારતા બોલ્યો…!

“કઈ વાંધો ની ભૈલું, આગળ ની ગેમ સમજાવી દે હવે, તૈયારી કરવા માંડીએ!”

“ઓકે, ચલ પહેલા થોડી સફાઈ કરી દઈએ, પછી કહું નેક્સ્ટ પ્લાન નું, ગેટ રેડી ફોર ધ નેક્સ્ટ મર્ડર બેબી!!”

“હજુ ટોટલ કેટલા કરવાના છે?”

“એ તો ઉપર થી ઓર્ડર આવે એટલે ખબર પડે!”

“ગુડ ભાઈ, મેસેજ કરી દેજે નેક્સ્ટ નેમ, આ વખતે મારે ચાન્સ લેવો છે.” સંજયે બેગ ખભે લટકાવતા જવાબ આપ્યો.

“અરે, ગોટ ધ મેસેજ બેબી, નેક્સ્ટ ઓન માય ગન ઈઝ મિસ્ટર વિરાજ!” જીતુ વાતાવરણ માં ભય ફેલાવતું હસ્યો…

“ભૈલુ, થીસ ટાઈમ ઓન માય ગન!” સંજય પણ હસવા લાગ્યો….

——–

(એજ સમયે રાયપુર માં)

“તને લાગે છે તારી ટીપ્સ કામ લાગશે?” વિરાજ કૃણાલ ને પૂછે છે!

“મેં અજમાવેલી જ છે” કૃણાલ ભજિયું ખાતા ખાતા કહે છે!

“ઓહ્હ, આ જીતુ અને સંજય આજે જોડે જોડે બાઈક પર આવે છે!” વિરાજ નવાઈ લગાડતા પૂછે છે!

“હા, આ કઈ સમજાતું નથી આ બધું, આપણી બાજુ જ આવે છે, પૂછી લઈએ!” કૃણાલ ભજીયાવાળા ને રૂપિયા આપતા બોલે છે.

“હેય બેબી”

“હાઉસફુલ ટુ,  હેય બેબી તો જુનું થઇ ગયું…” વિરાજ જીતુ ની વાત કાપતા બોલે છે, સંજય હસી પડે છે!

“બાય ધ વે વિરાજ, યુ આર ઇન ડેન્જર!” જીતુ ખિસ્સામાં હાથ નાખતા કહે છે!

“કેમ? મેં શું કર્યું?” વિરાજ ગભરાઈ જાય છે.

જીતુ ખિસ્સામાંથી હાથ કાઢી ને બીજા ખિસ્સામાં હાથ નાખે છે, અને મુંઝવાઈ જાય છે! કૃણાલ અને સંજય હસવા લાગે છે! વિરાજ કોઈ એક્સપ્રેશન નથી આપતો.સંજય જીતુની બંદુક વિરાજ ના હાથ માં ધરે છે. જીતુ વધુ ને વધુ મુંઝાતો જાય છે. એટલામાં જ એક વાન આવે છે અને જીતુને ઉપાડી ને લઇ જાય છે! એજ સમયે વાન માં પંક્ચર પડે છે! ટાયર નો અવાજ રાયપુરની એ શાંતિ ને ચીરી નાખે છે….વાન માંથી દીપક અને આસિફ બહાર નીકળે છે! વિરાજ, કૃણાલ અને સંજય પણ એ બાજુ દોડે છે, વાન માં જીતુ ને શોધે છે પણ બધાના આશ્ચર્ય વચ્ચે જીતુ વાનમાં દેખાતો જ નથી!
**********************
ક્યાં ગયો જીતુ? આસિફ અને દીપક હમેશા સાથે જ કેમ ફરે છે? સંજય અને કૃણાલની ડબલ ગેમ છે શું? વિરાજ નું આ રહસ્ય છે શું? શું વાર્તા નું નામ “જીતુ-ધ ફ્રેન્ડલી કીલર” થી બદલી ને “વિરાજ-ધ સાયલંત કીલર” કરવી પડશે?! જાણવા માટે વાંચતા રહો, “જે પણ નામ હોય” નો ત્રીજો ભાગ!!
———————————————
ભાગ-૩ “રન બેબી રન, સી માય ગન”
———————————————

“ક્યાં જતો રહ્યો જીતુ?” વિરાજ ને પણ બીજા લોકો જેટલી જ નવાઈ લાગી..

“અરે આગળ નો દરવાજો તો ખુલ્લો છે ભૈલું.” સંજય નું અચાનક ધ્યાન ગયું.

“બહુ હાય હાય નહિ કરવાની, અહિયાં ક્યાંક જ હશે, હમણાં પકડી લઈશું, હો!!” આસિફ મિમિક્રી કરતા બોલ્યો!

બધાનું ધ્યાન પણ અચાનક “ખારી” નદીના પુલ તરફ જાય છે, જીતુ પુલ તરફ દોડતો હોય છે, જીતું અચાનક જ પુલની પાડી પર ચઢી જાય છે!!

“નો વન કેન કેચ મી બેબીઝ!! યુ ઓલ આર બેબીઝ!! હહાહાહાહા” આટલું બોલી ને અચાનક જીતુ ખારી નદીના ધસમસતા(?!) પ્રવાહ માં કુદી પડે છે.

બધા જ અચાનક તે તરફ દોડે છે, પણ જીતું દેખાતો નથી!

~~~~~~~

આ વાત ને બે-ત્રણ દિવસ નીકળી જાય છે…..ત્યાંજ અચાનક…..

“ભૈલું, એક સમાચાર જાણવા મળ્યા છે” સંજય ભયભીત ચેહરા સાથે વિરાજ ને વાત કરે છે!

“સુ થયું?” વિરાજ ના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે!

“એક્સ્ટ્રા લેકચર છે?” મયુર વચ્ચે ડપ્કું મુકે છે!

“ના, ધવલ ને પણ  ઉડાવી દીધો! આજે AMTS માં ચડતા પહેલા જ!” સંજય બેગ બેંચ પર મુકતા કહે છે!

“સમાચાર કોને આપ્યા?” વિરાજ કપાળ પરથી પરસેવો લૂછતાં પૂછે છે!

“ભૈલું, હમણા જ અર્ચન નો મેસેજ આવ્યો!”

“ગબ્બર ક્યાં છે?” મયુર ફરી વચ્ચે પૂછે છે!

“એ તો આજે નથી આવવાનો એવું કહેતો હતો!” વિરાજ ચિંતિત સ્વરે કહે છે, “સવારે જ વાત થઇ હતી મારી એની સાથે.”

“સો જીતું-ધ-કીલર ઈઝ બેક ભૈલું!”

“પણ આ વખતે શંકા ની સોય અર્ચન પર જાય છે!” વિરાજ નવું સસ્પેન્સ મુકતા બોલે છે.

અચાનક કનુ દોડતો દોડતો ક્લાસ માં એન્ટ્રી મારે છે!

“જીતું આયો હ, નેચે ઉભો હ” કનુ ધડાકાભેર ન્યુઝ આપીને તરત જતો રહે છે!

વિરાજ અને સંજય નીચે ભાગે છે ત્યાં જ અચાનક જીતું એક બેગ ફેંકે છે અને એક હેલ્મેટધારી બાઈકવાળા ની પાછળ  બેસી ને જતો રહે છે અને વિરાજ ને તેની નવી બંદુક બતાવી ને બુમ પાડે છે, “સી ધ ન્યુ ગન, રન બેબી રન! હહાહાહાહા”
****************************
શું થઇ રહ્યું છે અહી? શું હશે એ બેગ માં? ક્યાં થી આવી નવી ગન? શું એ ચાઈનામેડ ગન હતી? કોણ હતું એ હેલ્મેટ ધારી? કોણ કોણ છે જીતું ની ગેંગ માં? વિરાજ અને સંજય નું આ રહસ્ય છે શું?? શું વિરાજ સ્ટોરી બનાવવાના નામે બસ ટાઈમ પાસ કરે છે? જાણવા માટે રાહ જુઓ ભાગ-૪ ની “અન્જાન બેગ, અન્જાન ગેંગ!”
————————————————
ભાગ – ૪ : “અન્જાન બેગ, અન્જાન ગેંગ!”
————————————————

~~~શું છે રહસ્ય એ બેગ નું?!

કોણ છે સુત્રધાર જીતુની ગેંગ નું?!

વાંચો આજ નો ભાગ અને

અનુભવો દ્રશ્ય બીગ બેંગ નું!!!~~~

********************

સંજય, વિરાજ, કનુ અને બહાર હાજર બધા લોકો હક્કા-બક્કા બનીને જે થયું તે જોઈ રહ્યા હતા.

“ભૈલુ આ જીતુ નો કઈક મોટો પ્લાન લાગે છે આ વખતે….” સંજય પપ્પુ કંગી ની જેમ ડોક હલાવીને બોલે છે.

“પણ પહેલા આ બેગનું શું ચક્કર છે એ ચેક કરવું પડશે…..” વિરાજ પોઈન્ટની વાત મુકતા બોલે છે.

બધા લોકો બેગની આજુ બાજુ ભેગા થઇ જાય છે…. કોલેજનો જ સ્ટુડન્ટ આટલા બધા મર્ડર ખુલ્લે આમ કરતો હતો અને પોલીસ સુધી આ વાત પહોંચી હતી કે નહિ તેની વાતો બધા કરવા લાગ્યા હતા….

વિરાજ અને સંજય બેગ ચેક કરે છે, બેગમાંથી અજીબ સાઉન્ડ આવતો સાંભળીને વિરાજ સમજી જાય છે કે બેગમાં બોમ્બ છે….!!

 વિરાજને ખ્યાલ હતો કે હિતેનને એડમીનમાં સારું બને છે, એટલે તે હિતેન જોડે બેગને એડમીનમાં પહોંચાડી દે છે, સાથે સુચના પણ અપાવે છે કે એડમીન નજીક કોઈ પણ સ્ટુડન્ટને આવવા દેવો નહિ….. કોલેજના ટ્રસ્ટી અને બધી જ ફેકલ્ટીઝને તરત જ એડમીન પાસેના મીટીંગ રૂમમાં ઈમરજન્સી મીટીંગ માટે બોલાવી લેવામાં આવે છે…..

