નદીમાં

રંગીન જળના છે વ્હેણા નદીમાં,
બેરંગ અણિયાળા પ્હાણા નદીમાં,

યાદોની રેતીના કાંઠા કંઈ કોરા,
છે કિસ્સાઓ એના લખાણા નદીમાં,

જવાબોના બંધો છે બંધાયા ઊંચા,
‘ને ઊંડા ડૂબ્યા છે ઉખાણાં નદીમાં,નાવ તો સરકે છે નીરના ભરોસે,એણે ક્યાં ભાળ્યાં છે કાણા નદીમાં!~ વિરાજ રાઓલ 

Advertisements