રાત એક, ગીત અનેક…♪ ♫

દુનિયાદારીની છોડો થોડો ટાઈમ રીક્ઝીક,
નવી પોસ્ટ આવી ગઈ છે લઈને મસ્તીન મ્યુઝીક! 😀

જો ઉપરની લાઈન વાંચી ને આખી પોસ્ટ વાંચવાનું માંડી વાળવાનું નક્કી કર્યું હોય તો થોભો!! એ હથોડો ખાલી આજ કાલના બોલીવુડ મુવીઝના રીવાજને (અપ)માન આપીને જ મુકવામાં આવ્યો છે. બાકી પોસ્ટમાં તો આજે મ્યુઝીકની જ વાતો છે, અને એ પણ નાઈટ સ્પેશ્યલ સોન્ગ્સ!

પહેલા જો મારી વાત કરું તો જ્યારે પણ મારો દિવસ ખરાબ જાય ત્યારે બધું(ખાસ કરીને મૂડ, કેમ કે બધું એની પર જ ડીપેન્ડ કરે છે) સરખું રાત્રે ગેરંટી સાથે થઇ જ જાય. અને એ ગેરંટી મને રાત, રાતનું આકાશ, ચાંદો, તારાઓ અને નાઈટ સ્પેશ્યલ સોન્ગ્સ આપે છે. મેં આ બ્લોગ લખવાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં નક્કી નહોતું કર્યું કે હું ફક્ત ગુજરાતીમાં જ લખીશ. એ વખતે આ બ્લોગનું નામ પણ ‘અનડીફાઈન્ડ હું’ નહિ, પણ ‘Undefined Me’ હતું. અને એ વખતે, મતલબ કે બ્લોગ ની શરૂઆતમાં જ આ બ્લોગની સેકંડ પોસ્ટમાં મેં મારા અને નાઈટ-સ્કાયના સંબંધ વિષે ઈંગ્લીશમાં લખ્યું હતું.

એ બ્લોગમાં મેં બ્રુનો માર્સના એક સોંગ ની વાત કરી હતી, અને એ સોંગ આજે આ પોસ્ટમાં પણ મારું પહેલું રેકમેન્ડેશન છે!

Talking To The Moon :~ (Bruno Mars)

એટ નાઈટ વ્હેન ધ સ્ટાર્સ લાઈટ અપ માય રૂમ, આઈ સીટ બાય માય સેલ્ફ, ટોકિંગ ટુ ધ મુન!
આ સોંગ એમનેમ તો સાંભળવાની મજા આવે એવું છે જ છે! પણ અસલી મજા ત્યારે આવે જયારે (પૂનમનો) ચાંદો આકાશમાં મસ્ત નજરે પડતો હોય, તમે એકલા હોવ, કોઈક ને યાદ કરતા હોવ (ઓબ્વ્યલસી કોઈ ગમતા ને જ!!) અને એક ચાંદો જ તમને એમનાથી કનેક્ટ કરતો હોય! તમે એ ચાંદા જોડે વાત કરતા હોવ, એવી આશાએ કે એ પણ સામે ચાંદા થકી જ તમારી સાથે વાત કરે છે!
હવે આ સોંગ વિષે વધારે નથી લખવું, તમે જાતે જ ફિલ કરો, સમજી જ જશો! 😉 🙂

હવે જમ્પ મારીને થોડા હિન્દી સોન્ગ્સ પર આવીએ તો ગણ્યા ગણાય નહિ સુણ્યા સુણાય નહિ એટલા ઢગલા-બંધ સોન્ગ્સ મળી રહેશે!! પણ એમાંથી મારા પર્સનલ ફેવરીટ સોન્ગ્સની જો વાત કરું તો એમાં પણ કયું મારું મોસ્ટ ફેવરીટ છે એ કહેવું અઘરું થઇ પડે. અને એટલે જ હું જયારે પણ મારું નાઈટ સ્પેશ્યલ પ્લેય-લીસ્ટ વગાડતો હોઉં ત્યારે શફલીંગ પર જ રાખું છું. તો એ જ રીતે માઈન્ડમાં એ સોન્ગ્સ શફલ કરતા પહેલું મારા મગજમાં જે ગીત વાગ્યું એ છે,
Saawali Si Raat :~ (Arijit Singh)

