યાદ તો રહેશે….કદાચ ચોક્કસ…

કેજી થી લઈને બારમાં ધોરણ સુધી છ સ્કુલ્સ અને પાંચ સીટીઝ ચેન્જ કર્યા, અને મને ક્યારેય ખાસ ફરક નથી પડ્યો.
પહેલેથી મને ઓછું બોલવા જોઈએ, અને એજ રીઝન થી ફ્રેન્ડસ પણ ઓછા અને એ પણ રેન્ડમલી કોઈને પણ ફ્રેન્ડ બનાવી લઉં એવું નહિ… સિલેક્ટેડ લોકો જ….કેટલાક ઓબ્ઝર્વેશન પછી જ બનાવેલા..
જો કે મારા ફ્રેન્ડ્સ ને કેટેગરાઈઝ્ બે રીતે કરી શકાય.
1. મારા જેવા જ… જે બહુ એટલે બહુ જ ઓછા લોકો સાથે બોલતા હોય.
૨. મારાથી ટોટલી ઓપોઝીટ, મતલબ કે બહુ જ બોલતા હોય અને લગભગ જે ભટકાય એ બધા જ સાથે બોલવાનું ચાલુ કરી દે….!

પાછું મેઈન વાત શું હતી એ ભૂલી ગયો અને બીજી લવારીએ ચડી બેઠો!!
હવે વાત એમ કરતો હતો કે ઓછા ફ્રેન્ડસ હોય એટલે જયારે છુટા પાડવાનો ટાઈમ આવે ત્યારે પણ ખાસ દુખ ન થાય….. આમ પણ ગણીને ૨-૩ ફ્રેન્ડસ હોય, જેમની સાથે બહુ ધીંગા મસ્તી કરેલી ન હોય…. કારણ વગરના કે પછી લોજીકલ એવા ડિસ્કશન કર્યા હોય, પણ એટલા માટે થઈને કઈ છુટા પડવાનું અઘરું થઇ પડે એવું ક્યારેય થયું નથી…અને આમ પણ આજ સુધી પણ એ જુના ફ્રેન્ડસ સાથે પણ ફોન અને ઈન્ટરનેટથી તો કનેક્ટેડ છું જ…(દિલથી તો ખરો જ… :D)
અને એટલે જ આટલા બધા ચેન્જ લાઈફમાં થયા તો પણ કઈ ખાસ ફરક પડ્યો નથી…..
પણ….
પણ પણ પણ થયું એવું કે ભાઈ ૨૩મિ મે ના રોજ કોલેજનો છેલ્લો દિવસ હતો અને ખરેખર ઘણું બધું પાછળ રહી જતું હોય તેવું લાગ્યું….
અને એમાં સૌથી ખરાબ જો કઈ થયું હોય તો એ એમ કે કોલેજ ૨૩મિ ની જગ્યાએ ૨૨મિએ જ પૂરી થઇ ગઈ…. એક્સ્ટર્નલ ફેકલ્ટીઝ ને દયા આવી ગઈ કે પછી ગરમીથી કંટાળીને બીજા દિવસે આવવું ના પડે એટલા માટે, રીઝન જે પણ હોય, બે વાઈવા એક જ દિવસે રાખીને ખરેખર મને ઝટકો જ આપ્યો હતો.
એ દિવસ હતો કે જયારે મને ખરેખર ફરક પડ્યો એક ‘ફેઝ’ના એન્ડ થી.
વેલ, એના પણ રીઝન્સ છે….ઘણા રીઝન્સ છે…
એક તો મેં જયારે કોલેજ જોઈન કરી એજ દિવસે નક્કી કર્યું હતું કે જુના વિરાજને રિપ્લેસ કરીને એક નવો વિરાજ લોન્ચ કરીએ! એક નવું વર્ઝન મુકીએ લોકોની સામે…. આમ પણ માર્કેટમાં કોઈ જુના વિરાજ ને તો ઓળખતું નહોતું…. તો બસ થોડા ઘણા ચેન્જીસ સાથે જ કોલેજની શરૂઆત કરી હતી.
પહેલા જે વિરાજ સ્કુલમાં ૫-૬ લોકો થી વધારે કોઈની પણ સાથે વાત પણ નહોતો કરતો તેણે કોલેજ ના પહેલા જ દિવસે ૫-૬ જેટલા તો ફ્રેન્ડ્ઝ બનાવી લીધા હતા. અને બોલવાની વાત છે તો લગભગ ૯૦% લોકો જોડે તો વાત કરી જ હશે રેગ્યુલરલી આ ૪ વર્ષ દરમિયાન! ભલે બધા લોકો માટે એ નોર્મલ હતું, પણ મારા માટે એક અચીવમેન્ટ થી ઓછું નહોતું…

