‘યુ-ટ્યુબ’ લવારો ~ “શું કરવું??”

6 વર્ષ પહેલા યુ-ટ્યુબ પર એક ચેનલ બનાવી હતી અને પહેલો વિડીઓ પણ મુક્યો હતો. ઈટ વોઝ જસ્ટ અ શોર્ટ મુવી કે જે મેં પેઈન્ટમાં ડ્રો કરીને અને વિન્ડોવ્ઝ મુવી-મેકરનો યુઝ કરીને બનાવ્યું હતું, “બાબલાની ઝીંદગી” (Yes, that was the title!). વેલ, એ મુવી તો મેં ચેનલ પરથી રીમુવ પણ કરી દીધું હતું. એ પછી ૪ વર્ષ પહેલા એક ચસ્કો લાગ્યો હતો, યુ-ટ્યુબ સ્ટાર્સના ગાયેલા કવર સોન્ગ્સ સાંભળવાનો. અને એ સોન્ગ્સ સાંભળતા સાંભળતા જ મને પણ ઈચ્છા થઇ ગઈ હતી એકાદ સોંગ ગાઈને રેકોર્ડ કરવાની. બ્રુનો માર્સ નવો નવો ગમતો થ્યો હતો અને એનું જ ગયેલું એક સોંગ ગાયીને રેકોર્ડ કરીને મારી ચેનલ પર પબ્લીશ કર્યું હતું.

એ પછી ફરી પાછી એ ચેનલ ધૂળ ખાતી થઇ. એ વિડીઓ મૂક્યાના એક વર્ષ પછી મારી ફેવરીટ હેંગઆઉટ પ્લેસ એવી “(સેક્ટર)એક નો લેક” પર જઈને રોનકની સાથે વાત કરતા કરતા વિડીઓ બનાવવાની ઈચ્છા થઇ અને લેકની ઇન્ફર્મેશન આપતો જ એક વિડીઓ બનાવીને એ ચેનલ પર પોસ્ટ કર્યો હતો. અને એ વખતે વિચાર્યું હતું કે હવે તો એક રેગ્યુલર યુ-ટ્યુબર બનીને વિડીઓઝ મુકતા જ રહેવું છે. પણ એ વર્ષે પણ બીજા ૨ જ (ટોટલ ૩) વિડીઓઝ પોસ્ટ કર્યા હતા, જેમાં એક વિડીઓ “કેવી રીતે જઈશ” મુવી ની થોડી ઇન્ફર્મેશન વાળો હતો જે મેં મારા ફર્સ્ટ વી-લોગ તરીકે પોસ્ટ કર્યો હતો, અને બીજો વિડીઓ હતો એક ફેસબુક ફ્રેન્ડની મદદ લઈને બનાવેલ એક પોએટ્રી રીસાઈટલ (વિથ મ્યુઝીક) કે જે મેં અહીં પોસ્ટ કરી હતી.

બસ એ વિડીઓ એ ચેનલ પર મુકેલ છેલ્લો વિડીઓ હતો. હવે થયું એવું કે ૩ વર્ષ પછી ફરી પાછી ઈચ્છા જાગી યુ-ટ્યુબ પર એક્ટીવ થવાની. પણ હવે પેલી ચેનલ પર ફરી આંટો મારવાની જગ્યાએ વિચાર્યું કે એક નવી શરૂઆત કરવી જ છે તો નવી જ ચેનલ બનાવી લઉં. અને “meyotov” નામથી નવી ચેનલ ચાલુ કરી. હવે મોટો સવાલ એ હતો કે આ ચેનલમાં કન્ટેન્ટ શું મુકવું? અને જે પણ કન્ટેન્ટ રાખું એ ગુજરાતી રાખું, હિન્દી રાખું કે ઈંગ્લીશ? આ બધા વિચારોની સાથે સાથે મારી જ એક પોએમ રેકોર્ડ કરીને પોસ્ટ કરી દીધી. પણ આવવી જોઈએ એવી મજા આવી નહિ. એના બે રીઝન હતા. ૧)મારો ફેસ દેખાય નહિ અને એક જ ઈમેજ દેખાયા કરે એવા વિડીઓ શું મુકવાના! ૨)અમ્મ્મ…ભૂલી ગયો.

