લો….નવું ઉમેર્યું….કાર્ટુન જેવું….

ક્યારનુંય કઈક લખવું તો હતું જ, પણ કઈ સુઝે તો લખે ને (ધ સેમ ઓલ્ડ પ્રોબ્લેમ (એક્સક્યુઝ) યુ નો!!!)!! પણ આ વર્ડપ્રેસ વાળા કહેતા હતા કે “નવું ઉમેરો” એટલે ઉમેર્યું…અને પાછું આજે સવારે જ ફ્રેન્ડ રોનક જોડે વાત થઇ ત્યારે “અલાદીન(1992)” મુવી ની વાત નીકળી હતી, અને મને પણ એ મુવી ફરીથી જોવાની ઈચ્છા થઇ ગઈ. અને આજે જ જોઈ પણ લીધું.—-equation(1)
એ સિવાય આજે ઘણા દિવસ પછી વોટ્સએપ પર પ્રોફાઈલ પિક્ચર ચેન્જ કરવાનું સુઝ્યું ત્યારે બીજું કઈ ન મળતા મેં બહુ ટાઈમ પહેલા ડ્રો કરેલું એક કાર્ટુન(Dexter’s laboratory) ડિસ્પ્લે-પીક તરીકે મુકવામાં આવ્યું અને એ જોઇને એક ફ્રેન્ડ’એ મને તે કાર્ટુનના મેઈન કેરેક્ટરનાં નામ વાળા જ ટીવી-શો(કે જેના વિષે મેં પહેલા પણ આ બ્લોગ પર લગભગ ૨ વાર તો લખ્યું જ છે….) અને આ કાર્ટુનના આઈડીયાઝ ભેગા કરીને બનાવેલું એક મસ્ત મજાનું બીજું એક કાર્ટુન(ફોટોશોપ-આર્ટ) સેન્ડ કર્યું.—-equation(2)

284327_134427219979572_2783899_n

મારું દોરેલું 😉

ફ્રેન્ડનું મોકલેલું….

અને equation(1) અને equation(2) ના સરવાળા પછી તો બધા ઘણા એવા જુના જુના કાર્ટુન્સ યાદ આવી ગયા….
એ બધા કાર્ટુન્સની જો વાત કરું અને જો રેન્ક આપું (યેસ, ફરી પાછું રેન્કિંગ :D), તો બહુ એટલે બહુ જ મોડું થઇ જશે….. અને આજે વહેલા ઊંઘી જવાની ઈચ્છા છે…. 😛
તો એજ કારણો થી ટીવી-શો વિષેની પોસ્ટ્સ માં હવેથી કાર્ટુન્સ ને પણ એડ કરવામાં આવશે! 😀 (આના વિષે ‘ઓલ ધ બેસ્ટ’ વગેરે કહેવાની છૂટ છે….. 😛 ;))

પણ એવું તો ન જ વિચારતા કે પોસ્ટ પતી ગઈ…… હજુ આગળની થોડીક વાત બાકી રહી ગઈ છે…..
કેમ કે મને ડેક્સ્ટર ની યાદ આવી ગઈ—ટીવી-શો વાળા સીરીયલ કિલરની……
એમાં થયું એવું કે એ સીરીયલ તો પતી ગઈ ક્યારની…..અને મેં વિચાર્યું હતું કે એ સીરીયલ નો એન્ડ આવશે એજ દિવસે એની પર બહુ મસ્ત પોસ્ટ લખવામાં આવશે. પણ એની માટે એન્ડ પણ મસ્ત આવવો જરૂરી હતો ને!! જે થયું નહિ. 😦
મેં જયારે આ પોસ્ટ વિષે પહેલા લખ્યું હતું ત્યારે હું એવી અસમંજસમાં હતો કે આને પહેલો રેન્ક આપવો કે ગેમ ઓફ થ્રોન્સ ને…. પણ જયારે છેલ્લો એપિસોડ જોયો ત્યારે જ આ સીરીયલ (જો છેલ્લા એપિસોડ ને ગણીને એવરેજ કાઢવામાં આવે તો) ટોપ 5 થી પણ નીચે જતી રહે છે. તો જો હજુ પણ તમે આ સીરીયલ જોવાની સ્ટાર્ટ ન કરી હોય અને જોવાનું વિચારતા હો તો જોજો જરૂર, પણ ૮ સીઝન ની જગ્યાએ ખાલી ૪ સીઝન જ જોજો અને ૪થી સીઝનના એન્ડ ને આ ટીવી-શો નો એન્ડ ગણી લેજો. પછી જો આગળ જોતા જોતા તમે છેલ્લી સીઝન ના છેલ્લા એપિસોડ પર પહોંચી જાઓ અને તમને કઈ થઇ જાય તો ભાઈ મારો વાંક નહિ કાઢતા….!

પણ આજે જયારે ડેક્સ્ટર વિષે થોડું વધારે ગુગલ કર્યું તો બંને ડેક્સ્ટર ના કોમ્બીનેશન વાળા ઘણા બધા ફોટોઝ્ મળ્યા…. તો થોડા ઘણા અહિયાં પણ share કરી દઉં…

પણ પોસ્ટ હજુ પણ પતી નથી જ…… 😀
છેલ્લે આમ તો વાત બહુ ખાસ નથી પણ ખાલી અલાદીન મુવી ફરી જોયું તો એના રીલેટેડ જ એક વાત છે. અરે, એક નહિ બે…. પહેલી વાત કે આ મુવી બહુ ટાઈમ પછી જોયું, અને બહુ જ મજા થી માણ્યું! અને એ સાથે મને અલાદીન ની એક ગેમ જે હું રમતો હતો એ પણ યાદ આવી ગઈ. અત્યારે એ ગેમ મને ક્યાંય મળતી નથી, પણ શોધવાની હું ચાલુ જ રાખીશ.
અને બીજી વાત એ કે મેં સ્કુલમાં એક વાર એ મુવી નો એક સીન ડ્રો કર્યો હતો…. તો બસ એ જ share કરું છું, અને એ સાથે જ તમને બાય બાય ….. 🙂 🙂

સ્કુલમાં દોરેલું.... :P

સ્કુલમાં દોરેલું…. 😛

(ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ ……છૂટી ગયા…..) 😉 😀

Advertisements

મદદગાર વાંદરાઓ હોય કેવા? o.O

આ નીચે વર્ડપ્રેસ વાળાઓએ આવું લખીને આપ્યું છે, એ હેલ્પર મન્કીઝ છે શું? કોઈને ખ્યાલ છે?
ખ્યાલ ન હોય તો વાંધો નહિ…. લખ્યા કરે! 😉 😛
બાય ધ વે, થેંક યુ સો મચ ફોર નોટ જસ્ટ રીડીંગ, પણ કમેન્ટ્સથી લખવાનો ઉત્સાહ વધારવા માટે!!
ભલે નવું વર્ષ બેસતાની સાથે કિસ્મત ન બદલાઈ જતી હોય, પણ એક નવું વર્ષ શરુ થયું તે સાથે નવા સપનાઓ જોવા અને એ સપનાઓની પાછળ પાડીને પુરા કરવા તો આપણા જ હાથમાં છે ને!

Happy New Year To You And Your Loved Ones!!
Happy Blogging, Happy Reading!

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

A New York City subway train holds 1,200 people. This blog was viewed about 6,200 times in 2013. If it were a NYC subway train, it would take about 5 trips to carry that many people.

Click here to see the complete report.