अति Random મન…

6 વાગ્યા છે, અને સવાર સવારમાં ઉઠતાની સાથે જ મગજમાં પહેલો વિચાર બ્લોગનો આવ્યો.
આમ જોઈએ તો એવું કહેવું વેલીડ નહિ ગણાય, કારણ કે મને જ એ વાતની ખાતરી નથી એક હું ઊંઘ્યો પણ છું કે નહિ. અને જો ઊંઘ્યો પણ હોઉં તો વિચારો તો બંધ થયા ન જ હોય. પણ મને એટલું યાદ છે કે રાત્રે જયારે પલંગ પર પડ્યો ત્યારે હું જે વિચારોમાં અટવાયેલો હતો તે “વિચારો” વિષેના જ વિચારો હતા.

વિચારો વિષેના વિચાર સાથે મારે બહુ જુનો સંબંધ રહ્યો છે. પ્રાઈમરી સ્કુલ સુધી આમ પણ મિત્રો સાવ જ ઓછા હોવાથી વિચારોમાં વધારે ખોવાયેલો રહેતો. અને સૌથી વધારે વિચાર પણ જો કોઈ વાત નો આવતો તો એજ કે વિચારવાનું બંધ કરવું શક્ય હશે કે નહિ. મેં કદાચ મારા પપ્પાને આ પ્રશ્ન સૌથી વધારે વાર પૂછ્યો હશે, અલગ અલગ વર્ઝન્સ સાથે, અને જવાબ હતો ‘હા’. ત્યારે મને મેડીટેશન અને વિચારશૂન્યતા વિષે પ્રથમ વાર જાણ થઇ હતી. અને બસ, મને તો નવું રમકડું મળી ગયું હતું! આંખો બંધ કરીને બેસતો અને વિચારોને રોકવાનો ટ્રાય કરવ બેસી જતો. અને બીજા વિચારો બંધ થઇ પણ જાય તો પણ એક વિચાર તો રમતો જ રહી જાય કે, ‘મારું વિચારવું બંધ થયું હશે કે નહિ?’.

મને યાદ નથી હું વિચારશૂન્યતામાં કોઈ દિવસ સફળ થયો પણ હોઈશ કે નહિ, પણ અહી વાત વિચારશૂન્યતા કરતા વધારે રેન્ડમનેસની છે. જે રીતે વિચારોની હારમાળા રચાય અને પ્રથમ અને અંતિમ મણકાનો કોઈ મેળ જ ન ખાતો હોય એવું બને. આમ જોઈએ તો કયો મણકો પ્રથમ હશે અને કયો અંતિમ તે કહેવું પણ મુશ્કેલ છે. જે રીતે મેં શરૂઆતમાં જ લખ્યું કે હું ઊંઘ્યો ક્યારે, વિચારોના વિચાર કરવાનું મેં બંધ ક્યારે કર્યું, બંધ કર્યું પણ હશે કે નહિ, અને સપનાઓ જોતા જોતા ઉઠ્યો ક્યારે, એ સપનાઓ હતા કે ખાલી મારા વિચારો તેના વિચાર સાથે જ વિચારે ચઢ્યો અને અંતમાં આ લખવા કઈ રીતે બેસી ગયો, complete randomness!

ઘણી વાર જયારે ફ્રેન્ડસ સાથે પણ બેઠા હોઈએ, વાતો કરવાનું ચાલુ કરીએ. નક્કી કર્યું હોય કે આજે તો કોઈ સ્પેસિફિક ટોપિક પર ચર્ચા કરીશું, અને રેન્ડમનેસ ક્યાંથી ક્યાંય ખેંચીને લઇ જાય. અને હમણા જ ૨-૩ દિવસ પહેલા અમદાવાદથી ગાંધીનગર આવતા ૨-૩ કલાક ટ્રાફિકમાં ફસાઈ ગયો ત્યારે તો મારી જ નહિ પણ ઘણા લોકોની રેન્ડમનેસથી પરિચિત થયો. મોબાઈલ સ્માર્ત છે નહિ તો હું તેની સાથે સમય ખાસ વિતાવતો નથી, એટલે બસમાં પણ વિચારોમાં અને લોકોની વાતોમાં ખોવાતેલો રહ્યો હતો. અને તેમાં પણ બસ હોય અને ટ્રાફિક જામ હોય ત્યારે તો ભાલ-ભલા ફિલોસોફર બની જાય, એ પણ રેન્ડમ જોનરના. અને રેન્ડમનેસ સાથેનો મારો સંબંધ કેટલો મજબુત છે એ તો મારા બ્લોગ્સની પોસ્ટ જોઈએ તો પણ ખબર પડી જાય, બ્લોગ નાહીને ખાલી આ પોસ્ટ જ શરૂઆતથી લઈને અત્યાર સુધી વાંચીએ તો પણ ખ્યાલ આવી જાય. અને ‘જેની કોઈ ડેફીનીટ પેટર્ન ન હોય એ રેન્ડમ’ તો મારા બ્લોગની એક ડેફીનેશન જ થઇ ગઈ! હોઈ શકે બ્લોગનું નામ આપતી વખતે મને આ ટર્મ યાદ જ નહિ આવી હોય. નહિ તો “અનડીફાઈન્ડ હું” ની જગ્યાએ “રેન્ડમ હું” હોત…
હશે હવે…..
પછી વિચારીશ એ તો…. 😉

Advertisements

10 thoughts on “अति Random મન…

  • આજના કેસમાં તો આવું થયું છે, પણ મેં ઘણી વાર તો વિચારોમાં ને વિચારો માં જ આખી રાત કાઢી હોય તેવું પણ બન્યું છે….. અને સવાર નું અજવાળું દેખાય એટલે ઊંઘવા માટે આંખો બંધ થાય…..મોટા ભાગે તો રજાના દિવસોમાં જ એવું થાય…

 1. એટલે જ સપનાઓનો કોઇ જ સ્પેસીફીક ફ્લો નથી હોતો. ક્યારેક હેરી પોર્ટર બની જઇએ.. તો થોડી જ વારમાં ઉડતો હેરી પોર્ટર સાઇકલ પણ ચલાવતો હોય.