હા તો હવે સવાલ એ જ છે એક કરવું શું?
ગીતો ગાયીને મુકીશ તો લોકો જ મને બ્લોક કરી દેશે.
ગીટાર પ્લે કરીને રેકોર્ડ કરીને મૂકી શક્યો હોત પણ હજુ એટલું સારું ફાવતું પણ નથી.
રિવ્યુઝ પણ આપી શકું મુવીઝ વગેરે ના પણ એ કામ તો ઓલરેડી રોનક કરે જ છે, અને એ ઘણું સારું કામ કરી રહ્યો છે. તો હવે સારી ક્વોલીટીનો કન્ટેન્ટ માર્કેટમાં અવેલેબલ હોય તો ખરાબ ક્વોલીટી લઈને શું કરવા જવું!
બીજું એક બચ્યું ડેઈલી લાઈફ અપડેટ્સ, પણ એના માટે તો ડાયરી છે ને મારી!
પણ હા, હજુ ૨ વસ્તુઓ બચી.
૧)પોએટ્રી પઠન, અને
૨)કોઈ પણ ટોપિક લઈને તેના પર લવારો!

પોએટ્રી પઠનમાં ૨ વસ્તુ થઇ શકે.
૧)મારી લખેલી જ લખેલી પોએમ્સ રેકોર્ડ કરીને મૂકી શકું.
૨)ફેમસ પોએમ્સ વાંચીને સંભળાવી શકું.
અને રહી વાત અલગ અલગ ટોપિક્સ પરના લવારાની, તો એ માટે ટોપિક્સ શોધવા એ જ અઘરું કામ છે! જો કે કોઈ ચેલેન્જીસ આપે વિડીઓઝ બનાવવાનાં તો કદા…ચ શક્યતા રહે કે રેગ્યુલરલી પોસ્ટ કરી શકું.

બોલો હવે, શું કરવું?

કૌંસમાં:~
{[(
બાય ધ વે એ નવી ચેનલમાં મુકેલી પોએમ સાંભળવી હોય તો અહીં જ મૂકી છે! 🙂


)]}

10 thoughts on “‘યુ-ટ્યુબ’ લવારો ~ “શું કરવું??”

  1. Wah…

    If you have any links or anything that can help me to learn youtube/video editing, please send them to me on fb.

  2. વિરાજ ભાઈ, આપની રજુઆત શૈલી( યાને- ‘યુ ટ્યુબ-લવારો’) ગમી. કરતા રહો “લવારો” અમે સાંભળતા રહીશું

    • આપનો ખૂબ જ આભાર વાંચવા માટે. જો લવારો વાંચવો ગમતો હોય તો મને કરવો પણ જરૂરથી ગમશે. 🙂

  3. લવારાને પણ તમે લખાણનો વીષય બનાવ્યો ! તમારી આ વાત હું અમારા “સંનિષ્ઠ કેળવણી”બ્લૉગના સંચાલક મિહિરને જાણ કરું. કદાચ તમે બન્ને પરસ્પર ઉપયોગી બની શકો. સરસ વાતની મજાની રજુઆત !

