મારો લવારો ‘ને મ્યુઝીકનો સહારો ♪ ♫

આ વખતે તો એવું જ લાગતું હતું કે ઓક્ટોબર મહિનો આખો કોરો જશે અને બ્લોગ શરુ કર્યા પછી પહેલી વાર એવું થશે કે કોઈ એક મહિનો એક પણ પોસ્ટ વગર ગયો હોય.
પણ એવું પણ ઘણી વાર થયું કે ભાઈ કોરું તો નહિ જ જાય. અને એવું ત્યારે લાગ્યું જ્યારે મેં આ જ મહિનામાં ૪-૫ વાર ‘નવું ઉમેરો’ પર ક્લિક કર્યું અને ફક્ત ટાઈટલ આપીને કે બે-ચાર લાઈન લખીને સેવ કર્યું. પણ એ સેવ કરેલું સેવ થઈને જ રહી ગયું અને આગળ કઈ લખાયું જ નહિ.

ગઈ કાલે એજ વાત મારા એક ફ્રેન્ડ(રોનક)ને કરી હતી… પણ આજે સવાર સવારમાં જ મોર્નિંગ-વોક કરીને ઘરે પાછો ફર્યો(આ તો એમ કરીને કહી દીધું કે મોર્નિંગ-વોક ફરી સ્ટાર્ટ કર્યું 😉 ) અને પહેલું જ સોંગ બ્રુનો માર્સનું “રન-અવે બેબી” સાંભળ્યું… એ પરથી જ વાત નીકળતા પપ્પા જોડે થોડા ‘હાઈ-પીચ’માં ગવાયેલા સોન્ગ્સ વિષે થોડી વાતો કરી અને ત્યારે જ મને મ્યુઝીક પર કઈક પોસ્ટ કરવાનું સુઝ્યું.

હવે જો વાત ઉપરના ફકરામાં જ્યાં અધુરી રહી છે ત્યાંથી શરુ કરું તો હાઈ પીચમાં ગવાયેલા એક રશિયન સોંગ સુધી હું એક દિવસ યુ-ટ્યુબ વિહાર કરતા કરતા પહોંચી ગયો હતો. રશિયન સિંગર Vitas તેની હાઈપીચમાં ગાવાની શૈલી માટે જાણીતો છે. તેનું જ એક સોંગ (મને રશિયન લેન્ગ્વેજમાં કઈ જ ટપ્પો ન પડતો હોવા છતાં પણ) મેં ઘણી બધી વાર સાંભળ્યું છે અને સંભળાવ્યું પણ છે(ગાઈને નહિ :P, ગાતા ફાવે એવું છે પણ નહિ). અને મારે તમને પણ સંભળાવવું હતું એટલે જ તો આ વાત કાઢી… 😉

એવું તો ન જ સમજતા કે એક સોંગ સાંભળી લીધું એટલે પોસ્ટ પૂરી!
આજે તો ઘણા બધા સોન્ગ્સ સંભળાવવાના છે…

keep-calm-and-sing-along-90હવે એ સોંગ સાંભળતા સાંભળતા જ મને થોડા દિવસ પહેલા જ ‘Disconnect’ મુવીમાં સાંભળેલું એક સોંગ યાદ આવી ગયું જે ‘jónsi’ નામના આર્ટીસ્ટે ગયું હતું. સોંગની અસર એવી પડી કે એના વિષે મેં થોડું ગુગલ કરવાનું વિચાર્યું અને મને ગમે તેવા સોન્ગ્સનો એક ખજાનો જ મળી ગયો!
સારી વાત તો એ હતી કે તેના મોટા ભાગના સોન્ગ્સ સાઉન્ડ-કલાઉડના તેના અકાઉન્ટ પર અપલોડ કરેલા હતા(btw એ સાઈટ બહુ મજાની છે :)).
જે સોંગ મુવીમાં હતું તે(ટોર્નેડો) તો મસ્ત છે જ, સાથે સાથે ‘સીન્કીંગ ફ્રેન્ડશિપ્સ’ પણ અલગ છતાં મજાનું છે.
jónsiની મને બે ખૂબી ખૂબ પસંદ પડી.
૧) ‘ફોલ્સેત્તો(falsetto)’ ,મતલબ કે નોર્મલ અવાજથી એક બે ઓક્ટેવ ઊંચા સૂરમાં ગાય છે તે અને
૨) Spanish accent નો ઈંગ્લીશમાં મસ્ત મજાનો ટચ.

