about Undefined “Me”

મને describe કરવા માટે “undefined” ને હું proper word નથી માનતો, કેમ કે “undefined” ની ખુદની જ એક definition છે. હવે આ તો વાત થઇ “undefined” શબ્દ ની, હવે કઈક “me” વિષે કહું. ગુજરાત ના simple, clean અને ગ્રીન સીટી એવા ગાંધીનગર નો simple એવો ગ્રીન વિચારો વાળો “me” એટલે કે વિરાજ. ફ્રેન્ડસ અને ફેમીલી મેમ્બર્સ ‘વિરાજ’ કહી ને સંબોધે છે, કેમ કે એજ મારું નામ છે, “વિરાજસિંહ રાઓલ”. બ્લોગ પર આવવાનું મેઈન રીઝન તો વાંચવા લખવાનો શોખ છે. એ સિવાય પણ કેટલાક શોખ છે, જેમ કે સંગીત(જે બધાને હોય જ છે…), ટ્રાવેલિંગ, સિંગિંગ(એકલો હોઉં ત્યારે 😛 ), એડીટીંગ(ઈમેજીસ, વિડીઓ,સાઉન્ડ) અને બીજા કેટલાક શોખ જે મોટા ભાગે દરેક લોકોને હોય જ છે. હાલતા-ચાલતા, હરતા-ફરતા, સુતા-જાગતા મગજ માં આવેલી કવિતાઓ, વિચારો અને વાર્તાઓ મારા શબ્દો માં અહી બ્લોગ પર રજુ કર્યા છે અને કરતો રહીશ. 🙂
આપ માણતા રહો અને સજેશન્સ આપતા રહો 🙂

. thank you for reading About “Undefined Me”. 🙂

me_viraj

“અન્જાન છું હું, નાદાન નથી,
અર્પિત છું હું, કુરબાન નથી,
બસ વિચારો થી રમતો સામાન્ય એક
વિચારક છું પણ વિદ્વાન નથી.”

આ રીતે કર્યો હતો મેં “લેખન નો પ્રારંભ“……

Advertisements

38 thoughts on “about Undefined “Me”

 1. ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રિગેટરમાં ઉમેરી લીધો છે. આ એગ્રિગેટર તાજેતરમાં અપડેટ થયેલા બ્લૉગની યાદી દર્શાવે છે, મુલાકાત લેવા ભલામણ.

  http://gujblog.feedcluster.com

  • બસ આપ જેવા વાચક મિત્રો મળતા રહે તો વિદ્વાન બનવાના “લાં…….બા” સફર પર પણ ચાલી નીકળીશ ….. જો કે એ અઘરું અને મેહનત માંગી લેનારું છે.

 2. પહેલી કૃતિ થી ખબર પડી કે આપ્ની પાસે ઘણું જ સંવેદન શીલ હ્રદય છે.
  ઘડાશે જ્યારે ઘાટ હું માનું છું ઉંઢેલશો લાગણીઓનાં મોટા મોટા સમુદ્રો સાત
  આપની વાર્તા અમારા વેબ પેજ ઉપર મુકી રહ્યોછું http://www.gadyasarjan.wordpress.com

 3. It is good to read… Gujarati is not that hard to read and write.
  Put your thoughts on paper.
  take other’s writing too …..and pit if you know thename of author or link from where you have copy and paste just like this…
  ” પ્રોબ્લેમ એ છે કે મારા મગજ નું પ્રોસેસર થોડા સમય થી ઘણા લોડ ના કારણે ધીમું (લગભગ બંધ જેવું ) પડી ગયું છે….
  પણ હવે લખવાનો અને વાંચવાનો શોખ છે એનું શું?
  વાંચવાનું તો તોય વાંચી લઉં છું….
  મજા પણ આવે છે લોકો ની સરસ મજા ની પોસ્ટ્સ વાંચવાની….
  પણ પછી
  પાછું થાય કે યાર લખવું પણ છે… ”
  Welcome to Blogging!

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 4. પિંગબેક: “૧૯૯૫~અધુરી-પૂરી-લવ સ્ટોરી”-1 ♥ | Undefined હું

 5. શોખ તો બધાને હોય છે એને યુનિક બનવું અઘરું છે
  સુંદરતા આપડી સામેજ છે આને સબ્દો માં ઉતારવું અઘરું છે…
  ખરેખર મજા આવી વાંચવાની…

 6. “અન્જાન છું હું, નાદાન નથી,
  અર્પિત છું હું, કુરબાન નથી,
  બસ વિચારો થી રમતો સામાન્ય એક
  વિચારક છું પણ વિદ્વાન નથી.” …..

  બહુ ગમ્યું ….. ગુજરાતી માં લખવું અને વાંચવું બંને ગમે છે ….. આશા છે કે આપની પાસે થી સારી ગુજરાતી કૃતિ ઓ વાંચવા મળશે ….મને પણ ગણી ઈચ્છા છે કે હું પણ વેબ પર કઈક લખું …. પણ ખબર નથી પડતી કે શરૂઆત કેવી રીતે કરું ??

  • બસ તમે વાંચો છો એ વાત જ લખવા માટે મને ઉત્સાહ આપે છે….
   અને વેબ પર લખવું અઘરું નથી….
   જો વર્ડપ્રેસમાં લખવાની ઈચ્છા હોય તો નીચે ની લીન્ક પર ક્લિક કરો,
   https://signup.wordpress.com/signup/
   અને ‘ક્રિએટ બ્લોગ’ પર ક્લિક કરી ને બ્લોગ બનાવી દો.
   અને પછી લેન્ગવેજ વગેરે ના સેટીંગ કરીને શરૂઆત કરો લખવાની…..
   ઇટ્સ ફન 😀

 7. ખુબ સરસ બ્લોગ છે… મેં થોડો સમય પહેલા જ મારા લખવાના શોખ ને વિકસવાનો પ્રયત્ન કર્યો છે.. પણ લખવા બેસું ત્યારે કઈ યાદ નથી આવતું… તમે કઈ suggest કરી શકો છો… આભાર.

  • થેંક યુ સો મચ… 🙂

   આમ તો મારું પણ એવું જ છે, લખવાનું જયારે નક્કી કરું ત્યારે તો કઈ સુઝે જ નહિ, પણ જયારે પણ વિચારો મગજમાં આવે ત્યારે જે કઈ પણ આજુ બાજુ પડ્યું હોય તેમાં લખવાનું શરુ કરી દઉં છું….
   અને એ સિવાય પણ વચ્ચે મેં લખવા માટે મારા પર જ જબરદસ્તી કરી હતી 😛
   કઈ અન થાય, જે વિચારો આવે, જેવા ફોરમેટ માં વિચારો આવે એવા જ ફોરમેટમાં લખ્યે રાખવાનું….
   અને ઘણી વાર આવા બેઝ વગરના આઈડીયાઝ પણ છેલ્લે રેગ્યુલરલી લખવામાં હેલ્પ કરતા હોય છે….!

   Have a good blogging!! 🙂

 8. પિંગબેક: સેવ ધ વર્લ્ડ… | Undefined હું

 9. જેની કલ્પના ની વાત અનોખી છે,
  વિચારો સંગાથે મિત્રતા મજાની છે,
  એ વાત બીજા કોઈ ની નહિ,
  પણ મારા મસ્ત મગન મિત્ર વિરાજ ની છે…. 🙂

  શુભકામનાઓ
  – ધાર્મિક નાગ્રેચા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s