બધા સ્ટુડન્ટસ હવે કોલેજ ની બહાર નીકળી જાય છે… મયુર પહેલો જ છકડો આવતો જોઇને જગ્યા ન હોવા છતાં ચાલુ છકડાએ કુદીને લટકાઈ જાય છે…..

“સંજય એક કામ કરવું પડશે, જીતુ ચોક્કસ એના ઘર બાજુ જતો હશે તો આપણે એના ઘરે જ જઈએ….”  વિરાજ કપાળ પરનો પરસેવો લુછતા બોલે છે….

“ઓકે ભૈલુ, અને પેલો બાઈક પર હેલ્મેટ વાળો કોણ છે એ પણ જોવું પડશે….તો તું રાયપુર થઈને જા, હું પાછળના રસ્તે જાઉં છું….” સંજય બાઈકની ચાવી ફેરવતા બોલે છે.

સંજય અને વિરાજ બંને બાઈક લઈને નીકળે છે….વિરાજ રાયપુરથી આગળ જ પહોંચે છે અને તેના ફોન પર રીંગ આવે છે….

“ભૈલું, અવાજ સાંભળ્યો?” સંજય ચિંતિત સવારે હાંફતા હાંફતા પૂછે છે.

વિરાજ સમજી ગયો કે ચોક્કસ બોમ્બ ફૂટી ગયો હશે…. “સાંભળ્યું તો નથી કઈ, પણ….. આઈ ગેસ બોમ્બ….?”

“યેસ ભૈલુ, એડમીન વાળો આખો પાર્ટ ગયો….. સ્ટુડન્ટસ તો બચી ગયા પણ પેલી મીટીંગમાં…” સંજય વાત અધુરી છોડી દે છે. વિરાજ અધુરી વાત સમજી જાય છે અને સંજયને કહે છે, “હવે આર યા પાર ડાયરેક્ટ જીતુ ના ઘરે જ ચલ….. આજે ધી એન્ડ લાવવો જ પડશે….”

વિરાજ અને સંજય પોતપોતાના રસ્તે આગળ વધે છે….

સંજય નરોડામાં એન્ટ્રી લે છે અને ત્યાજ વિરાજનો ફોન આવે છે, “ભાઈ, પેલો હેલ્મેટ વાળો હિમાંશુ હતો…અને હતો મતલબ એ હતો ન હતો થઇ ગયો….અહી હેલ્મેટ પણ પડ્યું છે અને જીતુની અજીબ બંદુક પણ….બાઈક ગાયબ છે અને હિમાંશુના છેલ્લા શબ્દો હતા કે જીતુના ઘરે….જીતુના ઘરે….”

“ભૈલું, આ તો પેલી કહેવત જેવું છે….ચીંટી કે પર નિકાલ આયે તો સમજો ઉસકી મૌત નઝદીક હૈ….”

સંજય ફોન કટ કરે છે અને જીતુના ઘરે પહોંચે છે.

જીતુના ઘરની બહાર વિરાજ અને જીતુ ના બાઈક્સ પડ્યા હોય છે…. સંજય ધીમે રહીને ઘરના દરવાજા બાજુ જાય છે… દરવાજો ખોલતા પહેલા તેને કોઈનો હસવાનો અવાજ સંભળાય છે.

સંજય ધીમે રહીને દરવાજો ખોલે છે અને ત્યાં સામે સોફા પર વિરાજ અને જીતુ બેઠા હોય છે….

સંજય આગળ વધે છે…. તે કઈ વિચારે તે પહેલા જ વિરાજ બોલે છે,”સંજય જલ્દી ત્યાં પાછળ ટીવી પરથી બંદુક આપ….”

સંજય પાછળ ફરે છે અને વિરાજ સંજયની પીઠ પર જ ગોળી ચલાવે છે!!

સંજય ત્યાં જ ઢળી પડે છે….

વિરાજ અને જીતુ જોર જોર થી હસવા લાગે છે….

“સંજયભૈલુને હાથમાં બંદુક જોઇને પણ ખબર ના પડી કે પિક્ચરમાં ચાલે છે શું!! હહાહાહા” વિરાજ અટ્ટહાસ્ય કરતા બોલે છે….

ત્યાંજ બહાર પોલીસના સાયરન સંભળાય છે…..

દરવાજા આગળ જ એક બ્લાસ્ટ થાય છે અને દરવાજો ધડાકાભેર તૂટી જાય છે.

ધુમાડામાંથી મુબીન એન્ટ્રી લે છે!!!

“પિક્ચર અભી બાકી હૈ ભૈલુ…..હહાહાહા ” સંજય માથું ફેરવીને બોલે છે!

વિરાજના મગજમાં બધા સીન ક્લીઅર થતા જાય છે…. વિરાજ જે અન્ડરકવર બનવાનો ઢોંગ કરતો હતો તે બીજું કોઈ નહિ પણ મુબીન જ હતો, સંજયને બધો પ્લાન ખબર હશે અને તેટલે જ તેણે મુબીનને શરૂઆતમાં જ બુલેટપ્રૂફ જેકેટ સાથે જ જવાનું કહ્યું હશે… સંજય પહેલા જીતુની સાથે અને પછી વિરાજની સાથે હોવાનું નાટક રચીને ફક્ત બધા પ્લાન્સ જ ઉઘાડા પાડીને મુબીન એન્ડ ટીમને શરૂઆતથી હેલ્પ કરતો હતો…

વિરાજ ફરીથી હસવા લાગે છે…..તે તરત જ જીતુને ગોળી મારવા માટે બંદુક સામે ધરે છે….. મુબીન મેક્સ પેય્ન ની સ્ટાઈલમાં જમ્પ મારીને વિરાજને રોકવાનો ટ્રાય કરે છે પણ સંજય આગળ જ પડ્યો હોઈને મુબીન પણ ત્યાં જ ગોઠમડાખાઈ પડી જાય છે….

વિરાજની બંદુકમાંથી નીકળેલી ગોળી જીતુના માથાની આરપાર નીકળી જાય છે…. સામેની દીવાલ પર લોહીની રંગોળી સજાઈ જાય છે….વિરાજ મુબીન તરફ બંદુક ધરે છે અને ટ્રીગર દબાવે છે….. પણ જીતુને લાગેલી ગોળી એ બંદુકની છેલ્લી ગોળી હોય છે….

વિરાજ બંદુક ફેંકીને ફરીથી જોર જોર થી હસવા લાગે છે…..

~~~~~~~~~

૩ દિવસ વીતી જાય છે….

વિરાજને અરેસ્ટ કરી દીધો હોય છે પણ તેના ઇન્ટેન્શન્સ અને પ્લાન્સ પાછળનું રહસ્ય અકબંધ રહે છે…

વિરાજે શરૂઆતથી જ યુઝ એન્ડ થ્રો ની ગેમ અપનાવી હતી…. સૌથી પહેલા ધવલ અને હિમાંશુને પ્લાનમાં શામેલ કરી દીધા અને તેમનો ખાત્મો બોલાવ્યો જીતુની મદદ લઈને, અને જયારે બધા રહસ્યો ખુલવાના હતા ત્યારે જ જીતુને પણ પતાવી દીધો….!

~~~~~~~~~

પ્લાનમાં શામેલ બધા જ આરોપીઓ અને સબુતોને વિરાજે ગાયબ કરી દીધા હતા….

વિરાજને પણ ફક્ત એક મર્ડરર એવા જીતુને મારવા માટે થઈને થોડાક વર્ષોની સજા થાય છે….

કોલેજ પણ લાંબી મુદત માટે બંધ થઇ જાય છે….

