લુચ્ચી…

સીધી ના એ રે’તી લુચ્ચી, ટેઢી મેઢી વાંકી લુચ્ચી,
આડી અવળી વાતોથી એ, મારું માથું ખાતી લુચ્ચી.

ફ્યુચરનું એ પ્લાનિંગ કરતી મોટા પાયે સેવિંગ કરતી,
શોપિંગ માટે હરતી ફરતી લાત બજેટ્ને મારતી લુચ્ચી,

ફિગર સાચવવાને માટે સ્ટ્રીક્ટ ડાયટની વાતો કરતી,
ડાર્કફોરેસ્ટની કેક જોઇને ખાવા તૂટી પડતી લુચ્ચી!

સિરિયલોની વાતો લઈને ફોન ઉપર એ ગોસીપ કરતી,
ક્રિકેટ જોવા હું બેસું ‘ને રીમોટ ઝુંટવી લેતી લુચ્ચી.

સેડ થતાની સાથે પાછી મૌનવ્રત એ ધારણ કરતી,
રીઝન દુઃખનું પૂછતાં એની કેસેટ ચાલુ કરતી લુચ્ચી.

પોએમ એની માટે લખતો રોમેન્ટિક હું મૂડ બનાવી,
ટાઈટ એવું એક hug આપીને પોએમ ફેંકી દેતી લુચ્ચી!

(એટલી ખરાબ લખું છું પોએમ્સ!!?? :o)

કૌંસમાં:~
{[(
ઘણા ટાઈમથી પોએમ લખવાની ઈચ્છા હતી, પણ પેલી ‘લુચ્ચી’ સાથે વાત જ નથી થતી આજ કાલ!! પોએમ ક્યાંથી લખાય!! 😦
બસ તો આજની પોએમ એજ લુચ્ચીને અર્પણ!! 😀

હવે બ્લોગને થોડોક ટાઈમ આરામ આપવાનું વિચારું છું, એક ‘જ્યોતિષ ફ્રેન્ડ’એ કહ્યું કે તારી ક્રિએટીવીટી અત્યારે ઉપરના લેયર પર છે, લખવાનું ચાલુ રાખ…. પણ હોય જ ને, એક્ઝામ નજીક છે એટલે આવું બધું વધારે સુઝે….!
બસ તો હવે કદાચ may end માં જ પાછો આવીશ લખવા, બાકી બ્લોગ્સ વાંચવાનું તો ચાલુ જ રહેશે….
બસ તો આ છેલ્લી પેરડી લાઈન્સ અને થોડાક ટાઈમ માટેનું બાય બાય!!

સિલેબસ પૂરો કરવામાં જલ્દી કરો ‘વિરાજ’,
ઢગલો છે બુક્સ અને નજીક જ એક્ઝામ છે. 😉

ગુસ્તાખી માફ મરીઝ 😛
)]}

Advertisements

6 thoughts on “લુચ્ચી…

  1. જૈન સાધુઓ કેશ લોચન કરતા. પોતાની જાતે માથાના વાળ ઉખાડી નાખતા. એમને લુચ્ચા કહેવાતાં. પછી જરા ખરાબ અર્થમાં વપરાવા લાગ્યું. લુચ્ચીએ વિરાજનાં માથાના વાળ ખેંચી નાખ્યા લાગે છે એમાંથી આ કવિતા નીપજી લાગે છે. લુચ્ચી કવિતા. હહાહાહા પણ મજાની..

    • આ વાતની તો આજે જ ખબર પડી! જો કે આજ કાલના વાળ વાળા ‘સાધુઓ'(?) તો અત્યારના અર્થ વાળા જ ‘લુચ્ચા’ હોય છે…!!
      અને સાચી વાત, આ પોએમ માં તો વાળ ખેંચવા વાળા/વાળીઓ માટે જ ‘લુચ્ચો/લુચ્ચી’ શબ્દ બંધ બેસે છે…. 😛

  2. ha….ha….. its…. like, you have depicted my hubby’s thoughts… kudos man… you have got a good grip on female nature….. got to say… good writing…. enjoyed it….. thanks

    OK… couldn’t resist adding….. find a name for the ‘luchhi” in your poem… your creativity will go abound……best of luck for your exams….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s