નીંદ જબ હો લાપતા, ઉદાસીયા ઝરા હટા, એન્ડ જસ્ટ લિસન ટુ ધીસ સોંગ!
કેમ કે માઈન્ડનું બધું ટેન્શન દુર થઇ જાય આવું સોંગ સમાંભાડી ને તો કોઈનું પણ!! એન્ડ અગેઇન, ઇફ યુ આર ઇન લવ, તો આ બધા રાત વાળા સોન્ગ્સ તો તમે એકલા હોવ(એટલે કે સ્પેશ્યલ સમવનથી દુર) ત્યારે તમારા માટે બ્લેસીન્ગ્સ તરીકે જ કામ કરશે!! 😉 🙂  મ્યુઝીક તો આ સોંગ નું મેજિકલ છે જ, પણ જો સોંગના શબ્દોમાં ખોવાઈ જશો તો એક બીજી જ દુનિયામાં આ સોંગ તમને લઇ જશે!

હવે જો હિન્દી સોન્ગ્સની વાત થતી હોય, એ પણ આવા મસ્ત મજા ના રાત અને ચાંદા ના સોન્ગ્સની તો એ આર રહેમાન નું પેલું મસ્ત મજાનું ‘સપને’ મુવી નું સોંગ ભૂલાય જ કઈ રીતે?!!
Chanda Re Chanda Re :~ (Hariharan, Sadhana Sargam) 

આ મુવી વિષે વાંચવા કરતા ખાલી એક વાર સમાંભાડી લેશો તો વધારે મજા આવશે એવું જ મારું માનવું છે! (ઇવન હું પણ આ લખતા લખતા એ સોંગ સાંભળવા બેસી ગયો છું અત્યારે :D).

હવે જો આ લીસ્ટમાં આવનારું નેક્સ્ટ સોંગ જો મને એડ કરવાનું યાદ ના આવ્યું હોત તો યુવરાજભાઈ મને મારવા આવે એ પહેલા મેં જ મને બે-ચાર વાર લાકડી થી ને લાકડી થી મારી લીધું હોત!!
નાનો હતો ત્યાર થી લઈને અત્યાર સુધી મારા સોન્ગ્સની પસંદગીમાં કદાચ ફરક ઘણો પડ્યો હશે પણ એક સોંગ હમેશા આ લીસ્ટ માં રહ્યું જ છે અને એ હમેશા રહેશે પણ ખરું. અને એ સોંગ બીજું કોઈ નહિ પણ મારા ફેવરીટ મુવી સ્ટાર રાજ કપૂર ના મુવી નું સોંગ છે,

Ye Raat Bhigi Bhigi :~ (Manna Dey, Lata Mangeshkar)

હું નાનો હતો ત્યારે મને આ સોંગ એટલા માટે બહુ ગમતું હતું કેમ કે એ રાજ કપૂર નું સોંગ હતું અને મને રાજ કપૂર માટે ગવાયેલા  બધા જ સોન્ગ્સ બહુ ગમતા હતા અને હજુ પણ એટલા જ ગમે છે, બસ રીઝન થોડું બદલાયું છે. એ સોંગ પછી થી મને એટલા માટે ગમતું થયું કેમ કે મને સિંગર્સ ના અવાજ સાથે પ્રેમ થઇ ગયો, અને પછી એટલા માટે ફેવરીટ સોન્ગ્સ ના લીસ્ટમાં રહ્યું કેમ કે હું એના શબ્દો સમજતો થયો હતો! અને હવે તો એ બધું ભેગું થયું છે તો વાત જ શું કરવાની! 😀

હવે એક સોંગ એવું છે કે જેના વિષે લખવા માટે હું આ પોસ્ટ લખવા બેઠો એ પહેલાથી લખવાનું નક્કી કર્યું હતું (અને બાકીના સોન્ગ્સ મેં આ લખતા લખતા જ યાદ આવે એમ એમ એડ કર્યા છે)! આ સોંગ નું એવું છે કે એ સોંગ જયારે મેં પહેલી વાર સાંભળ્યું ત્યારે મને એટલું ગમ્યું નહોતું કેમ કે એ સોંગ એવા મુવી નું હતું જે મારા દીદી બહુ જોતા હતા અને મને એ મુવી સમજમાં આવતું નહોતું અને એટલે જ એ મુવીના સોન્ગ્સ પણ એટલા ગમતા નહોતા.(યુ નો, દુશ્મન કા દોસ્ત દુશ્મન જેવું 😉 :P)
આ સોંગ એક એવું સોંગ છે કે જેમાં એક સેડનેસ છે, દર્દ છે છતાં પણ પ્રેમ છે. આ સોંગ માં ચાંદ શબ્દ તો છે, છતાં પણ ચાંદની ગેરહાજરી છે, રાત હોવા છતાં પણ! કેમ કે આ સોંગ નું ટાઈટલ જ એવું છે!

