“લવારા-એ-બસ” – બ્લોકીંગ ધ બ્લોક!

પાર્ટ-૧
માર્ચ તો કોરો ગયો, પણ ખાલી મારા બ્લોગ માટે જ! બાકી વરસાદ તો માર્ચમાં પડ્યો
અને કેરીઓ બગાડી જ છે.

પણ આજે એ બધી વાતો જવા દઈને ‘બસ’ કઈ બીજો જ લવારો કરવાનો છે.
‘બસ’ની વાતો. જે પહેલા પણ કરી તો છે જ મેં મારી બીજી પોસ્ટ્સમાં, પણ આજનો લવારો સ્પેશ્યલ એટલા માટે છે કેમ કે આ પોસ્ટ અત્યારે હાલ બસમાં બેઠા બેઠા જ લખાઈ રહી છે. સુભાષ બ્રીજ ઉતરતા, ગાંધીનગર બાજુ જતાં, જ્યારે પણ જમણી બાજુ ટોરેન્ટ્સની લાઈટ્સ દેખાય છે એટલી વખત ત્યાંજ જોઈ રહેવાની ઈચ્છા થાય, અને ક્યારેક કઈક લખવાની ઈચ્છા પણ થઇ જ જાય છે. પણ એક તો ‘બ્લોગર્સ બ્લોક’ બરાબરનો રસ્તો રોકીને મગજ ને તાળા મારીને બેઠો હતો અને ઉપરથી થાક પણ એવો લાગ્યો હોય કે લખવાની ઈચ્છા થાય નહિ. અને એ બધું તો સમજ્યા, પણ એમ.બી.એ.માં “બચ્ચા ફેકટ્સ લાઓ, કહાની મત સુનાઓ, જ્ઞાન નહિ ચાહિયે” સાંભળી સાંભળીને બધી ‘કહાની’ઓ વેકેશન પર ચાલી નીકળી અને મારો બ્લોગ બિચારો સુનો પડી ગયો.

હવે આ તો જૂની આદત છે મારી, કે લખતો કઇક હોઉં અને ક્યાંક બીજે જ મારી ગાડી નીકળી પડે. બસનું લખતા લખતા કોલેજ પહોંચી ગયો(નોટ લીટરલી). ઈચ્છા એવી હતી કે બસમાં લાઈટ્સના લીધે જે ઉભેલા લોકોના હાથ ની સરસ પેટર્ન પડે છે એના વિષે કઈક લખું, પણ લખવા માટે લેપટોપ ચાલુ કર્યું અને એજ વખતે બસની બધી લાઈટ્સ ઓફ થઇ ગઈ! “સલામત સવારી, એસ ટી અમારી” (અ બીગ એલ.ઓ.એલ)!
જેમ પહેલા પણ લખ્યું છે કે એન્જીનીઅરીંગમાં સૌથી વધારે એન્જોય મેં કોમ્યુટીંગ જ કર્યું છે, ફ્રેન્ડસ અને સોન્ગ્સ સાથે. અને અત્યારે ફ્રેન્ડસ તો કોઈ હોતા નથી સાથે, પણ સોન્ગ્સ ચોક્કસ સાથ આપે છે. જયારે આ લખવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે “ટ્રેઇન”નું “50 ways to say goodbye” સોંગ વાગતું હતું, અને અત્યારે સબવેમાં બેઠેલો James Blunt “યુ આર બ્યુટીફૂલ” ગાઈ રહ્યો છે. અને જ્યારે પણ આ સોંગ વાગે એટલી વાર મને મેં બહુ ટાઈમ પહેલા લખેલી “બસમાં મેં જોઈ’તી” પોએમ યાદ આવી જાય છે! એન્ડ અગેઇન, “બસ”!! ઘણા ટાઈમથી લખાયું નહોતું, અને લખવા બેસું તો પણ કઈ બીજું જ કરવા બેસી જાઉં છું, ત્યારે આજે આ બસમાં બેઠા બેઠા લખવાનું વિચાર્યું ત્યારે જ કઈ લખાયું. અત્યારે થોડુક અને બાકી ઘરે જઈને એમ જ આ પોસ્ટ તૈયાર થાય એવું છે, કેમ કે પોસ્ટ તો આમ પણ નેટ મળશે ત્યારે જ પબ્લીશ થશે. તો ‘બસ’ નો અત્યાર સુધી લખવા માટે સાથ રહ્યો એ માટે આભાર પણ માનવો જ રહ્યો.