સાંભળી જુઓ તમે, તમને પણ ગમશે…
સીન્કીંગ ફ્રેન્ડશિપ્સ :
ટોર્નેડો :

હવે સ્પેનીશ accentની વાત નીકળી જ છે તો એક બીજું પણ સોંગ યાદ આવી જ જાય.
અત્યારે ‘બ્રેકીંગ બેડ’ (tvShow) જોવાનું ચાલુ છે(‘બ્રેકીંગ બેડ’ પર તો એક અલગથી જ પોસ્ટ આવશે), અને તેમાં ગઈ કાલે જ એક મસ્ત મજાનું સ્પેનીશ સોંગ સાંભળ્યું(આ લેન્ગવેજમાં પણ સાંભળતી વખતે ટપ્પો તો નથી જ પડતો, પણ લેન્ગવેજ બહુ મીઠી લાગે એવી છે :D). હજુ સોંગ એક જ વાર સાંભળ્યું અને ફરી ફરી સાંભળવાની ઈચ્છા થઇ ગઈ…. અને આ સોંગ પણ સાઉન્ડ-કલાઉડ પર મળી ગયું!(કહું છું ને, મસ્ત સાઈટ છે…)

ખબર તમને પડે તો સારી જ વાત છે, બાકી ન પડે તો પણ એક વાર સાંભળી જુઓ….

અને ખબર પાડવી હોય તો અહિયાં ટ્રાન્સલેશન પણ છે જ…

આમ તો બીજા પણ ઘણા બધા સોન્ગ્સ છે(સાચી વાત, ફાઈનલી પોસ્ટ પટવા આવી…) અને સોન્ગ્સ કઈ રીતે, ક્યારે, કઈ જગ્યાઓ પર, કેવા કેવા મૂડમાં સાંભળું છું એની પણ ઘણી બધી વાતો છે…
પણ હવે આજ માટે આટલા સોન્ગ્સ ઘણા થઇ ગયા….
તો tv-showsની જેમ હવે સોન્ગ્સ વિષે પણ પોસ્ટ કરતો રહીશ…
તમે પણ મ્યુઝીક-મસ્તી માણતા રહો અને લોકોને પણ સંભળાવતા રહો!!

અને હા, બીજા કોઈ સ્પેનીશ accentના અથવા હાઈ-પીચમાં ગવાયેલા તમારા કોઈ ગમતા સોન્ગ્સ હોય તો કમેન્ટબોક્સમાં મુકતા જજો…. 😀 🙂 ♪ ♫

Advertisements

18 thoughts on “મારો લવારો ‘ને મ્યુઝીકનો સહારો ♪ ♫

  1. મારે પણ ઘણી વાર પોસ્ટ સેવ થાય છે , પણ ગાંઠીયા થવામાં વાર લગાડે છે 😉

    સોંગસ રીકમેંડ કરવામાં તો હું ભયાનક કાચો પડું , માટે ક્ષમાદાન ! ( છતાં પણ આ ગીતો નિરાંતે સાંભળીશ અને તેમના પ્રતિભાવો પણ મોડા તો મોડા આપીશ 🙂 )

    બ્રેકીંગ બેડ વિષે ખુબ સાંભળ્યું છે ( અને તે પણ કે તેના ફાઈનલ એપિસોડ’ની ભારે ટીકા થઇ હતી ) માટે પોસ્ટ તો બનતી હૈ 🙂

    હમણાં તો હું ગેમ ઓફ થ્રોન્સ પાછળ પડ્યો છું ( પહેલી સીઝન પૂરી કરી – – – બાપરે બાપ , ગાભા કાઢી નાખ્યા . . જબરદસ્ત !!! )

    • સોન્ગ્સ નું આમ તો અત્યાર સુધી મારું પણ એવું જ હતું, કારણ કે મારા ફેવરીટ સોન્ગ્સ મોટા ભાગે કોઈએ સાંભળ્યા પણ ન હોય એવા હોય છે…. પણ હવે હું એકલો સાંભળું એ તો થોડું ચાલે!! 😛

      અને ગેમ ઓફ થ્રોન્સ માટે તો મારે છેક માર્ચ સુધી રાહ જોવી પડશે… ૪th સીઝન માટે…
      અને હજુ તો તમે પહેલી જ સીઝન જોઈ છે, આગે આગે દેખો હોતા હૈ ક્યાં!! 😉 😉

  2. સ્પેનીશની તો ખબર નહિ, પણ બ્રીટીશ એસન્ટમાં એડેલના ગીતો સાંભળવાનો જલસો પડે છે, એમાં પણ સમવન લાઇક યુ, રોલીંગ ઇન દ ડીપ અને સ્કાય ફુલ તો..! ક્યા બાત હૈ..!

  3. એન્ડા બ્રેકીંગ બેડની પહેલી બે સીઝન જોઇ.. જોરદાર જ છે, જેસ્સી પીંકમેનની એક્ટીંગ આપણને ક્રિસ્ટલ મેથનો નશો કરવાતી હોય એવુ લાગે..! ટુંકમાં મજા આવે એવી સીઝ્ન છે.!

  4. સારા સોન્ગ્સ શોધી લાવ્યા છો, મેં પણ બ્રેકીંગ બેડમાં પેલું ગીત સાંભળ્યું ત્યારે ગમ્યું હતું, સારું શોધી કાઢ્યું.
    સરસ. બ્રેકીંગ બેડની પોસ્ટની રાહ જોઈશું. 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s