2 in 1 – “બ્રેકીંગ બેડ” અને “નવસારી”!!

વાત જરા એમ છે કે નવસારી વાળી વાત લખવા માટે મગજમાં બરાબરનો ઉભરો આવ્યો છે, પણ હવે ઘણા ટાઈમ થી બ્રેકીંગ બેડ વિષે લખવાનું કહ્યું હતું છતાં પણ કઈ લખાયું નહિ અને હવે લખવાનો હતો ત્યારે બીજી વાત યાદ આવી ગઈ. એટલે એ હિસાબ થી પહેલા થોડું બ્રેકીંગ બેડ વિષે લખીને નવસારી વિષેની વાત લખીશ. અને એના લીધે આ પોસ્ટ થોડી લાંબી પણ રહેવાની જ…

~~~~> વાત નં.૧) બ્રેકીંગ બેડ(Breaking Bad)ખાલી એક સિંગલ(નોટ સિમ્પલ) આઈડિયાના ઈમ્પ્લીમેન્ટેશનથી ખાલી એક નહિ પણ કેટલી બધી લાઈફ ચેન્જ થઇ શકે છે એ તો બધા ને ખબર જ હોય છે, પણ બ્રેકીંગ બેડ એક એવો ટીવી-શો છે જે આ વાતને જ એક ટોટલી નવા જ લેવલ પર લઇ જઈને બતાવે છે. અને એ આઈડિયાની પાછળ કેટલીક મજબૂરી પણ હોય છે.

આ ટીવી શો કેવો છે અને કેટલા એવોર્ડ્સ વગેરે જીત્યો છે એ વિષે તો ઘણી બધું જગ્યાએ ઘણું બધું લખાઈ ગયું છે પણ મને આ શો ગમવાના ઘણા રીઝન્સ છે જેના વિષે હું વાત કરવાનો છું. અને એ રીઝન્સમાં જો સૌથી પહેલું કઈ આવતું હોય તો એ પરફેક્શન છે. એક-એક સિમ્પલ લાગતા કિસ્સા પણ સીરીયલ ને એક નવો જ વળાંક આપવા માટે કેટલા અગત્યના હોય છે એ વળાંક આવે ત્યાં સુધી આપણને ખ્યાલ પણ ના આવે એવી રીતે મુકેલા છે!!

ક્રાઈમ-ડ્રામા-થ્રીલર ના જોનર વાળી આ સીરીઝમાં હ્યુમરનો એટલો મસ્ત રીતે સંગમ કર્યો છે કે સમજદાર જ સમજી શકે અને એક જીનીયસ જ આવી રીતે હ્યુમર ને આવી સીરીઝમાં આટલા પરફેક્શનથી મોલ્ડ કરી શકે!! અને આ સીરીઝમાં એવા પણ એપીસોડ્સ છે કે જો એમને શોર્ટ મુવી તરીકે પણ કોઈને બતાવીએ દિલ ખુશ કરી જાય!! એમાં એક “ફ્લાય” નામનો એપિસોડ છે કે જેમાં એક માખીને એક જગ્યાએ થી ઉડાડવાની હોય છે અને એજ માખીને બહાર કાઢવા માટે આખો એક કલાકનો આ એપિસોડ જરા પણ બોર કાર્ય વગર ફૂલ એન્ટરટેઈન કરી જાય એવો છે!

હવે બ્રેકીંગ-બેડ ની સ્ટોરી ની વાત કરીએ તો એવું છે કે એક ઓનેસ્ટ અને ખુબ જ સીધા શિક્ષક ને કેન્સર થતા પોતાના પરીવાર માટે પૈસા છોડી જવા માટે થઈને ખાલી એક વાર ડ્રગ્સ વેચવાનો વિચાર કરે છે અને એ વિચાર કઈ રીતે તેમની આખી લાઈફ ચેન્જ કરીને આખા અરીયાના જ નહિ પણ દુનિયાના પણ ઘણા ભાગના ડ્રગ માફિયાઝ ને હચમચાવી મુકે છે તેની પર છે. અને આ સીરીયલ હું સૌથી વધારે એન્જોય એટલા માટે કરી શક્યો કારણ કે મેં આના વિષે કઈ પણ, ક્યાંય પણ, જરાક પણ વાંચ્યું ન હતું…. અને સ્ટોરી અને ઇવન મેઈન કાસ્ટ કોણ છે એનાથી પણ અજાણ્યો હોવાના લીધે જ એકી એક સીનમાં થ્રિલ મળી છે અને સસ્પેન્સ એન્જોય કર્યું છે!

બ્રેકીંગ બેડ ના ક્રીએટર વિન્સ ગીલીગન ને એક ઈન્ટરવ્યૂમાં જયારે પૂછ્યું હતું કે આ શો માટે આઈડિયા ક્યારે અને કઈ રીતે મળ્યો હતો ત્યારે એમને કહ્યું હતું કે તેમને આ ઘણા ટાઈમ પહેલા એક ન્યુઝ પેપર માં હેડ લાઈન વાંચી હતી કે કઈ રીતે કેટલાક શખ્સોએ એક (આર.વી.)કેરેવાનમાં જ મેથામ્ફેટામાઈન(A.K.A. ‘meth’)ની લેબ ઉભી કરી હતી. અને બસ એની પર થી જ તેમને આ શો બનાવવા માટે આઈડિયા આવ્યો હતો. અને આઈડિયા આવ્યો એ પણ એવો જોરદાર કે અત્યારે આ ટીવી શો IMDB ના ટોપ ટીવીશોઝમાં પ્રથમ ક્રમાંક પર છે (એટલીસ્ટ આ લખું છું ત્યાં સુધી તો ખરું જ…)!! અને એ જગ્યાએ એને પહોચાડવા માટે આમ તો વિન્સ એન્ડ ટીમ ની મહેનત તો છે જ પણ દરેકે દરેક એક્ટર્સની પરફેક્ટ એક્ટિંગ પણ જવાબદાર છે!! ખાસ કરીને શો ના બે લીડ એક્ટર્સ!

હવે જો આના વિષે વધારે લખીશ તો કદાચ હું સ્પોઇલર્સ બોલવાનું સ્ટાર્ટ કરવા લાગીશ…. અને એક સિંગલ સ્પોઈલર થી આમ તો મજા બગડે એવું છે નહિ આ શો નું પણ તેમ છતાય બધી મજા ને સુરક્ષિત રહેવા દઈને હવે હું નવસારીની વાત(કે જે આ લખતા લખતા પણ ઘણી વાર અટકી જઈને મેં એ જૂની યાદો માં ડૂબકી લગાવી આવ્યો, એ) શરુ કરવાની છે!! 😀

