વરસાદ… કે … વિરાજ…?

(નોંધ : બીજી વાર વાંચ્યા વગર પબ્લીશ કર્યું છે તો ભૂલોને ઇગ્નોરવા વિનંતી!)
તો આ વખતે વાત એટલે બધે પહોંચી ગઈ કે “નવું ઉમેરો” કઈ જગ્યાએ હોય એ શોધવા માટે પણ મારે થોડા ફાંફા મારવા પડ્યા!
ગઈ કાલે “ગ્રેવ ઓફ ધ ફાયરફ્લાઈઝ” (નીરવભાઈએ સજેસ્ટ કર્યું હતું ને?) જોયું અને મને થયું કે ૩૧ માર્ચ પર મેં લખેલી પોસ્ટ પછી મારા બ્લોગની હાલત પણ મારી જૂની પોસ્ટ્સની ગ્રેવ જેવી જ થઇ જશે, ક્યાં કોઈ કોઈ વાર યાદ આવતા હું ખુદ એક વિઝીટરની જેમ આંટા મારવા આવતો રહીશ!

પણ ભલું થજો મારા એ ફ્રેન્ડસનું કે જે હજુ પણ મને રોજ લખવાનું કન્ટીન્યુ કરવા માટેની સલાહ (એન્ડ એન્કરેજમેન્ટ) આપતા રહે છે! અને બસ એજ ફ્રેન્ડસની સલાહોથી અને બીજા કેટલાક ફેકટર્સ (જે આગળ ગણાવીશ) ના લીધે આજે ફરી લખાવનું સ્ટાર્ટ કરી દીધું.

મેં એક વાર મારા નવસારીવાળા મારા ચડ્ડી-બડ્ડીઝની વાત બ્લોગ પર કરી હતી, આજે એ ફ્રેન્ડસ નવસારીમાં વરસાદ પડ્યો એની વાતો કરતા હતા અને મારી નજર સીધી આકાશ સામે ગઈ! નો સિંગલ કલાઉડ એટ ઓલ! ગરમી હોય તો સમજ્યા, કેમ કે બફારો જોઇને પણ એવું લાગે કે ચાલો કદાચ વરસાદ પડશે! પણ આ તો તડકાવાળી ગરમી! ઉનાળા જેવી! આવી ચીટીંગ થોડી ચાલે!!!!! જુલાઈ ના પણ ૯ દિવસ પુરા થયા!

હા, તો વાત હું એમ કરવા જતો હતો કે આ ગરમી વિષે હું વિચારતો હતો અને થોડી વારમાં મને આકાશમાં દુર થી ધીમે ધીમે વાદળ આવતા દેખાયા…. અને પેલી થોડીક એવી ઝલક મને ‘રે ઓફ હોપ’ જેવી જણાઈ! હવે તમને કદાચ ખબર નહિ હોય પણ ચોમાસું મને ક્યારેય મારી લાઈફમાં ગમ્યું નથી. ઉનાળો પણ નથી ગમતો આમ તો, પણ ચોમાસાની પોઝીશન એનાથી પણ નીચે આવે. શિયાળો મારો બેટો મને બહુ જ વહાલો! એટલો બધો કે મેં જન્મ પણ શિયાળામાં જ લેવાનું નક્કી કર્યું હશે અને શિયાળામાં જ જન્મ્યો! અને આમ હોવા છતાં પણ આ મારા ઘરની સામે આંબા પર બેસીને કોયલ જેટલી જ બુમો હું એકલો એકલો ચોમાસા માટે પાડું છું!

અને હા, વાત એમ હતી કે મેં એ વાદળ આવતું જોયું અને હું હતો એ વખતે કોલેજમાં (કઈ કોલેજ? કેવી કોલેજ? એ બધી વાત પછી ક્યારેક….) હતો. મેં વિચાર્યું કે ચાલો રેસ લાગી જાય! હું ઘરે પહેલા પહોંચુ છું કે વરસાદ પહેલા પડે છે!

અને થયું એવું કે હું ઘરે આવ્યો ત્યાં સુધી તો બધા વાદળા સાફ થઇ ગયા અને ફરી પાછો તડકો આવી ગયો! તો મને થયું ચાલો ભાઈ, જે હોય એ! વરસાદનો ચેલેન્જ લેવાનો મૂડ નહિ હોય. પણ થોડી વાર થઇ અને ફરી પાછા વાદળા દેખાવા લાગ્યા, બફારો પણ થવા લાગ્યો! અને જેમ પેલા વરસાદ માટે થઈને લોકો ભાતભાતના ટોચકા, મંત્રો વગેરે કરતા હોય છે એમ મેં પણ કઇક વિચાર્યું!
મેં વિચાર્યું એમ, કે હવે વરસાદ પહેલા પડે છે કે મારી બ્લોગ પર પોસ્ટ પહેલી લખાય છે! અને આ વખતે તો હું હોપફૂલ હતો કે ચોક્કસ વરસાદ જ પડશે. પણ મને થયું કે વરસાદને હવે ચેલેન્જ જ આપવો છે! કે જો વિરાજ ફરી થી લખવાનું ચાલુ કરી શકે તો પછી તુ તો વરસાદ છે! કમ ઓન! તારું તો પડવું જ રહ્યું હવે!

હવે મેં લખી તો દીધું જ છે!
હવે તારે જે કરવું હોય એ જલ્દી કર ભાઈ વરસાદ! હદ થઇ!
અને જે કરવું હોય એટલે તારી પાસે પડવું એજ એક ઓપ્શન છે.
તો આવ રે વરસાદ, દીધા બહુ સાદ! બીજું તો શું કહેવાનું!