    • મારા બ્લોગમાં મેં “લવારો” નામની એક કેટેગરી જ બનાવેલી છે કે જેમાં અલગ અલગ પ્રકારના લવારા રેગ્યુલરલી પોસ્ટ કરતો રહું છું.
      આપનો આભાર લવારો ગમાડવા માટે અને મિહિરભાઈ સુધી મારી વાત લઇ જવા માટે. 🙂

  4. વાહ ! લવારા કરવા વિષયો તો ઘણા છે પણ લોકો મોટેભાગે કોમેડી કે એ પ્રકારના ધડ માથા વગર ના વિષયો પર કામ કરે છે. ફેમસ થવાય લોકોને ગમેય ખરું પણ કઈ ઉપજે નહિ. લોકો ના જીવન માં કોઈ નવી તરંગ ના આવે.. એ થોડીવાર મજા લઈ ચાલતા થાય…

    મારે મન વિષય કેવો હોવો જોઈએ :
    જીવન જીવવાની જડ્ડિબુટ્ટી સમાન પ્રેરક પ્રસંગો – એ પછી સામાન્ય માણસના જીવન ના હોય કે મહાન ચરિત્રો.

    મહાન લોકના જીવન ની અનકહી વાતો – સ્ટીવ જોબ્સ થી માંડીને ગાંધી કે પછી મોદી…

    આ આભાસી દુનિયાના ન પૂછાયેલા પ્રશ્નો – આ બધું ડોલર સાથે કેમ સરખાવાય ? આ વળી કાશ્મીર માં એવું તે શું છે કે પાકિસ્તાન એની પાછળ પડ્યું છે ? સ્કુલ કોણે ચાલુ કરી હશે ? બાથરૂમની શોધ કોણે કરી ? પહેલા ગુરુકુલ હતા તો રાજકુમારો ભણવા જતા હતા તો છોકરીઓ શું કરતી હતી ? આપણે આવું ચકકર કેમ બનાવ્યું પહેલા ભણવાનું , પછી નોકરી પછી છોકરી, પછી છોકરાઓ, પછી પાછું ચક્કર.. એવું કેમ અંગ્રેજી જ બેસ્ટ ભાષા ? એવું કેમ ડિગ્રી જોઈએ જ.. પૈસા વગર જીવાય કે ? એ પૈસા કોણે શોધ્યા ? પૈસા વગર ની દુનિયા કેવી હોય…

    આ આભાસી દુનિયા માં ઘણા પ્રશ્નો પૂછવા લાયક છે. ગાંધીજી એ સ્વરાજ ની વાત કરી હતી સ્વરાજ એટલે શું ? સ્વતંત્રતા – શું આજે આપણે સ્વતંત્ર છીએ ? ટીવી, સ્કુલ, મિત્રો, આ કોલોનાઇઝેશન ની દુનિયા આપણાં પર હાવી થઇ ચુકી છે. આપણે વિચારવાનું ભૂલી ગયા છે. થોડું વધારે બોલાયું હોય તો માફ કરજે. પણ જો તમને ગમે તો આ વિષય પર કામ કરવા જેવું.

    જો કેળવણી માં રસ હોય તો ગાંધી વિચાર વાળા કેલવણીકરો ને મળી ને તેમના ઇન્ટરવ્યૂ લેવા, શોર્ટ ફિલ્મ બનાવવી, વગરે કામ ઉપાડવાનું છે. જો એમાં રસ હોય તો પણ કહેજો આપણે સાથે કામ કરીશું.

    આભાર
    મિહિર પાઠક
    ૦૯૫૩૭૦૬૮૭૩૬

    • આપના વિચારો ખરેખર ખુબ જ ગમ્યા. મેં આ કમેન્ટ મારા પપ્પા સાથે પણ share કરી અને તેમને પણ ગમ્યું કે આ વિચારો વિષે વિચારવા વાળા પણ આટલા બધા લોકો છે અને એફર્ટ્સ આપી રહ્યા છે!

      આપે સજેસ્ટ કરેલા ટોપિક્સમાંથી ઘણા છે જે હવે હું વિડીઓ બનાવવા માટે કન્સીડર કરી રહ્યો છું અને તે સજેસ્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો કે કોમેડી અને ધડમાથા વગરના વિડીઓઝ બનાવવા વાળા પણ ભલે થોડી વારની મજા આપતા હોય છે, કેટલાક સંજોગોમાં ભારે સબ્જેક્ટ કરતા એવા વિડીઓઝ વધારે મદદ કરતા હોય છે.

