લવારો, બબળાટ, ધુમાડો અને લંચબોક્સ

આમ તો આ પોસ્ટ બે ભાગમાં આવવાની હતી, જેમાં પહેલા બે શબ્દો પહેલી પોસ્ટમાં(જે પરમ દિવસે રાત્રે પોસ્ટ કરવાનો હતો) અને છેલ્લો વર્ડ અલગ પોસ્ટમાં(જે ગઈ કાલે જ પોસ્ટ કરી દીધી હોત), પણ પરમ દિવસે જ લખવા બેઠો ત્યારે નક્કી કરી લીધું હતું કે બે ની જગ્યાએ એક જ કામ્બાઇન પોસ્ટ સારી પડશે…. અને હા, ત્રીજો વર્ડ જે છે એ બંને પોસ્ટને જોડતી કડી જેવો છે.

ઘણા દિવસોથી એક અગત્યનું કામ-એક અગત્યની મુલાકાત બાકી રહી ગઈ હતી, જે પરમ દિવસે સવાર સવારમાં આવેલા વિચારને લીધે જ અમલમાં મુકવાનું નક્કી કરી દીધું. વિચાર શું હતો એ મને અત્યારે યાદ જ નથી, પણ મુલાકાત થઇ એ વધારે અગત્યનું છે.
અમદાવાદમાં બહુ ખાસ કોઈના ઘરે હું ગયો નથી. અને એમાં પણ આ વખતે એવા એરિયામાં જવાનું હતું જે મેં ક્યારેય જોયો જ ન હતો… પણ જ્યાં સુધી હું ફરેલો હતો ત્યાં સુધી મારી રીતે પહોચી ગયો અને બાકીની સફર યજમાનને જ ફોન કરીને, તેમની જ બાઈક પર બેસીને પૂરી કરી.
અને આમાં આમ તો સસ્પેન્સ જેવું છે નહિ કે હું નામ ગોળ-ગોળ ફેરવીને વાત કરું છું, તમે પણ કદાચ ગેસ કરી જ લીધું હશે કે યુવરાજભાઈ સાથે મુલાકાત થઇ…

પહેલી વખત એવું બન્યું કે કોઈને હું પ્રથમ વાર મળ્યો હોઉં અને આટલી બધી વાતો કરી હોય કે જયારે હું ઘરે પહોંચ્યો ત્યાર સુધીમાં મારું ગળું જ બેસી ગયું! શું વાતો આકરી એ તો કહેવું થોડું અઘરું પડી જશે કેમ કે ક્યાંથી શરુ કરું એજ સૌથી મોટો સવાલ છે, પણ બધું મગજમાં તો મસ્ત સ્ટોર થઇ જ ગયું છે, અને મારી ડાયરીમાં પણ એની એન્ટ્રી પાડી દીધી છે.
ઘરે આવ્યા પછી કઈ બોલાય એવું હતું નહિ તો “સળગતા શ્વાસો”નો જ સહારો લેવામાં આવ્યો, અને રાતના ૧ વાગ્યા સુધી (“ઊંઘી જા હવે..” એવી બુમ સંભળાઈ<મમ્મીની જ તો> ત્યાં સુધી) એજ વાંચ્યા કર્યું…

બીજા દિવસે સવારે ફર્સ્ટ-શોમાં ‘લંચબોક્સ’ જોવાનું વિચાર્યું હતું પણ સવારે શો ના ટાઈમ પર જ ઉઠ્યો, તો પહેલો શો મિસ થયો અને બીજા શોમાં મુવી જોવામાં આવ્યું….
કોઈ કંપની હતી નહિ એટલે એકલા જ એ મુવી જોઈ લીધું, અને એવું થયું કે એજ બરાબર કર્યું…. કોઈ ડીસ્ટર્બ કરવા વાળું હતું નહિ એટલે ‘લંચબોક્સ’ મસ્ત રીતે પચી ગયું. જો કે કોઈ હોત તો પણ ફરક ના પડ્યો હોત, કેમ કે શીરા જેવું એકદમ સરળ મુવી છે કે સીધે સીધું જ ઉતરી જાય અને પેટમાં નહિ પણ ડાયરેક્ટ દિલમાં ઉતરી જાય…
મુવીનું પણ એવું જ છે કે એના વખાણ કરવા કરતા હું એટલું જ કહીશ કે જેમ બને એમ વહેલું જોઈ આવો, એટલે ફરી જોવા જવાની ઈચ્છા થાય તો ચાન્સ મળી રહે… 😉
પ્રોબ્લેમ એ છે કે મુવી જોવા ગયો ત્યારે મોટા ભાગ  ના લોકો ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ અને ‘ગ્રાન્ડ મસ્તી’ ની ટીકીટ જ લેતા હતા, અને મારી સાથે મુવી જોવા વાળા બહુ બહુ તો ૨૦ લોકો હશે. અને કદાચ એ જ કારણ થી આ મુવી જલ્દી જ થીએટર્સમાંથી ઉતરી જશે એવું લાગે છે….