Raat humari to, chand ki saheli hai, kitne dino ke baad aayi ye akeli hai :~ (Chitra, Swanand)

આ સોંગ મેં જયારે પણ સાંભળ્યું છે, રીપીટ મોડ પર જ સાંભળ્યું છે. અત્યારે આ લખતા લખતા હાલ ત્રીજી વખત વાગે છે! જેટલું અંધારું વધારે હશે, એટલું આ સોંગ વધારે ફિલ થશે. જેટલું વધારે સાંભળશો એટલું આ સોંગ વધારે ને વધારે ગમતું જશે. મેં આ મુવી હજુ પણ નથી જોયું, અને એટલે જ સોંગ ને હું મુવી ના કોઈ સીન સાથે રીલેટ નથી કરી શકતો, અને ડાયરેક્ટ મારી લાઈફ સાથે રીલેટ કરું છું. કદાચ એ રીઝન પણ હોઈ શકે કે આ સોંગ એક રીતે જોવા જઈએ તો મારા આ લીસ્ટમાં થોડુક ઉપર આવે છે! ચાંદા સાથે જયારે પણ વાત કરવાનો મારો મૂડ ના હોય ત્યારે અંધારા સાથે વાત કરવામાં આ સોંગ જ હેલ્પ કરે એવું છે!

હવે એક પણ શબ્દ વગરનો એવો આ ‘લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ’ ટ્રેક છે બિથોવનના અમેઝિંગ એવા વર્કમાનું એક એવું,

Moonlight Sonata :~ (Beethoven)

અને આ પણ એક એવો ટ્રેક છે જે હું ઘણી વાર રીપીટ મોડ પર સાંભળતો હોઉં છું. જયારે મને શબ્દ સાથે બહુ માથાકૂટ નથી કરવી હોતી અને બસ પ્યોર મ્યુઝીકમાં જ ખોવાઈ જવું હોય છે, ત્યારે ત્યારે આ જ એક ટ્રેક છે જે મારા માઈન્ડમાં પહેલો આવે છે!

હવે જો તમારું પણ આવું કોઈ લીસ્ટ હોય અને તમને લાગતું હોય કે એ પણ રાત્રે સાંભળવા માટે ‘મસ્ટ’ હોય, તો કમેન્ટ બોક્સમાં તેનું નામ લખીને અથવા તો ડાયરેક્ટ લીંક મૂકીને મારા અને બીજાના  નાઈટ સ્પેશ્યલ પ્લેલીસ્ટ ને સ્ટ્રોંગ બનાવવામાં હેલ્પ કરી શકો છે!

ચાલો ત્યારે, ફરી થી આવું બીજું લીસ્ટ લઈને ફરીથી સોન્ગ્સ સંભળાવતો રહીશ, તમે પણ મ્યુઝીક-મસ્તી માણતા રહો!
Have A Musical Night! 🙂 ♪ ♫

Advertisements

2 in 1 – “બ્રેકીંગ બેડ” અને “નવસારી”!!