~~~~> વાત નં. ૨) નવસારી : નવસારીની વાત જરાક એમ છે કે પપ્પાની ટ્રાન્સ’ફરે’બલ જોબના લીધે મને ‘બીજા’ અને ‘ત્રીજા’ ધોરણનો અભ્યાસ નવસારી જેવા એક મસ્ત મજાના સીટીમાં કરવા મળ્યો હતો. આમ જોવા જઈએ તો મને સીટી માં ખાસ તો કઈ એટલું બધું યાદ નથી. જો થોડુક મગજ પર ભાર આપીને યાદ કરવા જાઉં તો મને અજગર જેવી લપસરણી વાળો એક બગીચો યાદ છે, એક ‘બગીચા વાળું’ અને એક ‘ખીચડી મળે એવું’- એમ બે મંદિર યાદ છે, ‘મામાની પેટીસ’ યાદ છે, ‘નંદુ મલાઈનો આઈસ્ક્રીમ’ યાદ છે, મારી સ્કુલ યાદ છે અને ઘર અને આસ પાસ નો થોડોક એરિયા આછો-પાતળો યાદ છે.

પણ આ એ વાતો હતી જે મગજ પર થોડુક(જ) જોર આપું ત્યારે યાદ આવે. પણ એવી વાતો, એવા કિસ્સા, એવી યાદો પણ ઢગલો છે જે વગર જોર આપે રેન્ડમ્લી પણ મારા મગજમાં હરતી, ફરતી અને તરતી રહે છે. એ યાદોમાં પહેલી વાર એકલા દવાની દુકાને જઈને લીધેલી ઉધરસની દવા લીધાનું યાદ છે, પહેલી વાર સ્કુલથી ઘરે એકલા આવ્યાનું યાદ છે, પહેલી વાર કોઈની મદદ લીધા વગર ક્રોસ કરેલો રસ્તો યાદ છે, પહેલી વાર થીએટરમાં જોએલું ઈંગ્લીશ મુવી ‘ટાઈટેનીક’ યાદ છે, અને એકલા એકલા મહોલ્લામાં જાતે જ બનાવેલી ગેમ્સ રમ્યાનું યાદ છે. એ સિવાય મને પહેલી વાર સાઈકલ ચલાવ્યાનું અને મારી પહેલી સાઈકલ લીધાનું યાદ છે, પહેલી વાર જાતે પતંગને ચગાવ્યાનું યાદ છે, અને સ્કુલની ઢગલો વાતો યાદ છે. સ્કુલની એ વાતોમાં મને સર જે.જે. સ્કુલનું રોજ-રોજનું પ્રાર્થના કર્યા પછી એક સમાચાર અને એક સુવાક્ય સાંભળ્યાનું યાદ છે, ત્યાં બનાવેલા મિત્રો મહાવીર, દીપ, રોનક, નીલ, સની યાદ છે અને છોકરીઓની સંખ્યા ક્લાસમાં વધારે હોવાના કારણે એક બેંચ પર ચાર છોકરીઓની વચ્ચે જે રીતે એક છોકરાને બેસાડતા હતા એ તો ભૂલાય એવું જ નથી!! 😀