      પણ સામે એ વાત પણ ખરી છે કે લોંગ ટર્મ માટે વિચારતા કરે એવા વિડીઓઝ મળવા અઘરા છે. અને તેનું કારણ એ પણ છે કે એવા વિડીઓઝ બનાવવા પણ અઘરા છે. ઘણું એવું રીસર્ચ માંગી લે, અને એ રીસર્ચ માટે ઘણો એવો સમય. અને એ રીસર્ચ થયા પછી પણ તેને તેવા શબ્દોમાં ઢાળવું પડે કે જે લોકોને સાંભળવું ગમે. કેમ કે લોકો ને ટૂંકું વધારે વ્હાલું લાગે છે, એસ્પેશ્યલી યુટ્યુબ પર! મેં કરેલા થોડા એનાલીસીસ પ્રમાણે ૪ થી લઈને ૧૦ મિનીટ્સના વિડીઓઝ ને સૌથી વધારે વ્યુવ્ઝ મળતા હોય છે. ઘણા લોકો ફક્ત વધારે મિનીટ્સ જોઈને જ વિડીઓ જોવાનું ટાળતા હોય છે. જો કે તેનો ઈલાજ એ પણ થઇ શકે કે રીસર્ચ કાર્ય પછી વિડીઓ થોડીક મિનીટ્સમાં જ ઘણી ઇન્ફર્મેશન આપી જાય તેવો બનાવવો પડે.
      અને હવે આ કામ એક જ માણસે કરવું અઘરું પડી શકે તેમ છે.
      જો કે જો કોઈ મિત્રોનો સાથ મળશે તો એ આઈડિયા પણ અમલમાં મુકવાનો પૂરો પ્રયત્ન કરીશ. 🙂

      કેળવણી અને ગાંધીજીના વિચારો ના વિડીઓઝ માટે જો અલગ ચેનલ બનાવીએ તો વધારે સારું રહેશે એવું મારું માનવું છે. કેમ કે મેં બનાવેલી ચેનલ ઉપર હું કેઝ્યુઅલ વિડીઓઝ પણ મુકવાનું વિચારું છું. તો તેની સાથે આ બધા વિડીઓઝ જો કોઈને જરૂર પડ્યે શોધવા હોય તો અઘરું પડી શકે તેમ છે. પણ જો સમય પરમીટ કરે તો આપની સાથે કામ કરવું પણ ગમશે.

      ફરી થી, બ્લોગની વિઝીટ માટે અને આપના વિચારો share કરવા માટે ખુબ જ આભાર. 🙂

      • “કેળવણી અને ગાંધીજીના વિચારો ના વિડીઓઝ માટે જો અલગ ચેનલ બનાવીએ તો વધારે સારું રહેશે એવું મારું માનવું છે.”
        ઉપરોક્ત બાબતે કહી શકાય કે વિરાજભાઈ મિહિરના બ્લૉગનો ઉપયોગ આ કામ માટે કરી ન શકે ? હવે પછી, આવી રીતે સંયુક્ત પ્રયાસો કરવાનો સમય આવી જ ગયો છે.

      • વિરાજ ભાઈ ‘પોડકાસ્ટ’ પણ એક સુંદર માધ્ય છે. વાર્તાઓ, કવિતાઓ, મુલાકાતો, લવારો વગેરે માટે પ્રયોગ કરી શકાય.

        કેળવણી માં ખરેખર રસ હોય તો આવો સાથે મળી શ્રી ગણેશ કરીએ. ઈમેલ દ્વારા સંપર્ક કરવા વિનંતી.

        ઈમેલ: mihirism1995@gmail.com

        આભાર

Leave a reply to Vimala Gohil Cancel reply