ફોરેઈન વાળી ભૂરી…. ♥

ફરવા ગ્યો’તો દુર દેશમાં, જોઈ ત્યાં એક ભૂરી.
બેઠી-બેઠી દુર-દુર થી મને રઇ’તી ઘૂરી!

ઘુરવા વાળી રમતમાં ભઈ આપણે પણ ઝંપલાવ્યું,
મારું ઝંપલાવવું એનામાં મસ્તી કઈક લઇ આવ્યું!

મારી આંખો સ્થિર હતી ‘ને આંખ એણે તો મારી,
એટલે ન એ અટકી, એણે સ્માઈલ દીધી એક પ્યારી!

ક્યુટનેસ પર મસ્તી જોઈ એનામાં ભરપુર,
એટ્રેક્શનનું દિલમાં મારા આવ્યું ઘોડાપુર.

આપણને પણ થ્યું ચલો એક આંખ હું પણ મારું,
ચાખી લઉં એક ફલર્ટ નો ઘૂંટો, છો પીયે ના દારુ.

આંખ મારતા સાથે એણે ફેંકી દુર થી કિસ,
ફિલ્ડર રહ્યો કાચો ભલે, કિસ ન કરી મિસ. 😉

હાથમાં કિસ પકડવી તો ઓલ્ડ ફેશન ગણાય,
ડાયરેક્ટ હોઠથી કેચ કરી, જે મોડર્ન તો જણાય!

ગોરા ગોરા ગાલે એના દેખાણી એક લાલી,
એટલામાં તો ભૂરી મેડમ ઉભી થઈને ચાલી!

પહેલા થયું, ચલાવી લઈશ મારું મન મનાવીને,
પણ ભૂરી ક્યાં મળવાની? ભાગ ધન-ધનાવીને…..

મેડમે તો એક પછી એક ટર્ન એવા તે લીધા,
ભલ-ભલા ફોલોઅર્સને ભૂલા પાડી દીધા!

પણ ઈશારો મેડમે એક ચિઠ્ઠી ફેંકી દીધો,
ઇશારાને મેગ્નિફાઇન્ગ આંખે ઝીલી લીધો.

ફેંકીને એ ચિઠ્ઠી મેડમ ભાગ્યા ટેક્સી લઈને,
પણ એ ગયા સામે મોટો ટાસ્ક મને દઈને.

વ્હેલા વ્હેલા ભાગીને મેં હાથે લીધી ચિઠ્ઠી,
એમાં તો મેં ગોલ્ડન એવી ઇન્ફર્મેશન દીઠી!

લાલ ઇન્કથી લખેલું’તુ એમાં એક એડ્રેસ,
મેડમને બસ મારે હવે કરવાના’તા ટ્રેસ!

બોરિંગ ટુરમાં ભૂરી મેડમ કરી ગઈ ઈન્સ્પાયર,
હાથ લાંબો કરીને મેં ટેક્સી કરી હાયર!

ટેક્સી મને લઈને આવી ગઈ મારી મંઝીલે,
નજર પણ મારી તો પોં’ચી ગઈ’તી એના ટીલે!

ટેક્સી વાળાને મેં એના પૈસા હાથે ધર્યા,
પછી મારી મંઝીલ બાજુ પગલા મેં તો ભર્યા,

દરવાજે જઈને મેં વગાડ્યો ડોર-બેલ,
તાલાવેલી લાગી’તી જોવાને ભૂરી ઢેલ!!

“એનીબડી ધેર?” નો મેં દીધો એક સાદ,
ધીમા ધીમા પગલાનો સંભળાયો નાદ,

પણ દરવાજો જાણે એનો થઇ ગયો’તો જામ,
દર વખતે મારી જોડે જ કેમ થાય છે આમ!!?

નિ:સાસો મેં નાખ્યો, પણ હિંમત ના મેં હારી,
થોડો થયો હું સ્વસ્થ, ને જોરથી લાત મારી.

લાગ્યું તુટ્યો ટાંગો, જે હતો આમ તો સાજો,
ખુશી થઇ એ વાતે, કે ખુલી ગ્યો દરવાજો!

અંદર કરી નજર, પણ હતું બહુ અંધારું,
ચૂંટલી ભરી જોયું, “સપનું નથી ને મારું?”,

“ઓલા કેરીદા”, કરીને બોલી પેલી ભૂરી,
નવી ભાષા સમજાણી નઈ,રહ્યો હું તો ઘૂરી.

પાછી બોલી, “નો લો એન્તિએન્દે એસ્પાનોલ?”,
ત્યારે લાગ્યું સ્પેનીશ બોલતી હશે બાર્બી-ડૉલ!!

ભાષાના વિચારો મનમાં કરી રહ્યા’તા ફાઈટ,
ભુરીને જોવા માટે હું શોધી રહ્યો’તો લાઈટ…

એટલામાં તો ઝાટકા સાથે ટાઈ મારી ખેંચાણી,
મનમાં તો ભાઈ મારા હવે ફૂટવા માંડી ધાણી,

લાગ્યું એક જ ‘સાઉલ’નું થયું હશે બાયસેક્શન,
એ સ્પેનીશ ‘ને હું ગુજરાતી, અઘરું હતું કનેક્શન!!

લેન્ગવેજ જાય તેલ લેવા ‘ને લાઈટનુંય છે શું કામ!!
નસીબ પાંદડા ફેરવે છે ને એય પાછા બેફામ!!

આગળ આમ તો શું કહું હું, ઘણું ઘણુંયે થયું!
સેન્સર કરવા કરતા ભલે ને અકથિત જ રહ્યું. 😉

-વિરાજ રાઓલ (Viraj Raol).

કૌંસમાં :~ 
{[(
હમ્મ્મ્….
)]}

કૌન્સનું કૌંસ માં જ રહેવા દઈએ…. 😉 😛 😀

Advertisements

10 thoughts on “ફોરેઈન વાળી ભૂરી…. ♥

  1. જોરદાર જલસો !
    એક પ્રશ્ન – ભાઈ આ બીજી લેન્ગવેજ ખરેખર સાચી છે કે એમ જ ? અને સાચી છે તો અર્થ શું છે ?
    આના સીક્વલમાં બીજી પોસ્ટ લખો – અનસેન્સર્ડ 😉
    પ્રભુ આપને વધુ ને વધુ કવિતાઓ લખવા પ્રેરિત કરતા રહે તેવી પ્રાર્થના

    • છેલ્લી લાઈન ના એક શબ્દ માટે તો તમે જ મદદ કરી હતી આમાં 😀
      અને લેન્ગવેજ સાચી જ છે, સ્પેનીશ….
      “ઓલા કેરીદા” = હેલો ડીઅર
      “નો લો એન્તિએન્દે એસ્પાનોલ?” = ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ સ્પેનીશ?

      અને સિકવલ લખવામાં તો હું એટલો સારો નથી, કદાચ આના જેવી બીજી સ્ટોરી વાળી (કહેવાતી) પોએમ લખીશ ….. “કદાચ….” 😛
      અને થેન્ક્સ ફોર ધ પ્રેયર, એનીજ જરૂર છે ખાલી…. 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s