હશે ત્યારે… બાઘા મહારાજ કેહ છે એવું “જૈસી જિસકી સોચ”….

અને પેલું ધુમાડા વાળું ક્લીઅર ના કર્યું ને મેં!!
એ તો “સળગતા શ્વાસો”માં પણ સ્મોકિંગ ને મસ્ત રીતે વણ્યું છે(હજુ આખું વાંચ્યા પછી ડીટેઇલમાં લખીશ), અને મુવીમાં પણ એક સીનમાં સીગ્રેતનો ધુમાડો જોઇને એક વાત યાદ આવી ગઈ હતી કે મુવીમાં એક સીનમાં ‘સાજન ફર્નાન્ડીસ’ બાલ્કનીમાં ઉભા રહીને સિગરેટ પીવે છે અને સામેના ઘરમાં રહેતી એક નાની છોકરી એ બાજુની બારી બંધ કરી દે છે. That is something I used to do when my neighbor used to smoke every evening….

આટલું બધું લખ્યા પછી હવે ટૂંક માં કહું તો ૨ દિવસ બહુ જ મસ્ત ગયા અને યાદગાર બનીને રહેશે એવું લાગે છે…. યુવરાજભાઈ સાથેની મુલાકાત અને ‘ધ લંચબોક્સ’ મુવી જયારે યાદ કરીશ તો ફેસ પર સ્માઈલ તો આવી જ જવાની છે…. 🙂

કૌંસમાં :~
{[(
મુવીમાં સાજન મૂવીનું એક સોંગ મસ્ત રીતે વણી લીધું છે, અને રહી રહી ને એ સોંગ મારા ફેવરીટ સોન્ગ્સની યાદીમાં આવી ગયું છે!!


)]}

P.S. : 
મુવીના એક્ટર્સની વાત કરવાની તો રહી જ ગઈ…
આમ તો કરવાની ખાસ એવી કોઈ જરૂર નથી જ, કેમ કે ઈરફાન ખાનની એક્ટિંગ થી તો સૌ કોઈ વાકેફ છે જ. હી ઈઝ લાઈક અ મજીશીયન! અને નાવાઝુદ્દીનની એક્ટિંગ પણ ધાંસુ છે. તેને સૌથી વધારે તો ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’માં એન્જોય કર્યો હતો, તે સિવાય હમણાં જ ૪-૫ દિવસ પહેલા જ જોયેલા ‘બોમ્બે-ટોકીઝ’ જોયું તેમાં તેનો રોલ બાખૂબી નિભાવ્યો હતો.
એ સિવાય નીમરત કૌર ના નામ વિષે સિદ્ધાર્થભાઈના બ્લોગથી જાણ થઇ, અને તે પણ કે આ એક્ટ્રેસ જે જોએલી જોએલી લાગતી હતી તેને આ મુવી પહેલા કેડબરી સિલ્ક ની કમર્શિયલમાં જોઈ હતી. પણ હમણાં IMDB ફેંદતા ખબર પડી કે આ તો ‘લવ શવ તે ચીકન ખુરાના'(અગેઇન અ નાઈસ મુવી!)માં મુસ્કાન નો રોલ ભજવ્યો તે જ છે!!
(થોડુક એડ કરતા કરતા બધું વધારે જ લખાઈ ગયું…. 😀 :P)

