લો….નવું ઉમેર્યું….કાર્ટુન જેવું….

ક્યારનુંય કઈક લખવું તો હતું જ, પણ કઈ સુઝે તો લખે ને (ધ સેમ ઓલ્ડ પ્રોબ્લેમ (એક્સક્યુઝ) યુ નો!!!)!! પણ આ વર્ડપ્રેસ વાળા કહેતા હતા કે “નવું ઉમેરો” એટલે ઉમેર્યું…અને પાછું આજે સવારે જ ફ્રેન્ડ રોનક જોડે વાત થઇ ત્યારે “અલાદીન(1992)” મુવી ની વાત નીકળી હતી, અને મને પણ એ મુવી ફરીથી જોવાની ઈચ્છા થઇ ગઈ. અને આજે જ જોઈ પણ લીધું.—-equation(1)
એ સિવાય આજે ઘણા દિવસ પછી વોટ્સએપ પર પ્રોફાઈલ પિક્ચર ચેન્જ કરવાનું સુઝ્યું ત્યારે બીજું કઈ ન મળતા મેં બહુ ટાઈમ પહેલા ડ્રો કરેલું એક કાર્ટુન(Dexter’s laboratory) ડિસ્પ્લે-પીક તરીકે મુકવામાં આવ્યું અને એ જોઇને એક ફ્રેન્ડ’એ મને તે કાર્ટુનના મેઈન કેરેક્ટરનાં નામ વાળા જ ટીવી-શો(કે જેના વિષે મેં પહેલા પણ આ બ્લોગ પર લગભગ ૨ વાર તો લખ્યું જ છે….) અને આ કાર્ટુનના આઈડીયાઝ ભેગા કરીને બનાવેલું એક મસ્ત મજાનું બીજું એક કાર્ટુન(ફોટોશોપ-આર્ટ) સેન્ડ કર્યું.—-equation(2)

284327_134427219979572_2783899_n

મારું દોરેલું 😉

ફ્રેન્ડનું મોકલેલું….

અને equation(1) અને equation(2) ના સરવાળા પછી તો બધા ઘણા એવા જુના જુના કાર્ટુન્સ યાદ આવી ગયા….
એ બધા કાર્ટુન્સની જો વાત કરું અને જો રેન્ક આપું (યેસ, ફરી પાછું રેન્કિંગ :D), તો બહુ એટલે બહુ જ મોડું થઇ જશે….. અને આજે વહેલા ઊંઘી જવાની ઈચ્છા છે…. 😛
તો એજ કારણો થી ટીવી-શો વિષેની પોસ્ટ્સ માં હવેથી કાર્ટુન્સ ને પણ એડ કરવામાં આવશે! 😀 (આના વિષે ‘ઓલ ધ બેસ્ટ’ વગેરે કહેવાની છૂટ છે….. 😛 ;))

પણ એવું તો ન જ વિચારતા કે પોસ્ટ પતી ગઈ…… હજુ આગળની થોડીક વાત બાકી રહી ગઈ છે…..
કેમ કે મને ડેક્સ્ટર ની યાદ આવી ગઈ—ટીવી-શો વાળા સીરીયલ કિલરની……
એમાં થયું એવું કે એ સીરીયલ તો પતી ગઈ ક્યારની…..અને મેં વિચાર્યું હતું કે એ સીરીયલ નો એન્ડ આવશે એજ દિવસે એની પર બહુ મસ્ત પોસ્ટ લખવામાં આવશે. પણ એની માટે એન્ડ પણ મસ્ત આવવો જરૂરી હતો ને!! જે થયું નહિ. 😦
મેં જયારે આ પોસ્ટ વિષે પહેલા લખ્યું હતું ત્યારે હું એવી અસમંજસમાં હતો કે આને પહેલો રેન્ક આપવો કે ગેમ ઓફ થ્રોન્સ ને…. પણ જયારે છેલ્લો એપિસોડ જોયો ત્યારે જ આ સીરીયલ (જો છેલ્લા એપિસોડ ને ગણીને એવરેજ કાઢવામાં આવે તો) ટોપ 5 થી પણ નીચે જતી રહે છે. તો જો હજુ પણ તમે આ સીરીયલ જોવાની સ્ટાર્ટ ન કરી હોય અને જોવાનું વિચારતા હો તો જોજો જરૂર, પણ ૮ સીઝન ની જગ્યાએ ખાલી ૪ સીઝન જ જોજો અને ૪થી સીઝનના એન્ડ ને આ ટીવી-શો નો એન્ડ ગણી લેજો. પછી જો આગળ જોતા જોતા તમે છેલ્લી સીઝન ના છેલ્લા એપિસોડ પર પહોંચી જાઓ અને તમને કઈ થઇ જાય તો ભાઈ મારો વાંક નહિ કાઢતા….!