ઓબ્વીયસ્લી શરૂઆતમાં મારે એક્ટિંગ જ કરવી પડી હતી લોકો સાથે  ફ્રેન્ડલી બનવા માટે…. પણ પછી એજ મારો સ્વભાવ બની ગયો હતો…. હતો નહિ પણ છે જ એવું કહીએ તો પણ ચાલે… જો કે હજુ પણ નવા લોકો સાથે વાત કરવાની શરૂઆત કરતા થોડોક તો અચકાઈ જ જાઉં છું… પણ હવે આટલે સુધી પહોંચ્યો છું તો એ હર્ડલ્સ પણ પાર કરી જઈશું…!

હવે આટલા ચેન્જીસ જો મેં લાઈફમાં અને નેચરમાં કર્યા હોય તો ફરક પડે એ તો ઓબ્વીયસ જ છે ને!
અને એટલે જ, જયારે ખબર પડી ૨૨મિએ કે આજ છેલ્લો દિવસ છે, બધું જ અલગ દેખાવા લાગ્યું…જાણે કોઈ મુવીનો સીન શૂટ થતો હોય અને એમાં મને અચાનક મૂકી દીધો હોય. જાણે મૂવીનું ક્લાઈમેક્સ શૂટ થાય છે…. જ્યાં નજર કરું ત્યાં જાણે કોઈ કેમેરાનું ક્લોઝ-અપ શૂટ થતું હોય તેવું લાગ્યું. જાણે બધું ફોકસ ત્યાં જ છે ને આજુ બાજુનું બધું બ્લરી થઇ ગયું હોય….. એકી એક જાણ સામે નજર ગઈ…. ચાર વર્ષ જે કઈ પણ કર્યું એ બધું ફ્લેશબેકમાં દેખાવા લાગ્યું….
મેં કઈ એવી ખાસ મસ્તી નહિ કરી હોય, પણ મેં લોકોને મસ્તી કરતા જોયા હતા…. એમાં મને પણ એન્જોય્નમેન્ટ મળ્યું જ હતું…! બધા એકબીજાને ભેટી ભેટી ને મળતા હતા…. છોકરીઓએ ગંગા-જમના વહેવડાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું… નજીક નજીક રહેતા લોકો રોજ મળવાના પ્રોમિસ કરતા અને હોસ્ટેલના ફ્રેન્ડસ બધાને એમના ઘરે આવવાનું ઇન્વીટેશન આપતા હતા….. અને લેબ ના એક કોર્નરમાં હું બેઠો હતો…. બધાને જોતો…એમ જ… કઈ પણ કર્યા વગર… લોકોને દુર થી જ સ્માઈલ આપતો…લોકોને જોતો… અને વિચારતો…પાસ્ટ વિષે, ફ્યુચર વિષે, પ્રેઝન્ટ વિષે….

એ ટાઈમ પણ જતો રહ્યો…. અત્યારે પણ બેઠો જ છું…. એજ રીતે, એજ સ્ટાઈલ થી જેવી રીતે કોલેજમાં એ દિવસે બેઠો હતો…. પગ લંબાવીને…. વિચારોમાં ખોવાયેલો…. ફ્રેન્ડસને યાદ કરતો…. બસ આજુ બાજુ અત્યારે કોઈ છે નહિ, અને જગ્યા કોલેજ નહિ પણ ઘરનો આ રૂમ છે….ફ્રેન્ડસ વગર નો રૂમ….

ફરીથી ફ્રેન્ડ્ઝ બનશે જ, એ વાતની ના નથી…. પણ એ વાતને પણ ઇગ્નોર ના જ કરી શકાય કે આ ગોલ્ડન ટાઈમ પાછો તો નથી જ આવવાનો…

I had a great time with all my friends during these four years and I’m going to miss them all…forever….
(એમ તો બીજું પણ ઘણું છે જે લાઇફટાઈમ યાદ રહેવાનું છે, પણ હવે થોડુક ડાયરી માટે પણ સાચવવું પડે ને…. 😉 )

હવે જોઈએ કે આ ફરક ખરેખર અસર કરશે કે સમય સાથે એ પણ આગળના ટાઈમ ની જેમ જ ગાયબ થઇ જાય છે…!

