એક સપનું આવ્યું હતું….ને બીજું પણ….

વચ્ચે એવું નક્કી કર્યું હતું કે અઠવાડિયાની એક પોસ્ટ તો લખવાની જ, અને મારી જ રીતે એક દિવસ નક્કી પણ કરી લીધો કે દર શનિવારે એક પોસ્ટ લખીશ….. પણ એ હું ખાલી ૨ શનિવાર સુધી જ ફોલો કરી શક્યો, અને પછી તો એવું થયું કે લખવાનું સાવ જ ઓછું થઇ ગયું શનિવાર ની રાહ જોવામાં અને જોવામાં…. કેમ કે શનિવાર આવે ત્યારે લખવાની કા તો ઈચ્છા ના હોય કા તો ક્યાંક નહિ ને ક્યાંક બહાર જવાનું થાય અથવા તો ઇન્ટરનેટનું કનેક્શન જ ન હોય….બી.એસ.એન.એલ, યુ નો!
ઇવન આજે પણ એક અઠવાડિયા પછી ઈન્ટરનેટ કરવા મળ્યું છે, અને આ લખું છું ત્યારે પણ નક્કી નથી કે હું જયારે પોસ્ટ બટન પર ક્લિક કરીશ ત્યાં સુધી ઈન્ટરનેટ રહેશે કે નહિ! એક તો વરસાદ છે અને એમાં પણ સરકારી તાર….(ટેલીગ્રામ વાળા નહિ….એનો તો આમ પણ આજે છેલ્લો દિવસ છે.) અને જયારે પણ કમ્પ્લેઇન નોંધાવું ત્યારે એક જ બહાનું હોય છે એ લોકો પાસે કે લાઈનમાં ખરાબી હશે વરસાદના લીધે, થઇ જશે…. અને બસ એમાં ને એમાં જ ન લખવા માટે મને પણ એક બહાનું મળે છે….
અરે!! ટાઈટલ તો ભુલાઈ જ ગયું…..! 😛

સપનું….
સપના પર મારે ઘણા ટાઈમથી  ઘણું બધું લખવાની ઈચ્છા હતી…. અને અત્યારે પણ છે જ, એટલે જ તો આ લખવા બેઠો છું… 😉
એક ગીફ્ટ મળી ગણાય મને સપનાની બાબતમાં કે મને મારા મોટા ભાગના સપના યાદ રહી જતા હોય છે. અને ગીફ્ટ એટલા માટે કહું છું કેમ કે જો મને લખવા માટે સૌથી વધારે આઈડીયાઝ જો ક્યાંયથી મળતા હોય તો એ મેં ઊંઘમાં જોયેલા સપના જ છે….. મેં મારી પહેલી જ પોસ્ટમાં આ વાત કરી હતી કે મેં લખેલી સૌથી પહેલી સ્ટોરી, કે જે મેં ત્રીજા ધોરણમા એક સપનું જોઇને લખી હતી… એ વાત તો છે કે સપનું જો આખે આખું બેઠે-બેઠું લખી લઉં તો કોઈ કનેક્શન વગરની સ્ટોરી બને… કેમ કે સપનાઓમાં એવું જ થતું હોય છે, એક સીનનું બીજા સીન સાથે કોઈ કનેક્શન જ નથી હોતું મોટા ભાગે તો…. અને એટલે જ જ્યારે સપનાને સ્ટોરીમાં કન્વર્ટ કરવા બેસું ત્યારે સપનાને સમારીને એના થોડા ઘણા કટકા કરીને એમાં ઈમેજીનેશનનો થોડો મસાલો ભભરાવીને થોડો ઘણો રીયાલીટીનો વઘાર કરી લઉં છું.
અને એજ છે મારી મોટા ભાગની સ્ટોરીઝની રેસીપી.