અને વહેલાલની એ ગલીઓ ફરીથી સુમસામ બની જાય છે……

 ~~~~~~~~~THE END~~~~~~~~~

કૌંસમાં :~
{[(
ગયા વર્ષે ૧૯મિ ની રાત્રે (૨૦મિ ની સવારે…)ધાબે ઊંઘવા ગયો અને રાત્રે વરસાદ પડતા નીચે આવ્યો અને એક વાર્તા લખી દીધી હતી….. અને આ વર્ષે પણ એજ તારીખે ફરીથી વરસાદ પડ્યો!!
આ તો બસ એકદમ યાદ આવ્યું એટલે….. 😉 😛
)]}

ઉનાળે વરસાદ?! અનુભવી તો શકાય!!

હમણા થોડાક કલાક પેહલા બહાર નીકળ્યો હતો વ્હીકલ લઈને….
બે દિવસ થી આકાશમાં વાદળ હતા એટલે ગરમી કે તડકાનો કોઈ પ્રોબ્લેમ જ નડ્યો નહિ, પણ વાદળ જોઇને એવું લાગતું હતું કે વરસાદ પડશે…

હું હજુ વ્હીકલ પર જ હતો અને એક બે છાંટા મારા પર પડ્યા……
ધીમે ધીમે છાંટા પણ વધ્યા અને થોડી જ સેકન્ડ્સમાં બંધ થઇ ગયા….
હવે થયું એવું કે વિરાજભાઈના મનમાં તો વરસાદ એન્જોય કરવાની ઈચ્છા જાગી ગઈ!! હવે આપણું એવું છે કે વરસાદ પડે એટલે આંખો બંધ કરીને બારી બાજુ પગ લટકાવીને ઠંડી ઠંડી હવા ખાતા ખાતા આંખો બંધ કરીને વરસાદ અને વીજળી નો અવાજ સાંભળતા સાંભળતા વરસાદ સ્પેશ્યલ એવા રોમેન્ટિક સોન્ગ્સ સાંભળવા બેસી જાઉં છું…..

હવે ઘરે આવ્યો તો જે વાદળ હતા એ ગાયબ થવા લાગ્યા હતા, છાંટા તો ઘર બાજુ જરાક પણ પડ્યા નહોતા…!
અને પેલી ઈચ્છા….?!
વેલ એ ઈચ્છાનું થયું એવું,
કે એ પૂરી થઇ ગઈ….!! 😀
કઈ રીતે??!

એ એક વેબસાઈટની મદદ થી….!
http://www.rainymood.com/
જો કે આ વેબ્સાઈટને ઈફેક્ટીવલી યુઝ કરવા માટે એક રીત છે….
સૌથી પહેલા તો તમારી ફેવરીટ જગ્યા પર ખુરશી લઇ જાઓ, ખુરશીની સામે એર-કુલર સેટ કરો,એર-કુલર ન હોય તો ટેબલ-ફેન ચાલુ કરું અને તેની આગળ એક ભીનું કપડું લગાવી દો, આટલું કર્યા પછી તમારું ફેવરીટ સોંગ યુટ્યુબ પર કે મીડિયા પ્લેયર પર પ્લે કરો, આ વેબસાઈટ ઓપન કરો, આંખો બંધ કરો અને ઈમેજીનેશનની હેલ્પ લઈને વરસાદ ઈમેજીન કરો…..
બસ…. પહોંચી ગયા તમે ટાઈમ ટ્રાવેલ ની મદદ લીધા વગર ચોમાસાના માહોલમાં….એ પણ ભર ઉનાળે!!

ઉપર લખેલી જ રીત હતી જેણે મને મારી ઈચ્છા પૂરી કરવા માટે મદદ કરી….!!
તમારી પણ આવી ઈચ્છા જાગે તો પૂરી કરવામાં વરસાદ ની રાહ જોવા બેઠા વગર આ જ રીત અપ્લાય કરો…. 😉

અને જો કોઈ સોંગ યાદ ના આવે તો મેં જે સાંભળ્યું એ સાંભળી ને ચલાવી લો….. એ સાંભળશો ત્યાં સુધી તમારું ફેવરીટ સોંગ પણ યાદ આવી જ જશે….. સો એન્જોય!! 😀

(આ આઈડિયા પણ એ સોંગની નીચે કમેન્ટ કરનાર જ એક ફેન નો છે….! so special thanks to that person!! 🙂 )

નક્કી તો કર્યું હતું પણ….

ફર્સ્ટ એપ્રિલ થી ટેન્થ એપ્રિલ……. દસ દિવસ અને દસ પોસ્ટ…..
પહેલી એપ્રિલ ના દિવસે જ નક્કી કર્યું હતું કે એક ચેલેન્જ ખુદ ને જ આપું…
બ્લોગઅડ્ડા જેવી ઘણી બ્લોગર્સ માટે સારી કહી શકાય એવી સાઈટ્સમાં ઘણી વાર આવી ઈવેન્ટ્સ યોજાતી રહેતી હોય છે, તો વિચાર આવ્યો કે કોઈ ઇવેન્ટની રાહ શું કરવા જોઉં?
જાતે જ ઇવેન્ટ બનાવીને જાતે જ ફોલો કરવા લાગુ….

એ બહાને બીજું કઈ નહિ પણ મારે ખુદને જ ચેક કરવો હતો.
ઘણી વાર કોઈ પોસ્ટ લખવા બેસું અને તે અધુરી જ રહી જાય અને લખવા માટે કઈ સુઝે જ નહિ, અને એમાં ને એમાં વગર કારણે બ્લોગ ધૂળ ખાતો થઇ જતો હતો.
ઘણી વાર એમ પણ થઇ જાય કે ભાઈ આ લખવાનું કામ તારું છે નહિ, ખોટી મગજમારી કરે છે, પોતે પણ ટાઈમ વેસ્ટ કરે છે ને લોકોને હથોડા સહન કરવા પડે એ અલગ થી…… પણ પાછું જયારે લોકોની કમેન્ટ્સ જોઉં તો લાગે કે ના, વાંચવા વાળા હવે ફ્રેન્ડસ બની ગયા છે….એ બહાને એટલીસ્ટ એમની સાથે વાતો પણ થઇ જાય છે….
પણ ફરી પાછો લખવા બેસું અને મગજ કામ કરતુ બંધ થઇ જાય…..

બીજી એક નવાઈ મને એ લાગતી હતી કે બધા લોકો ન્યુઝ પેપર, મેગેઝીન્સમાં રેગ્યુલર આર્ટીકલ્સ લખતા હોય છે, ઘણા બ્લોગર્સ ફિક્સ દિવસે પોસ્ટ અપડેટ કરતા હોય છે….. તેમને અચાનક બધું લખવા માટે મળી કેમનું રહેતું હશે?!
બસ તો આવા જ બધા વિચારોના લીધે જ નક્કી કર્યું કે ચાલો એક આઈડિયા લગાવી જોઈએ….. એક પ્રેશર ક્રિએટ કરી જોઈએ….
અને ઉપર કહ્યું તેમ દસ દિવસમાં દસ પોસ્ટ લખવાનું નક્કી કરી દીધું…..
હવે ચેલેન્જને અઘરો કરવા માટે એક ટ્વીસ્ટ પણ એડ કર્યો… જે દિવસે પોસ્ટ share કરવાની હોય, એજ દિવસે શું લખવાનું છે તે વિચારવાનું અને બધું એજ દિવસે લખવાનું…..
હવે આવું નક્કી કર્યું….. અને રોજ પ્રોજેક્ટનું કામ પતાવીને, કે અસાઈન્મેન્ટ લખવા બેસી રહું એ પછી વર્ડપ્રેસ પર આવી ને શું લખવું તે વિષે વિચારવા લાગતો…. અને જે મગજમાં ફરતું હોય તેને જ ખેંચી ને બેસાડી દેતો…..
પહેલા તો એવું જ લાગ્યું કે આવું મારી મચડીને લખીશ તો ક્વોલીટી બગડવાનું રિસ્ક રહે…… પણ પછી ફરી મગજમાં સ્ટ્રાઈક થઇ કે ક્વોલીટી સારી કયા દિવસે હતી ઓ બગડશે….!! 😀 😛

બસ તો લખવાનું ચાલુ કર્યું અને પોસ્ટ કરતો ગયો….
પણ સાતમી તારીખ ની આ સાતમાં દિવસ ની સાતમી પોસ્ટ લખતા લખતા તો ખરેખર એવું જ લાગી ગયું કે જાણે મગજ એમ્પ્ટી થઇ ગયું!!

પણ હજુ કઈ કહેવાય નહિ….. કાલે જો મગજમાં કૈક ગરમ ઠંડુ રેડાઈ જાય તો એ વાનગી પણ બ્લોગ પર પીરસી દઈશ….
હવે એની માટે તો કાલની જ રાહ જોવી પડશે…..
પણ એ વાત તો છે, આટલા દિવસમાં નવું નવું લખવા માટે આઈડીયાઝ ઘણા મળી ગયા…..
હવે જોઈએ દસ દિવસ પુરા થાય છે કે સાતમો દિવસ જ છેલ્લો બનીને રહી જાય છે…… 😛
day7

“૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-4 ♥

ટોપ કૌંસ :~
{[(
હવે પહેલો પાર્ટ જયારે અમે લખવાનું નક્કી કર્યું ત્યારે જ સ્ટોરી નક્કી કરી અને મેં પહેલો ભાગ લખી ને share કરી દીધો હતો…. પછી સેકન્ડ પાર્ટ રોનકે લખ્યો…. અને પછી તો જે થયું એ તો ખબર જ છે ને…. 😛
હવે આટલા ટાઈમ પછી લખ્યું એમાં થયું એવું કે સ્ટોરી જે સ્ટાઈલમાં લખવાની સ્ટાર્ટ કરી હતી એ સ્ટાઈલ તો ક્યારે ચેન્જ થઇ ગઈ એ ખબર જ ના પડી….. પણ હવે ચેન્જ થઇ જ ગઈ છે તો એ ચેન્જને જ એક્સેપ્ટ કરીને આજનો આ ચોથો પાર્ટ લખ્યો છે….પણ કઈ કહેવાય નહિ, કદાચ બંને સ્ટાઈલ માં એક જ સ્ટોરી પણ લખાઈ જાય લાસ્ટ પાર્ટ ની જેમ જ…. સો એન્જોય!!
અને આગળના પાર્ટ્સ ના વાંચ્યા હોય તો અહી વાંચી લો…!! 🙂