પણ આજે જયારે ડેક્સ્ટર વિષે થોડું વધારે ગુગલ કર્યું તો બંને ડેક્સ્ટર ના કોમ્બીનેશન વાળા ઘણા બધા ફોટોઝ્ મળ્યા…. તો થોડા ઘણા અહિયાં પણ share કરી દઉં…

પણ પોસ્ટ હજુ પણ પતી નથી જ…… 😀
છેલ્લે આમ તો વાત બહુ ખાસ નથી પણ ખાલી અલાદીન મુવી ફરી જોયું તો એના રીલેટેડ જ એક વાત છે. અરે, એક નહિ બે…. પહેલી વાત કે આ મુવી બહુ ટાઈમ પછી જોયું, અને બહુ જ મજા થી માણ્યું! અને એ સાથે મને અલાદીન ની એક ગેમ જે હું રમતો હતો એ પણ યાદ આવી ગઈ. અત્યારે એ ગેમ મને ક્યાંય મળતી નથી, પણ શોધવાની હું ચાલુ જ રાખીશ.
અને બીજી વાત એ કે મેં સ્કુલમાં એક વાર એ મુવી નો એક સીન ડ્રો કર્યો હતો…. તો બસ એ જ share કરું છું, અને એ સાથે જ તમને બાય બાય ….. 🙂 🙂

સ્કુલમાં દોરેલું.... :P

સ્કુલમાં દોરેલું…. 😛

(ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ ……છૂટી ગયા…..) 😉 😀

Advertisements

9 thoughts on “લો….નવું ઉમેર્યું….કાર્ટુન જેવું….

 1. અરે હું પણ પહેલા ઘણા ચિત્રો દોરતો . . . ખાસ કરીને તમારી જેમ જ ‘ કાર્ટુન્સ’નાં ‘ . . . અલ્લાદીન એક ટીવી સીરીઝ તરીકે ખુબ જ જોવાયેલી અને માણેલી યાદ છે [ યાગો 🙂 ]

  . . . આપની રીક્મેન્ડેશન પર ડેકસ્ટર જરૂરથી જોવાશે [ કાપકૂપ કરીને ! ] [ મારા અન્ય ફોલોવિંગ’માં પણ મેં આ સીરીઝ અને બ્રેકીંગ બેડ’ના એન્ડીંગ વિષે ઘણો બળાપો સાંભળ્યો હતો . . . ]

  કાર્ટુન નેટવર્ક પર એક સમયે ડેકસ્ટર’સ લેબોરેટરી , પાવર પફ ગર્લ્સ , સ્વેટ કેટ્સ’નો દબદબો હતો . . . !

  • અલાદીન ના તો ઘણા બધા એપીસોડ્સ રીપીટ પર પણ એટલી વાર જોયા હતા કે હજુ પણ યાદ છે! 😀
   અને બ્રેકીંગ બેડ ના એન્ડની વાત તો એવી છે કે એમાં કઈ કરતા કઈ જ છૂટી ગયું હોય એવું નહોતું લાગ્યું!!! It was PERFECT!!

   અને આ બધા જ કાર્ટુન્સ અત્યારે હવે હું ફરીથી ભેગા કરવાનું વિચારું છું, જોવા માટે!! 😀

   અને તમે પણ દોરતા હો તો હવે થી પોસ્ટમાં જી.આઈ.એફ. ની સાથે દોરેલું પણ મુકવાનું રાખજો 😉

   • પહેલી વાત તો એ કે હું ખુબ જ ઓછા ચિત્રો દોરું છું [ કારણ એ જ કે ચિત્રો પસંદ કરવામાં હું ખુબ ચીબાવલો છું અને મને મારું મન’નું માણીગર ચિત્ર મળતા ખુબ જ વાર લાગે છે ! ] માટે બ્લોગ પર મુકવાની વાત તો ભૂલી જવી જ રહી . . .

    બાપ રે , કે દિવસનું એક પણ ચિત્ર નથી દોર્યું !

 2. બહુ મસ્ત ડ્રોઈંગ છે તમારું ! જેનો લાભ અગાઉ અને હાલ ની જેમ હંમેશા આપતા રહેવા વિનંતી .
  અને કાર્ટુન નેટવર્ક તો જે હતું એ આ બધા કાર્ટુનો થકી જ હતું , હવે તો માત્ર “રબીશ” છે . મારા પ્રિય કાર્ટુનો “કેટ ડોગ ” , ડેક્સટર (અતિ પ્રિય ) , જ્હોની બ્રેવો , કરેજ – કાવર્ડ્લી ડોગ (હિન્દી ડબ – શેરદીલ ) અને બીજા કેટલાક … પણ ડેક્સટર ૨૦૦૬ ના વર્ઝનનો તમે જે ઉલ્લેખ કર્યો છે એ વિષે તો જાણ જ ન હતી …

  • ડ્રોઈંગ દોરવાનું તો બહુ જ ઓછું થઇ ગયું છે હવે તો (બ્લોગ પોસ્ટની જેમ જ….) 😦

   અને આ બધા જ કાર્ટુન્સ મેં જોયેલા છે….. (હવે ખબર પડી સ્કુલમાં કેમ માર્ક્સ ઓછા આવતા હતા ) 😉 😛

   અને ૨૦૦૬ નો ડેક્સ્ટર એટલે બીજો કોઈ નહિ પણ ટીવીસીરીઝ વાળો સીરીઅલ કીલર જેના વિશે મેં પહેલા પણ લખ્યું હતું. આ તો કોઈ કલાકારે એનું કાર્ટુન ડ્રો કરેલું છે, જસ્ટ કમ્પેર કરવા 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s