“સેવ ધ વર્લ્ડ” ~ પાર્ટ-2

આ વાર્તા “સેવ ધ વર્લ્ડ” સીરીઝનો બીજો ભાગ છે, પ્રથમ ભાગ વાંચવાઅહીં ક્લિક કરો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બે દિવસ થઇ ગયા હતા અર્થને હોસ્પીટલમાંથી લીવ મળ્યે.
હજુ પણ તેના મગજમાં એ જ બધા સીન્સ રીપીટ મોડ પર દેખાયે રાખતા હતાં. તેને બીક પણ હતી કે આ જ બધું સપનામાં પણ ન આવ્યે રાખે, પણ સૌથી મોટો સવાલ એ પણ હતો કે શું ઊંઘ આવશે પણ ખરી? આંખો બંધ કરતા પણ પેલી છોકરીની લાશ તેની નજર સામે આવ્યે રાખતી હતી, અને ખુલ્લી આંખે પણ એને બસ લોહીના એ ખાબોચિયા જ દેખાતા હતા.

સત્યએ પોતાના ઘરે વાત કરી દીધી હતી કે તે એટલીસ્ટ એક અઠવાડિયું તો અર્થના ઘરે જ રહેવાનો છે, નોટ ઓન્લી ફોર ટેકિંગ કૅર ઓફ હિમ એન્ડ ફોર મેન્ટલ સપોર્ટ, પણ એટલા માટે પણ કે પેલા કેસ સાથે મોટા નામ જોડાયેલા હતા જેના કારણે એ કેસ ઈવન કેસ તરીકે પણ પોલીસે ચોપડામાં નોંધ્યો નહોતો.

અર્થ તેના રૂમમાં આરામ કરી રહ્યો હતો અને સત્ય તેનું લેપટોપ લઈને તેમાં કઈક નહિ ને કઈક સર્ચ કરી રહ્યો હતો. બહાર વીજળીનો ગળગળાટ સંભળાઈ રહ્યો હતો અને સવારના ૧૧ વાગ્યા હોવા છતાં પણ સાંજના સાત-એક વાગ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.

“Do you want me to play some music, અર્થ?” સત્ય કેટલીય મિનીટ્સના મૌનને તોડીને પૂછે છે. અર્થ હજુ પણ તેના વિચારોમાં જ ખોવાયેલો રહે છે. સત્ય થોડીવાર અર્થની સામે જોઈ રહે છે અને પછી લેપટોપ બાજુમાં મૂકીને પાણીની બોટલમાંથી થોડું પાણી ગ્લાસમાં લઈને અર્થને આપવા જાય છે.
“ના” અર્થ એકદમ સત્યની સામે જોઇને બોલે છે. સત્ય પોતે એ પાણી પી જાય છે અને ગ્લાસ મુકવા જાય છે ત્યારે અર્થ ફરી બોલે છે,”પાણી તો આપ, મ્યુઝીક માટે ના પાડી”. સત્ય હસી પડે છે અને એક સ્માઈલ સાથે અર્થને પાણી આપે છે. અર્થ પાણીનો ગ્લાસ હાથમાં લઈને જાણે આલ્કોહોલનાં સીપ મારતો હોય તેમ ગ્લાસ ગોળ-ગોળ ફેરવીને સીપ મારતા મારતા પાણી પીવે છે અને એકદમ અટકી જઈને બોલે છે,”વ્હોટ ડુ યુ થીંક શુડ બી ડન…?”