)]}
——————————————
આજે મિલી રોજ કરતા પણ વધારે ઝળકતી હતી, એની આંખોમાં પણ ચમક હતી અને આજે એના ફેસ પર ટેન્શનનો એક છાંટો પણ દેખાતો નહોતો…. આજે તો તેને મળવા માટે થઇ ને બાલ્કની પરથી જ કુદી જવાની ઈચ્છા થઇ જતી હતી….ધવલ વિચારતો હતો.
અચાનક જ મિલીએ ધવલ તરફ નજર કરી અને ધવલ ચોંકી ઉઠ્યો, મિલી ફોન મૂકી ને બુથમાં થી બહાર નીકળી અને બાલ્કની ની નીચે જ આવીને ઉભી રહી ગઈ! ધવલ કઈ પણ વિચાર્યા વગર જ me માળ ઉંચી એ બાલ્કની પર થી કુદી પડ્યો અને ઝટકા સાથે જ પટકાયો!
****
ધવલની આંખો ખુલી અને તેને ખ્યાલ આવ્યો કે તે ફક્ત પલંગ ઉપર થી જ પટકાયો હતો. તેણે ઘડિયાળ સામે નજર કરી અને તેને પ્રવીણ અને જીતું ની વાત યાદ આવી, અને તે તૈયાર થઈને હોસ્ટેલ બાજુ આંટો મારવા માટે નીકળવા લાગ્યો.

અપાર્ટમેન્ટની નીચે ઉતરતા જ ડાબી બાજુ  ધવલે ચાલવાનું શરુ કર્યું, સવાર સવાર માં બધી દુકાનો બંધ હતી. દુકાનો પસાર કરતા કરતા ધવલ આગળ વધ્યો અને ચાર રસ્તા ઓળંગીને ગયો ત્યાં જ તેને પ્રવીણ અને જીતુ દેખાયા. જીતુએ કઈક કમેન્ટ પાસ કરી અને પ્રવીણે હસતા હસતા તેને તાલી આપી…

ધવલ : શું ભાઈ? સવાર સવાર માં જ મારી મજાક ચાલુ કરી દીધી આજે?
પ્રવીણ : અરે હોતું હસે, અમે તો અમાર ભાભીની મજાક ઉડાવતાતા….
જીતુ : જો કે મજાક ઉડાવવા કરતા એમની લેખક સાહેબ ફિલોસોફી થી કેવી હાલત ખરાબ કરશે એ વિચારી ને દયા ખાતા હતા….
ધવલ : હવે એ બધું બંધ કરો અને બોલો કઈ બાજુ આંટો મારવાનું કહેતા હતા?
પ્રવીણ : જો જીત્યા, કેટલી ઉતાવળ છે લેખક સાહેબ ને એ તો જો….

પ્રવીણે ફરી થી તાલી આપી અને ત્રણે જણા હોસ્ટેલ બાજુ ચાલવા લાગ્યા…. ધવલ ની નજર મિલીને શોધવા માટે જ આમ તેમ ફરતી હતી પણ કોઈ શોધી ન શકી. ધવલે હોસ્ટેલની નજક આવેલા મંદિર બાજુ આંટો મારી આવવાનું નક્કી કર્યું અને એ બાજુ જવાનું વિચારતો જ હતો ત્યાં મંદિર તરફ થી મિલી ને આવતા જોઈ. મિલીની પણ નજર ધવલ ઉપર પડી અને એક મીઠી છતાં મીસ્ટીરીયસ એવી સ્માઈલ મિલીએ ધવલ તરફ થ્રો કરી!! થ્રો કરેલી સ્માઈલની એક્સ્પેક્ટેશન ણ હોવાથી જ કદાચ ધવલે એક સરપ્રાઈઝ એક્સપ્રેશન આપ્યું અને પછી તરત જ તે ઇવેન્ટ ને કેચ કરીને સાંભળી લેતા એક સરસ મજાની સ્માઈલ પરત કરી….!
મિલીએ તરત જ નજર ફેરવી લીધી અને એજ સફેદ બંગલા ના મેઈન દરવાજાની અંદર જતી રહી. પ્રવીણ અને જીતુ પણ ધવલ ની તરફ આવતા હતા અને ધવલે એક્સપ્રેશન ચેન્જ કરવાનો ટ્રાય કરતા એ લોકોને ગાંઠીયા પોતાની તરફ થી ખવડાવવા માટે ઇન્વાઇટ કર્યા….

પ્રવીણ: હવે તો ચોક્કસ કૈક લોચા લાગે છે બોસ….!!
ધવલ : તમે લોકો ગાંઠીયા થી મતલબ રાખો….. 😉

*****
ધવલ ફરીથી ફ્લેટ પર આવી ગયો હતો, ઘરે આવીને આરામ કર્યો અને સાંજે ત્રણ વાગ્યે ઉઠીને ફ્રેશ થઇ ને બાલ્કની પર ગયો, ખુર્ચી પર બેઠો અને ફરી મિલીના વિચારોમાં જ ખોવાઈ ગયો.
ગઈ કાલે પણ મિલી ના ફેસ પર કોઈ ટેન્શન હોય તેવું લાગતું હતું, આજે પણ તેની સ્માઈલ ની પાછળ કોઈ મીસ્ટરી હોય એવું લાગતું હતું. પૂછું પણ કઈ રીતે એને?! આજ બધા વિચારો માં ધવલ કેટલા ટાઈમ થી ખોવાયેલો હતો તેનું તેને પણ ધ્યાન હતું નહિ. તેણે ઘડિયાળ સામે જોયું અને બુથ તરફ નજર કરી. મિલી આ ટાઈમે આવવી જોઈએ તેવું વિચારતો તે બુથ સામે જ જોઈ રહ્યો, ખુરશી પરથી ઉભો થયો  અને ઘણી વાર ચાર રસ્તા તરફ જેટલી દુર નજર જાય તેટલી લગાવીને જોવા લાગ્યો અને ફરીથી ટેન્શન અને એ મીસ્ટીરીયસ સ્માઈલ પાછળ ના રીઝન વિચારતો ખુરશી પર બેઠો. આજ બધા વિચારોમાં પ્રવીણ અને જીતુ ના આવવાનો ટાઈમ પણ ક્યારનો નીકળી ગયો હોવા છતાં તે લોકો આવ્યા નહોતા તે તરફ તેનું ધ્યાન જ નહોતું ગયું!

ચાર રસ્તા તરફ ઘણી ભીડ જામેલી હતી અને તે તરફ થી જ પ્રવીણ અને જીતું દોડતા દોડતા આવતા હતા. ધવલે અંદર જઈને દરવાજો ખોલ્યો, અને પાણી નો લોટો ભરી ને પ્રવીણ-જીતું ને ધરી દીધો. પ્રવીણે પાણી પીધું અને લોટો જીતું ને આપ્યો, ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો,

પ્રવીણ : આજે તો બહુ અજીબ એક્સીડેન્ટ થયો છે પેલી ચોકડી આગળ. પોલીસ પણ આવી છે અને લોકો વાતો એવી કરે છે કે કોઈએ જાણી જોઇને આ એક્સીડેન્ટ કરાવ્યો છે એવું લાગે છે.
ધવલ : પણ ટપક્યું છે કોણ?
પ્રવીણ : એ તો અમને પણ ખબર નથી, ત્યાં ભીડ પણ એટલી બધી હતી અને પોલીસ કોઈને નજીક પણ જવા દેતી નથી. અને અમને થોડું મોડું થયું હતું તો જેટલી વાત જાણવા મળી એટલી જાણી ને આવી ગયા અહિયાં….
જીતુ : અરે એ બધી વાતો કાકાને ખબર જ હશે, જમવા ચાલો, ત્યાં જઈને જ પૂછી લઈએ એ તો….

ધવલ પ્રવીણ અને જીતુ ઘર ને તાળું મારીને કાકાની દુકાને ગયા.
કાકા : આજે તો આ થયું એવું પહેલી વાર જોયું!
ધવલ : કાકા  થયું છે શું એ વાત જ કરો ને….
કાકા : કોઈક ઈશ્ટીમ(મારુતિ ૧૦૦૦) વારાએ કોઈ છોળી ને પાડી દીધી છે….. બધા કેછ પેલી હોસ્ટેલ ખુલીસ ને નવી… ત્યાં રેતીતી છોળી….

ધવલ ના મગજ માં સીધો જ મિલી નો વિચાર આવ્યો…. તેણે ઉભા થઈને ચોકડી બાજુ નજર કરી. ભીડ હવે રહી નહોતી. પણ પોલીસના સીલ ના કારણે કોઈને તે તરફ જવા માટે પરવાનગી પણ નહોતી અપાઈ. ધવલે બીજા દિવસે સવારે ત્યાં જવાનું નક્કી કર્યું…..

******

આખી રાત આ જ બધા વિચારોમાં કાઢીને સવાર થતાની સાથે જ ધવલ ચાર રસ્તા બાજુ જવા નીકળી પડ્યો. હવે ત્યાં પોલીસ સીલ પણ નહોતું અને કોઈ ક્રાઈમ નું નિશાન પણ જણાતું નહોતું. રોજની જેવી જ એ જગ્યા દેખાઈ રહી હતી. ધવલ ત્યાંથી સીધો જ હોસ્ટેલ તરફ ગયો. હોસ્ટેલમાંથી બહાર આવતા એક બહેનને તેને જરા પણ રાહ જોયા વગર કે વિચાર કાર્ય વગર જ પૂછી લીધું,

ધવલ : બહેન, મિલી અત્યારે અંદર છે?
બહેન : એ તો ગઈ કાલે સવારે જ ક્યાંક નીકળી ગઈ હતી, અને ત્યારની આવી જ નથી, લોકો કહે છે કે કાલના એક્સીડેન્ટમાં કદાચ……. પણ તેનો ચહેરો ઓળખાય એવો નહોતો…..
ચાલતા ચાલતા જ આટલું બોલીને તે બહેન નીકળી ગયા…..
અને ધવલ ના મગજમાં અસંખ્યો વિચારો આવવા લાગ્યા…..