હવે ફરી પાછો સપના પરથી સ્ટોરી પર આવી ગયો હું તો! ચાલ્યે રાખે ભાઈ, મારું લખેલું વાંચશો તો આવું તો રહેવાનું જ…
અને હવે સપનાની વાત કરીએ તો મારી સાથે ઘણું નવી લાગે એવું એવું થયું છે….
કોઈ બાબતમાં મેં બધું બનાવી કાઢેલું પણ લાગે પણ જે છે એ મેં ખરેખર બનાવી કાઢેલી નથી એવું માની લેવું….
અને એ થયું છે એવું કે મને સપના યાદ રહી જતા હોય એ કારણથી કે બીજા કોઈ કારણસર પણ મેં અત્યાર સુધીમાં ૨ સપના એવા જોયેલા છે, જે મેં સીરીઝમાં જોયા છે….
સૌથી પહેલા એવું સપનું મને લગભગ હું પ્રાઈમરી સ્કુલમાં હતો ત્યારે આવ્યું હતું. અને એ સપનું મને બરાબર યાદ રહી ગયું છે….
કોઈક રાજાની વાર્તા હતી એ અને એ સપનું જ્યાં અધૂરું રહી ગયું હોય, બીજા દિવસે(રાત્રે સમજવું) ત્યાંથી જ શરુ થયું હતું અને એવી જ રીતે સતત ૩ દિવસ સુધી મેં એક જ ટોપિક પર સપનું ઇન્સ્ટોલ્મેન્ટસમાં જોયું હતું. અને એવું જ મારી સાથે થયું હતું હાઈસ્કુલમાં આવ્યા પછી…. એ પણ સ્કુલ રીલેટેડ જ હતું અને એ સપનુંમેં બે ભાગમાં જોયું હતું…. અને બે ભાગમાં આવેલુ એ સપનું મેં સ્કુલમાં જઈને મારી રફનોટમાં ઉતારી લીધું હતું એટલે મને અત્યારે પણ આખે આખું યાદ છે, અને યાદ એટલા માટે છે કેમ કે હજુ પણ ઘણી વાર વાંચતો હોઉં છું….

એ દિવસે મેં ઘરે આવીને પપ્પા પાસે એક ડાયરી માંગીને ખાસ સપનાઓ લખવા માટે એક ડાયરી બનાવી હતી…. અને એમાં ખાલી એવા જ સપનાઓ લખ્યા છે જે ખરેખર મને ઘણા ગમ્યા હોય અથવા તો બહુ જ અજીબ હોય.
હાઈસ્કુલમાં આવેલા એ સપનામાં મેં એક એવા વર્ડ પર નિબંધ લખ્યો જે મેં કોઈ દિવસ સાંભળ્યો પણ ન હતો…. ઈંગ્લીશના ટીચરે કોઈ પણ ટોપિક પર લખવા માટે કહ્યું હતું અને મેં “satan” પર લખ્યો હતો… અને બીજા દિવસે ઉઠીને મેં ડીકશનરીમાંથી પહેલી વાર એ શબ્દનો મિનીંગ જાણ્યો-“ડેવિલ”!
હવે એવું હોઈ શકે કે એ વર્ડમેં ક્યાંક વાંચ્યો હશે અને મારા મગજમાં ઘુસ્યો હશે જેણે સપનામાં દેખા દીધી…
પણ મારા માટે તો એ નવી લગાડે એવું જ હતું!

એ સિવાય પણ એક સપનું હતું જે મને સૌથી વધારે નવાઈ લગાડી ગયું હતું, અને હજુ પણ મને એ વાતની નવાઈ લાગે છે…અને એ સપનું એવું હતું જે મેં સૌથી વધારે જોયું હતું.
એક મંદિર દેખાતું હતું જ્યાં હું ફેમીલી સાથે જતો હતો, કારમાં બેસીને…
આ સપનું મને છટ્ઠા કે સાતમાં ધોરણમાં પહેલી વાર આવ્યું હતું અને એ પછી તો રેગ્યુલરલી આવતું રહ્યું હતું…
હવે તો મને એ મંદિર ની નાનામાં ડીટેઇલ પણ યાદ રહી ગઈ હતી.
નદી કિનારે આવેલા એ શંકર ભગવાનના મંદિરમાં અલગ વાત એ હતી કે આ મંદિર માં પગથીયા ઉતરીને જઈએ ત્યારે દર્શન થાય એવું હતું… મંદિર જુના જમાનાનું હોય તેવું લાગતું હતું અને મંદિરની બાજુમાં જ નવું મંદિર હતું જેમાં બારે જ્યોતિર્લીંગ બનાવેલા હતા.
આ બધી ડીટેઈલ્સ મેં ઘરે પણ કહી હતી અને લખી પણ રાખી હતી મારી ડાયરીમાં.
અને કોલેજના સેકન્ડ યર સુધી આવેલું સપનું મને ત્યારે આવવાનું બંધ થયું જયારે મેં ફેમીલી સાથે ગલ્તેશ્વર મંદિર જોયું…. ઈટ વોઝ ધ સેમ ટેમ્પલ!