વાત જરા એમ છે કે નવસારી વાળી વાત લખવા માટે મગજમાં બરાબરનો ઉભરો આવ્યો છે, પણ હવે ઘણા ટાઈમ થી બ્રેકીંગ બેડ વિષે લખવાનું કહ્યું હતું છતાં પણ કઈ લખાયું નહિ અને હવે લખવાનો હતો ત્યારે બીજી વાત યાદ આવી ગઈ. એટલે એ હિસાબ થી પહેલા થોડું બ્રેકીંગ બેડ વિષે લખીને નવસારી વિષેની વાત લખીશ. અને એના લીધે આ પોસ્ટ થોડી લાંબી પણ રહેવાની જ…

~~~~> વાત નં.૧) બ્રેકીંગ બેડ(Breaking Bad)ખાલી એક સિંગલ(નોટ સિમ્પલ) આઈડિયાના ઈમ્પ્લીમેન્ટેશનથી ખાલી એક નહિ પણ કેટલી બધી લાઈફ ચેન્જ થઇ શકે છે એ તો બધા ને ખબર જ હોય છે, પણ બ્રેકીંગ બેડ એક એવો ટીવી-શો છે જે આ વાતને જ એક ટોટલી નવા જ લેવલ પર લઇ જઈને બતાવે છે. અને એ આઈડિયાની પાછળ કેટલીક મજબૂરી પણ હોય છે.

આ ટીવી શો કેવો છે અને કેટલા એવોર્ડ્સ વગેરે જીત્યો છે એ વિષે તો ઘણી બધું જગ્યાએ ઘણું બધું લખાઈ ગયું છે પણ મને આ શો ગમવાના ઘણા રીઝન્સ છે જેના વિષે હું વાત કરવાનો છું. અને એ રીઝન્સમાં જો સૌથી પહેલું કઈ આવતું હોય તો એ પરફેક્શન છે. એક-એક સિમ્પલ લાગતા કિસ્સા પણ સીરીયલ ને એક નવો જ વળાંક આપવા માટે કેટલા અગત્યના હોય છે એ વળાંક આવે ત્યાં સુધી આપણને ખ્યાલ પણ ના આવે એવી રીતે મુકેલા છે!!

ક્રાઈમ-ડ્રામા-થ્રીલર ના જોનર વાળી આ સીરીઝમાં હ્યુમરનો એટલો મસ્ત રીતે સંગમ કર્યો છે કે સમજદાર જ સમજી શકે અને એક જીનીયસ જ આવી રીતે હ્યુમર ને આવી સીરીઝમાં આટલા પરફેક્શનથી મોલ્ડ કરી શકે!! અને આ સીરીઝમાં એવા પણ એપીસોડ્સ છે કે જો એમને શોર્ટ મુવી તરીકે પણ કોઈને બતાવીએ દિલ ખુશ કરી જાય!! એમાં એક “ફ્લાય” નામનો એપિસોડ છે કે જેમાં એક માખીને એક જગ્યાએ થી ઉડાડવાની હોય છે અને એજ માખીને બહાર કાઢવા માટે આખો એક કલાકનો આ એપિસોડ જરા પણ બોર કાર્ય વગર ફૂલ એન્ટરટેઈન કરી જાય એવો છે!

હવે બ્રેકીંગ-બેડ ની સ્ટોરી ની વાત કરીએ તો એવું છે કે એક ઓનેસ્ટ અને ખુબ જ સીધા શિક્ષક ને કેન્સર થતા પોતાના પરીવાર માટે પૈસા છોડી જવા માટે થઈને ખાલી એક વાર ડ્રગ્સ વેચવાનો વિચાર કરે છે અને એ વિચાર કઈ રીતે તેમની આખી લાઈફ ચેન્જ કરીને આખા અરીયાના જ નહિ પણ દુનિયાના પણ ઘણા ભાગના ડ્રગ માફિયાઝ ને હચમચાવી મુકે છે તેની પર છે. અને આ સીરીયલ હું સૌથી વધારે એન્જોય એટલા માટે કરી શક્યો કારણ કે મેં આના વિષે કઈ પણ, ક્યાંય પણ, જરાક પણ વાંચ્યું ન હતું…. અને સ્ટોરી અને ઇવન મેઈન કાસ્ટ કોણ છે એનાથી પણ અજાણ્યો હોવાના લીધે જ એકી એક સીનમાં થ્રિલ મળી છે અને સસ્પેન્સ એન્જોય કર્યું છે!

બ્રેકીંગ બેડ ના ક્રીએટર વિન્સ ગીલીગન ને એક ઈન્ટરવ્યૂમાં જયારે પૂછ્યું હતું કે આ શો માટે આઈડિયા ક્યારે અને કઈ રીતે મળ્યો હતો ત્યારે એમને કહ્યું હતું કે તેમને આ ઘણા ટાઈમ પહેલા એક ન્યુઝ પેપર માં હેડ લાઈન વાંચી હતી કે કઈ રીતે કેટલાક શખ્સોએ એક (આર.વી.)કેરેવાનમાં જ મેથામ્ફેટામાઈન(A.K.A. ‘meth’)ની લેબ ઉભી કરી હતી. અને બસ એની પર થી જ તેમને આ શો બનાવવા માટે આઈડિયા આવ્યો હતો. અને આઈડિયા આવ્યો એ પણ એવો જોરદાર કે અત્યારે આ ટીવી શો IMDB ના ટોપ ટીવીશોઝમાં પ્રથમ ક્રમાંક પર છે (એટલીસ્ટ આ લખું છું ત્યાં સુધી તો ખરું જ…)!! અને એ જગ્યાએ એને પહોચાડવા માટે આમ તો વિન્સ એન્ડ ટીમ ની મહેનત તો છે જ પણ દરેકે દરેક એક્ટર્સની પરફેક્ટ એક્ટિંગ પણ જવાબદાર છે!! ખાસ કરીને શો ના બે લીડ એક્ટર્સ!

હવે જો આના વિષે વધારે લખીશ તો કદાચ હું સ્પોઇલર્સ બોલવાનું સ્ટાર્ટ કરવા લાગીશ…. અને એક સિંગલ સ્પોઈલર થી આમ તો મજા બગડે એવું છે નહિ આ શો નું પણ તેમ છતાય બધી મજા ને સુરક્ષિત રહેવા દઈને હવે હું નવસારીની વાત(કે જે આ લખતા લખતા પણ ઘણી વાર અટકી જઈને મેં એ જૂની યાદો માં ડૂબકી લગાવી આવ્યો, એ) શરુ કરવાની છે!! 😀

