બસ, વાતો થોડી રસ્તાની….હાઈ-વે ની!

મેં એક મેસેજ વાંચ્યો હતો ક્યાંક(sms, whatsapp, ફેસબુક કે ક્યાં એ યાદ નથી…) કે “જયારે હું એવું કહું છું કે મને સ્કુલની બહુ યાદ આવે છે, ત્યારે મને મારા ફ્રેન્ડસ અને તેમની સાથે કરેલી મસ્તી યાદ આવે છે, નહિ કે જે ત્યાં ભણ્યો અને ગણ્યો એ!”
બસ એજ રીતે જો હું કોઈને એવું કહું કે હું મારી કોલેજ બહુ જ મિસ કરું છું, ત્યારે ફ્રેન્ડસને તો મિસ કરું જ છું, પણ એ ફ્રેન્ડસ કરતા પણ વધારે (હા, એમના કરતા પણ વધારે) હું (ભણવાનું તો નહિ જ, પણ) ૪ વર્ષ કરેલું અપ-ડાઉન મિસ કરું છું. પછી એ શરૂઆતના દિવસોમાં બાઈક થી કરેલું અપ-ડાઉન હોય, દોઢ સેમિસ્ટર સુધી કરેલું Vanમાં કરેલું અપડાઉન હોય કે બાકીના વર્ષોમાં છેક કોલેજના છેલ્લા દિવસ સુધી કરેલું અને મારું મોસ્ટ ફેવરીટ એવું બસ-રીક્ષા-છકડા-શટલમાં કરેલું અપડાઉન હોય!

એક જગ્યાએ એવું પણ વાંચ્યું હતું મેં કે બસની વિન્ડો સીટ એક એવી જગ્યા છે જે ભલ-ભલાને ફિલોસોફર બનાવી દે છે. અને એ વાત પણ સો ટકા સાચી છે. અને બીજા બધા માટે હોય કે ન હોય, મારા માટે તો સાચી પડી જ છે. સૌથી અજીબથી લઈને ઘણા સારા કહી શકાય એવા એવા ઘણા વિચારો મને બસ એમ જ બસની વિન્ડો સીટ પર બેસીને બહાર તાક્યા કરતી વખતે આવ્યા છે. કેટલીક વાર મને મ્યુઝીકની જરૂર પડી જતી, તો કેટલીક વખતે બસ ‘બસ’ના ઘોંઘાટ, ‘બસ’માં થતી લોકો ની વાતચીત, રસ્તા ની આજુ બાજુથી આવતા અલગ અલગ અવાજના કોમ્પોઝીશનથી બનતી ટયુન એન્જોય કરતા કરતા જ હું મારા વિચારોમાં ખોવાઈ જતો! (બાય ધ વે, એક મુવી આવ્યું હતું ૨૦૦૭માં “ઓગષ્ટ રશ” નામથી, જેમાં એક છોકરો આવી જ રીતે આજુ બાજુમાં સંભાળતા અવાજમાંથી પોતાના મગજ માંજ ટયુન બનાવીને એન્જોય કરતો હતો. હું એની પાસેથી જ શીખ્યો! 😉 )

ખાલી કોલેજમાં કરેલું અપડાઉન જ નહિ પણ ક્યારેક ફેમીલી સાથે, તો ક્યારેક એકલા કરેલી એવી બીજા સીટી કે સ્ટેટમાં જતી વખતે કરેલી જર્ની પણ મેં ડેસ્ટીનેશન કરતા વધારે એન્જોય કરી છે. અને આવી લાંબી લાંબી મુસાફરી ને બાજુમાં મુકીએ અને જો હજુ થોડા વર્ષો પહેલાની વાત કરું તો મેં સ્કુલ સુધી સાઈકલ લઈને જતો હતો એ ફક્ત એક કિલો-મીટર નો રસ્તો પણ હું રોજે-રોજ એન્જોય કરતો હતો!

હવે આ બધું મને અચાનક યાદ આવવાનું કારણ એ છે કે આજે એક મસ્ત મજાનું મુવી જોયું, “Highway”.