લોકોને જોઇને તેમની સ્ટોરી વિચારતો ધવલ અત્યારે ખુદ જ એક અધુરી સ્ટોરી બનીને રહી ગયો હતો….. તે ફરીથી ચાર રસ્તા બાજુ ગયો, જ્યાં એક દસ-અગ્યાર વર્ષનો છોકરો ગોળ-ગોળ આંટા મારતો હતો અને માટીમાં કૈક શોધી રહ્યો હતો. ધવલ તે બાળકની સ્ટોરી વિચારવાનો પ્રયત્ન કરીને તેનું મન વાળવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પણ તેના મગજમાં બસ એક જ વિચાર, એક જ આશા હતી….. કે મિલી સવારે ટેન્શન માં હતી અને તે જરૂર તેના ઘરે જ પાછી ગઈ હશે….. નહિ કે કાળનો શિકાર બની હોય.
————————————
એપિસોડ રાઈટર – વિરાજ
————————————

બોટમ કૌંસ:~
{[(
બસ તો…..ફાઈનલી સ્ટોરીનો એન્ડ આવી જ ગયો……..
જો કે થયું એવું કે રોનકે નક્કી કર્યું છે આ સ્ટોરીને થોડી હજુ પણ આગળ લઇ જવી જોઈએ…. હવે મને ગમે અધૂરા અને સસ્પેન્સ વાળા એન્ડ કે જ્યાં રીડર્સ જ આગળ શું થયું હોય તે વિચારી લે…. પણ આગળ લખવાનું ચેલેન્જ કોને ન ગમે!!
તો બસ હવે એ તમારી પર જ છોડીએ છીએ…..
શું લાગે છે?
નેક્સ્ટ પાર્ટ આવવો જોઈએ કે નહિ??
)]}
day6

આ ટીવી શોઝ પણ જોવા જેવા છે….!(1)

આમ તો આ પોસ્ટમાં હું જેના વિષે લખવાનો છું એ વિષય પર જયભાઈ વસાવડાએ પણ લખ્યું જ છે….
અને આમ જોઈએ તો એ ટીવી શોઝ વિષે ખ્યાલ હવા છતાં પણ મને તેમના એ દિવસ ના બ્લોગ પર ની પોસ્ટ જોઇને જ જોવાની ઈચ્છા થઇ ગઈ હતી….

હવે એ બધા જ ટીવી શોઝને, જેટલા હું જોઉં છું તેટલા ને, મને ગમે છે એ રેન્કમાં ઇન્ટ્રો આપીશ અને ક્યારેક ડીટેઇલમાં પણ એ દરેકે દરેક શો વિષે લખવાનો જ છું…..

અને હા, હોઈ શકે કે હું ઘણી બાબતમાં પોલ અને સસ્પેન્સ પણ ખોલી દઉં….!!
So SPOILER ALERT!!!

તો હવે શો ચાલુ કરીએ…..

1) Dexter(Noun : An animal of a small, hardy breed of Irish cattle.)
આ બાજુમાં લખ્યું છે એને આ સીરીઅલ સાથે કોઈ કરતા કોઈ જ લેવા દેવા નથી….. પણ સીરીઅલ ઉપર થી યાદ આવ્યું કે આ સીરીઅલ એક એવા સીરીઅલ કીલર વિષે છે જે કદાચ સુપર હીરોઝની હરોળમાં આવતા આવતા રહી જાય.
આવે એટલા માટે કારણ કે એ એવા લોકો નું જ મર્ડર કરે છે જે લોકો કોઈ નહિ ને કોઈ કારણસર પોલીસ થી બચી ગયા છે……ઇવન ધો પોલીસ ને પણ ખબર હોય કે એ ગુનેગાર છે, કે ખબર ના પણ હોય……!! અને બસ, એવા જ લોકો ને શોધી શોધી ને મારવાની જવાબદારી નહિ પણ પોતાની તરસ છુપાવતો એક સારો કહી શકાય એવો સીરીયલ કીલર!!
અંદર થી પોતાને એક શૈતાન માનતો હોઈને બહાર થી બની શકે એટલો પોતાની જાત ને હ્યુમન બતાવવાનો ટ્રાય કરતો રહે છે….
ડેકસ્ટર વિષે વચ્ચે me થોડીક લાઈન્સ પણ લખી હતી….. જે કહી શકાય કે એના મુખે કહેવાઈ હોય એવી લાગે….. જે કઈક આવી છે…..
“લોહી….
ઘણી વાર લોહી ના સંબંધ ફક્ત એ જ નથી હોતા જે પરિવાર આપે છે,
કેટલીક વસ્તુઓ એવી હોય છે જે નસીબ આપે છે,
કઈક ટેવ, કઈક કુટેવ,
કઈક ઈચ્છા, કઈક ઘેલછા,
પ્રકૃતિ, વિકૃતિ,
લોહી!
ઈચ્છા નહિ પણ ઘેલછા, ઘણા માટે આ બસ વિકૃતિ છે,
લોહી જોવાની તડપ, મારી ખૂન કરવાની ઝડપ,
હું રખડ્યો છું મારી આ તડપ માટે,
હું રઝળ્યો છું મારી આ કહેવાતી વિકૃતિ માટે.
તરસ્યો નથી હું એ લોહી માટે, બસ મારી આંખો ને જોઈએ છે ઠંડક,
જે ફક્ત ઠંડા કલેજે કરેલું કૃત્ય અને તેની મળતી નીપજ-“ઠંડુ લોહી” આપે છે ….
હું છું ડેકસ્ટર….!!”

ડેક્સ્ટર ની અત્યાર સુધીમાં ૭ સીઝન આવી છે અને આઠમી આવવાની તૈયારી છે જે લગભગ તેની છેલ્લી સીઝન માનવામાં આવે છે.

2) How I Met Your Mother :
આમ તો આ સીટકોમ વિષે થોડુક મેં પેલી ફયુચરને મેઈલ લખવા વાળી પોસ્ટ માં લખ્યું જ હતું, પણ એની પર થી સીરીયલ શેના વિષે છે એ કહી ના શકાય…..
હા, હજુ નામ ઉપર થી હિન્ટ મળી શકે એ છે….
અને જેવું નામ છે એવું જ આ સીટકોમ માં છે…..
મેઈન કેરેક્ટર અને શો નેરેટર એવો ટેડ મોસ્બી તેના છોકરાઓ ને ૨૦૩૦ ના સમયમાં એક વાત કરવા બેસે છે….  કે તે કઈ રીતે તેમની મમ્મી એટલે કે ટેડની વાઈફ ને મળ્યો હતો….
જો આ સીટકોમ ને એક સીટકોમ ની જેમ જોવા જઈએ તો એટલી કોમેડી નહિ લાગે, પણ એમ જ કોઈ પણ ટીવી શો ની જેમ જોઈએ તો ઘણો જ ગમી જાય એવો છે કેમ લવ સ્ટોરીઝ સારી એવી અને ટચી કહી શકાય એવી એડ કરી છે…..
મેઈન કેરેક્ટર્સમાં ટેડ, માર્શલ, લીલી, રોબીન અને ઓવ્સમ એવો બાર્ની સ્ટીન્સન!!
આ સીરીયલની અત્યારે આઠમી સીઝન ચાલે છે અને નવમી સીઝન ને તેની છેલ્લી સીઝન માનવામાં આવે છે….
અને આ શો વિષે મેં હજુ સુધી કઈ પોએમ વોએમ નથી લખી…..હહાહાહાહા બચ ગએ!! સારે કે સારે બચ ગએ!!! 😀

3) The Big Bang Theory :
આમ જોઈએ તો મારા મગજમાં હજુ ધ બીગ બેંગ થીઅરી અને હાઉ આઈ મેટ યોર મધર વચ્ચે કોમ્પીટીશન ચાલતી જ રહેતી હોય છે….. અને તેમના રેન્ક ઉપર નીચે થયા કરતા હોય છે….!
પણ હવે અત્યારે આના વિષે લખવા બેઠો છું તો ફરહી થી રેન્ક ચેન્જ કરીને આને ઉપર લઇ જવાની ઈચ્છા થાય છે…. પણ જો એવું કરીશ તો ફરીથી હાઉ આઈ મેટ યોર મધર માં કઈક લખવા જતા એને ઉપર લઇ જવાની ઈચ્છા થશે….. એટલે જેમ છે તેમ જ રાખું અને આનું થોડુક ઇન્ટ્રો આપી દઉં….!! 😛

આ સીટકોમ ૪ ફ્રેન્ડ અને સાયન્સના ખાન્ટુઓ એવા nerd સાયન્ટીસ્ટ્સ  ની આજુ બાજુ ઘૂમે છે!!
~>કુલ બનવાનો ટ્રાય કરતો રહેતો અને હોત એવી પાડોશીના પ્રેમ માં પડેલો લેનર્ડ કે જેના નામ માં જ ‘નર્ડ’ વર્ડ આવી જાય છે!
~> મગજ ફેરવી દે એવા લોજીક આપી ને પોતાને જ ગમે તે રીતે સાચો ઠેરવતો અને ભૂલથી પણ કોઈ પ્રશ્ન પૂછી જાય તો ફરીથી મગજ ગાંડું કરી દે એવા વૈજ્ઞાનિક કારણો આપતો એવો યંગ થિઅરિટીકલ સાયન્ટીસ્ટ “ડોક્ટર” શેલ્ડન કુપર…..(ડોક્ટર બોલવાનું તો ભૂલથી પણ ભૂલતા નહિ!!)
~> ચીપ અને ચીઝી લાઈન્સ થી છોકરીઓને લાઈન મારવાનું કોઈ દિવસ ણ છોડતો એવો જયુઈસ્ટ સ્પેસ એન્જીનીઅર “વોલોવીટ્ઝ”,
~> અને ઇન્ડિયન સ્પેસ સાયન્ટીસ્ટ “રાજેશ કુથ્રપાલી”….. જેમને મારા જેવો જ ભયાનક રોગ છે~~~”છોકરીઓ સાથે બોલવા જાય તો અવાજ જ ના નીકળે!!!”  જો કે રાજ પાસે એક જ ઈલાજ છે અને તે છે “આલ્કોહોલ”!!

અને સૌથી મેઈન કેરેક્ટર તો રહી જ ગયું…!!

~> “પેની” – શેલ્ડન અને લેનર્ડ ની હોટ, બ્લોન્ડ અને ડમ્બ એવી સ્ટ્રગલિંગ એક્ટ્રેસ પાડોશી!!

બસ તો આજ બધા ભેગા થાય અને જે સિચ્યુએશન થી કોમેડી ક્રિએટ થાય છે એજ છે “The Big Bang Theory”.