નવસારીમાં દરેક મિત્રના ઘરે કરેલી મસ્તી અત્યારે પણ આંખ બંધ કર્યા વગર પણ મગજમાં સ્ટ્રીમ થતી દેખાય છે. સ્કુલના આણંદ મેળામાં સ્ટુડન્ટસના જ ઘરે બનાવેલી વાનગીઓ બે-ચાર રૂપિયા આપીને ખાધેલું યાદ આવે ત્યારે એ ટેસ્ટ પણ જીભ પર જાણે આવી આવી ને જતો રહેતો હોય એવું લાગે છે. પણ હવે આ બધું અચાનક યાદ કેમ આવ્યું એવો જો ક્વેશ્ચન મગજમાં થતો હોય તો એનું રીઝન એ છે કે ૧૯૯૯માં છુટા પડ્યા પછી ૨૦૦૮માં ઓરકુટની મદદથી મહાવીર અને દીપ જોડે ફરી થી કોન્ટેક્ટ થયો, જે પછી ફેસબુક અને વોટ્સએપ પર કોમ્યુનીકેશન ચાલુ જ રહ્યું. અને ૧૦ દિવસ પહેલા દીપે ફેસબુક પર એક ફોટોમાં ટેગ કર્યો અને એ ફોટો હતો બીજા ધોરણનો ક્લાસ ગ્રુપ ફોટો! પછી તો યાદો તાજી ના થાય તો નવાઈ!!ગ્રુપ ફોટો- ધોરણ ૨

હવે તો પરમ દિવસ ની વાત કરીએ તો એ દિવસે હું હતો ગાંધીનગરમાં, દીપ હતો કોપરગાવ(મહારાષ્ટ્ર) અને મહાવીર હતો નવસારી… ૩ જુદી જુદી જગ્યા થી અમે વોટ્સએપ પર ના અમારા ગ્રુપ પર વાતો કરતા હતા, વાતો ચાલુ જ હતી અને મારા ઘર ના દરવાજે કોઈ આવતા અચાનક મારી નજર ગઈ એન્ડ આઈ વોઝ સરપ્રાઈઝ્ડ!! એક પ્રી-પ્લાન્ડ સરપ્રાઈઝનો મહાવીર અને દીપનો આઈડિયા ૧૦૦% સકસેસફૂલ રહ્યો હતો!!! મારા દરવાજે આવી ગયા અને મને છેક સુધી જરા પણ ડાઉટ ન થવા દીધો!!!

અને એ સરપ્રાઈઝ મારા અત્યાર સુધી ના બધા જ બર્થડેમાંની સૌથી મોટી સરપ્રાઈઝ બનીને રહી ગઈ!!! બર્થ ડે ના આગળના દિવસે આવીને મારી ખુશીમાં જે વધારો કર્યો છે એ માપી શકાય એવો નથી જ…..!!! ૧૪-૧૫ વર્ષ પછી જો ૩ ફ્રેન્ડસ મળે એટલે શું કર્યું શું ન કર્યું એ ડિસ્ક્રાઇબ કરવું મારા માટે તો ઈમ્પોસિબલ છે ભાઈ! આમ તો આજે જ સવારે એ લોકો ફરીથી નવસારી જવા નીકળી પણ ગયા, પણ અમે ગમ્મે તેટલું પણ સાથે રહ્યા હોત તો પણ એ સમય ઓછો જ પડ્યો હોત….! હવે ડીસ્ક્રાઇબ કરવું અઘરું છે તો ફોટોથી જ ચલાવી લો….

281785_138451206243840_5473060_n

IMG_0188 IMG_0173 IMG_0109theend031_0

કૌંસ માં :~
{[(
“સબસ્ક્રાઇબનું ઓપોઝીટ ડીસ્ક્રાઇબ ન થાય….”(આ તો થયું કહી દઉં… 😉 )
)]}

Advertisements

11 thoughts on “2 in 1 – “બ્રેકીંગ બેડ” અને “નવસારી”!!

  1. – તમને ગમેલો બ્રેકીંગ બેડ શો જોવો પડશે, કેમ કે આ રિવ્યુ વાંચીને મને પણ તે શો જોવાની ઇચ્છા થઈ ગઈ છે.
    – નાનપણની વાતો ખુબ જ હોય છે. અને તેમાં પણ ઘણા સમય પહેલાના મિત્રો સાથે વાત કરવા મળી જાય, થોડોક સમય ગાળીએ ત્યારે તેની મજા જ કઇંક અલગ હોય છે.

    • એ શો મેં પણ મિત્રના રિવ્યુઝ સાંભળી ને જ જોવાનો શરુ કર્યો હતો, અને શરુ કાર્ય પછી અટકવું લગભગ અશક્ય જ હતું… 😀

      અને મેં ખરખર તો વિચાર્યું જ ન હતું કે આટલા વર્ષો પછી મળ્યા પછી અમે ફરીથી એવી જ મસ્તી થી વાતો કરી શકીશું!! ખરેખર એ મજા કઈ અલગ જ હતી… 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s