આમ તો ખ્યાલ હતો કે આવું કોઈ મુવી આવ્યું છે, અને એમાં એ. આર. રહેમાનનું મ્યુઝીક છે, પણ સમયનું સેટિંગ ન થવાને લીધે ન તો સોંગ સાંભળ્યું હતું, ન તો મુવીનું ટ્રેઇલર જોયું હતું (આમ તો આ પણ એક્સક્યુઝ જ કહેવાય). અને એ પછી એક દિવસ IMDb પર મુવી ના રેટીન્ગ્સ જોયા અને મને નવી લાગી! કેમ કે મેં આલિયા ભટ્ટ હોય તેવા મુવી સાથે આવા એક્સ્પેકટેશન્સ નહોતા રાખ્યા!! 😛 (અને એ પરથી હું એક વાત એ શીખ્યો કે કોઈ પણ એકટર કે એક્ટ્રેસ ને કે કોઈ પણ કલાકારને તેનું ફક્ત એક કામ જોઇને જજ ન કરવું. અને એક જ શું, ગમે તેટલા કામ જોઇને પણ, કોઈને પણ ‘જજ’ તો ‘ન જ’કરવું!).

આજે દિવસ ના સમયમાં ૩-૪ કલાક જેટલો સમય મળી જતા કોઈ પણ ફ્રેન્ડસને પૂછ્યા કહ્યા વગર જ મમ્મી સાથે ‘હાઈ-વે’ જોવા નીકળી પડ્યો! અને આ સાથે મેં અને મમ્મીએ એકલા જોયેલું આ પહેલું મુવી થયું!! 😀
હવે મુવીની વાત કરીએ તો મુવી સ્ટાર્ટ થતાની સાથે જ મુવીએ એન્જોય કરાવવાનું સ્ટાર્ટ કરી દીધું, મસ્ત મસ્ત એવા રસ્તાના વિડીઓઝ બતાવીને. જુદા જુદા હાઇવે, મસ્ત મસ્ત લોકેશન્સ! અને મને એ બધા scenesએ યાદ કરાવી મારી ખુદની જ! કે જયારે હું આવા કોઈ રસ્તા પર થી નીકળતો હોઉં છું ત્યારે કેમેરા સ્ટાર્ટ કરીને જ બેસી જાઉં છું! અને પછી ઘરે આવી ને એજ વિડીઓઝ જોઇને ફરીથી એ મોમેન્ટ્સ રી-કલેક્ટ કરવાનો ટ્રાય કરું! જેમ મેં કહ્યું આગળ કે હું ડેસ્ટીનેશન કરતા રસ્તો વધારે એન્જોય કરું છું, એજ વાત મુવીમાં આલિયા ભટ્ટ પણ રણદીપ હુડા ને કહે છે. મુવીમાં ઘણા ડાયલોગ્સ એવા છે જે કોઈ એમનેમ બ્લોગ પર લખશે કે તમને કહેશે તો તમને એની અસર એટલી નહિ દેખાય, પણ જો મુવીમાં જોશો તો એ જ ડાયલોગ્સની ડીપનેસ અનુભવશે!
આમ તો મુવી વિષે હું આજે લખવાનો હતો જ નહિ, પણ તો પણ એટલું કહીશ હું કે ચોક્કસ જોવા જેવું મુવી છે ‘હાઈ વે’ જો તમને ફક્ત મગજ મૂકીને જોવા જેવા મુવીઝ જ ગમતા હોય તો. કેમ કે આ મુવી મગજ માંગી લેશે. ઘણી વાતો કહ્યા વગર કહેવાનો પ્રયત્ન કરશે. તમે સાંભળી શકો, સમજી શકો, તો તમારો જ ફાયદો છે. 🙂

અને હા,  મેં આજે મુવીમાં જ બધા ટ્રેકસ પહેલી વાર સાંભળ્યા. જો તમે મુવી ટીવી પર આવે તેની રાહ જોવાના હોવ તો પણ મ્યુઝીક માટે રાહ ન જોતા.
અને તમારે રાહ જોવી ન પડે એ માટે જ બધા જ ટ્રેકસ એક જ જગ્યાએ મને યુ-ટ્યુબ પર મળી ગયા છે એ તમારી સાથે share કરું છું!
સો એન્જોય!! અને ટાઈમ મળે તો ‘હાઈ-વે’ પર લોંગ ડ્રાઈવ માટે જઈ આવો!! 😉 😀 🙂

