કિટકેટ બ્રેક બનતા હૈ….

થોડા મહિનાઓથી બધા એવી વાત કરતા હતા કે એન્ડ્રોઇડનું નવું વર્ઝન(૫.૦) “કી લાઈમ પાઈ” નામે આવવાનું છે (જેવી રીતે પહેલેથી જ એ લોકોએ બધી ઓપરેટિંગ સીસ્ટમના વર્ઝન્સના નામ ‘એ-બી-સી-ડી’ ની સીરીઝમાં(‘C’ થી સ્ટાર્ટ કરીને) અને કોઈ નહિ ને કોઈ ગળી વાનગી(ડેઝર્ટ)ના નામ થી પાડ્યા છે.), અને કેટલાક એન્ડ્રોઇડ ના ઓફીશ્યલ્સના બ્લોગ પર તેમણે લીક પણ કરી દીધું છે તેવું પણ ઘણા બ્લોગ્સમાં વાંચવામાં આવ્યું હતું. પણ ગઈ કાલે જ જાહેર થયું કે Android OS નું નવું વર્ઝન ૫.૦-keylimepie નહિ પણ ૪.૪-કિટકેટ છે!!

image taken from android.com

image from android.com

નેસ્લે અને એન્ડ્રોઇડના સાથ સહકારથી અત્યારે તો બંનેનુ સારું એવું પ્રમોશન પણ થાય છે( એઝ અત્યારે ટ્વીટરમાં ‘એન્ડ્રોઇડ ૪.૪’ અને ‘કીટકેટ’ બંને ટ્રેન્ડમાં છે).  
અને એની વાત બ્લોગ પર કરવાની મને ઈચ્છા એટલા માટે થઇ કે ખુદ હું પણ ઘણા ટાઈમ થી નવા વર્ઝન ના ઓફીશીયલ અનાઉન્સમેન્ટની રાહ જોતો હતો અને બીજું રીઝન એ કે મને એ લોકોની પ્રમોશનની રીત ઘણી ગમી ગઈ, અને રીત થી મારો મતલબ છે ક્રિએટીવીટી. વેબ્સાઈટ પર અને બંને પ્રોડક્ટના પ્રેઝન્ટેશનમાં ક્રિએટીવીટી ભરપુર પ્રમાણમાં રેડી છે. અને બીજા કોઈનું તો ખબર નહિ પણ મને તો બહુ જ મજા આવી સાઈટ્સ જોવાની.

‘સાઈટ્સ'(બહુવચન છે) એટલા માટે, કારણ કે પહેલા એન્ડ્રોઇડની સાઈટ પર તેમણે અત્યાર સુધીની બધી OSની સ્ટોરી તેમને સરસ મજાના પિક્ચર્સ સાથે અહિયાં આપી છે. અને બીજી સાઈટ કીટકેટની છે કે જેમાં ચોકલેટની એડ છે કે OSની એ સમજવામાં હું તો થોડું ગોથું ખાઈ ગયો હતો….પણ હા, એ સાઈટ ઓપન કર્યા પછી થોડીક રાહ જોવી પડશે(ખાસ તો જો bsnlનું સ્લો નેટ હશે તો…) તમે પણ જોઈ જુઓ…

અને જો બહુ ટાઈમ ના હોય તો કીટકેટ ના એક ઓફિસરનો કિટકેટ 4.4 નો આ વિડીઓ જ જોઈએ લો…. 🙂
હું ત્યાં સુધી કીટકેટ બ્રેક લઈને (કીટકેટ ખાઈને) આવું…. 😉

Advertisements

3 thoughts on “કિટકેટ બ્રેક બનતા હૈ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s