——————————————-
——————————————-
આમ જોવા જઈએ તો મારી બધી જ ફેવરીટ ટીવી સીરીયલ્સ વિષે લખવાનો હતો, પણ હવે જુદા જુદા ભાગમાં જ લખવું સારું રહેશે એવું મારા હાથ દુખી દુખી ને કહી રહ્યા છે…(આ તો એક બહાનું છે, પણ વાત એમ છે કે ઊંઘ આજે જલ્દી આવી ગઈ છે!! 😉 )

બસ તો ચાલો આશા રાખીએ કે આનો પાર્ટ-૨ જલ્દી આવે!! અને હા, પેલી ૧૯૯૫વાળી સ્ટોરીનો ચોથો પાર્ટ પણ આવશે જ…. ડોન્ટ વરી 😛 (હોપફૂલી 😉 )

કૌંસ માં:~
{[(
હમણા જ એક ફ્રેન્ડ ‘રોનક‘ એ યુ-ટ્યુબ પરના એક vloger વિષે જણાવ્યું, અને આજે જ તેના ઘણા બધા વિડીઓઝ જોવામાં પણ આવ્યા…..
તેનું કામ એવું છે કે દર અઠવાડીએ યુ-ટ્યુબ પર પહોંચેલા ટોપ (વાઈરલ) વિડીઓઝ ઓફ વિક વિષે જ મસ્તી ભરેલા શબ્દોમાં મજા કરાવી દે છે….
બસ તો એની ચેનલ “http://www.youtube.com/user/RayWilliamJohnson” એક વાર વિઝીટ કરવા જેવી છે…તો…. 😀

અને me આજે જે વિડીઓ સૌથી પહેલા જોયો, તે જ અહી share કરું છું….. સો એન્જોય!!  🙂


)]}
day5

“૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-3 ♥

ઉપલો કૌંસ:~
{[(
વાત જરાક એમ થઇ કે ૨૨ જુન 2012 માં મેં અને મારા ફ્રેન્ડ રોનકે નક્કી કર્યું હતું કે ભેગા મળીને એક વાર્તા લખીએ…. અને લખવાનું શરુ પણ કર્યું હતું…. પણ એ વાર્તા ના બે ભાગ લખાયા અને ત્રીજો ભાગ એ મને કાગળ પર આપીને ગયો અને પેલી આવી ગઈ મને હેરાન કરવા, કે મને છેક આજ સુધી લખવા જ ના દીધો ત્રીજો ભાગ!! પેલી મતલબ….. આળસ!! પણ ફાઈનલી…..એ ગઈ….અને વાર્તા આવી….!

હવે જો તમે આગળના ભાગ વાંચ્યા હશે તો અત્યાર સુધી તો ભૂલી જ ગયા હશો, અને નહિ વાંચ્યા હોય તો વાંચવાની ઈચ્છા પણ થશે જ એવું માનીને અહિયાં જ એના આગળના પાર્ટ્સ ની લીન્ક્સ share કરું છું…. તો એન્જોય કરો….
પાર્ટ-1
પાર્ટ-૨
)]}

નવી સવાર, નવો દિવસ…. કોઈએ કીધેલું છે કે સવાર સવારમાં પથારી માં આળસ ખાઈ લઈએ તો આખા દિવસમાં પછી આળસ રહે નહિ….. તો ચાલો હવે તૈયાર થઇ જઈએ, આજે તો પાછું લેખ સબમિટ કરવા જવાનું છે!

ચાલતા ચાલતા, આ ઝરમર વરસાદમાં, રસ્તે મળતા બધા દ્રશ્યો માણવાની મજા જ અલગ છે!

“હરતા-ફરતા”-નવી જનરેશનનું નવું મેગેઝીન! ટાઈટલ તો સારું એવું આપ્યું છે પોસ્ટર પર! જે પણ હોય! એડિટર સાહેબ નો વટ જોરદાર પડે છે!! ચાલો હવે આપણું કામ તો આ લેખ દેતા જ પૂરું!
હવે ધોધમાર પડે એ પહેલા ઘરે પહોંચવામાં જ ભલાઈ છે!
*******************
ઘર જેવી શાંતિ ક્યાય નહિ!! એમનેમ લોકો થોડું ને કહેતા હશે “ધરતી નો છેડો ઘર”! હજુ તો ૧૨ વાગ્યા છે… બસ અત્યારે તો આરામ જ કરવો છે….પછી ૩ થી ૬ ની તો અપોઇન્ટમેન્ટ છે આપણી બાલ્કની, ચા અને ખુરશી સાથે!! આજે કદાચ “એ” ફરી જોવા પણ મળી જાય!!
*****************
૬ તો વાગવા આવ્યા! ગઈ કાલે આટલા વાગ્યે જ તો દેખાઈ હતી એ! વરસાદના લીધે નઈ આવી હોય? પણ આ તો બસ ઝરમર પડે છે! ઓહ્હ…. આવી ગયા મેડમ! વગર છત્રીએ! હવે તો લાગે છે રેગ્યુલર કસ્ટમરમાં નામ આવી જ જશે…. 😀
ચાલો થોડાક એક્સપ્રેશન પણ જોઈ લઈએ…. કદાચ લખવા માટે કઈક નવું જ મળી જાય, એના ચહેરાની જેમ જ….અરેરે આ વરસાદ પણ ….હવે કઈ સ્પષ્ટ દેખાતું નથી પણ ટ્રાય કરવામાં શું જાય છે. ચાલો કૈક તો દેખાય છે, ગઈ કાલ કરતા આજે કૈક અલગ જ મૂડ માં લાગે છે .ચેહરા પર સ્ટ્રેસ જણાય છે. લટમાં ઝડપથી આંગળી ફેરવી રહી છે , હમ્મ્મ્મ …. હવે સામે કોઈએ ફોન ઉપાડ્યો લાગે છે , અરે અરે બૂમો પાડતી હોય એવું લાગે છે , ગુસ્સા માં બોલતી હોય એમ લાગે છે …… અચાનક શાંત ??? લે આણે તો ફોન પટકીને મૂકી દીધો .
અરે સાડા છ થઇ ગયા!! જીત્યો ને  પ્રવીણીઓ આવતા જ હશે , ચાલો નીચે જઈને ઉભો રહું .
******************
ધવલ : અલ્યા આજે કેમ ખુશ ખુશ લાગો છો ?!
પ્રવીણ : એતો અમે હોસ્ટેલ સાઈડ આંટો મારવા ગયા હતા ને એટલે ….
ધવલ : તો એમાં શું ?
જીતુ : અરે “કુદરતી દ્રશ્ય” જોવા ની મઝા આપડી ગઈ એટલે ખુશ છીએ . તું બી યાર આટલું સિમ્પલ પણ સમઝતો નથી ….
ધવલ : ભાઈ એમ તો મને બધી ખબર પડે છે, આ તો તારા મોઢે થી બોલાવડાવુંતુંને એટલે …!
પ્રવીણ : હા લેખક સાહેબ , તમને તો કોણ પહોચી શકે …??
જીતુ : ચાલો બે આપડી વાતો માં કાકા ક્યાંક બંધ કરીને જતા ના રે …
ધવલ : અલ ચિંતા ના કરીશ કાકા આપડ ને જમાડયા વગર કદી જાય છે તે આજે જતા રેહશે!!
પ્રવીણ : એ વાત તો સાચી … પણ આતો આજે વરસાદ જેવું છે એટલે જેટલું જલ્દી જઈને આવતા રહીએ એટલું સારું …
*****************
(ત્રણેય જણા કાકાની લારીએ પહોચે છે અને કાકા જોડે આડી અવળી વાતો માં પરોવાઈ જાય છે . જીતુ અને પ્રવીણ કાકા જોડે વાતો માં પરોવાયેલા છે અને ધવલ પોપટલાલ જોડે પહોચે છે .)
ધવલ : પોપટ કાકા બે દિવસ થી પેલી છોકરી જે ૬ વાગ્યાની આસપાસ આવે છે એના વિષે કઈ ખબર ?
પોપટલાલ : કોણ..? પેલા મિલી બેન ને ?… હમણાં પેલી હોસ્ટેલ માં જ રેહવા આયા છે …
ધવલ :(આનંદ અને આશ્ચર્ય સાથે) હા બસ એજ …
પોપટલાલ :તે એમનું સુ છે ??
ધવલ : આજે કૈક મૂડ બરાબર નતો લાગતો એનો …
પોપટલાલ : હા થોડા ગુસ્સામાં ને ટેન્શન માં લગતા હતા , મેં પૂછ્યું’તુ પણ કઈ વાત કર્યા વગર જ પૈસા આપની ને નીકળી ગયાતા એતો ….
ધવલ : હમમમ …. તમે બી એમાં શું કરી શકવાના હતા … કઈ નહિ ત્યારે પછી મળીએ , હું જમી આવું
પોપટલાલ : હવ કઈ વાંધો નઈ … જમીલો તમતમારે ….
***************
(ધવલ પાછો કાકાની લારીએ પહોચે છે , ત્રણેય જણા જમીને ઉભા થાય છે અને ઘરે જવા ના રસ્તે નીકળે છે , રસ્તામાં વાતો કરતા કરતા …….)
જીતુ : અબે કાલે સવારે પેલી હોસ્ટેલે જવું છે ને આંટો મારવા …?
પ્રવીણ : હાસ્તો! એમાં પૂછવાનું શું હોય …!
જીતુ : અલા તને નઈ ધવલ ને પૂછું છું , બોલ ધવલ ઈચ્છા ખરી કે નહિ ?
ધવલ : (થોડું વિચાર્યા પછી ) હવ ચાલોને આમેય નવરો જ છું , ઘરે એકલો કંટાળું એના કરતા તમારી જોડે આવીશ .
પ્રવીણ : અલા ના હોય તું તૈયાર થઇ ગયો !!!કઈક તો છે!! બોલીજા …
ધવલ : અલા કશું  નથી …
પ્રવીણ : પેલા પોપટલાલ જોડે કૈક વાત કરતો હતો ને! પેલી ફોનબૂથ વાળી નું કૈક ચક્કર લાગે છે ….
