ડ્રાઈવિંગ લવારો – “આ ક્રિએટીવીટી તો લીક થાય છે!”

હમણાં પહેલી એપ્રિલથી સ્કુટર પર રોજના ૪૦ કી.મી. જેવું ડ્રાઈવ કરવાનું શરુ કરવું પડ્યું અને એ પછી છેક આજે એકદમ ધ્યાન ગયું કે બધી ક્રિએટીવીટી તો લીક થઇ જાય છે! રસ્તામાં જ્યાં જોઈએ ત્યાં મારો લવારો વિખરાયેલો પડ્યો હતો અને વિખરાતો જ જતો રહે છે રોજે ને રોજ!

વાત એમ છે કે જ્યારે પણ કોઈ નવી જગ્યાએ જાઉં એટલે થોડો ટાઈમ સેટ થતા લાગે. અને એ સેટ થાઉં ત્યાં સુધી બોલવાનું એકદમ ઓછું હોય. બસ ઓબ્ઝર્વ કરવામાં જ બધો સમય સ્પેન્ડ થાય. અને એ જ રીઝનથી મગજમાં બધું ઢગલો આવીને પડ્યું હોય. કોલેજ માં તો એવું હતું કે જે કઈ મગજમાં હોય એ બધું કાં તો કાગળમાં ઉતરે, મોબાઈલમાં ઉતરે, કે પછી સીધું બ્લોગના ડ્રાફ્ટમાં. પણ હવે કંડીશન થોડી એવી છે કે ઉપરનું કઈ પણ આખો દિવસ અવેલેબલ નથી હોતું. અને ઘરે મોડા આવીને સીધું ઊંઘી જ જવાનું થાય ખાઈ પી ને. હવે બોલો બધી ક્રિએટીવિટી જાય ક્યાં!

તો આજે વિખરાયેલી ક્રિએટીવીટી ઉડતી એવી મારા કાને આવીને અથડાયી ત્યારે ધ્યાન ગયું કે આ તો સારો સારો કન્ટેન્ટ લીક થાય છે! અને એ લીક એવી રીતે થાય છે કે ચાલુ વ્હીકલે મગજમાં આખા દિવસનું સંઘરેલું એકલા એકલા કરેલા કન્વર્ઝેશનમાં (હા ભઈ, લવારામાં) જ નીકળી જાય છે. જો કે એ દરમિયાન એ વસ્તુની પણ જાણ થઇ કે ક્યારેક ચાન્સ (અને હિંમત) મળશે તો મિમિક્રી પણ કરી શકીશ! 😀

બાય ધ વે ક્રિએટીવીટી પરથી એ યાદ આવ્યું કે આજે એક બહુ જ મસ્ત લાઈન વાંચી હતી ક્યાંક. એક બુક માંથી લીધેલી એ લાઈન હતી –

If you have ideas, but don’t act on them, you are imaginative but not creative.

~Rollo May (The Courage to Create)

હવે મારો ક્વેશ્ચન એ છે કે શું આપણે એ આઈડિયાઝ પર માનો કે એક્ટ પણ કરીએ, અને કઈક બનાવી પણ લઈએ, અને આપણી જ પાસે રાખીએ, તો એ વેલીડ ગણાય કે નહિ? (એકલા કરેલા લવારા જેવું કઇક… :P)

બસ ત્યારે, આજ માટે આટલું જ.
ટ્રાય કરીશ કે પેલા લીકેજ(લવારા) પર કંટ્રોલ રાખીને એ ક્રિએટીવીટી(લવારા)ને કોઈ બીજા માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડી શકું!

મળીએ ત્યારે, આવજો… 🙂

Advertisements

One thought on “ડ્રાઈવિંગ લવારો – “આ ક્રિએટીવીટી તો લીક થાય છે!”

  1. ક્રિએટીવીટી’નું પણ પેલા પ્રમાણપત્ર જેવું જ છે કે જે તમને મળે તે પછી જ માન્યતા મળે કે તમે રમ્યા હતા અને સારું રમ્યા હતા ! મતલબ કે તમે ક્રિએટ કર્યું , ડેવલપ કર્યું , એક્ટ કર્યું અને આખીરમાં પ્રેઝેન્ટ ન કર્યું તો પછી તેની હાલત ન ઘર’ની , ન ઘાટ’ની રહે છે 😉

    ક્રિએટીવીટી’નું વિષે એમ પણ કહી શકાય કે , તે પારકી થાપણ છે 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s