નક્કી તો કર્યું હતું પણ….

ફર્સ્ટ એપ્રિલ થી ટેન્થ એપ્રિલ……. દસ દિવસ અને દસ પોસ્ટ…..
પહેલી એપ્રિલ ના દિવસે જ નક્કી કર્યું હતું કે એક ચેલેન્જ ખુદ ને જ આપું…
બ્લોગઅડ્ડા જેવી ઘણી બ્લોગર્સ માટે સારી કહી શકાય એવી સાઈટ્સમાં ઘણી વાર આવી ઈવેન્ટ્સ યોજાતી રહેતી હોય છે, તો વિચાર આવ્યો કે કોઈ ઇવેન્ટની રાહ શું કરવા જોઉં?
જાતે જ ઇવેન્ટ બનાવીને જાતે જ ફોલો કરવા લાગુ….

એ બહાને બીજું કઈ નહિ પણ મારે ખુદને જ ચેક કરવો હતો.
ઘણી વાર કોઈ પોસ્ટ લખવા બેસું અને તે અધુરી જ રહી જાય અને લખવા માટે કઈ સુઝે જ નહિ, અને એમાં ને એમાં વગર કારણે બ્લોગ ધૂળ ખાતો થઇ જતો હતો.
ઘણી વાર એમ પણ થઇ જાય કે ભાઈ આ લખવાનું કામ તારું છે નહિ, ખોટી મગજમારી કરે છે, પોતે પણ ટાઈમ વેસ્ટ કરે છે ને લોકોને હથોડા સહન કરવા પડે એ અલગ થી…… પણ પાછું જયારે લોકોની કમેન્ટ્સ જોઉં તો લાગે કે ના, વાંચવા વાળા હવે ફ્રેન્ડસ બની ગયા છે….એ બહાને એટલીસ્ટ એમની સાથે વાતો પણ થઇ જાય છે….
પણ ફરી પાછો લખવા બેસું અને મગજ કામ કરતુ બંધ થઇ જાય…..

બીજી એક નવાઈ મને એ લાગતી હતી કે બધા લોકો ન્યુઝ પેપર, મેગેઝીન્સમાં રેગ્યુલર આર્ટીકલ્સ લખતા હોય છે, ઘણા બ્લોગર્સ ફિક્સ દિવસે પોસ્ટ અપડેટ કરતા હોય છે….. તેમને અચાનક બધું લખવા માટે મળી કેમનું રહેતું હશે?!
બસ તો આવા જ બધા વિચારોના લીધે જ નક્કી કર્યું કે ચાલો એક આઈડિયા લગાવી જોઈએ….. એક પ્રેશર ક્રિએટ કરી જોઈએ….
અને ઉપર કહ્યું તેમ દસ દિવસમાં દસ પોસ્ટ લખવાનું નક્કી કરી દીધું…..
હવે ચેલેન્જને અઘરો કરવા માટે એક ટ્વીસ્ટ પણ એડ કર્યો… જે દિવસે પોસ્ટ share કરવાની હોય, એજ દિવસે શું લખવાનું છે તે વિચારવાનું અને બધું એજ દિવસે લખવાનું…..
હવે આવું નક્કી કર્યું….. અને રોજ પ્રોજેક્ટનું કામ પતાવીને, કે અસાઈન્મેન્ટ લખવા બેસી રહું એ પછી વર્ડપ્રેસ પર આવી ને શું લખવું તે વિષે વિચારવા લાગતો…. અને જે મગજમાં ફરતું હોય તેને જ ખેંચી ને બેસાડી દેતો…..
પહેલા તો એવું જ લાગ્યું કે આવું મારી મચડીને લખીશ તો ક્વોલીટી બગડવાનું રિસ્ક રહે…… પણ પછી ફરી મગજમાં સ્ટ્રાઈક થઇ કે ક્વોલીટી સારી કયા દિવસે હતી ઓ બગડશે….!! 😀 😛

બસ તો લખવાનું ચાલુ કર્યું અને પોસ્ટ કરતો ગયો….
પણ સાતમી તારીખ ની આ સાતમાં દિવસ ની સાતમી પોસ્ટ લખતા લખતા તો ખરેખર એવું જ લાગી ગયું કે જાણે મગજ એમ્પ્ટી થઇ ગયું!!

પણ હજુ કઈ કહેવાય નહિ….. કાલે જો મગજમાં કૈક ગરમ ઠંડુ રેડાઈ જાય તો એ વાનગી પણ બ્લોગ પર પીરસી દઈશ….
હવે એની માટે તો કાલની જ રાહ જોવી પડશે…..
પણ એ વાત તો છે, આટલા દિવસમાં નવું નવું લખવા માટે આઈડીયાઝ ઘણા મળી ગયા…..
હવે જોઈએ દસ દિવસ પુરા થાય છે કે સાતમો દિવસ જ છેલ્લો બનીને રહી જાય છે…… 😛
day7

Advertisements

6 thoughts on “નક્કી તો કર્યું હતું પણ….

  • એ વાત તો છે જ…..
   તમારા સજેશનને ફોલો કરીને અઠવાડિયાનો કોઈ એક દિવસ નક્કી કરી જ લેવો છે હવે તો…..
   કમસે કમ અઠવાડિયા ની એક પોસ્ટ લખવી જ છે … 🙂

 1. મને આશ્ચર્ય તો થયેલું … કે વિરાજભાઈ ની ગાડી એ અચાનક જબરી સ્પીડ પકડી , વળી પાછુ બધી પોસ્ટના નીચે ડે ૩ , ૪ , ૫ .. એવું વાંચીને બી થતું કે આ સાલું શું છે ! પણ ગમ્યું – લખો અને ખુબ લખો એવી શુભેચ્છા …

  • 😀
   આ પોસ્ટ તો હું દસમાં દિવસે જ પોસ્ટ કરવાનો હતો….. પણ ગાડી ની સામે એક્ઝામ નામ નું ટેન્શન/સ્ટેશન આવી ગયું એમાં ગાડી ધીમી પડવા લાગી…… હવે જોઈએ સ્ટેશન સુધી ‘રાઈટીંગ’ અને ‘રીડીંગ’ બંને ગાડીઓ પહોંચે છે કે એક જ!! 😛
   અને શુભેચ્છાઓ માટે ખુબ ખુબ આભાર….. 🙂

 2. મારા ખ્યાલે તો મોજ આવે ત્યારે જ લખાય . . . રોજેરોજ તો મોજને બદલે બોજ બની જાય 😉 , હાં , અઠવાડિયે એકવાર લખવાનું નક્કી કરવું , એ તમને કટિબદ્ધ બનાવે છે અને તમે તમારા લક્ષ્ય પ્રત્યે સજાગ રાખે છે 🙂

  • મને પણ પહેલા તો એવું જ લાગતું હતું કે રોજ રોજ લખવાનું બોરિંગ તો લાગશે….. પણ રોજ શું લખવું એ ચેલેન્જ સામે હોય તો એક અલગ એક્સાઈટમેન્ટ પણ રહ્યું જ…..
   અને હવે દર અઠવાડિયે લખવા માટેની તૈયારી પણ થઇ જ ગઈ….. હવે જોઈએ દર અઠવાડિયે લખવાનું નક્કી કર્યું છે એ પળાય છે કે નહિ….. 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s