(અને હા, ચેન્જીસ એક્સેપ્ટ કરતા શીખવાડનાર મેઈન તો “who moved my cheese” બુક છે જે સ્કુલ ટાઈમ થી જ મારી ફેવરીટ રહી છે… 🙂 )

Advertisements

8 thoughts on “યાદ તો રહેશે….કદાચ ચોક્કસ…

  1. કાઈ બોલશો માં 😦 . . . નહિતર બધું જ યાદ આવી જશે અને અમે પણ ભૂતકાળના એ સોનેરી સરોવરમાં ડૂબકી લગાવવા જતા રહીશું !

    કોલેજમાં આપણે નોલેજ મેળવવા જઈએ છીએ પણ છેલ્લે તો “નોલેજ”ને બદલે “કોલેજ” જ આપણું બહુમુલ્ય સંભારણું બની જાય છે !!

    • that’s true brother….
      એટલે જ હવે માસ્ટર્સ કરવાની ઈચ્છા થઇ ગઈ છે….જોઈએ ચાર વર્ષ જેવી ફીલિંગ્સ ફરીથી મળે છે કે નહિ….

  2. બ્લોગ ના રવાડે ચડ્યો પછી મારી ડાયરી સાવ છૂટી ગઈ , હવે ક્યારેય હાથમાં આવશે એવી શક્યતાઓ ય નથી દેખાતી – જે લખીશ તે માત્ર બ્લોગ પર , બ્લોગ એ જ અંગત કમ જાહેર ડાયરી
    અને મારું પણ એવું જ હતું (યસ , વન મોર સીમીલારીટી) કે હું સ્કુલ – કોલેજમાં ખુબ ઇન્ટરોવર્ટ હતો – બી.એડ. માં આવ્યો ત્યારથી બહિર્મુખી થયો – અને એવો થયો કે કોઈ ને કહું તો સ્વીકારવા તૈયાર ન થાય કે હું ક્યારેક સાવ ઇન્ટરોવર્ટ હતો . પણ જો કે મારામાં એ પરિવર્તન નેચ્રલ્લી જ આવેલું .
    અમે તો કોલેજના છેલ્લા દિવસોમાં જે કોઈ ગમતી છોકરીનો નંબર લેવાનો રહી ગયો હોય તે સત્વરે લઇ લેતા – હવે તમારે લોકો ને તો એવા ટેન્શન જ નથી રહ્યા – બધા લોકો ફેસબુક પર અવેલેબલ . નામ લખીને સર્ચ કરો એટલે હાજર . અમારી વખતે તો ફેસબુક તો શું ઓરકુટ પણ નહોતા

    • તમને એટલીસ્ટ નંબર તો મળી જતા હતા….. અહિયાં તો લોકો બ્લોક જ કરી દેતા હોય છે…. 😀

      અને હા, એમ તો મારા ફ્રેન્ડસ પણ એવું જ કહેતા હોય છે કે, “લોકોની આગળ ડાહ્યો થવાના ખોટા નાટક જ કરે છે કે ખરેખર અમારી સાથે જ આવું બિહેવ કરતો હોય છે!?” 😛

      આઈ હોપ કે હવે જ્યાં પણ જાઉં ત્યાં એક ચેન્જ સાથે જ જાઉં!

      અને ડાયરીનું આમ જોઈએ તો મારું પણ એવું જ છે, બ્લોગ લખવાનું સ્ટાર્ટ કાર્ય પછી બહુ જ ઓછું થઇ ગયું ચેહ લખવાનું….. પણ હા, છૂટી તો નથી જ ગયું.
      કદાચ ફ્યુચરમાં બ્લોગ છૂટી શકે, ડાયરી છૂટે એવું તો નથી જ લાગતું….

  3. Hey…you kinda opened up pondoras box of memories. .. of mine also…. I agree..its hard….to leave… but its a way of life….. so… the best thing to do….. jaha bhi jaooo… apni mehfil.. khud sajaooo…

    The cheese book is my fav tooo…. helps me whenever I need a big push……am recommending….one …’rich dad poor dad’…….try….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s