એ સિવાય ઘણી વાર મને સપના જોઉં ત્યારે એવું લાગતું હોય છે કે આ તો પહેલા પણ થયેલું છે!
આવું ઘણું બધું મેં ઊંઘમાં મારા મોબાઈલમાં લખીને ડ્રાફ્ટમાં સેવ કર્યું છે….
હમણા જ એક ડ્રાફ્ટ પર નજર ગઈ હતી મારી જે મેં લખ્યું હતું ઊંઘમાં અને લખ્યું છે તેવું યાદ જ નહોતું.. એ બેઠે બેઠા શબ્દોમાં અહી ઉતારું છું….
“I was standing besides kalki koechlin. Anupam kher was near to us and he came towards me asking for a book that i was holding in my hands and i gave it to him.
It all felt like a Deja Vu!
A Deja Vu in a dream!!”

છું ને નમુનો!! 😉 😀 😛

Advertisements

7 thoughts on “એક સપનું આવ્યું હતું….ને બીજું પણ….

 1. ભાઈ … ભાઈ … આપડી વચ્ચે સામ્યતાઓ ની પણ હદ હોવી જોઈએ કે નહિ ? ( જોકે ગઈ કાલે વાતો કરી એ પર થી લાગ્યું કે ભિન્નતા પણ હદ વગર ની છે )
  – મને પણ સીરીઝ માં સપનું આવેલું , એન્ડ યુ વિલ નોટ બીલીવ ઇટ વોઝ ફોર મોર ધેન એ વિક ! મારા પહેલા ક્રશ ની સાથે હું જંગલમાં ભૂલો પડું છું અને રોજ પછી સપનું જ્યાં અટક્યું હોય બીજા દિવસે (આઈ મીન રાતે ) પાછુ ફરી ત્યાં થી જ શરુ થાય … હું એના માટે ફળ તોડું , મુસીબતો થી લડુ – ક્યારેક ના પણ લડી શકું ! હું તો લટ્ટૂ હતો જ , પણ સપનામાં તો એને બી મારી સાથે લવ થઇ જાય ! ઇન શોર્ટ ઇટ વોઝ ડેમ રોમેન્ટિક સીરીઝ ! ( સીરીઝ વાળા આ સપના ની સાય્કોલીજી વિષે મેં વિચાર્યું તો મને લાગ્યું કે કદાચ સપનું અડધે થી અટકી જાય એટલે પછી આગળ શું થઇ શક્યું હોત જેવી સંભાવનાઓ વિચારવામાં દિવસ વ્યતીત થવા ના કારણે જ એ વિચારો ના પ્રતિબિંબ સ્વરૂપે સપનું જ્યાં થી અટક્યું હોય ત્યાં થી જ ફરી થી શરુ થતું હશે )
  – મેં સપનામાં એક વખત એક ઈમ્પોર્ટેડ સિગરેટ પીધેલી . અને સવારે ઊઠ્યો ત્યારે મને બ્રાંડ નું નામ પણ યાદ હતું , ને મેં તરત એ નોંધી લીધું – ડીક્ષનરી માં જોયું તો એવો કોઈ શબ્દ નહોતો – બીજી જ કોઈ ભાષા નો શબ્દ હતો – નેટ ત્યારે હાથ વગુ નહોતું નહીતર હું ગુગલ સર્ચ મારત ! ( હું એફ.વાય માં હતો ત્યારની આ વાત છે )
  – અને ત્રીજો એક કિસ્સો તો આપડી વચ્ચે સેમ ટૂ સેમ છે . મને પણ એક મંદિર સપનામાં બે – ત્રણ વાર દેખાયેલું , અને અમદાવાદ ના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા એક મંદિરે જયારે હું પહેલી વાર પહોંચ્યો તો જોયું – સેમ ટૂ સેમ મંદિર !!!! અને હા , મને બી એવું ઘણી વાર થાય – કશુક અનુભવતી વખતે ઘણી વાર લાગે કે આ કદાચ પહેલા પણ મારી સાથે બનેલું છે – સપના માં !

  આપડે બેવ – નમૂના 😉 🙂

  • મોર ધેન અ વિક!!!
   હવે તો ગુગલ કરવું પડશે કે આનો કોઈ રેકોર્ડ કે એવું કઈ હોય છે કે નહિ!!
   અને મને તો એમ જ હતું કે આવું મારી સાથે જ થતું હશે…. પણ કદાચ કોમન અને નોર્મલ વસ્તુ પણ હોઈ શકે આ તો!!

