જેન્ડર અને સેક્સ્યુએલીટી – ફર્ક શું?

હમણાં એક દિવસ કોલેજમાં એક પ્રોજેક્ટ માટે બધા ગ્રુપ મેમ્બર્સ ભેગા થઈને પ્રોજેક્ટનું ડિસ્કશન કરી રહ્યા હતા અને એક વાત નીકળી ટાર્ગેટ ગ્રુપની. તેમાં પણ જ્યારે જેન્ડર-વાઈઝ ટાર્ગેટ કરવાની વાત આવી ત્યારે મેલ, ફીમેલ એન્ડ અધર્સ માં ડીવાઈડ કર્યું ત્યારે એક મેમ્બરે કહ્યું, “અધર્સની જગ્યાએ ‘ગે’ અને ‘લેસ્બિયન’ જ રાખીએ ને… અધર્સ પણ શું કરવા!”. ત્યારે થયું કે ખરેખર લોકોને જેન્ડર અને સેકસ્યુએલીટી  વચ્ચેનો ફર્ક ખબર નથી, અને એ વખતે એ પણ ખબર પડી કે લોકો જેન્ડર અને સેક્સ્યુએલિટી વચ્ચે સીધે સીધો સંબંધ છે તેવું સમજતા હોય છે.

રાઓલજી.કોમ પર આમ તો ભુપેન્દ્રસિંહ અંકલે એક આર્ટીકલમાં બંનેની ડેફીનીશન બહુ જ મસ્ત રીતે સમજાવી છે, પણ તેમ છતાં આજે થોડું વધારે જાણવા મળે એવો ટ્રાય અહીં કરીશું.

સૌથી પહેલા તો બંનેની સરળ ભાષામાં વ્યાખ્યા જોઈએ તો,

‘જેન્ડર’એ ‘સ્ત્રી’ કે ‘પુરુષ’ હોવાની સ્થિતિ છે કે જેનો બાયોલોજી સાથે (કે તેના રી-પ્રોડક્શનના અંગો સાથે) કોઈ સંબંધ નથી.

જયારે,

‘સેક્સ્યુએલીટી’ એ કોઈ પણ માણસને કોની તરફ આકર્ષણ થાય છે અથવા તો માણસનો સેક્સ માટેનો પ્રેફરન્સ/ઓરિએન્ટેશન શું છે તે જણાવે છે.

આ વ્યાખ્યાઓ પ્રમાણે હવે એક વાત એ ક્લીઅર થાય કે ‘સ્ટ્રેઈટ/હેટ્રો-સેક્સ્યુઅલ’, ‘ગે’, ‘લેસ્બિયન’ કે પછી ‘બાય-સેક્સ્યુઅલ’ હોવું એ કોઈ પણ માણસની સેક્સ્યુએલીટી જણાવે છે અને નહિ કે તેમનું જેન્ડર કે પછી તેમના રી-પ્રોડક્શન ના અંગો. આ સિવાય પણ કેટલીક ટર્મ્સ છે જે માણસની સેક્સ્યુએલીટી જણાવે છે, i.e. અસેક્સ્યુઅલ અને ડેમી-સેક્સ્યુઅલ. અનુક્રમે, જેમને સેક્સ્યુઅલ ફીલિંગ ન હોય તે અને એ લોકો જેમને સેક્સ્યુઅલ ફીલિંગ ત્યાં સુધી ન હોય જ્યાં સુધી તેઓ એક સ્ટ્રોંગ ઇમોશનલ કનેક્શન ન અનુભવે. એ સિવાય લોકોએ પોતાની રીતે કેટલાક ટાઈપ્સ ડિફાઇન કર્યા છે જે તમને આ વિડીઓમાં જોવા મળશે.

જેન્ડર ની વાત કરીએ તો નોર્મલી આપણે ત્રણ ટાઈપ જોતા હોઈએ છે,
૧)પુરુષ, ૨)સ્ત્રી, ૩)ત્રીજી જાતી.
પણ હવે ત્રીજી જાતી આમ જોઈએ તો ઘણું અસ્પષ્ટ લાગી શકે. સેકસ્યુએલીટીની જેમ જેન્ડરના પણ ઘણા પ્રકાર છે જે વિષે ઘણા લોકોને ખબર નથી હોતી. કેટલાક પ્રકાર વિષે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે લોકો પોતે બાયોલોજીકલી જે છે તે જ જેન્ડરના છે તેમ અનુભવે તેમને સીસ-જેન્ડર ગણી શકાય(પછી તેઓ પુરુષ હોય કે સ્ત્રી), જયારે જો તેઓ બાયોલોજીકલી જે છે તેનાથી વિરુદ્ધ જેન્ડરના હોવાનું અનુભવે તેમને ટ્રાન્સ-જેન્ડર હોવાનું કહી શકાય (ઘણી વાર આ રીઝનથી લોકો સેક્સ ચેન્જ ઓપરેશન કે પછી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીના કે પછી બંનેના સથવારે જતા હોય છે. તેમને ટ્રાન્સ-મેન કે ટ્રાન્સ-વીમન કહેવાતા હોય છે). પણ તે સિવાય પણ અજેન્ડર- એટલે કે કોઈ પણ જેન્ડરના ન હોવું, એન્ડ્રોજીનસ- મિક્સ ઓફ બોથ વર્લ્ડ્સ કે પછી જેન્ડર-ફ્લુઈડ – એટલે કે ક્યારેક પુરુષ-ક્યારેક સ્ત્રી-ક્યારેક એન્ડ્રોજીનસ તો ક્યારેક નોન-બાઈનરી હોવાનું ફિલ કરે અને તે તેમના હોર્મોન્સ પર આધારિત હોય.

