રાત એક, ગીત અનેક…♪ ♫

દુનિયાદારીની છોડો થોડો ટાઈમ રીક્ઝીક,
નવી પોસ્ટ આવી ગઈ છે લઈને મસ્તીન મ્યુઝીક! 😀

જો ઉપરની લાઈન વાંચી ને આખી પોસ્ટ વાંચવાનું માંડી વાળવાનું નક્કી કર્યું હોય તો થોભો!! એ હથોડો ખાલી આજ કાલના બોલીવુડ મુવીઝના રીવાજને (અપ)માન આપીને જ મુકવામાં આવ્યો છે. બાકી પોસ્ટમાં તો આજે મ્યુઝીકની જ વાતો છે, અને એ પણ નાઈટ સ્પેશ્યલ સોન્ગ્સ!

પહેલા જો મારી વાત કરું તો જ્યારે પણ મારો દિવસ ખરાબ જાય ત્યારે બધું(ખાસ કરીને મૂડ, કેમ કે બધું એની પર જ ડીપેન્ડ કરે છે) સરખું રાત્રે ગેરંટી સાથે થઇ જ જાય. અને એ ગેરંટી મને રાત, રાતનું આકાશ, ચાંદો, તારાઓ અને નાઈટ સ્પેશ્યલ સોન્ગ્સ આપે છે. મેં આ બ્લોગ લખવાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં નક્કી નહોતું કર્યું કે હું ફક્ત ગુજરાતીમાં જ લખીશ. એ વખતે આ બ્લોગનું નામ પણ ‘અનડીફાઈન્ડ હું’ નહિ, પણ ‘Undefined Me’ હતું. અને એ વખતે, મતલબ કે બ્લોગ ની શરૂઆતમાં જ આ બ્લોગની સેકંડ પોસ્ટમાં મેં મારા અને નાઈટ-સ્કાયના સંબંધ વિષે ઈંગ્લીશમાં લખ્યું હતું.

એ બ્લોગમાં મેં બ્રુનો માર્સના એક સોંગ ની વાત કરી હતી, અને એ સોંગ આજે આ પોસ્ટમાં પણ મારું પહેલું રેકમેન્ડેશન છે!

Talking To The Moon :~ (Bruno Mars)

એટ નાઈટ વ્હેન ધ સ્ટાર્સ લાઈટ અપ માય રૂમ, આઈ સીટ બાય માય સેલ્ફ, ટોકિંગ ટુ ધ મુન!
આ સોંગ એમનેમ તો સાંભળવાની મજા આવે એવું છે જ છે! પણ અસલી મજા ત્યારે આવે જયારે (પૂનમનો) ચાંદો આકાશમાં મસ્ત નજરે પડતો હોય, તમે એકલા હોવ, કોઈક ને યાદ કરતા હોવ (ઓબ્વ્યલસી કોઈ ગમતા ને જ!!) અને એક ચાંદો જ તમને એમનાથી કનેક્ટ કરતો હોય! તમે એ ચાંદા જોડે વાત કરતા હોવ, એવી આશાએ કે એ પણ સામે ચાંદા થકી જ તમારી સાથે વાત કરે છે!
હવે આ સોંગ વિષે વધારે નથી લખવું, તમે જાતે જ ફિલ કરો, સમજી જ જશો! 😉 🙂

હવે જમ્પ મારીને થોડા હિન્દી સોન્ગ્સ પર આવીએ તો ગણ્યા ગણાય નહિ સુણ્યા સુણાય નહિ એટલા ઢગલા-બંધ સોન્ગ્સ મળી રહેશે!! પણ એમાંથી મારા પર્સનલ ફેવરીટ સોન્ગ્સની જો વાત કરું તો એમાં પણ કયું મારું મોસ્ટ ફેવરીટ છે એ કહેવું અઘરું થઇ પડે. અને એટલે જ હું જયારે પણ મારું નાઈટ સ્પેશ્યલ પ્લેય-લીસ્ટ વગાડતો હોઉં ત્યારે શફલીંગ પર જ રાખું છું. તો એ જ રીતે માઈન્ડમાં એ સોન્ગ્સ શફલ કરતા પહેલું મારા મગજમાં જે ગીત વાગ્યું એ છે,
Saawali Si Raat :~ (Arijit Singh)

નીંદ જબ હો લાપતા, ઉદાસીયા ઝરા હટા, એન્ડ જસ્ટ લિસન ટુ ધીસ સોંગ!
કેમ કે માઈન્ડનું બધું ટેન્શન દુર થઇ જાય આવું સોંગ સમાંભાડી ને તો કોઈનું પણ!! એન્ડ અગેઇન, ઇફ યુ આર ઇન લવ, તો આ બધા રાત વાળા સોન્ગ્સ તો તમે એકલા હોવ(એટલે કે સ્પેશ્યલ સમવનથી દુર) ત્યારે તમારા માટે બ્લેસીન્ગ્સ તરીકે જ કામ કરશે!! 😉 🙂  મ્યુઝીક તો આ સોંગ નું મેજિકલ છે જ, પણ જો સોંગના શબ્દોમાં ખોવાઈ જશો તો એક બીજી જ દુનિયામાં આ સોંગ તમને લઇ જશે!