ધવલ : હા જા એવું જ છે … શું કરી લઈશ …
પ્રવીણ : અલા એમાં આટલો બગડે છે શેનો , સાચું કહીએ એમાં બૂમો પાડે છે …
જીતુ : અલા મુકોને બબાલ કાલે જઈને સાબિતી જોઈ લઈશું એતો ….
પ્રવીણ : જીત્ત્યા જીંદગીમાં પેલી વાર કૈક સરખી વાત કરી ….
ધવલ : લો પહોચી ગયા , હવે કાલે જ મળીશું …
(ત્રણેય જણ બીજી થોડી આડી અવળી વાતો કરી ને છુટ્ટા પડે છે )
*******************
નીચલો કૌંસ:~
{[(
હવે આમ તો અમે નક્કી કર્યું હતું કે ત્રીજો પાર્ટ જ છેલ્લો હશે, પણ એવું ન થવાના કારણ એવા છે કે,
~> કાગળમાં લખી રાખી હતી એ સ્ટોરી જ ક્યાંક ખોવાઈ ગઈ….
~> અને સ્ટોરી યાદ રહી નહિ એટલે સ્ટોરી ચેન્જ કરવી પડી :Pજો કે નેક્સ્ટ પાર્ટ માટે તો રાહ નહિ જ જોવી પડે…. કારણ કે સ્ટોરી શું છે એ અમે ડિસ્કસ પણ કરી લીધું છે અને નેક્સ્ટ પાર્ટ કાલે જ પોસ્ટ કરવાના છીએ…… હોપફૂલી 😛 😀
)]}
day4

લખો એક લેટર(mail) તમારા જ ભવિષ્યને…..

તમે કામ પરથી, કોલેજથી, સ્કુલથી, બજારમાંથી, બગીચામાં પાણી પાઈને કે પછી બસ કોઈ ફ્રેન્ડ કે રીલેટીવ ના ઘરેથી, દેવસ્થળથી કે ગમ્મે ત્યાં થી પાછા આવ્યા છો, થોડાક કંટાળ્યા છો, થોડાક થાક્યા છો, જે કઈ પણ કરીને આવ્યા તેના વિચારો મગજ માં છે, હજુ એ બધું જ મનમાં મમળાવતા મમળાવતા તમે તમારું કમ્પ્યુટર, તમારું લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ, નોટ કે ગમ્મે તે ડીવાઈસ મચેડવા બેસી જાઓ છો…..

ફેસબુક ચેક કરો છો, બ્લોગ્સ ફેંદો છો, ટ્વીટ્સ ચેક કરો છો અને પછી મેઈલ જોવાનું નક્કી કરો છો, અને ત્યાં જ તમને તમારા જ નામ નો મેઈલ દેખાય છે…..તમારા જ આઈ ડી પર થી આવેલો મેઈલ. તમે તેને સ્પામ સમજીને ડીલીટ કરવા જાઓ છો અને ત્યાં જ તમને વિચાર આવે છે કે એક વાર જોઈએ તો ખરા કે છે શું……

તમે મેઈલ ઓપન કરો છો….. અને તમને ઝટકો લાગે છે!! તમે વિચારોમાં ખોવાઈ જાઓ છો….. થોડુક ટેન્શન થાય છે અને એક બોટલ પાણી પી જાઓ છો કારણ કે આ મેઈલમાં એવી બધી વાતો લખી છે જે ખાલી તમને જ ખબર છે, કેટલાક એવા સીક્રેટ્સ જે તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ કે લાઈફ પાર્ટનર સાથે પણ share નથી કર્યા….. અને તમને ઝાટકો એ જોઇને લાગે છે કે મેઈલ તમારા જ ભવિષ્યએ તમને સેન્ડ કર્યો છે!!!

ફયુચરમાંથી આવેલો એક મેઈલ!!
હવે આટલું વાંચીને કોઈ પણ કહેશે કે, ‘ભાઈ, ટાઈમ ટ્રાવેલ વિષે ઓલરેડી ઘણું બધું લખી ચુક્યું છે, પોસીબલ નથી વગેરે વગેરે….. ‘
હું પણ કહું જ છું કે વાત સાચી છે…. મેં લખ્યું એ નહિ, પણ ટાઈમટ્રાવેલ ની પોસીબીલીટીની વાત. મેં જે કઈ પણ લખ્યું છે એ ફેન્ટસી જ છે, એક ઈમેજીનેશન.

પણ જો ઉપર ના વાક્યોમાંથી ખાલી એક સિંગલ ડીટેઈલ જો ચેન્જ કરી દેવામાં આવે…… અને જો હું લખું કે, “તમે મેઈલ ઓપન કરો છો….. અને તમને ઝટકો લાગે છે!! તમે વિચારોમાં ખોવાઈ જાઓ છો….. થોડુક ટેન્શન થાય છે અને એક બોટલ પાણી પી જાઓ છો કારણ કે આ મેઈલમાં એવી બધી વાતો લખી છે જે ખાલી તમને જ ખબર છે, તમારા જુના સપનાઓ વિષે લખ્યું છે જે  અત્યારે ક્યાંક ખોવાઈ ગયા છે, કેટલીક એવી બાબતો લખી જે ખરેખર તમને હસાવી દેશે, કેટલીક તમને વિચારતા કરી દેશે અને કેટલીક એવી વાતો પણ લખી છે જે આંખમાં પાણી પણ લાવી દેશે, કેટલાક સપના પુરા થઇ ગયા હોવાથી થોડુક પ્રાઉડ ફિલ કરાવશે, ….. અને મેઈલ સેન્ડ કરનારનું નામ અને આઈ-ડી તમારું જ છે કારણ કે તમે જ પાસ્ટ માં ક્યારેક આ લેટર કે મેઈલ તમને જ ફ્યુચરમાં મળે એવું સેટિંગ કર્યું હતું.”

મજા આવે ને જો ખરેખર આવું થાય તો? હવે આમાં એવું બહુ વિચારવાનું ના હોય….. મજા જ આવે!!
અને આ પોસીબલ પણ છે જ. માન્યું કે આપણે આપણા પાસ્ટને  લેટર મોકલીને કરેલી ભૂલો સુધારી ના શકીએ, પણ એટલીસ્ટ આપણા ફ્યુચરને લેટર મોકલીને કેટલીક ભૂલો ફરી ન કરવા માટે ટોકી તો શકીએ. કેટલાક અધૂરા સપના યાદ તો દેવડાવી શકીએ…. નક્કી કરેલા ટાર્ગેટ પુરા થયા છે કે નહિ એ નક્કી કરેલા સમયે લેટર મોકલી ને ટોકી તો શકીએ. …
અને આ બધું કરવા માટે એક સરસ મજાની સાઈટ પણ મારા હાથે લાગી છે….અને મેં ગઈ કાલે જ એક સરસ મજાનો લાંબો એવો લેટર મારા જ ફ્યુચર ને સેન્ડ કર્યો છે જે મને વર્ષો પછી મારા જ ઈનબોક્સ માં આવીને સરપ્રાઈઝ આપશે….

તો તમે પણ અહીં ક્લિક કરીને આપો ખુદને જ સરપ્રાઈઝ ….. 😉
અને આ સાઈટ પર પણ….

આવા જ લેટર How I Met Your Mother નામના એક અમેરિકન સીટકોમનું એક કેરેક્ટર(Ted Mosby) પણ લખે છે પોતાના રિલેશન્સ માં કરેલી ભૂલો ફરીથી થાય નહિ એ માટે, તેને જ ટોકવા માટે, અને પાસ્ટમાં જેની સાથે રીલેશન તૂટ્યા હોય તેની સાથે ફરીથી રીલેશનમાં નહિ પડવાના મજબુત કારણો ખુદને જ યાદ કરાવવા માટે…..
આવા જ કેટલાક લેટર્સ તમને અહી વાંચવા પણ મળશે….

તો ફ્યુચરને બીજા કયા રીઝન્સ થી આવા લેટર્સ લખવા જોઈએ એ જો માઈન્ડમાં આવે તો થોડાક કમેન્ટબોક્સમાં પણ પધરાવો….. આજ કાલ કમેન્ટ બોક્સ ખાલી ખાલી પડી રહે છે…..!!

કૌંસમાં :~
{[(
ઉપર જણાવી એજ સીટકોમ How I Met Your Motherના  એક રીસન્ટ એપિસોડમાં ‘ted’ અને ‘barney’ ના ફ્યુચર અને પ્રેઝન્ટ રૂપ ભેગા થઇ ને એક મસ્ત મજાનું બીલી જોએલ નું એક સોંગ ગાય છે, તો ‘એ’ અને ‘ઓરીજીનલ સોંગ’ એમ બંને અહી share કરું છું…દિલ ખુશ ના થાય તો લાઈક ના કરતા….. 😛  એન્જોય!! 😀

)]}
#day3

ભુરીનું કાળિયું….

કૌંસમાં:~
{[(
ઘણા દિવસો પછી ફરી થી પોસ્ટ ની શરૂઆતમાંજ કૌંસ ઠપકાર્યો છે…..
આજની પોસ્ટ લખવાનું કારણ એ છે કે ઘણા દિવસ પછી મારી પહેલી ડાયરી આજે વાંચી. અને એમાંથી કેટલીક વાતો અહી share કરવાની ઈચ્છા થઇ ગઈ…. તો ફરીથી એજ ‘નાના viraj’ ની સ્ટાઈલમાં લખવાનું મન થયું…. અને આવું થાય ત્યારે હું રોકતો નથી મને (કે ‘મન’ને). તો બસ…… વાંચો આગળ…. 🙂
)]}

દુ……ર એક જંગલમાં એક શહેર હતું…. 
શહેરનું નામ તો તમને બધાને ખબર જ હશે ને….. 😉
આપણું ગાંધીનગર…. !!
એ શહેર વિકસતું ગયું અને ધીમે ધીમે કરીને જંગલ ગાયબ થતું ગયું……. પણ વાત એમ થઇ કે ટાઈટલ કઈક આપ્યું છે અને હું લખવા કઈક બેઠો છું…… 😛