~~~~> વાત નં. ૨) નવસારી : નવસારીની વાત જરાક એમ છે કે પપ્પાની ટ્રાન્સ’ફરે’બલ જોબના લીધે મને ‘બીજા’ અને ‘ત્રીજા’ ધોરણનો અભ્યાસ નવસારી જેવા એક મસ્ત મજાના સીટીમાં કરવા મળ્યો હતો. આમ જોવા જઈએ તો મને સીટી માં ખાસ તો કઈ એટલું બધું યાદ નથી. જો થોડુક મગજ પર ભાર આપીને યાદ કરવા જાઉં તો મને અજગર જેવી લપસરણી વાળો એક બગીચો યાદ છે, એક ‘બગીચા વાળું’ અને એક ‘ખીચડી મળે એવું’- એમ બે મંદિર યાદ છે, ‘મામાની પેટીસ’ યાદ છે, ‘નંદુ મલાઈનો આઈસ્ક્રીમ’ યાદ છે, મારી સ્કુલ યાદ છે અને ઘર અને આસ પાસ નો થોડોક એરિયા આછો-પાતળો યાદ છે.

પણ આ એ વાતો હતી જે મગજ પર થોડુક(જ) જોર આપું ત્યારે યાદ આવે. પણ એવી વાતો, એવા કિસ્સા, એવી યાદો પણ ઢગલો છે જે વગર જોર આપે રેન્ડમ્લી પણ મારા મગજમાં હરતી, ફરતી અને તરતી રહે છે. એ યાદોમાં પહેલી વાર એકલા દવાની દુકાને જઈને લીધેલી ઉધરસની દવા લીધાનું યાદ છે, પહેલી વાર સ્કુલથી ઘરે એકલા આવ્યાનું યાદ છે, પહેલી વાર કોઈની મદદ લીધા વગર ક્રોસ કરેલો રસ્તો યાદ છે, પહેલી વાર થીએટરમાં જોએલું ઈંગ્લીશ મુવી ‘ટાઈટેનીક’ યાદ છે, અને એકલા એકલા મહોલ્લામાં જાતે જ બનાવેલી ગેમ્સ રમ્યાનું યાદ છે. એ સિવાય મને પહેલી વાર સાઈકલ ચલાવ્યાનું અને મારી પહેલી સાઈકલ લીધાનું યાદ છે, પહેલી વાર જાતે પતંગને ચગાવ્યાનું યાદ છે, અને સ્કુલની ઢગલો વાતો યાદ છે. સ્કુલની એ વાતોમાં મને સર જે.જે. સ્કુલનું રોજ-રોજનું પ્રાર્થના કર્યા પછી એક સમાચાર અને એક સુવાક્ય સાંભળ્યાનું યાદ છે, ત્યાં બનાવેલા મિત્રો મહાવીર, દીપ, રોનક, નીલ, સની યાદ છે અને છોકરીઓની સંખ્યા ક્લાસમાં વધારે હોવાના કારણે એક બેંચ પર ચાર છોકરીઓની વચ્ચે જે રીતે એક છોકરાને બેસાડતા હતા એ તો ભૂલાય એવું જ નથી!! 😀