હવે જો હિન્દી સોન્ગ્સની વાત થતી હોય, એ પણ આવા મસ્ત મજા ના રાત અને ચાંદા ના સોન્ગ્સની તો એ આર રહેમાન નું પેલું મસ્ત મજાનું ‘સપને’ મુવી નું સોંગ ભૂલાય જ કઈ રીતે?!!
Chanda Re Chanda Re :~ (Hariharan, Sadhana Sargam) 

આ મુવી વિષે વાંચવા કરતા ખાલી એક વાર સમાંભાડી લેશો તો વધારે મજા આવશે એવું જ મારું માનવું છે! (ઇવન હું પણ આ લખતા લખતા એ સોંગ સાંભળવા બેસી ગયો છું અત્યારે :D).

હવે જો આ લીસ્ટમાં આવનારું નેક્સ્ટ સોંગ જો મને એડ કરવાનું યાદ ના આવ્યું હોત તો યુવરાજભાઈ મને મારવા આવે એ પહેલા મેં જ મને બે-ચાર વાર લાકડી થી ને લાકડી થી મારી લીધું હોત!!
નાનો હતો ત્યાર થી લઈને અત્યાર સુધી મારા સોન્ગ્સની પસંદગીમાં કદાચ ફરક ઘણો પડ્યો હશે પણ એક સોંગ હમેશા આ લીસ્ટ માં રહ્યું જ છે અને એ હમેશા રહેશે પણ ખરું. અને એ સોંગ બીજું કોઈ નહિ પણ મારા ફેવરીટ મુવી સ્ટાર રાજ કપૂર ના મુવી નું સોંગ છે,

Ye Raat Bhigi Bhigi :~ (Manna Dey, Lata Mangeshkar)

હું નાનો હતો ત્યારે મને આ સોંગ એટલા માટે બહુ ગમતું હતું કેમ કે એ રાજ કપૂર નું સોંગ હતું અને મને રાજ કપૂર માટે ગવાયેલા  બધા જ સોન્ગ્સ બહુ ગમતા હતા અને હજુ પણ એટલા જ ગમે છે, બસ રીઝન થોડું બદલાયું છે. એ સોંગ પછી થી મને એટલા માટે ગમતું થયું કેમ કે મને સિંગર્સ ના અવાજ સાથે પ્રેમ થઇ ગયો, અને પછી એટલા માટે ફેવરીટ સોન્ગ્સ ના લીસ્ટમાં રહ્યું કેમ કે હું એના શબ્દો સમજતો થયો હતો! અને હવે તો એ બધું ભેગું થયું છે તો વાત જ શું કરવાની! 😀

હવે એક સોંગ એવું છે કે જેના વિષે લખવા માટે હું આ પોસ્ટ લખવા બેઠો એ પહેલાથી લખવાનું નક્કી કર્યું હતું (અને બાકીના સોન્ગ્સ મેં આ લખતા લખતા જ યાદ આવે એમ એમ એડ કર્યા છે)! આ સોંગ નું એવું છે કે એ સોંગ જયારે મેં પહેલી વાર સાંભળ્યું ત્યારે મને એટલું ગમ્યું નહોતું કેમ કે એ સોંગ એવા મુવી નું હતું જે મારા દીદી બહુ જોતા હતા અને મને એ મુવી સમજમાં આવતું નહોતું અને એટલે જ એ મુવીના સોન્ગ્સ પણ એટલા ગમતા નહોતા.(યુ નો, દુશ્મન કા દોસ્ત દુશ્મન જેવું 😉 :P)
આ સોંગ એક એવું સોંગ છે કે જેમાં એક સેડનેસ છે, દર્દ છે છતાં પણ પ્રેમ છે. આ સોંગ માં ચાંદ શબ્દ તો છે, છતાં પણ ચાંદની ગેરહાજરી છે, રાત હોવા છતાં પણ! કેમ કે આ સોંગ નું ટાઈટલ જ એવું છે!

Raat humari to, chand ki saheli hai, kitne dino ke baad aayi ye akeli hai :~ (Chitra, Swanand)

આ સોંગ મેં જયારે પણ સાંભળ્યું છે, રીપીટ મોડ પર જ સાંભળ્યું છે. અત્યારે આ લખતા લખતા હાલ ત્રીજી વખત વાગે છે! જેટલું અંધારું વધારે હશે, એટલું આ સોંગ વધારે ફિલ થશે. જેટલું વધારે સાંભળશો એટલું આ સોંગ વધારે ને વધારે ગમતું જશે. મેં આ મુવી હજુ પણ નથી જોયું, અને એટલે જ સોંગ ને હું મુવી ના કોઈ સીન સાથે રીલેટ નથી કરી શકતો, અને ડાયરેક્ટ મારી લાઈફ સાથે રીલેટ કરું છું. કદાચ એ રીઝન પણ હોઈ શકે કે આ સોંગ એક રીતે જોવા જઈએ તો મારા આ લીસ્ટમાં થોડુક ઉપર આવે છે! ચાંદા સાથે જયારે પણ વાત કરવાનો મારો મૂડ ના હોય ત્યારે અંધારા સાથે વાત કરવામાં આ સોંગ જ હેલ્પ કરે એવું છે!