કૌંસમાં:~
{[(
હમણા હમણાથી લખવાનો અને વાંચવાનો ટાઈમ નથી કાઢી શકાતો અને એનું મને બહુ જ દુખ પણ થાય છે. ટ્રાય પણ કરું છું ઘણો અને ક્યારેક ક્યારેક બધા બ્લોગ્સ પર જઈને વાંચી પણ લઉં છું, પણ પછી કમેન્ટ કરવા અટકું તો બીજું બધું વાંચવાનું રહી જાય…. 😦
તેમ છતાં મેં મને આપેલા પ્રોમિસ પ્રમાણે મહિનાની એટલીસ્ટ એક પોસ્ટ મુકવાની હોવાથી આજે આ પોસ્ટ પણ કરી જ દીધી!! 😀 (અને એ જોયું તમે?! લાસ્ટ પોસ્ટ પણ ૨૬મિ તારીખે જ કરી હતી!! :D)
અને હવે ફરીથી પહેલા ની જેમ જ ઘણી બધી પોસ્ટ્સ લખવા માટે તૈયાર છું, તમે વાંચવા માટે તૈયાર થઇ જાઓ. અને હા, વિન્ડો સીટ પર બેસવાનું ચુકતા નહિ. 😉
અરે એક વાત તો લખવાની રહી જ ગઈ!
એક ફન ફેક્ટ : હાઈ-વે મુવીની પ્રોડક્શન કંપનીનું નામ પણ Window seat films છે!! 🙂 🙂 🙂
)]}

Advertisements

6 thoughts on “બસ, વાતો થોડી રસ્તાની….હાઈ-વે ની!

  1. “અને પછી ઘરે આવી ને એજ વિડીઓઝ જોઇને ફરીથી એ મોમેન્ટ્સ રી-કલેક્ટ કરવાનો ટ્રાય કરું!” … કો ઇન્સીડન્ટલી આજ ના મારા એફ.બી. સ્ટેટસ નો પણ આવો જ કૈક ભાવાર્થ છે .
    અને મારું તો એવું છે કે હું તો રોજે રોજ ની મારી બાઈકની જર્ની સૌથી વધારે એન્જોય કરું છું , એનું કારણ અલગ જ છે – કારણ જાણે એમ છે કે તમે “રસ્તામાં” છો ત્યારે પોતાની મરજી ના રાજા છો … સંપૂર્ણપણે પોતાની અને પોતાના વિચારોની સાથે ! રસ્તાના ઘોંઘાટ માં મનને બેસવા માટે જે ફેવરીટ કોર્નર મળે છે એ ઘરની શાંતિમાં પણ નથી મળતો .
    હાઈવે મને પણ ગમ્યું , પણ ફિલ્મના છેલ્લા અડધા કલ્લાકમાં બધું ફેડ અપ કરી નાખ્યું હોય એવું લાગ્યું. આખરે તો ઈમ્તીઆઝ ખરો ને ! એનું વિઝન મને મોસ્ટલી માફક નથી આવતું .

  2. મારું એમાં થોડું વિચિત્ર છે કે મને એકલા રહેવું ગમે પણ સાથે પાછી કોઈ કંપની પણ જોઈએ 😉

    અને i hate up-down/s [ જિંદગીમાં પણ અને રસ્તામાં પણ ]

    . . . મને પણ રસ્તો / યાત્રા ખુબ ગમે [ નહિ કે ડેસ્ટીનેશન ! ]

    . . . હાઈવે વિષે તો થીયેટર’માં મેળ નહિ પડે એવું લાગે છે [ પછી જોઈએ કે હિંમત થાય છે કે નહિ ! ]

    ઓહ। . . મારે પણ મમ્મી સાથે એક દિવસ મુવી જોવા જવું છે 🙂

  3. વિરાજભાઈ, ફેસબુક થકી સંપર્ક માં છીએ જ…. બ્લોગ ની મુલાકાત આજે લીધી….બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.

    ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.

    ધર્મેશ વ્યાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s