સત્ય કઈ બોલતો નથી. તે અર્થના અધૂરા સવાલને જાણે પૂરો થવાની રાહ જોતો હોય તેમ આંખની ભંવરો ઉંચી કરીને તેની સામે જોઈ રહે છે. અર્થનો સવાલ તેના પોતાના મગજમાં તો પૂર્ણ જ હોવાથી આગળ કઈ બોલતો નથી.
બહાર ફરીથી વીજળીનો કડાકો થાય છે, એ પણ મોટા અવાજ સાથે. સત્ય માહોલને થોડો લાઈટ કરવા માટે Tchaikovskyનું ‘1812’ પ્લેય કરે છે અને અર્થની સામે જોઇને બોલે છે,”તારે તારું માઈન્ડ ડાઈવર્ટ કરવાની જરૂર છે, અર્થ, ધેટ ઈઝ વ્હોટ શુડ બી એન્ડ મસ્ટ બી ડન!! આપણને બંનેને ખબર છે એ દિવસે શું થયું અને એ પણ ખબર છે કે જે થયું એ બરાબર નહોતું. પણ સાથે મને એ વાતની પણ ખબર છે કે આ બાબતમાં કઈ થઇ શકે એવું નથી…મેં પોતે વાત કરી છે પોલીસ સ્ટેશનમાં અને એ લોકોએ સાફ કહ્યું છે કે જેટલું બને એટલું દૂર રહેજો આ કેસથી અને આ લોકો વિષે એક સિંગલ ઇન્ફર્મેશન પણ જાણવી ખતરનાક બની શકે છે. અને એ ફક્ત આપણા માટે નહિ પણ પોલીસ માટે પણ ખતરનાક બને તેમ છે અર્થ! ધેટ ઇઝ હાઉ બીગ ધીસ કેસ ઈઝ!” સત્ય ઘણું બધી એક સાથે બોલીને બોટલમાંથી ડાયરેક્ટ જ પાણીનો એક ઘૂંટ પીવે છે.

“એ દિવસે સોંગ કયું વાગતું હતું યાદ છે તને?” અર્થ એક જરીક અમથી સ્માઈલ સાથે પૂછે છે, જાણે તેણે સત્યની વાત સાંભળી જ ન હોય!

સત્ય અર્થની સામે જોઈ રહે છે અને બોલે છે, “એ દિવસનું મને કઈ જ યાદ નથી સિવાય કે જે ઘટ્યું! અને એ ઘટેલું ભૂલ્યે જ છૂટકો છે, ટ્રસ્ટ મી! આમાં પડવા જેવું નથી. હજુ કોઈ નાના બદમાશ હોત તો મેં પણ હિંમત કરી હોત, કઈ ખોટું થતું જોવું મને પણ નથી જ ગમતું એ તને પણ ખબર છે…પણ એમના હાથમાં ગન હતી અર્થ! અને હવે ખબર પડી છે કે ધીસ ઇઝ અ હેલ્લ્લ ઓફ અ લેવલ ધીસ પીપલ આર ફ્રોમ!”

“અને યાદ છે હોસ્પિટલની બહાર પેલા થીએટર પર કયા મૂવીનું પોસ્ટર હતું?” અર્થ ફરીથી અજીબ સ્માઈલ સાથે સત્યને પૂછે છે, અગેઇન ઇગ્નોરીંગ વ્હોટ સત્ય વોઝ સેયિંગ ટુ હિમ. અને આ વખતે અર્થની સ્માઈલ બધારે જ અજીબ લાગી રહી હતી, જાણે એના મગજમાં કઈક મોટું ચાલી રહ્યું હોય એમ! સત્ય આ સ્માઇલને અને અર્થને બહુ જ સારી રીતે જાણતો હતો. અને ધીમે ધીમે સમજી રહ્યો હતો કે અર્થના મગજમાં કઈક અવળું જ ચાલી રહ્યું હતું.

“ખબર નહિ આ ફ્રેકચર ખાલી તારા હાથ અને પગમાં જ છે કે મગજને પણ અસર થઇ છે! દુનિયાને બચાવવાનું વિચારે છે તુ? આ મૂવી નથી, અર્થ! આપણે આ સિમ્પલ અર્થ, આઈ મીન દુનિયામાં રહીએ છીએ! કદાચ કોઈ પેરેલલ વર્લ્ડમાં તુ વિચારી શકે લડવાનું આ લોકોથી, જો પાવર્સ હોય તો! પણ અહી નહિ!” સત્ય એના માથા પર હાથ મુકીને કહે છે.