પાર્ટ-૨
હવે પાર્ટ-૨ એટલે ઘરે આવીને લખેલું બધું!!
થયું એવું, કે મેં જ્યારે લખવાનું શરુ કર્યું ત્યારે બસની બધી લાઈટ્સ ઓફ થઇ હતી, તે બધી લાઈટ્સ જેવું મેં લેપટોપ બંધ કર્યું ને તરત જ ઓન થઇ ગઈ. અને મારી આજુ બાજુ વાળા મને બહુ જ અજીબ રીતે જોઈ રહ્યા હતા કે જાણે લાઈટ્સ ઓન-ઓફ થવા અને મારા લેપટોપ ચાલુ-બંધ કરવા વચ્ચે કઈક સંબંધ હોય! 😀

આમ તો આજે લખવાનું કારણ ફક્ત અને ફક્ત એક જ હતું કે કઈ પણ લખીને બ્લોગર્સ બ્લોકને લાત મારીને દુર કરવું! પણ હવે એ પણ કહેવું જ રહ્યું કે આ બ્લોક દુર કરવા માટે પણ ઘણા ફેકટર્સ હતા જે અસર કરી ગયા.
સૌથી પહેલું તો એજ કે મેં ઘણું સર્ચ કર્યું કે કઈ રીતે દુર કરવું આ બ્લોકને, અને ઘણી બધી પોસ્ટ્સ મળી કે જે અધુરી પૂરી વાંચી અને મૂકી દીધી, તેના વિષે કઈ પણ કર્યા વગર, સિવાય કે એક પોસ્ટ; જેમાં લખ્યું હતું કે કોઈ મ્યુઝીકલ ઇન્સ્ટ્રૂમેન્ટ શીખીને વગાડવાથી પણ ઘણી વાર રાઈટર્સ બ્લોક દુર થઇ જાય છે. હવે ગયા વર્ષે મેં ‘મે’ મહિના માં ગીતારના બેઝીક ક્લાસ જોઈન કર્યા હતા. પણ પ્રેક્ટીસ તો થઇ જ નહિ! કારણ કે ન તો મારી પાસે ગીતાર હતું, ન તો કોઈ બેસ્ટ ફ્રેન્ડ પાસે હતું કે જેના ઘરે જઈને વગાડી શકું! તો શનિવારે એક તો ગીતાર લઇ આવ્યો; અને એ ગીતાર બસમાં બેસીને કઈ રીતે પડતા-સંભાળતા લાવ્યો એની પણ એક અલગ જ સ્ટોરી છે! એ પછી ઘરે લાવીને (સલામત છે કે નહિ એ ચેક કરીને) વગાડવાનું સ્ટાર્ટ કર્યું અને એ વાતની ખુશી થઇ કે બેઝીક કલાસીસમાં શીખેલું હજુ પણ યાદ હતું! અને બીજી ખુશી એ વાતની પણ થઇ કે આ વર્ષમાં સાંભળેલા કેટલાક સોન્ગ્સ મેં ગીતાર પર વગાડવાનો પ્રયત્ન કર્યો અને ઘણા અંશે એમાં સફળતા પણ મળી. જો કે હજુ ફક્ત લીડ જ ફાવે છે, કોર્ડ્સમાં હજુ લોચે લોચા જ છે!

તો એક ફેક્ટર તો આ થયું ર્બ્લોક દુર કરવાનું, અને બીજું, અને કદાચ મેઈન રીઝન એ કે ૪-૫ દિવસ પહેલા જયારે એમ જ મારું નામ ગૂગલ કરવાની ઈચ્છા થતા સર્ચ કર્યું અને વેબગુર્જરીની એક પોસ્ટ મળી કે જેમાં મારું નામ લખેલું હતું. લીન્ક ઓપન કરીને જ્યારે વાંચવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ખબર પડી કે આ તો મૌલિકામેમની “બ્લોગ ભ્રમણની વાટે” સીરીઝ નો એક પાર્ટ હતો કે જેમાં મારા બ્લોગ વિષે લખેલું હતું! એ પણ ૨૦૧૪ ના ફેબ્રુઆરીમાં! જે મેં છેક ૨૦૧૫નિ એપ્રિલમાં વાંચ્યું!! અને એ વાંચીને મને ઘણી નવાઈ લાગી. નવાઈ એ વાતની કે બ્લોગમાં આટ-આટલું લખેલું છે મેં! અને એ વાત તો કહેવી જ રહી કે મારા બ્લોગનું આટલું જોરદાર ડીસ્ક્રીપ્શન કરવું જ કેટલું અઘરું પડ્યું હશે, અને એમાં પણ મારા લવારામાંથી, કે જેમાં મેં ખરેખર ફૂલ-ઓન લવારો જ કર્યો હોય,એમાંથી પણ કોઈ મિનીંગ નીકળી શકે એવું તો મેં સપને પણ નહોતું વિચાર્યુ.
પણ તેમ છતાં, એ વાંચ્યું અને એક ધ્રુજારી પસાર થઇ શરીરમાંથી. અને એ ધ્રુજારી એટલું જ કહેતી હતી કે “કઈક તો લખ હવે, હદ્દ થઇ!! ઇટ્’સ નોટ ધેટ બેડ વ્હોટ યુ રાઈટ!”