હવે એક પણ શબ્દ વગરનો એવો આ ‘લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ’ ટ્રેક છે બિથોવનના અમેઝિંગ એવા વર્કમાનું એક એવું,

Moonlight Sonata :~ (Beethoven)

અને આ પણ એક એવો ટ્રેક છે જે હું ઘણી વાર રીપીટ મોડ પર સાંભળતો હોઉં છું. જયારે મને શબ્દ સાથે બહુ માથાકૂટ નથી કરવી હોતી અને બસ પ્યોર મ્યુઝીકમાં જ ખોવાઈ જવું હોય છે, ત્યારે ત્યારે આ જ એક ટ્રેક છે જે મારા માઈન્ડમાં પહેલો આવે છે!

હવે જો તમારું પણ આવું કોઈ લીસ્ટ હોય અને તમને લાગતું હોય કે એ પણ રાત્રે સાંભળવા માટે ‘મસ્ટ’ હોય, તો કમેન્ટ બોક્સમાં તેનું નામ લખીને અથવા તો ડાયરેક્ટ લીંક મૂકીને મારા અને બીજાના  નાઈટ સ્પેશ્યલ પ્લેલીસ્ટ ને સ્ટ્રોંગ બનાવવામાં હેલ્પ કરી શકો છે!

ચાલો ત્યારે, ફરી થી આવું બીજું લીસ્ટ લઈને ફરીથી સોન્ગ્સ સંભળાવતો રહીશ, તમે પણ મ્યુઝીક-મસ્તી માણતા રહો!
Have A Musical Night! 🙂 ♪ ♫

Advertisements

8 thoughts on “રાત એક, ગીત અનેક…♪ ♫

  1. સાવલી સી રાત અદભુત આંખો બંધ કરીને વિચારોના વમળોને સ્વીચ ઓફ કરીને સાંભળવા જેવુ ગીત… સુપર્બ પોસ્ટ મજા આવી. એક બે નવા ગીતો સાંભળવાની પણ…!

  2. અરિજીત સિંઘ , પોપોન અને હમણાં હમણાં આવેલ કેટલાય નવા ગાયકો કૈક અદભુત અને પોતાનું કૈક ઓરીજીનલ જ ગાય છે કે સાંભળીને મજા જ પડી જાય . . .

    આ બંને ઇંગ્લીશ સોંગ્સ મારા માટે તો અજાણ્યા છે , પણ હવે લિસન-લિસ્ટ’માં ઉમેરાયા છે . . .

    અને , યે રાત ભીગી ભીગી , તો મારું ગાભા કાઢી નાખે તેવું ફેવરીટ છે ! ( મન્ના ડે’એ ભલભલાના ‘ ડે ‘ સુધારી નાખ્યા છે 🙂 )

    • યેસ, મ્યુઝીકને એકલું તો નહિ જ પાડવા દે નવા સિંગર્સ!
      ઘણા લોકો સાંભળ્યા વગર જ નવા એટલે ખરાબ જ હોય એમ માની ને જુનું ને જુનું પકડી રાખતા હોય છે! પણ નવું જુનું બધું સાંભળવાની તો મજા આવે એવું જ હોય છે!
      અને મન્ના ડે વાળી વાત તમારી ૧૦૦% સાચી! 😀

  3. ક્યા બ્બાત હૈ ! મસ્ત ગીતો ! ઘણી જગ્યા એ ચોઈસ મળતી આવે છે જેમકે “ચંદા રે ” હું પણ એક સમયમાં મારા વોક્મેનમાં ખુબ સાંભળતો … અને અફકોર્સ ” યે રાત ભીગી ભીગી … ” ! રાજ કપૂર ના આ ગીત સાથે મારું સ્મરણ થયું તમને … આનંદ થયો ! અને રાજ કપૂર તમારો પણ પ્રિય છે ! પહેલા કેમ ન જણાવ્યું ? અરે હા , હું મારી ચોઈસના હથોડા ન મારું એટલે જ ને ? પણ હવે તો બચવું મુશ્કેલ ! અહી રાજ કપૂરની છલિયા ફિલ્મ ના ઓછા જાણીતા પણ ખુબ મીઠડા બે ગીતો મુકું છું …. તમને ગમશે જ એવી ખાતરી સાથે …

    • બંને સોંગ સાંભળ્યા અને ગમ્યા પણ ખરા….
      પણ હું વગાડતો હતો એ વખતે મમ્મી સાંભળતા સાંભળતા આવ્યા અને કહ્યું કે જયારે નાના હતા ત્યારે રેડિયો પર સાંભળ્યું હતું એ પછી તેમણે આ સોંગ છેક અત્યારે સાંભળ્યું!!
      તો મમ્મી તરફ થી તમને થેંક યુ સો મચ!! 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s