“યુ નો મી વેલ સત્ય, પણ મેં વાત જ ક્યાં કરી લડવાની? મારે સુપરહીરો બનવું પણ નથી…પણ મારે જે કરવું છે એ માટે અત્યારે હાલ મારી એક મદદ તારે કરવી પડશે…અમ્મ્મ…જો ત્યાં..સામે કબાટમાં એક લોકર છે, એની ચાવી અહીં મારા કમ્યુટરના સી.પી.યુ.ની અંદર એક રબર બોક્સમાં છે. જસ્ટ ઓપન ધેટ લોકર.”

સત્ય અર્થના ઈન્સ્ટ્રક્શન પ્રમાણે ચાવી લઈને લોકર ખોલે છે અને અંદર જોઇને ચોંકી ઉઠે છે! “સુપરહીરોનો સ્યુટ નથી કે તુ આવી રીતે જોઈ રહ્યો છે! એમાં જો લેફ્ટ સાઈડ ટોપ પર જે ફર્સ્ટ ડાયરી છે તે આપ.” અર્થ એક નવી જ એનર્જી સાથે કહે છે.

સત્ય ઢગલો ડાયરીઝથી ભરેલા લોકરમાંથી અર્થે માંગેલી ડાયરી તેને આપે છે. અર્થ તેના ઓશિકા નીચેથી તેના સાજા એવા જમણા હાથથી પેન લેવા સહેજ નમે છે, પણ થોડું દુખતા એક સિસકારો નીકળે છે અને સત્ય તેને પેન લેવા માટે મદદ કરે છે અને પેન આપતાં આપતાં હસવા લાગે છે. એક સ્માઈલ, એક પોઝીટીવ વેવ સત્યના ચહેરા પર આવી જાય છે.
અર્થ તેની પેન અને નવી-કોરી ડાયરી લઈને તેનો માસ્ટર પ્લાન લખવાનું શરુ કરે છે…અને Tchaikovskyનાં 1812માં આતીશ્બાજી સંભળાવા લાગે છે!

~વિરાજ એન્ડ રોનક

કૌંસમાં:~
{[(
Tchaikovskyની ઘણી બધી સરસ મજાની સીમ્ફનીઝમાંની એક એવી 1812 મારી ફેવરીટ સીમ્ફનીઝમાંની એક છે અને એ સૌથી વધારે એન્જોય મેં ત્યારે કરી હતી જ્યારે “V for Vendetta” મૂવીમાં સાંભળી હતી… તમે પણ સાંભળો અને કમેન્ટ ચોક્કસ કરજો!! 🙂 😀


)]}

Advertisements

3 thoughts on ““સેવ ધ વર્લ્ડ” ~ પાર્ટ-2

  1. પિંગબેક: સેવ ધ વર્લ્ડ… | undefined હું

  2. ગમ્યુ સાહેબ્, આ સ્ટોરી નો એવો મોડ છે જ્યા કાઇ અજુગતુ બન્તુ નથી પણ બનવાની તૈયારી મા છે, વાચક ને કેવામા આવતુ હોય્ કે, ફાસ્ટન યોર સીટ બેલ્ટ.અને મને મુવી ના બેક ગ્રાઉન્ડ સ્કોર ખુબજ્ ગમે, હાન્ઝ ઝીમર નો ફેન છુ પણ જુના લોકો એટલે કે બીથોવન અને બાક પણ ગમે, કાશ એવુ કાઇ થઇ શકતુ હોત કે લોકો આપણી સ્ટોરી વાચે અને પાછળ આવુ વાગે.

    • I have always wanted that to happen.
      જ્યારે લખતો હોઉં છું ત્યારે મારા મગજમાં તો એ ધૂન વાગવાની શરુ થઇ જ ગઈ હોય છે, અને ઘણી વાર તો બેકગ્રાઉન્ડમાં કોઈ ગીત વાગતું હોય ત્યારે જ લખવાની મજા આવે!
      પણ એવો પણ કોઈ રસ્તો શોધવો જ પડશે કે વાંચવા વાળાને ત્યારે જ એ ધૂન સંભળાય જયારે આપળે એ સંભળાવવી હોય! 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s