   અને હા, એ લોજીક આમ તો સાચું હોય એવું જ લાગે છે….
   મેં ઘણી વાર સપનું આવે એ માટે થઈને ઘણી વાતો આખો દિવસ વિચારી પણ છે…
   જો કે એની પરથી સપનું આવ્યું જ હોય એનો સકસેસ રેટ ઓછો છે… 😀

   અને જે ત્રીજો કિસ્સો છે એની પર વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે આપણા કોઈ પૂર્વજે જો એ મંદિર જોયું હોય અને એમના જીન્સ આપણામાં આવે તો એ સપનાની યાદોની રીતે આપણા મગજમાં આવી જતી હોય છે….
   હવે વૈજ્ઞાનિકો તો બોલે રાખે, આપણને તો સપનાથી મતલબ…. 😉

   અને યેસ, નમુના તો ખરા જ 😛

 2. સપના . . . બહુ અઘરી નસ દબાવી દીધી 😉 . . .

  1} મેં ક્યાંક વાંચેલું કે સપનામાં રંગો નથી દેખાતા . . અને પછી મેં પરાણે રંગવાળા સ્વપ્ન જોવાના શરુ કર્યા . . અને જોયા પણ ખરા ! હવે એ ભ્રમ હોય તો ભ્રમ ( મેં તો મારું કામ પૂરું કરી લીધું )

  2} બીજું , એ કે હું એક સપનામાંથી બીજા સપનામાં સ્વીચઓવર કરી શકું છું ( મતલબ કે , શરૂઆતની જ નિંદ્રામાં જો સપનું આવ્યું હોય અને ન ગમ્યું હોય તો કોઈક નવું સપનું રીલ પર ચડાવું છું ! )

  3} ત્રીજું , સપનામાં ઘણા દ્રશ્યો એવા દેખાય છે કે જે પછી ખરેખર વાસ્તવિક રૂપ ધારણ કરે છે ( મતલબ કે , ઘરમાં બધા બેઠા હોય . . કોઈ ઉભું હોય . . . પાછળની શેરીમાંથી સ્કુટર નીકળતું હોય . . કોઈ હસી રહ્યું હોય . . . . બધ્ધે બધ્ધું , ડીટ્ટો !!! Deja Vu !! )

  4} ચોથું , ક્યારેક તો આખી રાત સપના આવે છે અને તેમાં આખા દિવસની દિનચર્યા જીવાઈ જાય છે અને સવાર પડ્યે આંખ ઉઘડે ત્યારે ખબર પડે છે કે આ તો રાત હતી અને વીતી ગયેલી વાત હતી 🙂

  5} & Deja Vu was really fine movie 🙂

  અને હાં , મને પણ ત્રીજા નમુના તરીકે ગણી લેજો . . . નમુના જેમ વધુ હોય તેમ રીઝલ્ટ વધુ સારું આવશે 😀

  • સપનાઓ ઉપર તો મેં પણ ઘણું બધું વાંચેલું છે પણ જો લોજીક મને બરાબર ન લાગ્યું હોય તો ખાલી વાર્તાની જેમ જ વાંચી વાંચી ને જવા જ દીધું છે….

   અને આ સ્વીચ ઓવર વાળું ટ્રાય કરવું પડશે આજ કાલમાં…..
   મારે તો સપના અધવચ્ચેજ ઘણી વાર જાતે સ્વીચઓવર થઇ જતા હોય છે, પણ હા કોઈક લીનક લઈને જ….!!

   અરે હા, એ વાત કહેવાની જ રહી ગઈ….
   ઘણી વાર વહેલી સવારે જ એવું લાગે કે ઉઠી ગયા છીએ આપણે અને બધા કામ રોજની જેમ જ કરવાનું ચાલુ કરી દીધું છે, અને ફરીથી પાછું ખરેખરમાં ઉઠવું પડે! 😦

   અને deja vu તો કદાચ મારે બાકી છે જોવાનું….કદાચ, આમ એવું લાગે છે કે જોયું છે, પછી ખબર નહિ…. 😉

   અને હવે તો મારે ખરેખર સર્ચની સાથે રીસર્ચ કરવું પડશે સપના વાળા નમૂનાઓ પર!! 😀

 3. હવે આ ખરેખર પાગલ પન લાગશે, કારણ કે આ બધુ મારી સાથે પણ થાય છે…. અત્યારે હુ આશ્ચર્યમાં છુ કે ત્રણ નમુનાની સાથે આ ચોથો નમુનો પણ ભળ્યો છે.

  • હવે જો ખરેખર આ બધું આટલું કોમન હશે તો તો આપણે નમુના નહિ હોઈએ…. નોર્મલ જ હોઈશું…. 🙂

   પણ જો ખાલી આપણે ચાર જ આવા હોઈએ તો કઈ કહેવાય નહિ!! 😉

 4. પિંગબેક: વેકીંગ લાઈફ | Undefined હું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s