દરવાજા…

તો થયું એવું,
કે જે દરવાજા બંધ થતા હતા,
એક પછી એક,
જોર થી,
અવાજ સાથે,
એ ધ્યાન બધું જ ખેંચી લેતા હતા.

અને જ્યાં સરસ,
ઓઈલીંગ કરેલા,
સ્મુધલી ઓપન થતા દરવાજા,
ક્યાંક ખુલતા તો હતા,
જરાય અવાજ કર્યા વગર,
ત્યાં ધ્યાન જ ન ગયું!

-વિરાજ

Advertisements

વરસાદ… કે … વિરાજ…?

(નોંધ : બીજી વાર વાંચ્યા વગર પબ્લીશ કર્યું છે તો ભૂલોને ઇગ્નોરવા વિનંતી!)
તો આ વખતે વાત એટલે બધે પહોંચી ગઈ કે “નવું ઉમેરો” કઈ જગ્યાએ હોય એ શોધવા માટે પણ મારે થોડા ફાંફા મારવા પડ્યા!
ગઈ કાલે “ગ્રેવ ઓફ ધ ફાયરફ્લાઈઝ” (નીરવભાઈએ સજેસ્ટ કર્યું હતું ને?) જોયું અને મને થયું કે ૩૧ માર્ચ પર મેં લખેલી પોસ્ટ પછી મારા બ્લોગની હાલત પણ મારી જૂની પોસ્ટ્સની ગ્રેવ જેવી જ થઇ જશે, ક્યાં કોઈ કોઈ વાર યાદ આવતા હું ખુદ એક વિઝીટરની જેમ આંટા મારવા આવતો રહીશ!

પણ ભલું થજો મારા એ ફ્રેન્ડસનું કે જે હજુ પણ મને રોજ લખવાનું કન્ટીન્યુ કરવા માટેની સલાહ (એન્ડ એન્કરેજમેન્ટ) આપતા રહે છે! અને બસ એજ ફ્રેન્ડસની સલાહોથી અને બીજા કેટલાક ફેકટર્સ (જે આગળ ગણાવીશ) ના લીધે આજે ફરી લખાવનું સ્ટાર્ટ કરી દીધું.

મેં એક વાર મારા નવસારીવાળા મારા ચડ્ડી-બડ્ડીઝની વાત બ્લોગ પર કરી હતી, આજે એ ફ્રેન્ડસ નવસારીમાં વરસાદ પડ્યો એની વાતો કરતા હતા અને મારી નજર સીધી આકાશ સામે ગઈ! નો સિંગલ કલાઉડ એટ ઓલ! ગરમી હોય તો સમજ્યા, કેમ કે બફારો જોઇને પણ એવું લાગે કે ચાલો કદાચ વરસાદ પડશે! પણ આ તો તડકાવાળી ગરમી! ઉનાળા જેવી! આવી ચીટીંગ થોડી ચાલે!!!!! જુલાઈ ના પણ ૯ દિવસ પુરા થયા!

હા, તો વાત હું એમ કરવા જતો હતો કે આ ગરમી વિષે હું વિચારતો હતો અને થોડી વારમાં મને આકાશમાં દુર થી ધીમે ધીમે વાદળ આવતા દેખાયા…. અને પેલી થોડીક એવી ઝલક મને ‘રે ઓફ હોપ’ જેવી જણાઈ! હવે તમને કદાચ ખબર નહિ હોય પણ ચોમાસું મને ક્યારેય મારી લાઈફમાં ગમ્યું નથી. ઉનાળો પણ નથી ગમતો આમ તો, પણ ચોમાસાની પોઝીશન એનાથી પણ નીચે આવે. શિયાળો મારો બેટો મને બહુ જ વહાલો! એટલો બધો કે મેં જન્મ પણ શિયાળામાં જ લેવાનું નક્કી કર્યું હશે અને શિયાળામાં જ જન્મ્યો! અને આમ હોવા છતાં પણ આ મારા ઘરની સામે આંબા પર બેસીને કોયલ જેટલી જ બુમો હું એકલો એકલો ચોમાસા માટે પાડું છું!

અને હા, વાત એમ હતી કે મેં એ વાદળ આવતું જોયું અને હું હતો એ વખતે કોલેજમાં (કઈ કોલેજ? કેવી કોલેજ? એ બધી વાત પછી ક્યારેક….) હતો. મેં વિચાર્યું કે ચાલો રેસ લાગી જાય! હું ઘરે પહેલા પહોંચુ છું કે વરસાદ પહેલા પડે છે!

અને થયું એવું કે હું ઘરે આવ્યો ત્યાં સુધી તો બધા વાદળા સાફ થઇ ગયા અને ફરી પાછો તડકો આવી ગયો! તો મને થયું ચાલો ભાઈ, જે હોય એ! વરસાદનો ચેલેન્જ લેવાનો મૂડ નહિ હોય. પણ થોડી વાર થઇ અને ફરી પાછા વાદળા દેખાવા લાગ્યા, બફારો પણ થવા લાગ્યો! અને જેમ પેલા વરસાદ માટે થઈને લોકો ભાતભાતના ટોચકા, મંત્રો વગેરે કરતા હોય છે એમ મેં પણ કઇક વિચાર્યું!
મેં વિચાર્યું એમ, કે હવે વરસાદ પહેલા પડે છે કે મારી બ્લોગ પર પોસ્ટ પહેલી લખાય છે! અને આ વખતે તો હું હોપફૂલ હતો કે ચોક્કસ વરસાદ જ પડશે. પણ મને થયું કે વરસાદને હવે ચેલેન્જ જ આપવો છે! કે જો વિરાજ ફરી થી લખવાનું ચાલુ કરી શકે તો પછી તુ તો વરસાદ છે! કમ ઓન! તારું તો પડવું જ રહ્યું હવે!

હવે મેં લખી તો દીધું જ છે!
હવે તારે જે કરવું હોય એ જલ્દી કર ભાઈ વરસાદ! હદ થઇ!
અને જે કરવું હોય એટલે તારી પાસે પડવું એજ એક ઓપ્શન છે.
તો આવ રે વરસાદ, દીધા બહુ સાદ! બીજું તો શું કહેવાનું!

ચાલો ત્યારે, વરસાદને તો વિચારવા દીધો…. વિરાજની વાત છે તો એ તો હવે ફરી પાછો આવી જ ગયો છે બ્લોગ પર. બીજા બ્લોગ્સ વાંચવાનું ક્યારે સ્ટાર્ટ થશે એનું હજુ કઈ નક્કી કહેવાય નહિ પણ લખવાનું તો એટલીસ્ટ રેગ્યુલર થશે જ, મીનીમમ વન પોસ્ટ ઇન અ મન્થ વાળા જુના પ્લાન સાથે!

તો મળતા રહીશું!
તમારા ત્યાં વરસાદ પડી ગયો હોય તો હેપ્પી મોન્સૂન! અને ન પડ્યો હોય તો પણ, હેપ્પી મોન્સૂન!
🙂 🙂 🙂