Advertisements

12 thoughts on “લવારો, બબળાટ, ધુમાડો અને લંચબોક્સ

 1. 1} લંચબોક્ષ અને યુવરાજભાઇ સાથેની મુલાકાત’માં એક સામ્ય છે . . . તે એ કે બંનેમાં પહેલા શબ્દો અને ભોજન’થી લાગણી બંધાઈ અને પછી તે પાત્ર’ને મળવાનું થયું 🙂

  2} . . . નહીહીહી , મારે હજી તે મુવી જોવા ટોલ્કીસ ( 😉 ) માં જવાનું છે અને કોઈ મેળ પડતો નથી !!!

  3} . . . અને યુવરાજભાઇ’એ શું નાસ્તો કરાવ્યો ? ( લંચબોક્ષ 🙂 )

  • મેળ પાડો….
   તમે જે શોર્ટ મુવીઝ share કરો છે એ પરથી એટલું તો કહી શકું કે તમને તો આ મુવી ખાસ પસંદ પડશે જ…..
   લગભગ આ મુવી નું ટ્રેઇલર પણ મેં પ્રથમ વાર તમારા જ બ્લોગ પર જોયું હતું….

   ~> યુવરાજભાઈ ના ત્યાં જવું હોય તો પેટ ખાલી રાખી ને જ જવું! 😛
   નાશ્તા માં તો ઘણું બધું હતું, પણ હું ‘viraj’ (‘ખાવામાં બહુ મોળો’~મારા બાની ભાષામાં) ખરો ને….. બહુ ખાધું નહિ…

 2. સુરત માં આવી જાવ….. લંચ તો સુરત માં જ કરય….પછી બોકસ ઓફીસ પર જઈશું… યુવરાજ ભાઈ ને મળવું પડશે એવું લાગે છે( આમ તો બ્લોગર્સ મિટિંગ જ રાખવી પડશે))..

  • સુરત આવવાની તો બહુ જ ઈચ્છા છે…. મેં પહેલું ધોરણ સુરતની સ્કુલમાં પાસ કર્યું હતું.. 😀
   ૧ વર્ષ સુરતમાં રહેલો છું એ પછી ફરીથી સુરત જવાનું થયું જ નથી ક્યારેય…

   અને લંચ એન્ડ મુવી! બે મસ્ત કામ!! 😉

   અને મીટીંગ…. ખરેખર જરૂર લાગે છે હવે તો…

 3. એકબીજાને મળતા રહીને મેળવતા રહીએ એમાં મજા છે. Btw…. યુવરાજભાઇને ત્યાં એકાદ પળ માટે પણ અમને યાદ તો કર્યા જ હશે…. (ન કર્યા હોય તો પણ ‘હા’ જ કહેજો. 😉 )

  લંચબોક્ષ ખરેખર સરસ મુવી છે. થોડું ઘીમું છે પણ તેમાં જ ખરી મજા છે. વાત લંચબોક્ષમાંથી નીકળીને સીધી દિલમાં ઉતરે છે..

 4. આપણે વાત થયેલી લંચ-બોક્સ વિષે … અમે ( હું , મમ્મી અને કોમલ ) પણ જોઈ આવ્યા શનિવારે , ત્રણેવ ને ગમ્યું. ચલો તમે પણ હવે ધીરે ધીરે મારી જેમ એકલા મૂવી જોતા થઇ રહ્યા છો – જોકે તમને એકલા જવું ન ગમતું હોય તો એવું કરવાની જરૂર નથી , તમારી સાથે ફિલ્મ જોવા આવવા હું હંમેશા તૈયાર જ હોઈશ . ક્યારેક ગાંધીનગરમાં જોઈશું ક્યારેક અમદાવાદ માં ! 🙂

  • આમ તો હવે આદત પડવા લાગી છે એકલા મુવી જોવાની…(આ ત્રીજું મુવી એકલા જોયું…).
   પણ હવે તમે આવી લાલચ આપશો તો ચોક્કસ આ આદત પાડવાની જરૂર નહિ લાગે મને…. 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s