અને છેલ્લું ફેક્ટર ઈઝ અ પર્સન! વરુણ પંડ્યા”
આ નામ ગુજરાતીઓમાં તો જાણીતું થતા બહુ ઝાઝો સમય નહિ લાગે એવું મને અત્યારે લાગી રહ્યું છે, અને એનું કારણ છે એમની સાથે થયેલી વાતો કે જે ઘણું એવું ઈન્સ્પાયર કરી ગઈ! અત્યારે મારે એક કમ્પનીમાં ઇન્ટર્નશીપ ચાલે છે, ત્યાં જ વરુણભાઈને મળવાનું થયું. દેખાવમાં એકદમ સીધા, સ્વભાવથી એકદમ શાંત એવા વરુણભાઈ પાસે જેટલું નોલેજ છે તે તેમની સાથે વાત કરી ત્યારે જ જણાયું. ઘણા વર્ષથી જે જોબ કરે છે તેની સાથે પોતાના શોખના વિષયમાં કરિયર બનાવવા મહેનત કરતા અને ‘અલ્મોસ્ટ રેડી ટુ ડુ અ બ્લાસ્ટ’ એવા વરુણભાઈના શબ્દોમાં મેજિક શનિવારે તેમની સાથે વાત કરી ત્યારે દેખાઈ જ રહ્યું હતું! અને એ ફેક્ટર પણ બાકીના ફેકટર્સ જેટલું જ ઈન્સ્પાયર કરી ગયું પોસ્ટ લખવા માટે! ઇન્ક્લુડીંગ આજની બસની સફર!

તો બસ, આજ માટે આટલું જ, બાકીનો લવારો ફરી ક્યારેક.

અને હવે જો બ્લોગર્સ બ્લોક આવ્યો તો ફરીથી, ત્યારે આ બધા ફેકટર્સ યાદ કરી લઈશ! પણ તમને છોડીશ તો નહિ જ!! 😀
બસ તો, વાંચતા રહો, લખતા રહો, તમને ગમે, તે રીતે લાઈફ એન્જોય કરતા રહો!!
સી યુ સુન! 🙂

કૌંસમાં:~
{[(

કુંડળીના પહેલા પેજ પર “સ્પોઈલર એલર્ટ તો લખવું જ જોઈએ ને!?
)]}

Advertisements

6 thoughts on ““લવારા-એ-બસ” – બ્લોકીંગ ધ બ્લોક!

 1. હું પણ આ ભયાનક વાઈરસ ‘ બ્લોગર્સ બ્લોક ‘નો શિકાર છું ! કેટલીક વાર તો ડ્રાફ્ટ ખોલીને બેઠો હોઉં અને ખાલીખમ તાક્યા જ કરું ! સાઈન’ઇન અને સાઈન’આઉટ થયા કરું અને જયારે PC બંધ કરી દઉં ત્યારે જ કૈક સુઝે !!

  પહેલા વર્ષ’ની આસપાસ જ બ્લોગ બંધ કરી દેવાની ભયંકર ઈચ્છા થઇ આવેલી , તે માંડ માંડ બચાયું . . . આનો અત્યારે તો અમલ’માં મુકાયેલો એક જ ઈલાજ છે : અજડ બનો અને લખતા જ રહો !!

  [ આજે જ એવું ઓલરેડી થઇ ચુક્યું છે કે લખવાનું હતું પણ લખાયું નથી , અને હવે આ કમેન્ટ’માં તમને જ ઉપદેશ આપું છું 😉 ]

  • ડ્રાફ્ટનું તો એવું છે કે મારા ઈંગ્લીશ બ્લોગમાં પોસ્ટ્સ કરતા ત્રણ ગણા ડ્રાફ્ટસ પડ્યા છે!! હવે તો કરવું જ રહ્યું એનું પણ કઈક! 😀
   અને ગમે તેવી ઈચ્છા થાય એવી તો પણ બ્લોગ બંધ તો ન જ કરતા 😛

 2. આ સારું છે… બ્લોગર્સ બ્લોક દુર કરવા માટે બ્લોગર્સ બ્લોક વિષે લખવું… મારે પણ આવું શીખવું પડશે તમારી પાસેથી…
  ગીટાર માટે શુભકામનાઓ…

  • મને પણ આ નવું જ મળ્યું, અને એમાય ધ્યાન તો ત્યારે જ ગયું જ્યારે તમે કહ્યું!! હવે જ્યારે બીજું કઈ નહિ મળે ત્યારે બ્લોગર્સ-બ્લોક પર જ લખવા લાગીશ. 😀
   એન્ડ થેન્ક્સ ફોર શુભકામનાઓ. 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s