નવસારીમાં દરેક મિત્રના ઘરે કરેલી મસ્તી અત્યારે પણ આંખ બંધ કર્યા વગર પણ મગજમાં સ્ટ્રીમ થતી દેખાય છે. સ્કુલના આણંદ મેળામાં સ્ટુડન્ટસના જ ઘરે બનાવેલી વાનગીઓ બે-ચાર રૂપિયા આપીને ખાધેલું યાદ આવે ત્યારે એ ટેસ્ટ પણ જીભ પર જાણે આવી આવી ને જતો રહેતો હોય એવું લાગે છે. પણ હવે આ બધું અચાનક યાદ કેમ આવ્યું એવો જો ક્વેશ્ચન મગજમાં થતો હોય તો એનું રીઝન એ છે કે ૧૯૯૯માં છુટા પડ્યા પછી ૨૦૦૮માં ઓરકુટની મદદથી મહાવીર અને દીપ જોડે ફરી થી કોન્ટેક્ટ થયો, જે પછી ફેસબુક અને વોટ્સએપ પર કોમ્યુનીકેશન ચાલુ જ રહ્યું. અને ૧૦ દિવસ પહેલા દીપે ફેસબુક પર એક ફોટોમાં ટેગ કર્યો અને એ ફોટો હતો બીજા ધોરણનો ક્લાસ ગ્રુપ ફોટો! પછી તો યાદો તાજી ના થાય તો નવાઈ!!ગ્રુપ ફોટો- ધોરણ ૨

હવે તો પરમ દિવસ ની વાત કરીએ તો એ દિવસે હું હતો ગાંધીનગરમાં, દીપ હતો કોપરગાવ(મહારાષ્ટ્ર) અને મહાવીર હતો નવસારી… ૩ જુદી જુદી જગ્યા થી અમે વોટ્સએપ પર ના અમારા ગ્રુપ પર વાતો કરતા હતા, વાતો ચાલુ જ હતી અને મારા ઘર ના દરવાજે કોઈ આવતા અચાનક મારી નજર ગઈ એન્ડ આઈ વોઝ સરપ્રાઈઝ્ડ!! એક પ્રી-પ્લાન્ડ સરપ્રાઈઝનો મહાવીર અને દીપનો આઈડિયા ૧૦૦% સકસેસફૂલ રહ્યો હતો!!! મારા દરવાજે આવી ગયા અને મને છેક સુધી જરા પણ ડાઉટ ન થવા દીધો!!!

અને એ સરપ્રાઈઝ મારા અત્યાર સુધી ના બધા જ બર્થડેમાંની સૌથી મોટી સરપ્રાઈઝ બનીને રહી ગઈ!!! બર્થ ડે ના આગળના દિવસે આવીને મારી ખુશીમાં જે વધારો કર્યો છે એ માપી શકાય એવો નથી જ…..!!! ૧૪-૧૫ વર્ષ પછી જો ૩ ફ્રેન્ડસ મળે એટલે શું કર્યું શું ન કર્યું એ ડિસ્ક્રાઇબ કરવું મારા માટે તો ઈમ્પોસિબલ છે ભાઈ! આમ તો આજે જ સવારે એ લોકો ફરીથી નવસારી જવા નીકળી પણ ગયા, પણ અમે ગમ્મે તેટલું પણ સાથે રહ્યા હોત તો પણ એ સમય ઓછો જ પડ્યો હોત….! હવે ડીસ્ક્રાઇબ કરવું અઘરું છે તો ફોટોથી જ ચલાવી લો….

281785_138451206243840_5473060_n

IMG_0188 IMG_0173 IMG_0109theend031_0

કૌંસ માં :~
{[(
“સબસ્ક્રાઇબનું ઓપોઝીટ ડીસ્ક્રાઇબ ન થાય….”(આ તો થયું કહી દઉં… 😉 )
)]}