 2. થોડા દિવસ પહેલા દર્શિતભાઈ ને મળેલો તેમણે મને જાણ કરેલી કે બ્લોગમાં “રેન્ડમ પોસ્ટ” તરીકે નું પણ એક ઓપ્શન છે જેના થકી કોઈ પણ બ્લોગની કોઈ પણ રેન્ડમ પોસ્ટ …. રેન્ડમલી વાંચી શકાય !! જોકે એ ઓપ્શન સિલેક્ટ કર્યા વગર મેં તમારો બ્લોગ ઘણી વાર રેન્ડમલી વાંચ્યો છે ..
  – અને સાચું કહ્યું – વિચારો બંધ કરવાનું કરીએ ત્યાં એવો વિચાર આવે કે વિચારો બંધ થયા હશે કે નહિ 🙂
  – અને હવે આ છેલ્લી કોમેન્ટ , હવે તમારો ને મારો સંબંધ કટ …. “અમદાવાદ થી ગાંધીનગર બસમાં ….” ચોરી પકડાઈ ગઈ … અમદાવાદ આવ્યા અને મળ્યા વગર જતા રહ્યા ! નોટ ફેર !

  • અરે ભાઈ….
   હું જયારે આ લખતો હતો ત્યારે મને હતું જ કે આ વાત તમે પકડવાના જ!
   જો કે અમદાવાદથી હમણા હમણા ઘણી વાર બસમાં ગાંધીનગર આવ્યો છું, પણ એઝ અ પાર્ટ ઓફ જર્ની જ….
   ૩ દિવસ પહેલા આણંદથી આવતો હતો, અને તેની પહેલા ૨ વખત બરોડાથી…. 😦

   • તો એમ લખાય કે આણંદ થી કે બરોડાથી ગાંધીનગર આવતી વખતે !! હું સુરત થી અમદાવાદ આવતો હોઈશ તો એમ થોડો લખીશ કે ભરૂચ થી અમદાવાદ આવતી વખતે ……. જુઓ , હવે પકડાઈ ગયા છો , અને તમારું બહાનું પણ પકડાઈ ગયું છે 😉 🙂

  • અને હા, વર્ડપ્રેસમાં જે રીતે રેન્ડમ પોસ્ટ હોય છે તેમ બ્લોગસ્પોટ(બ્લોગર)માં રેન્ડમ બ્લોગનું ઓપ્શન હોય છે. તેમાં ઘણી વાર સરસ મજાના બ્લોગ્સ મળી જતા હોય છે….

 3. મારી પણ સવાર વિચારો’નાં આથા’થી જ શરુ થાય છે , પણ તમારી જેમ ત્યારે બ્લોગ લખવા જાઉં તો મમ્મી વારો કાઢી નાખે 😉

  . . . ઘણી વાર એમ થાય કે આ વિચારો ક્યારે પીછો છોડશે . . . કે હું જ તેની પાછળ પડી ગયો છું ? . . . નીંદ’માં પણ સ્વપ્નોમાં વિચારો જ વિચારો . . . ક્યારેક આવા જ વિચારો’માં હું બિચારો બની જાઉં છું 😉

  . . . ખરેખર તો આજે જોગાનુજોગ તમારી પોસ્ટ પબ્લીશ થઇ તેની દસથી બારમી મીનીટે જ વંચાઈ ગયેલી પણ , પછી લાઈટ ગુલ અને હું પણ ગુલ . . . ( ગુલ પનાગ યાદ આવી ગઈ ! )

  . . . તમારા લગ્ન થઇ જશે પછી બધા જ સારા વાના થઇ જશે 🙂

  • મારે પણ એવું જ છે આમ તો, એટલે જ રોજ સવારે આવતા વિચારો આમ તો મોબાઈલમાં જ ઉતારતો હોઉં છું, આ તો આજે ચાન્સ મળી ગયો 😉

   મને તો વિચારો સાથે પકડા પકડી રમવી ગમે છે, મોટા ભાગે વિચારો મારી પાછળ નહિ પણ હું જ વિચારોની પાછળ પડેલો હોઉં છું, પણ પછી ખબર પડે કે ગોળ ગોળ જ ફર્ય રાખતા હોઈએ છે….

   ગુલ પનાગ યાદ કરાવી દીધી!!….. 😛 ગુ(ગ)લ કરવું પડશે….(જોવાની ઈચ્છા થઇ ગઈ…..ડીમ્પલ્સ)

   એ સારા વાના તો અત્યારે જોવાની જરાય ઈચ્છા નથી…… જે આઝાદી મળી થોડી ઘણી…. 😉 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s