તો હવે મેઈન વાત પર પાછા ફરીએ તો એ સીટીમાં એક ‘હું’ રહેતો હતો(બીજા લોકો પણ રહેતા જ હતા, પણ આ તો…)….(બાય ધ વે હું હજુ પણ રહું જ છું…. )
હજુ પણ ‘ટાઈટલ ક્લીઅર’ નથી થતું…..(સ્ટોરી નું… 😉 )

તો સ્ટોરીમાં વધારે ઊંડાણ માં ઉતરીએ(અને થોડું મારી ડાયરીમાં ફંફોસીએ) તો તારીખ સાથે આ વાર્તા ના કેરેક્ટર્સ ની ડીટેઈલ  એવી છે….કે, ૨૦૦૫ ના ડીસેમ્બર મહિનામાં અમારા ઘર આગળ રહેતી એક કુતરીએ સાત બચ્ચાને જન્મ આપ્યો હતો, અને બસ, મને મસ્ત મજાના રમકડા મળી ગયા હતા…. આમ પણ મારા એટલા ફ્રેન્ડસ(માણસોમાં) હતા નહિ તો મને ‘રમકડા’ કરતા ‘મિત્રો’ મળી ગયા હોય એવું વધારે લાગ્યું,  પણ મોટા ભાગે થતું હોય એમ જ એક-એક કરી ને બધા જ બચ્ચા મરી ગયા….. એ વખતે કુતરીને મમ્મી-બા લોકોએ ‘ભૂરી’ નામ આપ્યું હતું, એના વ્હાઈટ કલર ના લીધે જ (હાફ ટાઈટલ ક્લીઅર્ડ 😀 ).  હવે ‘બચ્ચા’ એક પણ ‘બચ્યા’ નહિ એના દુખમાં ભૂરી રોજ અમારા દરવાજા આગળ આવીને રડવા લાગતી..(તેના અવાજ પરથી એવું લાગતું હતું). અને બસ, એજ સમયે ભુરીને પહેલી વાર ગેટની અંદર એન્ટ્રી મળી હતી, ઘરના ઓટલા પર બેસવા માટે….

પછી તો ટાઈમ જતો ગયો અને ભૂરીની જગ્યા પણ ફિક્સ થઇ ગઈ. દિવસ દરમિયાન ઓટલા પર અને રાત્રે ઓટલાની પાળી પર. રાત્રે કોઈ ઘર ની આસ પાસ ફરે એટલે ભસવાનું ચાલુ અને ઘરની અંદરથી એક બુમ પડતાની સાથે જ ભસવાનું બંધ.
વધારે ટાઈમ વીત્યો….. હવે તો ભૂરી બહારનો ગેટ તેના મોઢા અને હાથની મદદથી ખોલતા પણ શીખી ગઈ હતી. એક વર્ષ જેટલો ટાઈમ થયો અને ભુરીએ ફરીથી સાત બચ્ચા ને જન્મ આપ્યો….. તેમાંથી ૩ બચ્ચા તો ક્યારે મરી ગયા તે મને યાદ પણ નથી, પણ બચેલા ચાર બચ્ચા જોડે રમવાની અને ખાસ તો તેમના નામ પાડવાની જે મજા આવી હતી તે કદાચ ક્યારેય નહિ ભૂલાય. જેમાં બે ‘મેલ’ અને બે ‘ફીમેલ’ ગલુડીયા હતા… 😀
તેમના નામ તેમના ગુણ પ્રમાણે જ પાડ્યા હતા,
~>એક જે ભૂરી જેવું લાગતું હતું તેનું નામ ‘ભૂરી-ટુ’.(f1)
~>બીજું જે દુરથી ચપટી વગાડતા પણ ભાગી જાય તે ‘બીકણ’ (હવે એ ટાઈમે તો એવા જ નામ સુઝતા હતા મને…. :P)(f2)
~> ત્રીજું જે બાકીના ગલુડિયા ને તેની આસ-પાસ પણ ફરકવા નહોતું દેતું….એવું ‘ડોન’ (m1)
~> અને ચોથું એવું કે જેના કોઈ એવા ખાસ લક્ષણ જ નહોતા દેખાતા જેના પરથી એનું નામ પાડી શકાય, તો એનું નામ મારા કઝીન ભાઈએ ‘સામાન્ય’ પાડ્યું હતું….. (m2)

હવે સ્ટોરીમાં ટ્વીસ્ટ એવો આવ્યો કે આ વખતે ગલુડિયા નહિ પણ ખુદ ભૂરી જ વિકનેસ ના લીધે મરી ગઈ….(૨ જાન્યુઆરી’૦૭), અને બસ બધા ગલુડિયા બે દિવસ ભૂખ્યા રહ્યા…. દૂધમાં આપેલી રોટલીને અડ્યા સુદ્ધા નહિ….! અને પછી ફરી નોર્મલ બિહેવિયર….. હું રોજ સ્કુલથી આવતો અને તેમની સાથે જ રમવા બેસી જતો….પછી થોડાક દિવસ ગયા અને ૧૪ જન્યુઅરિએ ભૂરી-૨ નો પણ રોડ પર એકસીડન્ટ થયો…. એ પછી ૨૦ ફેબ્રુઆરીએ ડોન પણ એક કાર નીચે આવી ગયું. અને જે ગલુડિયું સૌથી વધારે વિક લાગતું હતું તે(બીકણ) એક વર્ષ જેટલું જીવ્યું….અને ટપકી પડ્યું…. ક્યારે મર્યું, ક્યાં મર્યું કોઈને ખબર જ ના પડી!!
અને પછી તો જે એક બચ્યું તે ‘સામાન્ય’ ઉર્ફે ‘તોફાની’ ઉર્ફે ‘ટાઈગર’ ઉર્ફે ‘શ્યામબહાદુર’ ઉર્ફે ‘કાળિયું’ જ….(હવે ફૂલ ટાઈટલ ક્લીઅર થયું…..હાશ!!).
અને બસ પછી તો સારું એવું જીવી ગયું, જેટલા મહેમાન આવે એ બધાને બહાર ગેટ પર આગળના બે પગ અને માથું ઝુકવીને પ્રણામ કરે, અને મહેમાન એને જુદા જુદા નામ આપતા જાય….. અરે હા, કોઈએ ‘શિયાળ’ નામ પણ આપ્યું હતું….. પણ આવા નામ કઈ સારા થોડા લાગે…. 
એ પછી તો માર્ચ ૨૦૧૧થી એણે પણ ગલુડિયાનું યોગદાન ચાલુ કરી દીધું…. 😛

અને બસ….. હજુ પણ અત્યારે આ લખવા હું હીંચકા પર બેઠો છું અને એ ઓટલા પર ઊંઘતું ઊંઘતું મને ઘૂરી રહ્યું છે……!

બસ તો આ જ હતી સ્ટોરી ‘ભૂરી’ની અને ‘ભૂરી’ના ‘કાળિયા’ની…. .

Bread Please (-_-)

શોર્ટસ્ટોરી ~ “ગનમેન”

“મને કોઈક પગ પછાડતું હોય તેવો અવાજ આવતો હતો. મેં આંખો ખોલવાનો પણ ખુબ જ પ્રયત્ન કર્યો હતો, પણ આંખો પર હજુ કઈક ભાર હોય તેમ જણાતું હતું. મને જરા પણ ખ્યાલ ન હતો કે હું ક્યાં હતો, કઈ રીતે તે જગ્યા એ આવ્યો હતો, અને કેટલા દિવસ થી તે જ જગ્યાએ હતો. મારી આંખો ધીમે ધીમે ખુલવા લાગી હતી, પણ હજુ આજુ બાજુ બધું ધૂંધળું લાગતું હતું.

મારી સામે જ એક બંદુકધારી બંદુક તાકી ને ઉભો હતો, એઇમિન્ગ એટ માય હેડ. મેં તેને ઘણી વાર મને મારવાનું કારણ પણ પૂછ્યું, પણ તે કઈ બોલ્યો જ નહિ. ફરી એક વાર પૂછતાં તે બોલ્યો કે ‘પંદર મિનીટ રાહ જો, તને રીઝન પણ મળશે અને તારી મોત પણ.’

મને કોઈક રૂમ માં બંધ કરી રાખ્યો હતો. મારા હાથ એક ચેઈનથી એક પોલ સાથે બાંધેલા હતા. તે રૂમ ખાલી હતો. રૂમની બધી દીવાલો અને છત મરૂન રંગ થી રંગેલા હતા, અને ત્યાં કદાચ લોહીના જ ડાઘ હતા. રૂમ માં ફક્ત એક સાંકડો દરવાજો હતો અને દરવાજા વાળી જ દીવાલ પર એક નાની બારી હતી. બારીની બહાર દુર દુર સુધી ફક્ત ખાલી મેદાન જેવું જણાતું હતું અને અંતે ક્ષિતિજ, બસ.
મેં ફરીથી છેલ્લે શું થયું હતું તે યાદ કરવાનો પ્રયત્ન કર્યો. હું કદાચ મોર્નિંગ-વોક માટે નીકળ્યો હતો અને મને કઈક ઝટકો લાગ્યો હતો. બસ…

દરવાજામાંથી એક બીજો માણસ એન્ટર થયો. તે કોઈ જુદી જ ભાષામાં પેલા ગનમેન સાથે વાત કરવા લાગ્યો. તે લેન્ગવેજ મારા માટે તદ્દન અજાણી હતી. મને સમજવાનો પ્રયત્ન કરતો જોઈ ગનમેન બોલ્યો કે, ‘જે કઈ પણ પેલા માણસે કહ્યું તે જ રીઝન હતું તને મારવાનું’ અને આટલું બોલતાની સાથે જ તેણે ટ્રીગર દબાવી દીધું અને બુલેટ મારા મગજની આરપાર નીકળી ગઈ ચિત્રગુપ્ત સર….આર-પાર…..
હવે શું મને એટલું કહેશો કે એ ગનમેન અને તે માણસ હતા કોણ અને મને મારવાનું રીઝન શું હતું?? પ્લીઝ???”

ચિત્રગુપ્તે કેલેન્ડર સામે નજર કરી… કેલેન્ડરમાં પહેલી એપ્રિલ જોઇને ચિત્રગુપ્ત બોલ્યા, “યુ મસ્ટ બી કિડિંગ….ટ્રાઈંગ ટુ ફૂલ મી?? હાહાહ…. નેક્સ્ટ સાઉલ પ્લીઝ….”

કૌંસમાં :~
{[(
આ જ સ્ટોરી પરથી અમે બનાવેલું એક મુવી…..http://goo.gl/nn6LU
)]}