ચાલો ત્યારે, વરસાદને તો વિચારવા દીધો…. વિરાજની વાત છે તો એ તો હવે ફરી પાછો આવી જ ગયો છે બ્લોગ પર. બીજા બ્લોગ્સ વાંચવાનું ક્યારે સ્ટાર્ટ થશે એનું હજુ કઈ નક્કી કહેવાય નહિ પણ લખવાનું તો એટલીસ્ટ રેગ્યુલર થશે જ, મીનીમમ વન પોસ્ટ ઇન અ મન્થ વાળા જુના પ્લાન સાથે!

તો મળતા રહીશું!
તમારા ત્યાં વરસાદ પડી ગયો હોય તો હેપ્પી મોન્સૂન! અને ન પડ્યો હોય તો પણ, હેપ્પી મોન્સૂન!
🙂 🙂 🙂

Advertisements

12 thoughts on “વરસાદ… કે … વિરાજ…?

 1. 1] મારે તો વરસાદ’ની પાછળ ભજીયા અટકી પડ્યા છે 😉

  2]મને તો એમ કે તમે ક્યાંક ડીલીટ થઇ ગયા હશો ;);) જાગતે રહો . . .

  3] મારા સજેસ્ટ કરેલા મૂવીઝમાં ઘણી વાર એવું હોય છે કે હું કેદાડા’નો સંઘરીને બેઠો હોઉં છું અને બીજાઓને ભલામણ કરતો રહું છું અને તે લોકો [ આ કેસ’માં તમે ] મારી કરતાયે પહેલા જોઈ લ્યે છે અને મેં જ હજુ તે મુવી નથી જોયું , બોલો [ રામ બોલો ભાઈ રામ . . . અરે એ નહિ , ભાઈ 😉 ]

  4] મહિનામાં એકવાર લખવું એ થોડું વધારે દમન કહેવાય . . . ઓછામાં ઓછું બે વાર તો રાખવું જ !! [ એક’ની એક પોસ્ટ બે વાર કોપી કરી નાખવી 😉 ]

  5] અને છેલ્લે , આશા છે કે સાજા-નરવા હશો . . . .

  • ~>ભજીયાનું તો જવા જ દો!! ઈચ્છા પણ બહુ થાય છે અને આ સીઝન ચેન્જ થવું થવું કરે છે એમાં તબિયત બગાડે છે તો એમનેમ પણ ભજીયા ખાવા જેવું નથી રહેવા દીધું!! (છેલ્લા ક્વેશ્ચનનો આન્સર પણ આવી ગયો :P, જો કે હવે સારું છે, બસ ગળાની ટેપ ઘસાઈ ગઈ છે :P)

   ~>જાગતા તો રહેવું જ પડશે…. લખ્યા વગર બહુ ખોવાયેલુ ખોવાયેલું ફિલ થતું હતું! 😦

   ~>અને સજેસ્ટ કરેલા મુવીઝ પણ તમારા બ્લોગ ઉપર જ કોઈ પોસ્ટની કમેન્ટમાં હતા જેમાંથી સ્ટુડીઓ ઘીબ્લીના એનીમેટેડ મુવીઝ ઘણા જોવાઈ રહ્યા છે આજ-કાલ, એરીએટ્ટી, પ્રિન્સેસ મોનોનોક, ગ્રેવ ઓફ ધ ફાયરફ્લાઈઝ, માય નેબર ટોટોરો અને સ્પીરીટેડ અવેય જોવાઈ ગયા! હજુ કેટલાક જોવાના બાકી છે! અને બધા જ મુવીઝ બહુ જ મસ્ત!! ફેવરીટ ના લીસ્ટમાં આવી ગયા! 😀

   ~>લખવાનું તો એવું છે કે મીનીમમ એક વાર વિચાર્યું છે, જો પહેલા જેવું પાગલપન ચઢશે તો સળંગ ૧૦-૧૨ પોસ્ટ (રોજ એક એક ) પણ લખાઈ જાય! કઈ કહેવાય નહિ! 😉 😉 (એપ્રિલકા, મયકા, જુનકા…. સબકા બદલા લેગા યે વિરાજ)! 😉 😉

 2. aapne to Varsad Khub Game. . .
  Atyar Sudhi Eklaj Paldva Jata hta. .
  Have Couple Ma paldva Jasu evu vicharelu. . .
  Pan Varsad to Lucho chhe(yaad Chhene?).
  Tera Kya hoga kaliya ek Post se. . .

 3. ઘણાં દિવસે આવ્યા! ભલે પધાર્યા……

  છેવટે વરસાદ અને આપની ચેલેન્જમાં તમે જ જીતી ગયા! હવે લાગે છે કે મને વરસાદ માટે વ્રત કરવું પડશે! (અરે યાર… વ્રત પર માત્ર છોકરીઓ નો અધિકાર નથી!)

  ઓકે. તો નક્કી રહેશે કે જ્યાં સુધી વરસાદ નહી આવે ત્યાં સુધી મારા બગીચામાં નવી પોસ્ટ પણ નહી આવે*

  *શરતોને આધીન 😉

  • હીહી, શરતો તો રાખવી જ પડે! 😛 😀

   અને બસ હવે આવી તો ગયો ઘણા દિવસે, અને આશા રાખું કે આવતો જ રહું…(આવી આશાઓ બીજાઓ રાખે એવી આશા રાખ્યા વગર 😉 )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s