એક ક્વિક લવારો…

કેટલો કેટલો કેટલો એટલે કેટલો બધો ટાઈમ થઇ ગયો કઈ પણ લખ્યે!!!!!
મને આ લખું છું અત્યારે ત્યારે એ પણ યાદ નથી કે મેં છેલ્લે શું લખ્યું હતું!
આ તો અચાનક જ મોબાઈલમાં ડેટ જોઈ અને યાદ આવ્યું કે માર્ચ મહિનાની એક પણ પોસ્ટ નથી કરી અને એમાં પણ આજે ૩૧ માર્ચ છે!!
લાસ્ટ પોસ્ટમાં કદાચ એવું કઈક લખ્યું હતું કે હવે રેગ્યુલર પોસ્ટ કરીશ અને રેગ્યુલર બ્લોગ્સ પણ વાંચીશ. પણ ન તો કઈ લખાયું, ન વંચાયું, ન તો લાસ્ટ પોસ્ટમાં આવેલી કમેન્ટ્સ ને રિસ્પોન્સ અપાયો….

બીઝી છું એવું કહેવાય નહિ, એ તો એક્સક્યુઝ જ કહેવાય. કેમ કે અત્યારે નોવેલ્સ અને બીજી કેટલીક બુક્સ વાંચ્યા વગર કઈ કરતો પણ નથી. હા, મુવીઝ હમણા હમણાથી ઘણા જોયા. અને મોટા ભાગે હિન્દી મુવીઝ જ જોયા છે.
પણ ઘણા ટાઈમ પછી આજે એક ઈંગ્લીશ મુવી સીટી પલ્સમાં જોયું!

“નીડ ફોર સ્પીડ!” (Need For Speed) :
આ મુવી જોવાની ઈચ્છા હતી ૨ કારણોથી.
૧) ગેમ:
એક તો આ ગેમ હું નાનો હતો ત્યારથી રમતો આવ્યો છું અને હજુ પણ ઘણી વાર રમી લઉં છું. અને મારે બસ જોવું હતું કે ગેમ સાથે આ મુવી કઈ રીતે રીલેટેડ છે!

૨) Aaron Paul :
બ્રેકીંગ બેડમાં આ એક્ટરની એક્ટિંગ એવી તો ગમી ગઈ કે જયારે મને ખબર પડી કે આ મુવીમાં લીડ એક્ટર આરોન છે, ત્યારે જ નક્કી કર્યું હતું કે આ મુવી તો જોવા જવાનું જ છે.

અને આ બે કારણોના લીધે આ મુવી જોઈ લીધું આજે, અને એન્જોય પણ કર્યું.
સ્ટોરી પ્રીડીક્ટેબલ તો હતી, પણ સારી હતી. હ્યુમર સારું હતું. એક્ટિંગ સારી હતી. રેસિંગ અને કાર ના સ્ટન્ટ જોવાની મજા આવી ગઈ. અને રોનકે કહ્યું કે આમાં CGI નો યુઝ નહીવત છે! એ જાણ્યા પછી તો ખરેખર લાગ્યું કે મસ્ત હતું!

બસ તો ૩૧ માર્ચની આ નાનકડી અમથી પોસ્ટ અહિયાં જ સમાપ્ત થાય છે. હવે આવતા મહીને મળીશું એવી આશા સાથે કે ફરીથી બધા બ્લોગ્સ વાંચવાના શરુ કરી દઉં અને બ્લોગીંગમાં ફરી રેગ્યુલર થઇ જાઉં!

ત્યાં સુધી મજા કરો!! (પછી તો હું આવુ જ છું માથું ખાવા 😉 )

અને એડવાન્સમાં એપ્રિલ ફૂલ……!! (આ પોસ્ટમાં કઇક ગપ્પું માર્યું છે, શોધી શકો તો કમેન્ટ બોક્સમાં ઠપકારી દેજો 😀 )

તા.ક. આ સ્માઈલીઝ ક્યારે બદલાઈ ગયા?!! 😮

Advertisements

9 thoughts on “એક ક્વિક લવારો…

 1. હવે આવતા મહીને મળીશું એવી આશા સાથે કે ફરીથી બધા બ્લોગ્સ વાંચવાના શરુ કરી દઉં અને બ્લોગીંગમાં ફરી રેગ્યુલર થઇ જાઉં!…………April Fool

 2. વાહ , માર્ચ એન્ડીંગનું પ્રેશર બ્લોગ પોસ્ટને પણ !
  હું પણ હવે બ્લોગીંગ માં તમારા જેટલો જ અનિયમિત છું , એટલે આ મહિનાની પંદર તારીખ નું મુરત કાઢ્યું છે , બ્લોગ ને ડીલીટ કરવાનું . ત્યાં સુધી અમુક કામની પોસ્ટ સંઘરી લેવાનું કામ કરી લેવું છે , પછી તો ના રહેગા બાંસ ને ના બજેગી બાંસુરી .

  • 😮 ડીલીટ!!?!?!?!?!?!? 😮 😮 😮 😮 😮 😮

   કેમ ભાઈ? ડીલીટ કરો એ ના ચાલે? એ બધી પોસ્ટ્સ તો મેં બુકમાર્ક કરી રાખી છે! અને ઘણી પોસ્ટ્સ તો મેં ૩-૩ વાર કે એનાથી વધારે વાર વાંચી છે!
   અચાનક કેમ આવો વિચાર?
   બાંસુરી તો વાગતી રહેવી જોઈએ!

 3. મોડા આયા પણ આવી તો ગયા…મારે તો એ પણ નથી થતું, થોડી તમારી પાસેથી પ્રેરણા લઇને હું પણ હવે થોડો નિયમિત બનવાનો try કરીશ (ભલે મહિનાના છેલ્લે દાડે તો છેલ્લે દાડે)…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s