હવે જેન્ડર અને સેક્સ્યુએલીટી વચ્ચેના સંબંધની વાત કરીએ તો કેટલાક લોકો એવું માનતા હોય છે કે જો કોઈ પુરુષ ‘સ્ટીરીઓટીપીકલ સ્ત્રૈણ બીહેવીઅર’ ધરાવે અથવા તો કોઈ સ્ત્રી ‘સ્ટીરીઓટીપીકલ પૌરુષ બીહેવીઅર’ પ્રદર્શિત કરે(ક્વીઅર) તો તેઓ તેમને ‘ગે’ કે ‘લેસ્બિયન’ સમજી લેતા હોય છે, પણ તેવું હોય એ જરૂરી નથી. ઘણી વાર આ રીઝનથી ઘણા લોકોને હેરાનગતિનો અનુભવ થતો હોય છે જે તેમને ડીપ્રેશન કે આત્મહત્યા સુધી ધકેલી દેતા હોય છે.
સવાલ: તો તેનો ઈલાજ શું?
જવાબ: ડોન્ટ જજ, ડોન્ટ ટીઝ, એક્સેપ્ટ એવેરીવન વિથ વ્હોટ ધેય આર!

હવે એવું પણ તમને ફિલ થાય કે આટલા બધા પ્રકાર જાણીને કરવાનું શું!? લેબલ્સની જરૂર જ શું? તો એની જરૂર એ છે કે જયારે લોકો એક તરફ વાત કરતા હોય છે કે જે છો એ બનીને રહો, લોકોની ચિંતા શું કરવા કરવાની વગેરે વગેરે, ત્યારે ઘણા લોકો એવા છે કે જેઓ પોતે છે તે બનીને એટલા માટે નથી શકતા કેમ કે આ બધા પ્રકારોથી અજ્ઞાત એવી દુનિયા તેમને સ્વીકારવા તૈયાર નથી હોતી. હવે સવાલ એ પણ થાય કે જો આટલા બધા પ્રકારો છે અને તેમને વિજ્ઞાન સ્વીકારે પણ છે તો પછી એક પણ લેબલ શું કરવા આપવા?! બધે બધાને સરખા જ કેમ ન ગણવા, પછી તે પુરુષ હોય, સ્ત્રી હોય કે પછી બીજા કોઈ પણ પ્રકારના? તો આ વાતને એવી રીતે સમજી શકાય કે જયારે બીઝનેસની વાત આવે ત્યારે સેગ્મેન્ટેશન, ટાર્ગેટીંગ અને પોઝીશનીંગની વાત આવે, અથવા તો સિમ્પલી રીસર્ચ માટે પણ સરળતા અને એકયુરસી માટે આ બધા પ્રકારો કામ લાગતા હોય છે. પણ તેનો મતલબ એ નથી થતો કે આપને એ પ્રકારોનો દુરુપયોગ કરીને ભેદભાવ રાખીએ.

આમ તો બીજા પણ ઘણા મિથ્સ હોય છે અથવા તો ઘણી એવી વાતો છે કે જેનાથી કદાચ હું અને તમે, બધાય અજાણ હોઈએ. એ વાતો માટે જો કઈ કામ આવે એવું છે તો એ છે શિક્ષણ, વાંચન, ડિસ્કશન અને જેટલું બની શકે તેટલું એકસ્પ્લોરેશન અને ઓપનનેસ ટુ નોલેજ.

કેટલાક મિથ્સને તોડતો એવો એક વિડીઓ અહીં નીચે પણ છે જે એક ‘જેન્ડર-ફ્લુઇડ પર્સને’ બનાવેલ છે…કે પછી લેટ્સ સેય કે એક ‘નોલેજેબલ પર્સને’ બનાવ્યો છે! 🙂

કૌંસમાં:~
{[(
આવું કઈક આમ તો પહેલી વાર લખ્યું છે કે જે વિવાદાસ્પદ કહી શકાય, અથવા તો નોલેજ આપતું કહી શકાય. પણ એટલું ખરું કે આવું ને આવું લખવાની ઈચ્છા તો છે જ. અને જો ટોપિક્સ મળતા રહેશે તો લખતો પણ રહીશ. તમે પણ આવા વિષયો પર તમારા મંતવ્યો જણાવી શકો છો અને બીજા ટોપિક્સ પણ સજેસ્ટ કરી શકો છો.

આટલું વાંચવા માટે આભાર. વાંચતા રહો, કમેન્ટ કરતા રહો અને હા, “હેપ્પી માતૃભાષા દિવસ!”
)]}

Advertisements